ફૂટનોટ
a ઇઝરાયેલીઓને યરીખોમાં લૂંટ કરવાની મનાઈ કરવામાં આવી હતી. કાપણીનો સમય હોવાથી, ખેતરોમાં અનાજ ભરપૂર હતું. એ અનાજ ઇઝરાયેલીઓ માટે પૂરતું હતું અને દેશ પર હુમલો કરવાનો એ સૌથી સારો સમય હતો. આપણા સમયમાં યરીખોના ખંડેરમાંથી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો છે. એ બતાવી આપે છે કે યરીખો ફરતે લાંબો સમય ઘેરો નાખવામાં આવ્યો ન હતો અને શહેરમાં અનાજ ખૂટી ગયું ન હતું.—યહો. ૫:૧૦-૧૨.