AspctStyle/stock.adobe.com
ઈસુ યુદ્ધોનો અંત લાવશે
પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ લોકોને ખૂબ જ પ્રેમ બતાવ્યો. એટલે સુધી કે તેમણે આપણા માટે પોતાનો જીવ પણ આપી દીધો. (માથ્થી ૨૦:૨૮; યોહાન ૧૫:૧૩) તે જલદી જ ફરીથી પોતાના પ્રેમની સાબિતી આપશે. કઈ રીતે? ઈશ્વરના રાજ્યના રાજા તરીકેના અધિકારથી તે “આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત” લાવશે.—ગીતશાસ્ત્ર ૪૬:૯.
બાઇબલમાં લખ્યું છે કે ઈસુ શું કરવાના છે. એના પર ધ્યાન આપો:
“મદદનો પોકાર કરનાર ગરીબને તે છોડાવશે, લાચાર અને નિરાધારને તે બચાવશે. દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે, ગરીબનો તે જીવ બચાવશે. તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
ઈસુએ આપણા માટે જે કર્યું અને જે કરવાના છે, એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? એક રીત છે “ઈશ્વરના રાજ્યની ખુશખબર” વિશે વધારે શીખીએ, જે વિશે ઈસુએ પ્રચાર કર્યો હતો. (લૂક ૪:૪૩) આ વાંચો: “ઈશ્વરનું રાજ્ય શું છ?”