ફૂટનોટ
a મફીબોશેથ જેવો નમ્ર અને ઊંડી કદર કરનાર, કઈ રીતે સત્તાને માટે લાલચ કરીને એવો કપટી બની શકે? એમાં કોઈ શંકા નથી કે તેના પિતા, યોનાથાન જે રીતે વિશ્વાસુ સાબિત થયા હતા, એ તે જાણતો હતો. યોનાથાન, રાજા શાઊલનો દીકરો હતો. તેમ છતાં, તેણે નમ્રતાથી સ્વીકાર્યું કે ઈસ્રાએલ પર રાજા તરીકે, યહોવાહે દાઊદને પસંદ કર્યો હતો. (૧ શમૂએલ ૨૦:૧૨-૧૭) મફીબોશેથના માબાપ યહોવાહનો ડર રાખનારા અને દાઊદના ખાસ મિત્રો હતા. તેથી, યોનાથાને પોતાના પુત્રને રાજા બનવાના સપના દેખાડ્યા નહિ હોય.
તમારો જવાબ આપશો?
• આપણે સહીએ છીએ એ મુશ્કેલીઓને શા માટે દેહમાંના કાંટા સાથે સરખાવી શકાય?
• મફીબોશેથ અને નહેમ્યાહે સહેવા પડ્યા, એવા અમુક કાંટા કયા હતા?
• બાઇબલમાંથી અમુક સ્ત્રી-પુરુષો વિષે આપણે શીખ્યા, જેઓએ દેહમાંના કાંટા સહન કર્યા હતા. એમાંથી તમને કયો અનુભવ વધારે ગમ્યો અને શા માટે?
[Questions]
૧. આજે લોકોને કેવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે?
૨, ૩. કાંટારૂપી મુશ્કેલીઓને કારણે આપણું વલણ કેવું બની જઈ શકે અને એ શા માટે જોખમી છે?
૪, ૫. ઘણી વખત કઈ રીતે આપણી મુશ્કેલીઓ પાછળ શેતાન હોય છે, પણ આપણે કઈ ખાતરી રાખી શકીએ?
૬. “દેહમાં કાંટો” છે, એમ પાઊલના કહેવાનો શું અર્થ હતો અને એ શું હોય શકે?
૭, ૮. (ક) મૂળ ભાષા પ્રમાણે, દેહનો કાંટો પાઊલને માર્યા કરતો હતો, એનો શું અર્થ થાય? (ખ) આપણે હમણાં કાંટા જેવી વેદના સહી લઈએ એ શા માટે મહત્ત્વનું છે?
૯, ૧૦. (ક) મફીબોશેથે દેહના કયા કાંટાનો અનુભવ કર્યો? (ખ) રાજા દાઊદે મફીબોશેથ પર કઈ કૃપા બતાવી અને આપણે કઈ રીતે એ અનુસરી શકીએ?
૧૧. સીબાએ મફીબોશેથ વિષે શું દાવો કર્યો, પણ શું બતાવે છે કે એ તદ્દન જૂઠું બોલતો હતો? (ફૂટનોટ જુઓ.)
૧૨. મફીબોશેથે અઘરા સંજોગોમાં શું કર્યું અને કઈ રીતે તે આપણા માટે સુંદર ઉદાહરણ છે?
૧૩, ૧૪. નહેમ્યાહ યરૂશાલેમની દિવાલો બાંધવા ગયા ત્યારે, તેમણે કયા કાંટાઓની પીડા સહન કરવી પડી?
૧૫. યહુદીઓની કઈ મુશ્કેલીઓ નહેમ્યાહને કાંટાની જેમ ખૂંચતી હતી?
૧૬-૧૮. ઇસ્હાક અને રિબકાહ, હાન્નાહ, દાઊદ અને હોશીઆના કુટુંબમાં કઈ મુશ્કેલીઓ ઊભી થઈ?
૧૯. મીખાયાહ પ્રબોધકને કઈ સતાવણી સહન કરવી પડી?
૨૦. નાઓમીએ શું સહેવું પડ્યું અને તેને કયો બદલો મળ્યો?
૨૧, ૨૨. અયૂબે કયા દુઃખો સહન કરવા પડ્યા અને એવા સંજોગોમાં તે કઈ રીતે વર્ત્યો?
૨૩. આપણે શીખ્યા તેમ, વિશ્વાસુ જનો કઈ રીતે દેહમાંના કાંટા સહન કરી શક્યા?
[પાન ૧૫ પર ચિત્રો]
મફીબોશેથે અપંગતા, નિંદા અને નિરાશા સહન કરવી પડી
[પાન ૧૬ પર ચિત્ર]
નહેમ્યાહે વિરોધ છતાં પડતું ન મૂક્યું