-
ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૨. આપણે કેવી રીતે યહોવાની ભક્તિ કરવી જોઈએ?
યહોવા આપણા સર્જનહાર છે. એટલે આપણે ફક્ત તેમની જ ભક્તિ કરવી જોઈએ. (પ્રકટીકરણ ૪:૧૧) એનો અર્થ થાય કે આપણે પૂરા દિલથી યહોવાને પ્રેમ કરીએ અને ફક્ત તેમની જ ઉપાસના કરીએ. યહોવા નથી ચાહતા કે આપણે કોઈ ચિત્ર, મૂર્તિ કે વસ્તુઓને પૂજીને તેમની ભક્તિ કરીએ.—યશાયા ૪૨:૮ વાંચો.
આપણી ભક્તિ “પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય” એવી હોવી જોઈએ. (રોમનો ૧૨:૧) એ માટે જરૂરી છે કે આપણે ઈશ્વરની બધી આજ્ઞાઓ પાળીએ. જેમ કે, જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે, તેઓ લગ્ન માટે ઈશ્વરે આપેલી આજ્ઞા પાળે છે. તેઓ તમાકુ, સોપારી અને ડ્રગ્સ જેવી ગંદી આદતોથી દૂર રહે છે અને વધુ પડતો દારૂ પીતા નથી.a
-
-
જીવન કીમતી છે—એની કદર કરોદુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૩. તમારી તબિયતની સંભાળ રાખો
દરેક સંજોગમાં આપણે યહોવાની ઇચ્છા પૂરી કરવા માંગીએ છીએ. એટલે આપણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે. આપણે પોતાનું શરીર એક અર્પણની જેમ યહોવાને આપી દીધું છે. એટલે હંમેશાં એની સંભાળ રાખવી જોઈએ. રોમનો ૧૨:૧, ૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
તમારે કેમ તબિયતની સંભાળ રાખવી જોઈએ?
તમે કઈ રીતોએ એમ કરી શકો?
-