ફૂટનોટ
c બીજા કોઈ સ્થાનિક નિયમો ન હોય તો, નીચે આપેલા સોગંદ પરમેશ્વરને માન આપે છે અને એનો ઉપયોગ કરવો જોઈએ. વરરાજા માટે: “હું [વરરાજાનું નામ], તમને [કન્યાનું નામને] મારી પરિણીત પત્ની તરીકે સ્વીકારું છું, અને પરમેશ્વરની લગ્ન ગોઠવણ અનુસાર, આપણે બંને આ પૃથ્વી પર જીવીશું ત્યાં સુધી, પવિત્ર શાસ્ત્રમાં બતાવેલ, ખ્રિસ્તી પતિઓ માટેના પરમેશ્વરના નિયમ અનુસાર, તમને પ્રેમથી સંભાળીશ.” કન્યા માટે: “હું [કન્યાનું નામ], તમને [વરરાજાનું નામને] મારા પરિણીત પતિ તરીકે સ્વીકારું છું, અને પરમેશ્વરની લગ્ન ગોઠવણ અનુસાર, આપણે બંને આ પૃથ્વી પર જીવીશું ત્યાં સુધી, પવિત્ર શાસ્ત્રમાં બતાવેલ, ખ્રિસ્તી પત્નીઓ માટેના પરમેશ્વરના નિયમ અનુસાર, તમને પ્રેમથી સંભાળીશ અને ઊંડો આદર આપીશ.”