શું યહોવાના સાક્ષીઓને એવું લાગે છે કે તેઓને જ બચાવવામાં આવશે?
ના. સદીઓ દરમિયાન એવા લાખો લોકો થઈ ગયા જેઓ યહોવાના સાક્ષી ન હતા, તેઓને ઉદ્ધાર મેળવવાનો મોકો મળશે. કઈ રીતે? બાઇબલમાં સમજાવ્યું છે કે ઈશ્વરના વચન પ્રમાણે નવી દુનિયામાં “સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫) એટલું જ નહિ, આજે જેઓ જીવે છે તેઓમાંથી ઘણા લોકો હજી પણ ઈશ્વરની ભક્તિ કરી શકે છે અને ઉદ્ધાર મેળવી શકે છે. પણ એ નક્કી કરવાનું કામ અમારું નથી કે કોણ ઉદ્ધાર મેળવશે ને કોણ નહિ. ન્યાય કરવાની આ જવાબદારી ફક્ત ઈસુને સોંપવામાં આવી છે.—યોહાન ૫:૨૨, ૨૭.