-
લાખો નિરાશામાં એક આશાચોકીબુરજ—૨૦૧૧ | જૂન ૧
-
-
લાખો નિરાશામાં એક આશા
“છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે.”—૨ તીમોથી ૩:૧.
શું તમે નીચે આપેલા દુઃખદ બનાવો વિષે સાંભળ્યું છે? શું તમે પોતે એ અનુભવ્યા છે?
● ભયંકર બીમારીને લીધે ઘણા લોકો માર્યા ગયા હોય.
● દુકાળને લીધે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય.
● ધરતીકંપે હજારો લોકોનો ભોગ લીધો હોય અને ઘણા ઘરબાર વગરના થઈ ગયા હોય.
હવે પછીના લેખોમાં આપણે આના જેવી આફતો વિષે અમુક હકીકતો તપાસીશું. એ પણ જોઈશું કે આવી આફતો વિષે બાઇબલમાં પહેલેથી જ ભાખવામાં આવ્યું હતું. એ બધું આ દુનિયાના અંતના ‘છેલ્લા સમયʼમાં બનશે.a
આ લેખો ફક્ત મુશ્કેલ સંજોગો વિષે જ નહિ પણ ભાવિની સુંદર આશા વિષે જણાવે છે. એમાં એક પછી એક છ ભવિષ્યવાણીઓ તપાસીશું, જે સાબિત કરશે કે દુનિયાના ‘છેલ્લા સમયʼનો જલદી જ અંત આવશે. એ પણ જોઈશું કે અમુક લોકો આ ભવિષ્યવાણી પર કેવી દલીલો કરે છે. તેમ જ અમુક વચનો તપાસીશું જે બતાવશે કે આપણા માટે કેવું સુંદર ભાવિ રહેલું છે. (w11-E 05/01)
[ફુટનોટ]
a પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ૧૧મું પ્રકરણ “ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?” જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
-
-
૧. ધરતીકંપોચોકીબુરજ—૨૦૧૧ | જૂન ૧
-
-
૧. ધરતીકંપો
“મોટા મોટા ધરતીકંપો થશે.”—લુક ૨૧:૧૧.
● હૈતીમાં ધરતીકંપ થયા બાદ એક ન્યૂઝ ચેનલવાળા ત્યાં ગયા હતા. તેઓને કાટમાળમાંથી તીણો રડવાનો અવાજ સંભળાયો. બચાવ ટીમે લગભગ દોઢ વર્ષની વિનીને એમાંથી બચાવી લીધી. પણ દુઃખની વાત છે કે તેના માતા-પિતા બચ્યા ન હતા.
આંકડા શું બતાવે છે? જાન્યુઆરી ૨૦૧૦માં જ્યારે હૈતીમાં ૭.૦ની તીવ્રતાનો ભૂકંપ થયો, ત્યારે ત્રણ લાખ કરતાં વધારે લોકો માર્યા ગયા. ૧૩ લાખ લોકો પળભરમાં બેઘર બની ગયા. ખરું કે એ ધરતીકંપ ઘણો મોટો હતો, પણ એના જેવા અનેક ધરતીકંપો પહેલાં થયા છે. જેમ કે એપ્રિલ ૨૦૦૯થી એપ્રિલ ૨૦૧૦ સુધીમાં ઓછામાં ઓછા અઢાર આવા મોટા ધરતીકંપો દુનિયા ફરતે થયા હતા.
લોકો આવું કહે છે: અમુક કહે છે કે આજે પણ પહેલાંના જેટલા જ ધરતીકંપો થાય છે. ફરક એ છે કે પહેલાં લોકોને ખબર પડતી ન હતી, પણ આજે ટેક્નૉલૉજીના લીધે ઘણા લોકોને ખબર પડે છે.
શું લોકોનું કહેવું ખરું છે? છેલ્લા દિવસોમાં કેટલા ધરતીકંપ થશે એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. પણ એ જણાવે છે કે “મોટા મોટા ધરતીકંપો” ‘ઠામેઠામ થશે.’ છેલ્લા સમયમાં આ નિશાની સહેલાઈથી પારખી શકાશે.—માર્ક ૧૩:૮; લુક ૨૧:૧૧.
તમને શું લાગે છે? બાઇબલમાં જણાવ્યા પ્રમાણે શું આપણે એવા મોટા ધરતીકંપો જોઈ રહ્યા છીએ?
ફક્ત ધરતીકંપોથી જ સાબિત થતું નથી કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. એ સિવાય બીજી ભવિષ્યવાણીઓ છે, જે આજે પૂરી થઈ રહી છે. ચાલો એ વિષે જોઈએ. (w11-E 05/01)
[પાન ૪ પર બ્લર્બ]
‘આવું થાય ત્યારે અમે એને મોટા ધરતીકંપ કહીશું, જ્યારે કે લોકો એને આફત કહેશે.’—ભૂ-ભૌતિકશાસ્ત્રી કેન હડનટ, યુ.એસ. જીઓલૉજીકલ સર્વે.
[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© William Daniels/Panos Pictures
-
-
૨. દુકાળચોકીબુરજ—૨૦૧૧ | જૂન ૧
-
-
૨. દુકાળ
“દુકાળો પડશે.”—માર્ક ૧૩:૮.
● એક માણસ ભૂખમરાથી બચવા નાઇજર દેશની રાજધાનીથી ક્વાટાર્ડજી નામના ગામડાંમાં રહેવા ગયો. તેની સાથે તેના નાના ભાઈ-બહેનો અને બીજા સગાંઓ પણ હતા. એ ગામમાં પણ તેઓને બહુ કંઈ ખાવા-પીવાનું મળતું નથી. એટલે આ માણસ ઘરના લોકોથી દૂર એકલો સૂઈ જાય છે. શા માટે? સીદી નામના ગામના સરપંચ કહે છે, ‘તે કુટુંબના સભ્યોની ભૂખ સંતોષી શકતો નથી, એટલે તેઓ સામે નજર મીલાવી શકતો નથી.’
આંકડા શું બતાવે છે? દુનિયા ફરતે સાતમાંથી આશરે એક વ્યક્તિને રોજનો પૂરતો ખોરાક મળતો નથી. આફ્રિકાના સહારા રણના દક્ષિણ વિસ્તારમાં તો સ્થિતિ વધારે ગંભીર છે. ત્યાં દર ત્રણ વ્યક્તિમાંથી એકને ઘણા દિવસો સુધી ખોરાક મળતો નથી. એ સમજવા ચાલો એક કુટુંબનો દાખલો લઈએ જેમાં પિતા, માતા અને બાળક છે. જો ફક્ત બે વ્યક્તિઓને થાય એટલો જ ખોરાક હોય તો આ ત્રણમાંથી કોણ ભૂખ્યું રહેશે? પિતા, માતા કે બાળક? એવા ઘણા કુટુંબો છે, જેઓએ આવો કપરો નિર્ણય દરરોજ કરવો પડે છે.
લોકો આવું કહે છે: બધાને પૂરતો ખોરાક મળી રહે એટલું ધરતી પર પાકે છે. પણ એની વહેંચણી સરખી રીતે થતી નથી.
શું લોકોનું કહેવું ખરું છે? ખરું કે આજે ખેડૂતો ઘણા પ્રમાણમાં પાક ઉગાડી શકે છે, અને બીજી જગ્યાએ સહેલાઈથી મોકલી શકે છે. સરકારે એ ખોરાકને જરૂર હોય ત્યાં મોકલવો જોઈએ પણ, તેઓ નિષ્ફળ ગયા છે. વર્ષોથી પ્રયત્ન કરવા છતાં તેઓ ભૂખની સમસ્યા દૂર કરી શક્યા નથી.
તમને શું લાગે છે? શું માર્ક ૧૩:૮ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે? ટેક્નૉલૉજી ઘણી વધી ગઈ છે, છતાં શું ખોરાકની તંગી દૂર થઈ છે?
ધરતીકંપ અને દુકાળ પછી ઘણી વાર બીજી તકલીફો ઊભી થતી હોય છે. ચાલો છેલ્લા દિવસની બીજી એક નિશાનીનો વિચાર કરીએ. (w11-E 05/01)
[પાન ૫ પર બ્લર્બ]
“જો બાળકોને પૂરતો ખોરાક મળ્યો હોત તો ન્યુમોનિયા, ડાયેરિયા અને બીજી બીમારીઓને લીધે મરતાં બાળકોમાંથી ત્રીજા ભાગના બચી શક્યા હોત.”—એન એમ. વેનેનમેન, યુ.એન.ના ભૂતપૂર્વ બાળ-કલ્યાણ અધિકારી.
[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Paul Lowe/Panos Pictures
-
-
૩. બીમારીચોકીબુરજ—૨૦૧૧ | જૂન ૧
-
-
૩. બીમારી
“રોગચાળો ફાટી નીકળશે.”—લૂક ૨૧:૧૧, કોમન લેંગ્વેજ.
● આફ્રિકાના એક દેશમાં નાગરિક યુદ્ધના લીધે લોકોની હાલત બહુ કફોડી હતી. એ દેશમાં બોન્ઝાલી નામનો માણસ આરોગ્ય ખાતાનો અધિકારી હતો. તે ખાણિયાની સારવાર કરતો હતો, જેઓને મારબર્ગ નામની જીવલેણ બીમારી થઈ હતી.a તેણે બીજા શહેરના અધિકારીઓ પાસે મદદ માટે ઘણી વિનંતી કરી હતી. છેવટે ચાર મહિના પછી તેને એ મદદ મળી, પણ ત્યાં સુધી તો બોન્ઝાલી મૃત્યુ પામ્યો. તે જે ખાણિયાની સારવાર કરતો હતો, તેઓ પાસેથી જ તેને મારબર્ગની બીમારી લાગી ગઈ.
આંકડા શું બતાવે છે? સૌથી વધારે જીવ લેતી બીમારીઓમાં ફેફસાંને લગતી બીમારી (જેમ કે ન્યુમોનિયા), ડાયેરિયા, એચ.આઈ.વી./એઇડ્સ, ટીબી અને મૅલેરિયા છે. ૨૦૦૪માં આ પાંચ બીમારીએ આશરે એક કરોડ સિત્તેર લાખ લોકોનો ભોગ લીધો. એ વરસમાં આ બીમારીઓને લીધે દર ત્રણ સેકન્ડે એક વ્યક્તિ મૃત્યુ પામતી હતી.
લોકો આવું કહે છે? વસ્તી વિસ્ફોટને લીધે વધારે લોકો બીમાર થાય છે. આમ, બીમારોની સંખ્યા વધતી જાય છે.
શું લોકોનું કહેવું ખરું છે? ખરું કે દુનિયાની આબાદી ખૂબ જ વધી ગઈ છે. પણ સાથે સાથે માણસોએ બીમારીને પારખવા અને એની સારવાર કરવામાં ઘણી પ્રગતિ કરી છે. જો એમ હોય, તો બીમારીની અસર મનુષ્ય પર ઓછી થવી જોઈએ. પણ એનાથી તો સાવ ઉલટું થઈ રહ્યું છે.
તમને શું લાગે છે? બાઇબલમાં જણાવ્યું હતું એ મુજબ શું લોકો બીમારીથી પીડાય છે?
ધરતીકંપ, દુકાળ અને બીમારીએ કરોડો લોકોનો ભોગ લીધો છે. પણ કરોડો એવા લોકો છે, જેઓને મનુષ્યના હાથે જ સહેવું પડે છે. એવા ઘણા લોકો છે જેઓના રક્ષક જ ભક્ષક બન્યા છે. ચાલો જોઈએ કે આ વિષે બાઇબલની ભવિષ્યવાણી શું કહે છે. (w11-E 05/01)
[ફુટનોટ]
a મારબર્ગ હેમોરહાજીક ફીવર એક વાયરસ છે, જે ઇબોલા નામની બીમારી સાથે સંકળાયેલો છે.
[પાન ૬ પર બ્લર્બ]
‘સિંહ જેવા હિંસક પ્રાણી કોઈને જીવતું ખાઈ જાય એ બહુ જ ભયંકર છે. એવી જ રીતે કોઈ બીમારી વ્યક્તિને અંદરથી કોરી ખાય એ એટલું જ ભયંકર છે.આવું તો આખી દુનિયામાં જોવા મળે છે.’—માઇકલ ઓસ્ટેર્હોમ, ચેપી રોગ વૈજ્ઞાનિક.
[પાન ૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© William Daniels/Panos Pictures
-
-
૪. કુટુંબમાં પ્રેમ નહિ હોયચોકીબુરજ—૨૦૧૧ | જૂન ૧
-
-
૪. કુટુંબમાં પ્રેમ નહિ હોય
કુટુંબમાં ‘માણસો પ્રેમ વગરના બનશે.’—૨ તીમોથી ૩:૧-૩.
● ક્રિસ, બ્રિટનના ઉત્તર વૅલ્શમાં રહે છે. તે એવી સંસ્થામાં કામ કરે છે, જે ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરે છે. તે કહે છે, ‘એક સ્ત્રી અમારી પાસે આવી, જેને મેં પહેલાં જોઈ હતી. પણ એક વખત તેને એટલી ખરાબ રીતે મારવામાં આવી હતી કે હું તેને ઓળખી જ ના શક્યો. ઘરની હિંસાને લીધે અમુક સ્ત્રીઓની લાગણી એટલી દુભાય છે કે તેઓ કોઈની સામે જોઈને વાત પણ કરી શકતી નથી.’
આંકડા શું બતાવે છે? આફ્રિકાના એક દેશમાં આશરે ત્રણમાંથી એક સ્ત્રી, નાની ઉંમરે જ જાતીય શોષણનો ભોગ બને છે. એ દેશમાં એક સર્વે કરવામાં આવ્યો, જેમાં ૩૩ ટકા કરતાં વધારે પુરુષો માને છે કે પત્નીને મારવામાં કંઈ વાંધો નથી. જોકે ફક્ત સ્ત્રીઓ જ ઘરેલુ હિંસાનો ભોગ બનતી નથી. દાખલા તરીકે કૅનેડામાં દસમાંથી લગભગ ત્રણ પુરુષો પત્નીથી મારઝૂડનો ભોગ બને છે, અથવા તેઓનું શોષણ કરવામાં આવે છે.
લોકો આવું કહે છે: ઘરેલુ હિંસા તો પહેલેથી ચાલતી આવી છે. પણ પહેલાં કરતાં આજે એને લોકોના ધ્યાન પર વધારે લાવવામાં આવે છે.
શું લોકોનું કહેવું ખરું છે? છેલ્લા અમુક દાયકામાં લોકોને ઘરેલુ હિંસા વિષે વધુ સજાગ કરવામાં આવ્યા છે. પણ શું એનાથી હિંસામાં ઘટાડો થયો છે? ના, કુટુંબના સભ્યોને એકબીજા માટે જે પ્રેમ હોવો જોઈએ એ ઓછો થઈ રહ્યો છે.
તમને શું લાગે છે? શું ૨ તીમોથી ૩:૧-૩ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે? કુટુંબીજનો માટે જે પ્રેમ હોવો જોઈએ, એ શું ઘણામાં ઓછો થઈ રહ્યો છે?
પાંચમી ભવિષ્યવાણી પૃથ્વીને લગતી છે. ચાલો જોઈએ આ વિષે બાઇબલ શું કહે છે. (w11-E 05/01)
[પાન ૭ પર બ્લર્બ]
‘ઘરેલુ હિંસાના કિસ્સા બહુ બનતા હોય છે, પણ બીજા ગુનાની સરખામણીમાં લોકો પોલીસને બહુ ઓછું જણાવે છે. સ્ત્રી, સરેરાશ ૩૫ વખત ઘરેલુ હિંસાનો ભોગ બન્યા પછી જ એ વિષે કેસ કરે છે.’—ઘરેલુ હિંસા સામે મદદ કરતી વૅલ્શની સંસ્થા વતી બોલનાર એક સ્ત્રી.
-
-
૫. પૃથ્વીનો બગાડચોકીબુરજ—૨૦૧૧ | જૂન ૧
-
-
૫. પૃથ્વીનો બગાડ
‘પૃથ્વીનો નાશ કરનારાનો પરમેશ્વર નાશ કરશે.’—પ્રકટીકરણ ૧૧:૧૮.
● નાઇજીરિયાના નોર નામના ગામડામાં પીરી નામનો એક માણસ, તાડી ઉતારવાનું કામ કરે છે. તેનો ધંધો સાવ ચોપટ થઈ ગયો, જ્યારે નજીકમાં આવેલા નાઈજરના મુખ ત્રિકોણ (ડેલ્ટા) પ્રદેશમાં મોટા પ્રમાણમાં ખનિજ તેલ ઢોળાયું. પીરી કહે છે, ‘એને લીધે અમારું પીવાનું પાણી પ્રદૂષિત થઈ ગયું. માછલીઓ મરી ગઈ. અમારા શરીરની ચામડી ખરાબ થઈ ગઈ. હું સાવ બેકાર બની ગયો.’
આંકડા શું બતાવે છે? અમુક નિષ્ણાતોના અંદાજ પ્રમાણે પાંસઠ લાખ ટન કચરો દર વર્ષે સમુદ્રમાં ઠલવાય છે. એ કચરામાં આશરે પચાસ ટકા પ્લાસ્ટિક હોય છે. એ પ્લાસ્ટિકનો પૂરેપૂરો નાશ થતા સદીઓ લાગે છે. પ્રદૂષણની સાથે સાથે મનુષ્યો પૃથ્વીના તત્વોનું નિકંદન કાઢી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે મનુષ્ય એક વર્ષમાં જે તત્ત્વો વાપરી નાખે છે, એને પાછા પેદા કરતા પૃથ્વીને એક વરસ અને પાંચ મહિના લાગે છે. ઑસ્ટ્રેલિયાનું ન્યૂઝ પેપર સીડની મૉર્નિંગ હેરોલ્ડ જણાવે છે, ‘જે હદે વસ્તી વધી રહી છે અને પૃથ્વીના તત્ત્વો વપરાય રહ્યા છે, એ જોતા લાગે છે કે ૨,૦૩૫ સુધીમાં લોકોને જીવતા રહેવા બીજી એક પૃથ્વીની જરૂર પડશે.’
લોકો આવું કહે છે: મનુષ્ય હોશિયાર છે અને આ મુશ્કેલીનો હલ લાવી શકે છે. પૃથ્વીનો નાશ થતો અટકાવી શકે છે.
શું લોકોનું કહેવું ખરું છે? ઘણી મહેનતુ વ્યક્તિઓ અને સંસ્થાઓએ આ વિષય પર લોકોને જાગૃત કર્યા છે. તેમ છતાં પૃથ્વી પર પ્રદૂષણ વધતું જાય છે.
તમને શું લાગે છે? શું તમને લાગે છે કે ઈશ્વરે વચન આપ્યું એ મુજબ પૃથ્વીને બચાવવાની જરૂર છે?
આ પાંચ ભવિષ્યવાણીઓ ઉપરાંત, બાઇબલ બીજી એક સારી ભવિષ્યવાણી વિષે જણાવે છે. એ વિષે ચાલો છઠ્ઠી ભવિષ્યવાણી જોઈએ. (w11-E 05/01)
[પાન ૮ પર બ્લર્બ]
‘મારી પાસે એકદમ સુંદર લીલીછમ જમીન હતી, પણ હવે એ ઉકરડો બની ગઈ છે.’—એરિન ટેમ્બર, ૨૦૧૦માં મૅક્સિકોના અખાતમાં જે ખનિજ તેલ ઢોળાયું એની અસરને લીધે અમેરિકાના ખાડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ આમ જણાવ્યું.
[પાન ૮ પર બૉક્સ]
આજની હાલત માટે શું ઈશ્વર જવાબદાર છે?
આજની ખરાબ પરિસ્થિતિ વિષે બાઇબલમાં પહેલેથી ભાખવામાં આવ્યું હતું. એનો અર્થ શું એવો થાય કે આજની હાલત માટે ઈશ્વર જવાબદાર છે? શું તે આપણા પર દુઃખ-તકલીફો લાવે છે? આવા પ્રશ્નોના જવાબ તમે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૧૧માં મેળવી શકો છો. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
U.S. Coast Guard photo
-
-
૬. દુનિયા ફરતે પ્રચાર કામચોકીબુરજ—૨૦૧૧ | જૂન ૧
-
-
૬. દુનિયા ફરતે પ્રચાર કામ
“રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે.”—માત્થી ૨૪:૧૪.
● વાયેતિયા નામની એક સ્ત્રી પેસિફિક સમુદ્રમાં આવેલા ટુઆમોટુમાં રહે છે. એ વિસ્તાર આશરે ૮૦ નાના નાના ટાપુઓથી બનેલો છે. એ વિસ્તાર ભારતના લગભગ ચોથા ભાગ જેટલો વિશાળ છે. આખા વિસ્તારની વસ્તી આશરે ૧૬,૦૦૦ જ છે. તેમ છતાં યહોવાહના સાક્ષીઓ વાયેતિયા અને તેના પડોશીઓને મળ્યા. તેઓ યહોવાહના રાજ્ય વિષેની ખુશખબર બધા લોકોને આપવા ચાહે છે, પછી ભલે તેઓ દૂર દૂર રહેતા હોય.
આંકડા શું બતાવે છે? ઈશ્વરના રાજ્યનો સંદેશો દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. ૨૦૧૦માં યહોવાહના સાક્ષીઓએ દોઢ અબજ કરતાં વધારે કલાકો પ્રચાર કામમાં ગાળ્યા હતા. તેઓ આ સંદેશો ૨૩૬ દેશોમાં ફેલાવી રહ્યા છે. એનો અર્થ એ થાય કે દરેક સાક્ષી સરેરાશ ૩૦ મિનિટ દરરોજ રાજ્યના સંદેશા વિષે વાત કરે છે. છેલ્લા દસ વર્ષમાં તેઓએ ૨૦ અબજ કરતાં વધારે બાઇબલ આધારિત સાહિત્ય બહાર પાડ્યું છે અને લોકોને આપ્યું છે.
લોકો આવું કહે છે: બાઇબલનો સંદેશો હજારો વર્ષોથી લોકો જાહેર કરતા આવ્યા છે.
શું લોકોનું કહેવું ખરું છે? ખરું કે ઘણા લોકોએ બાઇબલના સંદેશા વિષે કંઈક જણાવ્યું છે. તેમ છતાં મોટા ભાગનાએ થોડા સમય માટે જ અથવા થોડીક જગ્યાએ એ સંદેશો જણાવ્યો છે. પણ એનાથી સાવ અલગ યહોવાહના સાક્ષીઓએ વ્યવસ્થિત રીતે દુનિયા ફરતે કરોડો લોકોને ઈશ્વરનો સંદેશો પહોંચાડ્યો છે. માનવ ઇતિહાસમાં થઈ ગયેલી સૌથી શક્તિશાળી અને ક્રૂર સરકારોનો સખત વિરોધ સહીને પણ સાક્ષીઓ સંદેશો જણાવતા રહ્યા છે.a (માર્ક ૧૩:૧૩) યહોવાહના સાક્ષીઓ પગારથી આ કામ કરતા નથી. તેઓ રાજી-ખુશીથી પોતાનો સમય આપે છે. વિના મૂલ્યે લોકોને સાહિત્ય આપે છે. તેઓનું આ કામ ખુશીથી મળેલા દાનોથી ચાલે છે.
તમને શું લાગે છે? શું “રાજ્યની આ સુવાર્તા” દુનિયા ફરતે ફેલાઈ રહી છે? આ પૂરું થતું વચન શું એ સાબિત કરે છે કે નજીકમાં સુંદર ભાવિ રહેલું છે? (w11-E 05/01)
[ફુટનોટ]
a વધારે માહિતી માટે “ફેઇથફુલ અંડર ટ્રાયલ્સ,” “પરપલ ટ્રાઇંગલ્સ” અને “જેહોવાહ્ઝ વીટનેસીસ સ્ટૅન્ડ ફર્મ અગેઈન્સ્ટ નાઝી અસલ્ટ” વીડિયો જુઓ. આ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી છે.
[પાન ૯ પર બ્લર્બ]
“યહોવાહ આ યુગને ચાલવા દે ત્યાં સુધી આપણે જોશથી તેમના રાજ્ય વિષેની ખુશખબર ફેલાવતા રહીશું. સર્વ લોકોને સંદેશો મળે એ માટે આપણે અલગ-અલગ રીતો અપનાવતા રહીશું.”—૨૦૧૦ની યહોવાહના સાક્ષીઓની યરબુક.
-
-
સુખના દિવસો જલદી જ આવશે!ચોકીબુરજ—૨૦૧૧ | જૂન ૧
-
-
સુખના દિવસો જલદી જ આવશે!
‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.
શું તમને ઉપર જણાવેલી ભવિષ્યવાણી પૂરી થતાં જોવી ગમશે? તમે કહેશો, જરૂર! એવું જ બનશે એનો આપણી પાસે ચોક્કસ પુરાવો છે.
આગળના લેખોમાં આપણે અમુક બાઇબલ ભવિષ્યવાણીઓ જોઈ ગયા. એનાથી સ્પષ્ટ દેખાય આવે છે કે આપણે આ દુનિયાના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫) ઈશ્વરે બાઇબલ લેખકોને એ બનાવો વિષે લખવા જણાવ્યું હતું, જેથી આપણને આશા મળે. (રૂમી ૧૫:૪) એ પૂરાં થતાં વચનો સાબિતી આપે છે કે મુશ્કેલ સંજોગોનો જલદી જ અંત આવશે.
પછી શું બનશે? ઈશ્વરનું રાજ્ય મનુષ્ય પર રાજ કરશે. (માત્થી ૬:૯, ૧૦) એ વખતે પૃથ્વી કેવી હશે? વિચાર કરો કે એના વિષે બાઇબલ શું કહે છે:
● ભૂખમરો દૂર કરવામાં આવશે. બધી બાજુ પુષ્કળ ખોરાક મળશે. “પર્વતોના શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.
● બીમારી દૂર થશે. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪.
● ધરતીને એકદમ સુંદર બનાવવામાં આવશે. “અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે.” —યશાયાહ ૩૫:૧.
આ તો ફક્ત અમુક જ ભવિષ્યવાણીઓ છે, જે જલદી પૂરી થવાની છે. કેમ નહિ કે તમે યહોવાહના સાક્ષીઓને પૂછો કે તેઓ કેમ ખાતરીથી કહી શકે કે નજીકમાં સારા દિવસો આવશે! (w11-E 05/01)
-