ફૂટનોટ
a હઝકિયેલે દર્શનમાં લોકોનાં હાડકાં જોયાં. એ લોકો આમને આમ મરી ગયા ન હતા. તેઓ તો “માર્યા ગયેલા લોકો” હતા. (હઝકિ. ૩૭:૯) એનાથી ખબર પડે છે કે ‘આખા ઇઝરાયેલના લોકોની’ હાલત કેમ એવી થઈ ગઈ હતી. દસ કુળના ઇઝરાયેલ રાજ્યના લોકોને આશ્શૂરીઓ ગુલામ બનાવીને લઈ ગયા. બે કુળના યહૂદા રાજ્યના લોકોને બાબેલોનીઓ ગુલામ બનાવીને લઈ ગયા હતા. આ રીતે આખા ઇઝરાયેલના લોકોને જાણે મારી નાખવામાં આવ્યા. એનો અર્થ થાય કે તેઓનો યહોવા સાથેનો સંબંધ તૂટી ગયો.