વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp25 નં. ૧ પાન ૧૦-૧૩
  • કઈ રીતે યુદ્ધ અને લડાઈઓનો અંત આવશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કઈ રીતે યુદ્ધ અને લડાઈઓનો અંત આવશે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વર માણસોની સરકાર કાઢી નાખશે
  • ઈશ્વર પાપ કાઢી નાખશે
  • શેતાન અને તેના દુષ્ટ દૂતોને ઈશ્વર કાઢી નાખશે
  • શા માટે યુદ્ધ અને લડાઈઓનો અંત નથી આવતો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વરનું રાજ્ય શું કરશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • ઈશ્વરના રાજ્યમાં કેવા આશીર્વાદો મળશે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૫
wp25 નં. ૧ પાન ૧૦-૧૩
યુદ્ધના લીધે શહેરનો નાશ થયો છે. ત્યાં કાટમાળના ઢગલા પર એક સૈનિક બેસીને વિચારે છે.

માણસો યુદ્ધનો અંત લાવી શકતા નથી

કઈ રીતે યુદ્ધ અને લડાઈઓનો અંત આવશે?

બાઇબલમાં જણાવ્યું છે કે “આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત” માણસો નહિ, પણ ઈશ્વર લાવશે.—ગીતશાસ્ત્ર ૪૬:૯.

ઈશ્વર માણસોની સરકાર કાઢી નાખશે

બાઇબલમાં જણાવ્યું છે કે આર્માગેદનa નામનું યુદ્ધ થશે, જેમાં ઈશ્વર માણસોની બધી સરકારોનો નાશ કરશે. (પ્રકટીકરણ ૧૬:૧૬) એમાં લખ્યું છે, ‘આખી પૃથ્વીના રાજાઓને, સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ’ માટે ભેગા કરવામાં આવશે. (પ્રકટીકરણ ૧૬:૧૪) આર્માગેદન એ ઈશ્વરનું યુદ્ધ છે. એ છેલ્લું યુદ્ધ એટલા માટે લડવામાં આવશે, જેથી પૃથ્વી પર પછીથી કોઈ યુદ્ધ ન થાય.

માણસોની સરકારની જગ્યાએ ઈશ્વર પોતાનું રાજ્ય, એટલે કે પોતાની સરકાર લાવશે. એ રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરશે અને એનો ક્યારેય નાશ નહિ થાય. (દાનિયેલ ૨:૪૪) ઈશ્વરે એ રાજ્યના રાજા તરીકે પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્તને પસંદ કર્યા છે. (યશાયા ૯:૬, ૭; માથ્થી ૨૮:૧૮) આ એ જ રાજ્યb છે, જેના વિશે ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું. (માથ્થી ૬:૯, ૧૦) બધા માણસો એક જ સરકાર નીચે હળી-મળીને રહેશે, જેના રાજા ઈસુ હશે.

ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ આજના નેતાઓ જેવા નથી. તે સત્તાનો ઉપયોગ પોતાના ફાયદા માટે નહિ કરે. ઈસુ ન્યાયી રાજા છે અને પક્ષપાત કરતા નથી. એટલે કોઈએ એવી ચિંતા નહિ કરવી પડે કે તેની જાતિ, તેના દેશ કે સમાજને લીધે તેની સાથે અન્યાય થશે. (યશાયા ૧૧:૩, ૪) કોઈએ પોતાના હક માટે લડવું નહિ પડે. શા માટે? કેમ કે, ઈસુ પોતે દરેકના ભલા માટે આગળ આવશે. બાઇબલમાં લખ્યું છે કે ઈસુ ‘મદદનો પોકાર કરનાર ગરીબને છોડાવશે, લાચાર અને નિરાધારને બચાવશે. તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.

ઈશ્વરના રાજ્યમાં પૃથ્વી પરના બધા ખતરનાક હથિયારોનો નાશ કરવામાં આવશે. (મીખાહ ૪:૩) એ રાજ્યમાં એવા બધા દુષ્ટ લોકોનો નાશ કરવામાં આવશે, જેઓ લડાઈઓ બંધ કરવા માંગતા નથી અને બીજાઓની શાંતિ ભંગ કરે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૦) એ સમયે દરેક પુરુષ, સ્ત્રી અને બાળક પૃથ્વીના ખૂણે ખૂણે સલામતી અનુભવશે.—હઝકિયેલ ૩૪:૨૮.

ઈશ્વરના રાજ્યમાં દરેકનું જીવન સારું હશે. એ રાજ્યમાં એવી કોઈ મુશ્કેલીઓ નહિ હોય, જેના લીધે લોકો આજે લડાઈઓ કરે છે. જેમ કે, ગરીબી, ભૂખમરો અને રહેવા માટે પૂરતાં ઘર ન હોવાં. દરેકને પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળશે અને બધાને રહેવા માટે આરામદાયક જગ્યા મળશે.—ગીતશાસ્ત્ર ૭૨:૧૬; યશાયા ૬૫:૨૧-૨૩.

યુદ્ધના ઘા તો કેટકેટલા હોય છે. શરીર પર તો ઘા વાગે જ છે. પણ મન અને લાગણીઓ પર પણ ઊંડા ઘા લાગે છે. ઈશ્વરના રાજ્યમાં યુદ્ધની એ બધી ખરાબ અસરોને કાઢી નાખવામાં આવશે. અરે, જેઓ યુદ્ધમાં માર્યા જાય છે, તેઓને પૃથ્વી પર જીવતા કરવામાં આવશે. (યશાયા ૨૫:૮; ૨૬:૧૯; ૩૫:૫, ૬) તેઓ પોતાના કુટુંબના સભ્યોને ફરી મળશે. અરે, યુદ્ધની કડવી યાદો પણ ભુલાઈ જશે, કેમ કે “ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”—પ્રકટીકરણ ૨૧:૪.

ઈશ્વર પાપ કાઢી નાખશે

ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર રાજ કરશે ત્યારે, બધા લોકો એકમાત્ર સાચા ઈશ્વર યહોવાનીc ભક્તિ કરશે. યહોવા “પ્રેમ અને શાંતિના ઈશ્વર” છે. (૨ કોરીંથીઓ ૧૩:૧૧) લોકો હળી-મળીને શાંતિથી રહેતા શીખશે. (યશાયા ૨:૩, ૪; ૧૧:૯) જેઓ ઈશ્વરની આજ્ઞા પાળશે, તેઓએ પાપની અસરને લીધે કોઈ મુશ્કેલીઓ સહન કરવી નહિ પડે.—રોમનો ૮:૨૦, ૨૧.

શેતાન અને તેના દુષ્ટ દૂતોને ઈશ્વર કાઢી નાખશે

શેતાન અને તેના દુષ્ટ દૂતો લોકોને ભમાવે છે, જેથી લોકો યુદ્ધ કરવા પ્રેરાય છે. ઈશ્વરના રાજ્યમાં શેતાન અને તેના દુષ્ટ દૂતોનો નાશ કરવામાં આવશે. (પ્રકટીકરણ ૨૦:૧-૩, ૧૦) હવે તેઓ કોઈને ભમાવી નહિ શકે, એટલે પૃથ્વી પર “શાંતિ વધતી ને વધતી જશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૭.

ઈશ્વરે વચન આપ્યું છે કે તે યુદ્ધ અને લડાઈઓનો હંમેશ માટે અંત લાવશે. તમે ખાતરી રાખી શકો છો કે તેમનું વચન ચોક્કસ પૂરું થશે. કેમ કે, તેમની પાસે યુદ્ધ અને લડાઈઓનો અંત લાવવાની શક્તિ છે અને તે દિલથી એમ કરવા ચાહે છે.

  • ઈશ્વર પાસે યુદ્ધ અને લડાઈઓનો અંત લાવવા બુદ્ધિ અને શક્તિ છે. (અયૂબ ૯:૪) તેમના માટે કંઈ પણ અશક્ય નથી. તે જે ચાહે એ કરી શકે છે.—અયૂબ ૪૨:૨.

  • લોકોને દુઃખી જોઈને, ઈશ્વરને બહુ દુઃખ થાય છે. (યશાયા ૬૩:૯) ‘હિંસા ચાહનારને પણ તે નફરત કરે છે.’—ગીતશાસ્ત્ર ૧૧:૫.

  • ઈશ્વર હંમેશાં પોતાનું વચન નિભાવે છે; તે કદી જૂઠું બોલી શકતા નથી.—યશાયા ૫૫:૧૦, ૧૧; તિતસ ૧:૨.

ઈશ્વર ભાવિમાં સાચી શાંતિ લાવશે અને એ હંમેશાં ટકશે.

પૃથ્વી એદન બાગ જેવી સુંદર થઈ ગઈ છે. ટેકરી પર એક કુટુંબના બધા સભ્યો બેઠા છે અને હસી રહ્યા છે. નજીકમાં ઘોડા ચરે છે.

ઈશ્વર યુદ્ધનો અંત લાવશે

ઈશ્વર યુદ્ધો કેમ ચાલવા દે છે?

તમને કદાચ થતું હશે કે ઈશ્વરે અત્યાર સુધી યુદ્ધો કેમ ચાલવા દીધા છે. એનો જવાબ મેળવવા jw.org/gu પર આ વીડિયો જુઓ: ઈશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?

a jw.org/gu પર આ લેખ વાંચો: “આર્માગેદનનું યુદ્ધ શું છે?”

b jw.org/gu પર આ વીડિયો જુઓ: ઈશ્વરનું રાજ્ય શું છે?

c શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો