વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • રોગ વગરની દુનિયા!
    સજાગ બનો!—૨૦૦૪ | જુલાઈ
    • એથી સવાલ થાય છે કે ‘ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?’ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે એ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે ઈશ્વરનું રાજ આવે એ પહેલાં, એક પછી એક અનેક બનાવો બનશે. એમાંનો એક છે: “મરકીઓ ચાલશે.” (લુક ૨૧:૧૦, ૧૧; માત્થી ૨૪:૩, ૭) બાઇબલના સમયમાં “મરકીઓ” માટે જે શબ્દ વપરાતો, એમાં બધા જ “રોગો આવી જતા.” આજે આ ખરું છે, કેમ કે ૨૦મી સદીમાં મેડિકલ સાયન્સમાં ખૂબ જ પ્રગતિ થઈ. તોપણ અનેક ઝેરી રોગો જેમ-તેમ ફેલાયા છે.—“૧૯૧૪થી રોગનો ભોગ બનેલા,” બૉક્સ જુઓ.

      ઈસુએ ઉપર જણાવ્યું એવા જ શબ્દો બાઇબલના પ્રકટીકરણના પુસ્તકમાં મળે છે. એમાં ઈસુ સ્વર્ગમાં યહોવાહના રાજ્યના રાજા બન્યા, એ સમયને લગતી એક ભવિષ્યવાણી છે. એમાં અનેક ઘોડેસવારો આકાશમાં સવારી કરતા દેખાય છે. એમાંનો ચોથો ઘોડેસવાર ‘ફીક્કા રંગના ઘોડા’ પર સવારી કરીને “રોગચાળો” ફેલાવતો હતો. (પ્રકટીકરણ ૬:૨, ૪, ૫, ૮, પ્રેમસંદેશ) હવે વિચાર કરો કે ૧૯૧૪ પછી એ ઘોડેસવારે દુનિયામાં કયા જીવલેણ રોગો ફેલાવ્યા છે? આંકડાઓ બતાવે છે કે એણે કેટલાના જીવ હરી લીધા છે. એનાથી એ પણ સાબિતી મળે છે કે હવે ઈશ્વરનું રાજ્ય બહુ જ નજીક છે!b—માર્ક ૧૩:૨૯.

  • રોગ વગરની દુનિયા!
    સજાગ બનો!—૨૦૦૪ | જુલાઈ
    • [પાન ૧૨ પર બોક્સ]

      ૧૯૧૪થી રોગનો ભોગ બનેલા

      આ આંકડાઓ કરુણ હકીકત દર્શાવે છે. એનાથી આપણને ખ્યાલ આવે છે કે ૧૯૧૪ પછી ફેલાયેલા રોગોથી કેટલા બધા લોકો મરણ પામ્યા છે.

      ◼ શીતળા (૩૦-૫૦ કરોડ) પહેલાં શીતળા માટે કોઈ ઇલાજ ન હતો. એની દવાની શોધ થયા પછી આખી દુનિયામાં બધાને રસી આપવામાં આવી. આમ ૧૯૮૦ સુધીમાં શીતળાનો રોગ જડમૂળથી કાઢી નાખવામાં આવ્યો.

      ◼ ટીબી (૧૦-૧૫ કરોડ) દર વર્ષે ટીબીને કારણે આશરે ૨૦ લાખ લોકો મરે છે. આજે દુનિયાની વસ્તીમાંથી આશરે ત્રણમાંથી એકને ટીબી હોય છે.

      ◼ મલેરિયા (૮-૧૨ કરોડ) વર્ષ ૧૯૫૦ પહેલાં દર વર્ષે મલેરિયાથી આશરે ૨૦ લાખ લોકો મરણ પામતા. આજે આફ્રિકાના ઘણા દેશોમાં લોકોને મલેરિયા થાય છે. દર વર્ષે આશરે ૧૦ લાખ લોકો મલેરિયાથી મરે છે.

      ◼ સ્પેનિશ ઇન્ફલુએન્ઝા (૨-૩ કરોડ) અમુક ઇતિહાસકારોનું કહેવું છે કે આ રોગથી ઘણા લોકો મર્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી તરત આ જીવલેણ ફ્લુ આખી દુનિયામાં ફેલાઈ ગયો. ઇન્સાન અને જીવાણુ વચ્ચેની લડાઈ (અંગ્રેજી) પુસ્તક કહે છે કે બૂબોનિક પ્લેગે પણ ટૂંકા સમયમાં આટલા બધા લોકોને માર્યા ન હતા.

      ◼ ટાઈફસ (આશરે ૨ કરોડ) ટાઈફસ નામનો ઝેરી તાવ મોટે ભાગે યુદ્ધો, ગરીબી અને ગંદકીને કારણે ફેલાય છે. એ પૂર્વ યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફેલાયો હતો.

      ◼ એઇડ્‌ઝ (૨ કરોડથી પણ વધારે) આજે એઇડ્‌ઝથી દર વર્ષે આશરે ૩૦ લાખ લોકો મરે છે. એઇડ્‌ઝને ભગાડવા માટે યુનાઈટેડ નેશન્સે એક સંસ્થા રચી છે. તેઓનું કહેવું છે: “જેટલી ઝડપથી આ રોગ વધે છે એટલી ઝડપથી એનો ઇલાજ મળતો નથી. સારવાર પણ અપાતી નથી. તેથી ૨૦૦૦થી ૨૦૨૦ સુધીમાં આશરે ૬.૮ કરોડ લોકો એઇડ્‌ઝથી માર્યા જશે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો