ફૂટનોટ
a ઈસુ સાથેના પ્રોફેસરો દ્વારા પવિત્ર શાસ્ત્રનું લખાણ અને એની સમાલોચના નામનું સ્પેનિશ પુસ્તક આમ સમજાવે છે: “ઈરાન, માદાય અને બાબેલોનમાં માગી લોકોએ પછી ધર્મગુરુ તરીકે પોતાનો અલગ વર્ગ બનાવ્યો. તેઓએ મેલીવિદ્યા, ખગોળશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રને પ્રોત્સાહન આપ્યું.” વળી, મધ્યયુગમાં જે માગીઓ બાળ ઈસુને મળવા ગયા હતા તેઓને સંતનો દરજ્જો આપવામાં આવ્યો અને મેલ્કીઓર, ગાસ્પર અને બેલ્થાસાર નામ આપવામાં આવ્યા. તેઓની અસ્થિ કોલોન, જર્મનીના એક ચર્ચમાં હજુયે અકબંધ છે.