ફૂટનોટ
a ખરું કે જાનવર કે પક્ષીના લોહીથી પાપની માફી મળતી, કેમ કે લોહી યહોવાહની નજરમાં પવિત્ર હતું. (લેવીય ૧૭:૧૧) તો પછી શું ગરીબોએ ચડાવેલા લોટના અર્પણની કોઈ કિંમત ન હતી? એવું નથી. યહોવાહને તો એ અર્પણ પણ માન્ય હતું. યહોવાહ અર્પણ પાછળ વ્યક્તિની ભાવના, તેનો પસ્તાવો જોતા હતા. વધુમાં, દર વર્ષે પ્રાયશ્ચિત્ત દિવસે આખા દેશનાં પાપો માટે યહોવાહને પ્રાણીઓનું જે બલિદાન ચડાવાતું, એમાં ગરીબો પણ આવી જતા.—લેવીય ૧૬:૨૯, ૩૦.