વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 સપ્ટેમ્બર પાન ૮-૧૩
  • આર્માગેદનની આતુરતાથી રાહ જોઈએ!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આર્માગેદનની આતુરતાથી રાહ જોઈએ!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • આર્માગેદન એટલે શું?
  • આર્માગેદન અગાઉ કેવી ઘટનાઓ બનશે?
  • આર્માગેદનમાંથી બચવા આપણે શું કરવું જોઈએ?
  • આર્માગેદન નજીક આવતું જાય તેમ આપણે કઈ રીતે વફાદાર રહી શકીએ?
  • આર્માગેદનનું યુદ્ધ શું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • આર્માગેદન પછી સુખનો સૂરજ ઊગશે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • શું આર્માગેદનનું યુદ્ધ ઇઝરાયેલથી શરૂ થશે?—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • દુનિયાના અંત વિષે લોકો શું માને છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 સપ્ટેમ્બર પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૩૬

આર્માગેદનની આતુરતાથી રાહ જોઈએ!

‘આર્માગેદન કહેવાય છે, ત્યાં તેઓએ રાજાઓને એકઠા કર્યા.’—પ્રકટી. ૧૬:૧૬.

ગીત ૪૯ યહોવા છે સહારો

ઝલકa

૧-૨. (ક) શા માટે આર્માગેદન મનુષ્યો માટે ખુશખબર છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ઘણા લોકોને લાગે છે કે પરમાણુ યુદ્ધ (ન્યુક્લિયર વૉર) કે કુદરતી આફતને લીધે દુનિયાનો વિનાશ થશે. પણ બાઇબલ એવું કહેતું નથી. બાઇબલ તો એક યુદ્ધ વિશે જણાવે છે, જેનું પરિણામ સારું આવશે. એ યુદ્ધને ‘આર્માગેદન’ કહેવામાં આવે છે. એના વિશે બાઇબલમાં આપેલી માહિતી જાણવાથી આપણને ખુશી મળે છે. એ તો સાચે જ એક ખુશખબર છે! (પ્રકટી. ૧:૩) આર્માગેદનનું યુદ્ધ માણસજાતના નાશ માટે નહિ, પણ બચાવ માટે હશે! કઈ રીતે?

૨ આર્માગેદનનું યુદ્ધ માનવ સરકારોનો નાશ કરશે અને મનુષ્યોને બચાવશે. દુષ્ટ લોકોનો નાશ કરવામાં આવશે અને નેક લોકોને બચાવવામાં આવશે. આમ, પૃથ્વીની હાલત વધારે બગડશે નહિ. (પ્રકટી. ૧૧:૧૮) એ સમજવા ચાલો ચાર સવાલો પર વિચાર કરીએ: આર્માગેદન એટલે શું? એ પહેલાં કેવી ઘટનાઓ બનશે? આર્માગેદનમાંથી બચવા આપણે શું કરવું જોઈએ? આર્માગેદન નજીક આવતું જાય તેમ આપણે કઈ રીતે વફાદાર રહી શકીએ?

આર્માગેદન એટલે શું?

૩. (ક) “આર્માગેદન” શબ્દનો શું અર્થ થાય? (ખ) પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬ પ્રમાણે શા માટે આર્માગેદન કોઈ જગ્યાનું નામ નથી?

૩ પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬ વાંચો. બાઇબલમાં “આર્માગેદન” શબ્દનો ફક્ત એક જ વાર ઉલ્લેખ થયો છે. એ શબ્દ હિબ્રૂ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય: “મગિદ્દોનો પહાડ.” (પ્રકટી. ૧૬:૧૬, ફૂટનોટ) પ્રાચીન ઇઝરાયેલમાં મગિદ્દો નામનું શહેર હતું. (યહો. ૧૭:૧૧) પણ, આર્માગેદન કોઈ જગ્યાનું નામ નથી. એ તો એવા સંજોગોને બતાવે છે, જેમાં “આખી પૃથ્વીના રાજાઓ” ભેગા મળીને યહોવાની સામા થશે. (પ્રકટી. ૧૬:૧૪) જોકે, આ લેખમાં “આર્માગેદન” શબ્દ એક યુદ્ધને પણ બતાવે છે. પૃથ્વીના રાજાઓ ભેગા મળશે પછી એ યુદ્ધ થશે. શા માટે આર્માગેદન કોઈ જગ્યાનું નામ નથી? પહેલું કારણ, આજે મગિદ્દો નામનો કોઈ પહાડ નથી. બીજું કારણ, મગિદ્દોનો વિસ્તાર એટલો નાનો છે કે, ત્યાં “આખી પૃથ્વીના રાજાઓ” અને તેઓનાં સૈન્યો પોતાનાં શસ્ત્ર-સરંજામ સાથે ભેગા થઈ શકે એમ નથી. ત્રીજું કારણ, આખી દુનિયામાં ફેલાયેલા ઈશ્વરના લોકો પર દુનિયાના “રાજાઓ” હુમલો કરશે, પછી આર્માગેદન શરૂ થશે. એના વિશે આ લેખમાં પછીથી જોઈશું.

૪. છેલ્લા મોટા યુદ્ધને યહોવાએ શા માટે મગિદ્દો સાથે જોડ્યું છે?

૪ છેલ્લા મોટા યુદ્ધને યહોવાએ શા માટે મગિદ્દો સાથે જોડ્યું છે? મગિદ્દો અને એની નજીકમાં આવેલી યિઝ્રએલની ખીણમાં ઘણાં યુદ્ધ થયાં હતાં. કેટલીક વાર યહોવાએ પોતાના લોકોને લડાઈમાં મદદ કરી હતી. દાખલા તરીકે, ઇઝરાયેલીઓના ન્યાયાધીશ બારાકને કનાની સૈન્યના સેનાપતિ સીસરા સામે ઈશ્વરે જીત અપાવી હતી. “મગિદ્દોના પાણી” પાસે મળેલી એ મોટી જીત માટે બારાકે અને પ્રબોધિકા દબોરાહે યહોવાનો આભાર માન્યો હતો. તેઓએ ગીત ગાયું, ‘આકાશમાંના તારાઓએ સીસરાની સામે યુદ્ધ કર્યું. કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ.’—ન્યા. ૫:૧૯-૨૧.

૫. આર્માગેદનનું યુદ્ધ અને બારાકે લડેલા યુદ્ધમાં કયો મોટો ફરક છે?

૫ બારાક અને દબોરાહના ગીતના છેલ્લા શબ્દો આ હતા, ‘હે યહોવા, તમારા બધા દુશ્મન એમ જ નાશ પામે. પણ જેઓ તમારા પર પ્રીતિ રાખે છે, તેઓ ઊગતા સૂર્ય જેવા થાઓ.’ (ન્યા. ૫:૩૧) એવી જ રીતે, આર્માગેદનમાં ઈશ્વરના દુશ્મનોનો નાશ થશે અને ઈશ્વરને પ્રેમ કરનારાઓ બચી જશે. પણ, એ યુદ્ધ બારાકે લડેલા યુદ્ધથી અલગ હશે. આર્માગેદનમાં ઈશ્વરના લોકોએ લડવું નહિ પડે. અરે, તેઓ પાસે હથિયાર પણ નહિ હોય! ‘શાંત રહેવાથી’ અને યહોવા તથા તેમના સૈન્ય પર ‘ભરોસો રાખવાથી તેઓને સામર્થ્ય મળશે.’—યશા. ૩૦:૧૫; પ્રકટી. ૧૯:૧૧-૧૫.

૬. આર્માગેદનમાં યહોવા કઈ રીતે દુશ્મનોને હરાવશે?

૬ આર્માગેદનમાં ઈશ્વર કઈ રીતે દુશ્મનોને હરાવશે? તે ઘણી રીતો વાપરી શકે છે. દાખલા તરીકે, તે કદાચ ધરતીકંપ, કરા અને વીજળી જેવી કુદરતી આફતોનો ઉપયોગ કરી શકે. (અયૂ. ૩૮:૨૨, ૨૩; હઝકી. ૩૮:૧૯-૨૨) તે કદાચ એવું કંઈક કરે કે, દુશ્મનો એકબીજા સાથે લડવા લાગે. (૨ કાળ. ૨૦:૧૭, ૨૨, ૨૩) તે કદાચ દુષ્ટોને મારવા સ્વર્ગદૂતોનો ઉપયોગ કરે. (યશા. ૩૭:૩૬) ભલે રીત ગમે એ હોય, પણ જીત તો યહોવાની જ થવાની છે. બધા દુશ્મનોનો સફાયો થઈ જશે. બધા નેક લોકોને બચાવવામાં આવશે.—નીતિ. ૩:૨૫, ૨૬.

આર્માગેદન માટે હમણાં તૈયાર થાઓ

થોડા જ સમયમાં કેટલીક ઘટનાઓ થવાની છે. એ વિશે સમજવા બાઇબલમાંથી આપણને મદદ મળે છે. દુનિયાના લોકોને એ સમયે નવાઈ લાગશે. તમે વિચાર્યું છે કે એ સમયે તમે શું કરશો?

છ ચિત્રોથી જોવા મળે છે કે, આર્માગેદન પહેલાં જે ઘટનાઓ બનશે, એ જોઈને દુનિયાના લોકો શું કરશે અને યહોવાના લોકો શું કરશે

(ફકરો ૭-૧૫ જુઓ)b

આર્માગેદન અગાઉ કેવી ઘટનાઓ બનશે?

૭-૮. (ક) પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧-૬ પ્રમાણે દુનિયાના નેતાઓ કઈ અજોડ જાહેરાત કરશે? (ખ) એને કેમ ખતરનાક જૂઠાણું કહી શકાય?

૭ “યહોવાનો દિવસ” આવતા પહેલાં ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત થશે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧-૬ વાંચો.) પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૨માં જણાવેલો “યહોવાનો દિવસ” શાને દર્શાવે છે? ‘મહાન વિપત્તિને.’ (પ્રકટી. ૭:૧૪) એ વિપત્તિ શરૂ થશે ત્યારે આપણને કઈ રીતે ખબર પડશે? બાઇબલ આપણને એક અજોડ જાહેરાત વિશે જણાવે છે. મહાન વિપત્તિ શરૂ થવાની એ નિશાની હશે.

‘શાંતિ અને સલામતીની’ જાહેરાત

દુનિયાના લોકો શું કરશે?

દુનિયાના નેતાઓ કાગળિયા પર સહી કરવાના છે

(ફકરો ૮ જુઓ)

યહોવાના લોકો શું કરશે?

એક યુગલ ટ્રોલી પાસે ઊભું છે

(ફકરો ૮ જુઓ)

૮ એ જાહેરાત હશે, “શાંતિ અને સલામતી” વિશે. દુનિયાના નેતાઓ શા માટે એવી જાહેરાત કરશે? શું ધર્મગુરુઓ તેઓને ટેકો આપશે? કદાચ એવું બની શકે. પણ, એ જાહેરાત તો દુષ્ટ દૂતોએ ફેલાવેલું ખતરનાક જૂઠાણું હશે. શા માટે? કારણ કે, એ જાહેરાતને લીધે લોકોને લાગશે કે તેઓ સલામત છે. પણ હકીકતમાં તો માણસોએ કદી જોઈ ન હોય, એવી મોટી વિપત્તિ શરૂ થવાની તૈયારીમાં હશે. જેમ “ગર્ભવતી સ્ત્રીને અચાનક પ્રસૂતિની પીડા ઊપડે છે, તેમ અચાનક તેઓ પર અણધાર્યો વિનાશ આવી પડશે.” યહોવાના વફાદાર ભક્તોનું શું થશે? અચાનક આવી પડેલા યહોવાના દિવસ વિશે તેઓને નવાઈ તો લાગશે, પણ તેઓ એ માટે તૈયાર હશે.

૯. યહોવા શેતાનની દુનિયાનો કઈ રીતે વિનાશ કરશે?

૯ યહોવાએ નુહના સમયમાં એક ઝાટકે દુનિયાનો વિનાશ કર્યો હતો. પણ શેતાનની દુનિયાનો તે એક ઝાટકે વિનાશ કરશે નહિ. એ વિનાશ બે ભાગમાં થશે. પહેલા, દુનિયાના બધા જૂઠા ધર્મો, મહાન બાબેલોનનો યહોવા નાશ કરશે. પછી, આર્માગેદનમાં તે શેતાનની દુનિયાના બાકીના ભાગનો નાશ કરશે. એમાં રાજકીય, લશ્કરી અને વેપાર જગત પણ આવી જાય છે. ચાલો બે મહત્ત્વની ઘટનાઓ પર ધ્યાન આપીએ.

૧૦. પ્રકટીકરણ ૧૭:૧, ૬ અને ૧૮:૨૪ પ્રમાણે યહોવા શા માટે મહાન બાબેલોનનો નાશ કરશે?

૧૦ ‘મહાન વેશ્યાને થનાર સજા.’ (પ્રકટીકરણ ૧૭:૧, ૬; ૧૮:૨૪ વાંચો.) મહાન બાબેલોને ઈશ્વરના નામ પર કલંક લગાવ્યું છે. તેણે ઈશ્વર વિશે જૂઠાણું ફેલાવ્યું છે. તેણે યહોવાને બેવફા બનીને દુનિયાની સરકારોને ટેકો આપ્યો છે. આમ, જૂઠા ધર્મો વેશ્યાની જેમ વર્તે છે. એ ધર્મોએ પોતાના સભ્યો સાથે ખરાબ વ્યવહાર કર્યો છે અને તેઓના પૈસા લૂંટી લીધા છે. જૂઠા ધર્મોએ ઘણા લોકોનું લોહી વહેવડાવ્યું છે, ઈશ્વરભક્તોને મારી નાખ્યા છે. (પ્રકટી. ૧૯:૨) યહોવા કઈ રીતે મહાન બાબેલોનનો નાશ કરશે?

‘મહાન વેશ્યાને સજા’

દુનિયાના લોકો શું કરશે?

 લશ્કરી સેના ધાર્મિક સ્થળોનો નાશ કરે છે

(ફકરો ૧૧ જુઓ)

યહોવાના લોકો શું કરશે?

એક કુટુંબ સાથે મળીને બાઇબલ વાંચે છે

(ફકરો ૧૨ જુઓ)

૧૧. ‘ઘેરા લાલ રંગનું જંગલી જાનવર’ શાને રજૂ કરે છે? ઈશ્વર મહાન બાબેલોનનો નાશ કરવા એ જાનવરનો કઈ રીતે ઉપયોગ કરશે?

૧૧ યહોવા ‘મહાન વેશ્યાનો’ નાશ કરવા ‘ઘેરા લાલ રંગના જંગલી જાનવરનાં દસ શિંગડાંનો’ ઉપયોગ કરશે. એ જંગલી જાનવર યુએન (સંયુક્ત રાષ્ટ્રસંઘ) સંગઠનને રજૂ કરે છે. એ દસ શિંગડાં યુએન સંગઠનને ટેકો આપતી હાલની સરકારોને રજૂ કરે છે. ઈશ્વરના નક્કી કરેલા સમયે, એ જાનવર અને દસ શિંગડાં મહાન બાબેલોન પર હુમલો કરશે. તેઓ તેની મિલકત છીનવી લેશે અને તેની દુષ્ટતા લોકો આગળ ખુલ્લી પાડશે. તેઓ “તેને બરબાદ કરશે, તેને નગ્‍ન કરશે.” (પ્રકટી. ૧૭:૩, ૧૬) જાણે એક જ દિવસમાં થયું હોય, એમ એક ઝાટકે તેનો નાશ કરવામાં આવશે. એ જોઈને તેને ટેકો આપનારાઓને આંચકો લાગશે. મહાન બાબેલોન વેશ્યાની જેમ લાંબા સમયથી બડાઈ હાંકતી હતી: “હું રાણી થઈને બેઠી છું અને હું વિધવા નથી અને કદી શોક કરવાની નથી.”—પ્રકટી. ૧૮:૭, ૮.

૧૨. દુનિયાની સરકારોને યહોવા શું નહિ કરવા દે? શા માટે?

૧૨ દુનિયાની સરકારોને ઈશ્વર પોતાના લોકોનો નાશ કરવા દેશે નહિ. તેઓ ઈશ્વરના નામથી ઓળખાય છે. મહાન બાબેલોનમાંથી નીકળી આવવાની ઈશ્વરે તેઓને આજ્ઞા આપી હતી. એ આજ્ઞા તેઓએ પાળી છે. (પ્રે.કા. ૧૫:૧૬, ૧૭; પ્રકટી. ૧૮:૪) તેઓએ બીજાઓને પણ એમાંથી બહાર નીકળી આવવા મદદ કરી છે. આમ, મહાન બાબેલોનની “આફતોમાંની કોઈ” યહોવાના લોકો પર આવી નહિ પડે. પણ, એ પછી આવનાર કસોટીમાં તેઓએ પાકી શ્રદ્ધા બતાવવાની જરૂર પડશે.

ઈશ્વરભક્ત કુટુંબ ઘરમાં ટેબલ ફરતે બેઠું છે અને દૂતો જુએ છે કે પોલીસ ઘરમાં ઘૂસવાની તૈયારી કરી રહી છે

ઈશ્વરભક્તો ભલે ગમે તે જગ્યાએ હોય, પણ હુમલો થશે ત્યારે તેઓ યહોવામાં ભરોસો રાખશે (ફકરો ૧૩ જુઓ)c

૧૩. (ક) કોને ગોગ કહેવામાં આવે છે? (ખ) હઝકીએલ ૩૮:૨, ૮, ૯ પ્રમાણે ગોગ શા માટે ઈશ્વરના લોકો પર હુમલો કરવા દોરાશે?

૧૩ ગોગનો હુમલો. (હઝકીએલ ૩૮:૨, ૮, ૯ વાંચો.) યહોવા બધા જૂઠા ધર્મોનો નાશ કરશે, પછી પૃથ્વી પર ફક્ત એક ધર્મ હશે. ફક્ત યહોવાના ભક્તો હશે. એ વાત શેતાનને આંખમાં કણાની જેમ ખૂંચશે, તે ગુસ્સાથી લાલપીળો થશે. તેથી તે “અશુદ્ધ વચનો” ફેલાવશે, એટલે કે દુષ્ટ દૂતોની મદદથી ખોટી માહિતી ફેલાવશે. એના લીધે દેશોનો સમૂહ યહોવાના ભક્તો પર હુમલો કરવા દોરાશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪) દેશોના સમૂહને “માગોગ દેશનો ગોગ” કહેવામાં આવે છે. જ્યારે તેઓ યહોવાના ભક્તો પર હુમલો કરશે, ત્યારે આર્માગેદનનું યુદ્ધ શરૂ થશે.—પ્રકટી. ૧૬:૧૬.

‘માગોગ દેશના ગોગનો’ હુમલો

દુનિયાના લોકો શું કરશે?

માગોગનો ગોગના હુમલા વખતે લશ્કરી સેના લડે છે

(ફકરો ૧૪ જુઓ)

યહોવાના લોકો શું કરશે?

હુમલા વખતે એક દૂત યહોવાના લોકોનું રક્ષણ કરે છે

(ફકરો ૧૫ જુઓ)

૧૪. ગોગને શાનું ભાન થશે?

૧૪ ગોગનો ભરોસો ‘માણસોની શક્તિ’ પર હશે, એટલે કે પોતાનાં મોટાં સૈન્યો પર. (૨ કાળ. ૩૨:૮) આપણે યહોવા ઈશ્વર પર ભરોસો રાખીશું. દેશોને લાગશે કે આપણે મૂર્ખામી કરી રહ્યા છીએ. કેમ કે, શક્તિશાળી ગણાતા મહાન બાબેલોનનો વિનાશ થઈ ગયો હશે. તેના દેવો તેને “જંગલી જાનવર” અને ‘દસ શિંગડાંથી’ બચાવી શક્યા નથી. તેથી, દેશોને થતું હશે કે એની સામે યહોવાના લોકોની શું વિસાત! (પ્રકટી. ૧૭:૧૬) ગોગને લાગશે કે તે યહોવાના ભક્તોને ચપટીમાં મસળી નાખશે. ‘દેશને ઢાંકી દેનાર વાદળની જેમ’ તે યહોવાના લોકો પર હુમલો કરશે. (હઝકી. ૩૮:૧૬) પણ, તેને ખબર પડશે કે તે તો ફસાઈ ગયો છે. તેને ફારૂનની જેમ ભાન થશે કે પોતે મોટી ભૂલ કરી છે. લાલ સમુદ્રમાં ફારૂનને ખબર પડી હતી કે, તે તો યહોવા સામે લડી રહ્યો છે.—નિર્ગ. ૧૪:૧-૪; હઝકી. ૩૮:૩, ૪, ૧૮, ૨૧-૨૩.

૧૫. આર્માગેદનના યુદ્ધમાં ખ્રિસ્ત શું કરશે?

૧૫ ખ્રિસ્ત અને સ્વર્ગદૂતોનું સૈન્ય ઈશ્વરના લોકોને બચાવશે. તેઓ દેશો અને તેઓનાં સૈન્યોનો પૂરેપૂરો નાશ કરશે. (પ્રકટી. ૧૯:૧૧, ૧૪, ૧૫) જૂઠું બોલીને ઈશ્વરના લોકો પર હુમલો કરવા દેશોને ઉશ્કેરનાર શેતાનનું શું થશે? યહોવાના મુખ્ય દુશ્મન શેતાન અને તેના દુષ્ટ દૂતોને ઈસુ અનંત ઊંડાણમાં નાખી દેશે. હજાર વર્ષ સુધી તેઓને ત્યાંથી છોડવામાં આવશે નહિ.—પ્રકટી. ૨૦:૧-૩.

આર્માગેદનમાંથી બચવા આપણે શું કરવું જોઈએ?

૧૬. (ક) ‘ઈશ્વરને જાણવાનો’ શો અર્થ થાય? (ખ) ઈશ્વરને જાણવાથી કેવો ફાયદો થશે?

૧૬ વર્ષોથી સત્ય જાણતા હોઈએ કે થોડા સમયથી, આર્માગેદનમાંથી બચવા આપણે શું કરવું જોઈએ? એ બતાવી આપવું જોઈએ કે આપણે ‘ઈશ્વરને જાણીએ’ છીએ અને “આપણા પ્રભુ ઈસુ વિશેની ખુશખબર” માનીએ છીએ. (૨ થેસ્સા. ૧:૭-૯) ‘ઈશ્વરને જાણવાનો’ શો અર્થ થાય? ઈશ્વરની પસંદ-નાપસંદ જાણવી અને તેમનાં ધોરણો જાણવા. એમાં આ બાબતોનો પણ સમાવેશ થાય છે: ઈશ્વરને પ્રેમ કરવો, તેમની આજ્ઞાઓ પાળવી અને ફક્ત તેમની જ ભક્તિ કરવી. (૧ યોહા. ૨:૩-૫; ૫:૩) એમ કરીને આપણે બતાવી આપીએ છીએ કે આપણે ઈશ્વરને જાણીએ છીએ. પછી ઈશ્વર પણ આપણને ‘ઓળખશે.’ (૧ કોરીં. ૮:૩) કયા અર્થમાં? આપણા પર ઈશ્વરની કૃપા હશે અને આપણે આર્માગેદનમાંથી બચી જઈશું.

૧૭. ‘પ્રભુ ઈસુની ખુશખબર’ પ્રમાણે ચાલવામાં શાનો સમાવેશ થાય છે?

૧૭ બાઇબલમાં “આપણા પ્રભુ ઈસુ વિશેની ખુશખબર” જોવા મળે છે. એમાં તેમણે શીખવેલી બધી વાતોનો સમાવેશ થાય છે. એ વાતોને જીવનમાં લાગુ પાડીએ છીએ ત્યારે, આપણે એ ખુશખબર પ્રમાણે ચાલીએ છીએ. એ ખુશખબર પ્રમાણે ચાલવામાં આનો સમાવેશ થાય છે: યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખવી, તેમનાં નેક ધોરણો પ્રમાણે ચાલવું અને તેમના રાજ્યનો સંદેશો બીજાઓને જણાવવો. (માથ. ૬:૩૩; ૨૪:૧૪) ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓ મહત્ત્વની જવાબદારી ઉપાડી રહ્યા છે. આપણે તેઓને ટેકો આપીએ છીએ. એમ કરીને પણ આપણે ખુશખબર પ્રમાણે ચાલીએ છીએ.—માથ. ૨૫:૩૧-૪૦.

૧૮. બીજાં ઘેટાંના લોકોએ કરેલી મદદ માટે અભિષિક્તો કેવું ઇનામ આપશે?

૧૮ ‘બીજાં ઘેટાંના’ લોકોએ કરેલી મદદ માટે અભિષિક્તો બહુ જલદી તેઓને ઇનામ આપશે. (યોહા. ૧૦:૧૬) કઈ રીતે? આર્માગેદનનું યુદ્ધ શરૂ થાય એ પહેલાં ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સ્વર્ગમાં હશે. તેઓને સ્વર્ગદૂતો જેવું શરીર મળશે. તેઓ સ્વર્ગના સૈન્યનો ભાગ બનશે. તેઓ ગોગને કચડી નાખશે અને ઘેટાં જેવાં ‘મોટા ટોળાનું’ રક્ષણ કરશે. (પ્રકટી. ૨:૨૬, ૨૭; ૭:૯, ૧૦) પૃથ્વી પરના અભિષિક્ત સેવકોને સાથ આપવાનો મોટા ટોળાને હમણાં કેટલો સુંદર લહાવો મળ્યો છે!

આર્માગેદન નજીક આવતું જાય તેમ આપણે કઈ રીતે વફાદાર રહી શકીએ?

૧૯-૨૦. આર્માગેદન નજીક આવતું જાય તેમ આપણે કઈ રીતે વફાદાર રહી શકીએ?

૧૯ આ મુશ્કેલ છેલ્લા દિવસોમાં ઘણા ઈશ્વરભક્તો કસોટીઓનો સામનો કરી રહ્યા છે. તોપણ, આપણે ખુશી જાળવી રાખી શકીએ. (યાકૂ. ૧:૨-૪) કઈ રીતે? આપણે પ્રાર્થનામાં મંડ્યા રહેવું જોઈએ. (લુક ૨૧:૩૬) એટલું જ નહિ, આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. આપણા સમયમાં થનારી ઘટનાઓ વિશેની ભવિષ્યવાણીઓ પર મનન કરવું જોઈએ. (ગીત. ૭૭:૧૨) ખુશખબર ફેલાવવાના કામમાં પૂરા ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. એમ કરીશું તો આપણી શ્રદ્ધા મજબૂત થશે અને આપણી આશા કાયમ ટકી રહેશે!

૨૦ મહાન બાબેલોનનો નાશ થશે અને આર્માગેદન પતી જશે ત્યારે, આપણે કેટલા ખુશ હોઈશું! સૌથી મહત્ત્વનું તો, બધા લોકો ઈશ્વરના નામનો આદર કરશે અને રાજ કરવાના તેમના હકને સ્વીકારશે. વિચાર કરો, એ સમય કેટલો અદ્‍ભુત હશે! (હઝકી. ૩૮:૨૩) સાચે જ, જેઓ ઈશ્વર વિશે જાણે છે, તેમના દીકરાને પગલે ચાલે છે અને અંત સુધી ટકી રહે છે, તેઓ માટે આર્માગેદન એક ખુશખબર છે!—માથ. ૨૪:૧૩.

તમે કેવો જવાબ આપશો?

  • આર્માગેદન અગાઉ કેવી મહત્ત્વની ઘટનાઓ બનશે?

  • ‘શાંતિ અને સલામતીની’ જાહેરાત કેમ ખતરનાક જૂઠાણું કહી શકાય?

  • આર્માગેદન નજીક આવતું જાય તેમ આપણે કઈ રીતે વફાદાર રહી શકીએ?

ગીત ૩૨ અડગ રહીએ

a યહોવાના લોકો લાંબા સમયથી આર્માગેદનની રાહ જોઈ રહ્યા છે. આ લેખમાં આપણે જોઈશું કે, આર્માગેદન એટલે શું? એ પહેલાં કેવી ઘટનાઓ બનશે? આર્માગેદન નજીક આવતું જાય તેમ આપણે કઈ રીતે વફાદાર રહી શકીએ?

b ચિત્રની સમજ: આપણી આસપાસ અજોડ ઘટનાઓ બનશે. (૧) આપણે ખુશખબર ફેલાવવાના કામમાં બને ત્યાં સુધી મંડ્યા રહીશું, (૨) અભ્યાસ કરતા રહીશું અને (૩) યહોવા રક્ષણ કરશે, એવો ભરોસો રાખીશું.

c ચિત્રની સમજ: ઈશ્વરભક્ત કુટુંબના ઘરમાં ઘૂસવા પોલીસ તૈયારી કરી રહી છે, કુટુંબને ભરોસો છે કે એ વિશે ઈસુ અને દૂતો જાણે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો