ફૂટનોટ
a રાજા યોશીયાહ ૨૫ વર્ષના હતા ત્યારે, શાફાનનો પુત્ર અહીકામ યોશીયાહથી ઉંમરમાં મોટો હતો. એ જ બતાવે છે કે શાફાન, યોશીયાહથી ઉંમરમાં ઘણા જ મોટા હતા.—૨ રાજાઓ ૨૨:૧-૩, ૧૧-૧૪.
[પાન ૨૨ પર બોક્સ]
પ્રબોધિકા હુલ્દાહ
રાજા યોશીયાહે મંદિરમાંથી મળી આવેલું “નિયમશાસ્ત્રનું પુસ્તક” વાંચ્યું. પછી શાફાન અને બીજા ચાર અધિકારીઓને હુકમ કર્યો કે, આ પુસ્તક વિષે જઈને “યહોવાહને પૂછો.” (૨ રાજાઓ ૨૨:૮-૨૦) પરંતુ, તેઓ યહોવાહ વિષે ક્યાં પૂછવા જાય? એ સમયે, બધા પ્રબોધકો, બાઇબલ લેખકો, યિર્મેયાહ અને કદાચ નાહુમ તથા સફાન્યાહ પણ યહુદાહમાં હતા. તેથી, શાફાન અને તેમના સાથીઓ હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા.
યરૂશાલેમ પરનું એક પુસ્તક કહે છે: “મહત્ત્વની વાત એ છે કે અહીં સ્ત્રી અને પુરુષને એકસરખા જ ગણવામાં આવ્યા છે. આ બધા જ પુરુષો, નિયમશાસ્ત્રનું પુસ્તક એક સ્ત્રી પાસે લઈ જતા અચકાયા નહિ. હુલ્દાહે જણાવ્યું કે એ પુસ્તક યહોવાહ પાસેથી છે ત્યારે, કોઈએ પણ વાંધો ન ઊઠાવ્યો. પહેલાની ઈસ્રાએલી સ્ત્રીઓના મહત્ત્વ વિષે જણાવતી વખતે, ઍક્સપર્ટો ઘણી વાર આ બનાવ પ્રત્યે આંખ આડા કાન કરે છે.” પરંતુ, મહત્ત્વની વાત એ છે કે, એ સંદેશો યહોવાહ પરમેશ્વર તરફથી જ હતો!
[ડાયગ્રામ/પાન ૨૧ પર ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
શાફાનનું કુટુંબ
મશુલ્લામ
↓
અઝાલ્યાહ
↓
શાફાન
↓ ↓ ↓ ↓
અહીકામ એલઆસાહ ગમાર્યાહ યાઅઝાન્યાહ
↓ ↓
ગદાલ્યાહ મીખાયાહ
[પાન ૨૦ પર ચિત્ર]
ગમાર્યાહ અને તેમના સાથીઓએ, યહોયાકીમને વિનંતી કરી કે તે યિર્મેયાહનાં વચનોને બાળી ન નાખે
[પાન ૨૨ પર ચિત્ર]
શાફાનનો પુત્ર હોવા છતાં, યાઅઝાન્યાહ મૂર્તિઓની ભક્તિ કરતો સ્વપ્નમાં દેખાયો
[પાન ૧૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Courtesy Israel Antiquities Authority
[પાન ૨૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Courtesy Israel Antiquities Authority