વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lff પાઠ ૬
  • જીવનની શરૂઆત કઈ રીતે થઈ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનની શરૂઆત કઈ રીતે થઈ?
  • દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • મથાળાં
  • સરખી માહિતી
  • વધારે જાણો
  • આપણે શીખી ગયા
  • વધારે માહિતી
  • બાઇબલમાંથી આપણે શું શીખી શકીએ?
    સજાગ બનો!—૨૦૨૧
  • યહોવા આપણને શરૂઆતથી જ કેવું જીવન આપવા ચાહે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સર્જનહારમાં અડગ શ્રદ્ધા કેળવવા તમારાં બાળકોને મદદ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • પુરાવા તપાસો
    સજાગ બનો!—૨૦૨૧
વધુ જુઓ
દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
lff પાઠ ૬
પાઠ ૦૬. જમીનમાંથી છોડનો ફણગો ફૂટી રહ્યો છે અને એના પર તડકો પડે છે.

પાઠ ૦૬

જીવનની શરૂઆત કઈ રીતે થઈ?

ચિત્ર
ચિત્ર
ચિત્ર

બાઇબલમાં લખ્યું છે, યહોવા ‘જીવનનો ઝરો છે,’ એટલે કે તેમણે બધાને જીવન આપ્યું છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) અમુક લોકો માને છે કે બધું અચાનક અને આપોઆપ આવી ગયું, એને ઈશ્વરે નથી બનાવ્યું. જો એમ હોય તો આપણા જીવનનો કોઈ હેતુ નથી! પણ જો યહોવા ઈશ્વરે આપણને બનાવ્યા હોય, તો આપણા જીવનનો ચોક્કસ કોઈ હેતુ છે.a ચાલો જોઈએ કે જીવનની શરૂઆત વિશે બાઇબલમાં શું લખ્યું છે અને એમાં લખેલી વાતો સાચી છે, એવું આપણે કેમ માની શકીએ.

૧. વિશ્વની શરૂઆત કઈ રીતે થઈ?

બાઇબલમાં જણાવ્યું છે, “શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.” (ઉત્પત્તિ ૧:૧) ઘણા વૈજ્ઞાનિકો માને છે કે વિશ્વની એક શરૂઆત છે. પણ ઈશ્વરે બધું કઈ રીતે બનાવ્યું? તેમણે પોતાની “શક્તિ,” એટલે કે પવિત્ર શક્તિથી તારાઓ, ગ્રહો અને વિશ્વની બીજી બધી વસ્તુઓ બનાવી.—ઉત્પત્તિ ૧:૨.

૨. ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?

યહોવાએ ‘પૃથ્વીને કંઈ એમ જ બનાવી નથી, પણ લોકોને રહેવા માટે બનાવી છે.’ (યશાયા ૪૫:૧૮) તેમણે પૃથ્વીને એ રીતે બનાવી છે કે, લોકો પાસે જીવન-જરૂરી બધી વસ્તુઓ હોય અને તેઓ એના પર યુગોના યુગો સુધી જીવી શકે. (યશાયા ૪૦:૨૮; ૪૨:૫ વાંચો.) વૈજ્ઞાનિકોને આજ સુધી પૃથ્વી સિવાય બીજો એકેય ગ્રહ મળ્યો નથી, જ્યાં માણસો જીવી શકે.

૩. માણસો કઈ રીતે પ્રાણીઓ કરતાં અલગ છે?

યહોવાએ પૃથ્વી બનાવી પછી સૌથી પહેલા ઝાડપાન અને પ્રાણીઓ બનાવ્યાં. એ પછી તેમણે માણસને બનાવ્યો, તેને “પોતાના જેવો બનાવ્યો.” (ઉત્પત્તિ ૧:૨૭ વાંચો.) એનો શું અર્થ થાય? એ જ કે આપણામાં ઈશ્વર જેવા ગુણો છે. આપણે પણ ઈશ્વરની જેમ પ્રેમ, ન્યાય અને બીજા ગુણો બતાવી શકીએ છીએ. તેમણે આપણને અદ્‍ભુત મગજ આપ્યું છે, જેથી આપણે અલગ અલગ ભાષાઓ અને નવી નવી કળાઓ શીખી શકીએ છીએ. આપણે મધુર સંગીતનો આનંદ માણી શકીએ છીએ. ફક્ત માણસો જ પોતાને બનાવનાર ઈશ્વરની ભક્તિ કરી શકે છે. આ બતાવે છે કે માણસો પ્રાણીઓ કરતાં એકદમ અલગ છે.

વધારે જાણો

આપણે કઈ રીતે ભરોસો રાખી શકીએ કે ઈશ્વરે જ બધું બનાવ્યું છે? સૃષ્ટિની રચના વિશે બાઇબલમાં જે જણાવ્યું છે, શું એ સાચું છે? માણસોમાં જે સારા ગુણો છે, એનાથી ઈશ્વર વિશે શું શીખવા મળે છે? ચાલો જોઈએ.

૪. ઈશ્વરે બધી વસ્તુઓનું સર્જન કર્યું છે

સૃષ્ટિની નકલ કરીને માણસ કોઈ વસ્તુ બનાવે ત્યારે તેની વાહ વાહ થાય છે. તો પછી સૃષ્ટિ બનાવવા કોની વાહ વાહ થવી જોઈએ? વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.

વીડિયો: ઈશ્વરમાં શ્રદ્ધા (૨:૪૩)

  • માણસોએ સૃષ્ટિમાંથી કઈ કઈ વસ્તુઓની નકલ કરી છે?

ઘર આપોઆપ નથી બની જતું, એને કોઈક બનાવે છે. તો પછી સૃષ્ટિની બધી વસ્તુઓ કોણે બનાવી? હિબ્રૂઓ ૩:૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • સૃષ્ટિમાં એવું શું છે જે જોઈને તમે દંગ રહી જાઓ છો?

  • શું તમે માનો છો કે આકાશ, પૃથ્વી અને એમાંનું બધું કોઈએ બનાવ્યું છે? તમને કેમ એવું લાગે છે?

જાણવા જેવું

jw.org/gu પર “આનો રચનાર કોણ?” અને “જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો” ભાગમાં આ વિષયને લગતા વીડિયો અને લેખ છે.

“ખરું કે દરેક ઘર કોઈકે બનાવ્યું છે, પણ બધી વસ્તુઓ બનાવનાર તો ઈશ્વર છે”

એક માણસ વાંસથી ઘરની છત બનાવી રહ્યો છે અને આજુબાજુ હરિયાળી છે.

૫. સૃષ્ટિની રચના વિશે બાઇબલમાં જે જણાવ્યું છે, એ સાચું છે

ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં સૃષ્ટિના સર્જન વિશે લખ્યું છે. એમાં જણાવ્યું છે કે પૃથ્વી, ઝાડપાન, પ્રાણીઓ અને માણસોને કઈ રીતે બનાવવામાં આવ્યાં. શું એમાં આપેલી બધી વાતો સાચી છે કે પછી વાર્તાઓ? વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.

વીડિયો: શું વિશ્વનું સર્જન થયું હતું?—ઝલક (૩:૫૧)

ચિત્ર: ‘શું વિશ્વનું સર્જન થયું હતું?—ઝલક’ વીડિયોનું દૃશ્ય. ૧. સૃષ્ટિના છ દિવસ એ રીતે બતાવ્યા છે જાણે પૃથ્વી પરથી કોઈ માણસ એ જોઈ રહ્યો છે. ૨. સૃષ્ટિના સર્જનના છઠ્ઠા દિવસ પછીનું દૃશ્ય. સૂરજ, કોરી જમીન, પાણી, ઝાડપાન, પશુ-પંખી અને માણસો દેખાય છે.
  • બાઇબલમાં લખ્યું છે કે યહોવાએ પૃથ્વી અને બધાં પ્રાણીઓને ૬ દિવસમાં બનાવ્યાં હતાં. શું એ બધા દિવસો ૨૪ કલાકના હતા?

  • સૃષ્ટિ વિશે બાઇબલમાં જે લખ્યું છે, શું એ સાચું છે? શું એના પર ભરોસો કરી શકાય? તમને કેમ એવું લાગે છે?

ઉત્પત્તિ ૧:૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • વૈજ્ઞાનિકો કહે છે કે વિશ્વની શરૂઆત થઈ હતી. આ કલમમાં એ વિશે શું લખ્યું છે?

અમુક લોકો માને છે કે ઈશ્વરે પહેલા એક કોષ બનાવ્યો. સમય જતાં એ કોષમાંથી આપોઆપ અલગ અલગ જીવો બન્યા, જેમ કે માછલી, પ્રાણી અને છેવટે માણસ. આમ, તેઓ માને છે કે ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા બધા જીવો બનાવ્યા. ઉત્પત્તિ ૧:૨૧, ૨૫, ૨૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • શું બાઇબલમાં એવું લખ્યું છે કે ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા બધા જીવો બનાવ્યા, કે પછી તેમણે બધી “જાતના” જીવો અલગ અલગ બનાવ્યા?

૬. માણસો—ઈશ્વરની અજોડ રચના

યહોવાએ આપણને પ્રાણીઓ કરતાં એકદમ અલગ બનાવ્યા છે. ઉત્પત્તિ ૧:૨૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • ઈશ્વરે આપણને તેમના જેવા બનાવ્યા છે. એટલે આપણે બીજાઓને પ્રેમ કરીએ છીએ અને તેઓની મુશ્કેલીઓ સમજી શકીએ છીએ. તો પછી ઈશ્વર પોતે કેવા હશે?

અમુક લોકો કહે છે: “હું નથી માનતો કે આ દુનિયા અને એમાંની બધી વસ્તુઓ ઈશ્વરે બનાવી છે. બાઇબલમાં લખેલી એ વાત બસ એક વાર્તા છે.”

  • તમને શું લાગે છે? શા માટે?

આપણે શીખી ગયા

યહોવાએ આકાશ, પૃથ્વી, પ્રાણીઓ અને માણસો બનાવ્યાં.

તમે શું કહેશો?

  • વિશ્વની શરૂઆત વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

  • શું ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા બધું બનાવ્યું, કે પછી તેમણે બધી “જાતના” જીવો અલગ અલગ બનાવ્યા?

  • માણસો કઈ રીતે પ્રાણીઓ કરતાં અલગ છે?

આટલું કરો

વધારે માહિતી

કુદરતમાં જોવા મળતી વસ્તુઓ કઈ રીતે બતાવે છે કે એનો કોઈ રચનાર છે? એ વિશે વાંચો.

“કુદરત પાસેથી શીખીએ” (સજાગ બનો!, ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૬)

એક પિતા પોતાના દીકરાને જણાવે છે કે ઈશ્વરે કઈ રીતે બધું બનાવ્યું. ચાલો એ જોઈએ.

યહોવાએ દરેક વસ્તુઓ બનાવી (૨:૩૭)

અમુક લોકો કહે છે કે ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા બધું બનાવ્યું. શું બાઇબલમાં પણ એવું લખ્યું છે? એ વિશે જાણો.

“શું ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને બધા જીવોને બનાવ્યા?” (jw.org/gu પર આપેલો લેખ)

જાણો કે અશ્મિઓ (ફૉસિલ) અને વૈજ્ઞાનિકોના પ્રયોગથી શું સાબિત થાય છે. શું બધું બનાવવામાં આવ્યું કે આપોઆપ આવી ગયું?

જીવનની શરૂઆત—પાંચ મહત્ત્વના સવાલ (મોટી પુસ્તિકા, હિંદી)

a પાઠ ૨૫માં આપણે જોઈશું કે ઈશ્વરે માણસને કેમ બનાવ્યો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો