ફૂટનોટ
a આપણે બધા માટીના માણસો છીએ. એટલે ઘણીવાર આપણાં વાણી-વર્તનથી ભાઈ-બહેનોને ખોટું લાગી શકે છે. એવા સમયે આપણે શું કરીએ છીએ? શું આપણે તરત માફી માંગીએ છીએ? કે પછી વિચારીએ છીએ, “ભલે ને ખોટું લાગ્યું, લાગવા દો એમાં હું શું કરી શકું?” શું આપણને જ બીજાઓની નાની નાની વાતોનું ખોટું લાગે છે? શું એ સમયે આપણે એવું વિચારીએ છીએ, “હું શું કરું મારો સ્વભાવ જ એવો છે?” કે પછી એવું વિચારીએ છીએ, “જે થયું એ સારું ન હતું, મારે પોતાને બદલવાની જરૂર છે.”