વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a કેટલાક વિદ્વાનો “યહોવાહ”ને બદલે “યાહવેહ” તરીકે ભાષાંતર કરે છે. તેમ છતાં, આધુનિક બાઇબલ ભાષાંતરકારોએ પોતાની આવૃત્તિઓમાંથી પરમેશ્વરનું નામ કાઢી નાખ્યું છે અને એની જગ્યાએ “પ્રભુ” કે “પરમેશ્વર” જેવા સામાન્ય ખિતાબોનો ઉપયોગ કર્યો છે. પરમેશ્વરના નામ વિષે ઊંડાણમાં ચર્ચા માટે, યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલી, દૈવી નામ હંમેશાં રહેશે (અંગ્રેજી) મોટી પુસ્તિકા જુઓ.

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

મહાન શિક્ષકને અનુસરો

ઈસુએ વારંવાર ખાસ બાઇબલ વિષયો પર ભાર મૂકીને શીખવ્યું. દાખલા તરીકે, તેમણે પુનરુત્થાન પછી, તેમના મરણ વિષે ગૂંચવણમાં પડેલા બે શિષ્યોને પરમેશ્વરના હેતુમાં પોતાની ભૂમિકા વિષે સમજાવ્યું. લુક ૨૪:૨૭ કહે છે: “મુસાથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.”

નોંધ લો કે ઈસુએ “પોતાને,” એટલે કે મસીહ વિષેનો ખાસ વિષય પસંદ કર્યો અને એ ચર્ચામાં તેમણે ‘બધા ધર્મલેખોનો’ ઉપયોગ કર્યો. હકીકતમાં, ઈસુએ જિગસૉ પઝલની જેમ બાઇબલ કલમોને ભેગી મૂકી જેથી તેમના શિષ્યો આત્મિક સત્યનું ખરૂ સ્વરૂપ સ્પષ્ટ રીતે જોઈ શકે. (૨ તીમોથી ૧:૧૩) પરિણામે, શિષ્યોને આત્મિક પ્રકાશ મળ્યો અને તેઓ પર એની ઊંડી અસર પણ થઈ. અહેવાલ કહે છે: “તેઓએ એકબીજાને કહ્યું, કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણાં મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?”​—⁠લુક ૨૪:⁠૩૨.

યહોવાહના સાક્ષીઓ પોતાના સેવાકાર્યમાં ઈસુની પદ્ધતિને અપનાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ બાઇબલ અભ્યાસમાં દેવ આપણી પાસે શું માંગે છે? મોટી પુસ્તિકા અને જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનો ઉપયોગ કરે છે. એમાં અનેક રસપ્રદ બાઇબલ વિષયો આપવામાં આવ્યા છે, જેમ કે: “સાચા દેવ કોણ છે?,” “શા માટે દેવ યાતનાને પરવાનગી આપે છે?,” “તમે સાચો ધર્મ કઈ રીતે શોધી શકો?,” “આ છેલ્લા દિવસો છે!” અને “દેવને આદર આપતા કુટુંબનું ઘડતર કરવું.” દરેક પાઠમાં ઘણી કલમો જોવા મળે છે.

તમે તમારા વિસ્તારના યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધી શકો છો અથવા, ઉપર ઉલ્લેખ કરેલા અને બીજા વિષયો પર વિનામૂલ્યે અભ્યાસ કરવા આ સામયિકના પાન ૨ પરના યોગ્ય સરનામે લખો.

[ચિત્ર]

બાઇબલના કોઈ ખાસ વિષય પર ધ્યાન કેંદ્રિત કરીને તમારા વિદ્યાર્થીના હૃદય સુધી પહોંચો

[પાન ૭ પર ચિત્રો]

શું તમે ઈસુની નમૂનાની પ્રાર્થનાને સમજ્યા છો?

“ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ. . . . ”

“તારૂં [ મસીહી] રાજ્ય આવો . . . ”

“જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો