વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૧૪૪
  • શબને બાળવા વિશે બાઇબલ શું કહે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શબને બાળવા વિશે બાઇબલ શું કહે છે?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • શબને બાળવા વિશે અમુક ખોટી માન્યતાઓ
  • શું મૂએલાંને અગ્‍નિદાહ આપવો યોગ્ય છે?
    સજાગ બનો!—૨૦૦૯
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • વિષય
    સજાગ બનો!—૨૦૦૯
  • શું મરણ પામેલાઓને માન આપવું જોઈએ?
    સજાગ બનો!—૧૯૯૯
વધુ જુઓ
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૧૪૪
એક ગુજરી ગયેલી વ્યક્તિનું ચિત્ર છે અને બાજુમાં અસ્થિ ભરેલું પાત્ર છે

શબને બાળવા વિશે બાઇબલ શું કહે છે?

શાસ્ત્રમાંથી જવાબ

શબને બાળવા વિશે બાઇબલમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું નથી. મરણ પામેલા લોકોને દફનાવવા જોઈએ કે બાળવા જોઈએ, એ વિશે બાઇબલમાં કોઈ આજ્ઞા નથી.

બાઇબલમાં જણાવ્યું છે કે અમુક વફાદાર ઈશ્વરભક્તોએ પોતાનાં ગુજરી ગયેલાં સગાં-વહાલાંને દફનાવ્યાં હતાં. દાખલા તરીકે, ઇબ્રાહિમની પત્ની સારાહનું મરણ થયું ત્યારે, તેને દફનાવવાની જગ્યા ખરીદવા ઇબ્રાહિમે ઘણી મહેનત કરી.—ઉત્પત્તિ ૨૩:૨-૨૦; ૪૯:૨૯-૩૨.

બાઇબલમાં એવા વફાદાર ઈશ્વરભક્તો વિશે પણ જણાવ્યું છે, જેઓએ ગુજરી ગયેલા લોકોનાં શબને બાળ્યાં હતાં. એક દાખલો જોઈએ. ઇઝરાયેલના રાજા શાઉલ અને તેમના ત્રણ દીકરાઓ યુદ્ધમાં માર્યા ગયા અને તેઓનાં શબ દુશ્મનોના વિસ્તારમાં હતાં. દુશ્મનોએ તેઓનાં શબનું ઘોર અપમાન કર્યું. પણ અમુક વફાદાર ઇઝરાયેલી લડવૈયાઓને એ વિશે ખબર પડી ત્યારે, તેઓએ શાઉલ અને તેમના ત્રણ દીકરાઓનાં શબ પાછાં મેળવ્યાં, એને બાળ્યાં અને અવશેષો દફનાવી દીધા. (૧ શમુએલ ૩૧:૮-૧૩) બાઇબલમાંથી જાણવા મળે છે કે એ ઇઝરાયેલી લડવૈયાઓએ જે કર્યું એમાં કંઈ ખોટું ન હતું.—૨ શમુએલ ૨:૪-૬.

શબને બાળવા વિશે અમુક ખોટી માન્યતાઓ

ખોટી માન્યતા: શબને બાળવાથી શરીરનું અપમાન થાય છે.

હકીકત: બાઇબલમાં જણાવ્યું છે કે વ્યક્તિના મરણ પછી તે ધૂળમાં ભળી જાય છે. (ઉત્પત્તિ ૩:૧૯) જ્યારે શબને દફનાવવામાં આવે છે ત્યારે સમય જતાં એ સડીને ધૂળમાં ભળી જાય છે. પણ જ્યારે શબને બાળવામાં આવે છે ત્યારે એ વહેલું ધૂળમાં ભળી જાય છે, કેમ કે છેલ્લે ફક્ત રાખ જ બચે છે.

ખોટી માન્યતા: બાઇબલ સમયમાં જે લોકોએ ઈશ્વરની કૃપા ગુમાવી દીધી હતી, ફક્ત તેઓનાં જ શબને બાળવામાં આવ્યાં હતાં.

હકીકત: એ સાચું છે કે અમુક બેવફા લોકોનાં શબને બાળવામાં આવ્યાં હતાં, જેમ કે આખાન અને તેના કુટુંબના લોકોનાં શબ. (યહોશુઆ ૭:૨૫) પણ ઈશ્વરની વિરુદ્ધ ગયા હોય એવા કંઈ બધા લોકોનાં શબને બાળવામાં આવતાં ન હતાં અને એવો કોઈ નિયમ પણ ન હતો. (પુનર્નિયમ ૨૧:૨૨, ૨૩) અગાઉ જોઈ ગયા તેમ, અમુક વફાદાર લોકોનાં શબને પણ બાળવામાં આવ્યાં હતાં, જેમ કે શાઉલ રાજાના દીકરા યોનાથાનનું શબ.

ખોટી માન્યતા: જો વ્યક્તિના શબને બાળીશું તો ઈશ્વર તેને મરણમાંથી જીવતી નહિ કરી શકે.

હકીકત: ભલે એક વ્યક્તિના શબને બાળી નાખવામાં આવ્યું હોય, દફનાવવામાં આવ્યું હોય કે પછી એ સમુદ્રમાં ડૂબી ગયું હોય અથવા પ્રાણીઓએ એને ફાડી ખાધું હોય, ઈશ્વરને એ બધાથી કોઈ ફરક પડતો નથી. (પ્રકટીકરણ ૨૦:૧૩) ઈશ્વર સર્વશક્તિમાન છે, એટલે તે સહેલાઈથી વ્યક્તિ માટે નવું શરીર ઘડી શકે છે.—૧ કોરીંથીઓ ૧૫:૩૫, ૩૮.

બાળવું કે દફનાવવું? નિર્ણય કઈ રીતે લેવો?

શબને બાળવું કે દફનાવવું એ વિશે નિર્ણય લેતા પહેલાં આનો વિચાર કરો:

  • ગુજરી ગયેલી વ્યક્તિની ઇચ્છા. બાઇબલમાં એવા અહેવાલ છે, જેમાં વ્યક્તિએ પહેલેથી જણાવ્યું હતું કે તે ગુજરી જાય પછી તેના શબ સાથે શું કરવું. તેના કુટુંબીજનોએ તેની ઇચ્છા પ્રમાણે જ કર્યું.—ઉત્પત્તિ ૫૦:૪, ૫; નિર્ગમન ૧૩:૧૯.

  • સમાજ કે વિસ્તારના રિવાજો. સમાજના લોકો સામાન્ય રીતે શું કરે છે એ પણ મહત્ત્વનું હોય છે. (યોહાન ૧૯:૪૦) દાખલા તરીકે બાઇબલ સમયમાં શબને દફનાવવાનો રિવાજ હતો. (ઉત્પત્તિ ૪૯:૩૧; ૧ શમુએલ ૨૮:૩) એવી જ રીતે, આજે એક વ્યક્તિ સ્થાનિક રિવાજોને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે. પણ ખૂબ મહત્ત્વનું છે કે એનાથી બાઇબલનો કોઈ સિદ્ધાંત ન તૂટે.

  • સરકારનો કાયદો. બાઇબલમાં લખ્યું છે કે આપણે સરકારી અધિકારીઓની વાત માનીએ. (રોમનો ૧૩:૧) શબ સાથે શું કરવું જોઈએ એ વિશે અમુક જગ્યાએ નિયમો હોય છે. દાખલા તરીકે, શબને બાળ્યા પછી એની રાખનો ક્યાં નિકાલ કરવો, એને લઈને અમુક જગ્યાએ નિયમો ઘડવામાં આવ્યા છે.

  • લોકોની લાગણી. બાઇબલમાં સલાહ આપી છે કે આપણે બીજાઓની લાગણીનો વિચાર કરવો જોઈએ. (ફિલિપીઓ ૨:૪) કોઈ નિર્ણય લેતા પહેલાં આ સવાલો પર વિચાર કરો: કુટુંબના બીજા સભ્યોને શબ બાળવા કે દફનાવવા વિશે કેવું લાગે છે? શબને બાળવા કે દફનાવવા વિશે સમાજના લોકો શું વિચારે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો