કઈ બાબત લોકોને સુખી બનાવે છે?
બે દાયકાઓથી સંશોધનકર્તાનું એક વૃંદ જગતવ્યાપી સુખ પર એક વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યું છે. તેઓએ શું શોધ્યું? સાયન્ટીફીક અમેરિકન સામયિક અહેવાલ આપે છે, “એવું જણાય છે કે સુખ ખાસ કરીને બહારના સંજોગો પર આધારિત નથી.”
આ સાયન્ટીફીક જરનલે એ પણ જણાવ્યું: “સંપત્તિ હોવાનો અર્થ સુખ નથી. સમય જતા લોકોની સંસ્કૃતિઓ વધુ સમૃદ્ધ બનતી ગઈ તેમ, લોકો વધુ સુખી નથી બન્યા. . . . મોટા ભાગના દેશોમાં આવક અને સુખ વચ્ચેનો પારસ્પરિક સંબંધ નજીવો છે.”
અભ્યાસો ચાર ગુણલક્ષણો દર્શાવે છે કે જે સુખી લોકોની લાક્ષણિકતા છે: તેઓ પોતાને ચાહે છે અને પોતા માટે ઉચું આત્મ-સન્માન ધરાવે છે, તેઓ માને છે કે તેઓ પોતાના વ્યક્તિગત જીવનો પર અંકુશ છે, તેઓ આશાવાદી હોય છે અને તેઓ ગુરુતાગ્રંથી ધરાવે છે. વધુમાં, સારા લગ્નો અને ગાઢ વ્યક્તિગત સંબંધો સુખી જીવનોના ઘટકો છે, અને એ તંદુરસ્તી અને દીર્ઘાયુષ્ય વધારે છે.
એ રસપ્રદ છે કે સાયન્ટીફીક અમેરિકને જણાવ્યું: “ધાર્મિકપણે સક્રિય લોકો પણ વધુ સુખી હોવાનું જણાવાય છે. એક ગેલપ સર્વેક્ષણે શોધ્યું કે વધુ ધાર્મિક લોકો ઓછા ધાર્મિક લોકો કરતાં પોતાને બેવડા સુખી જાહેર કરે છે. બીજા સર્વેક્ષણોમાં, જેમાં ૧૪ દેશોના ૧,૬૬,૦૦૦ લોકો પર કરવામાં આવેલ ૧૬ દેશોનો સંયુક્ત અભ્યાસ સામેલ છે, એમાં જોવા મળ્યું કે વધુ ધાર્મિક સંબંધ રાખે તથા ઉપાસના સભાઓમાં વારંવાર જાય તેમ તેઓના જણવાયેલા સુખ અને જીવનનો સંતોષ વધે છે.”
બહુ પહેલાં ગીતકર્તા દાઊદે પ્રગટ કર્યું કે વ્યક્તિગત ખુશી, યહોવાહ દેવની સંયુક્ત ઉપાસના સાથે નીકટથી જોડાયેલી છે, તેણે લખ્યું: “જ્યારે તેઓએ મને કહ્યું, કે આપણે યહોવાહને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો.”—ગીતશાસ્ત્ર ૧૨૨:૧.
પ્રેરિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને અરજ કરીએ નવાઈની બાબત નથી: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. . . . આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ!” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (હેબ્રી ૧૦:૨૪, ૨૫) ખરેખર, દેવની ઉપાસના કરવા માટે સમાન મૂલ્યવાન વિશ્વાસવાળા લોકો સાથે એકઠું મળવું એ બાઇબલ સત્યના ચાહકો માટે ખુશીની વાત છે. લાખો યહોવાહના સાક્ષીઓએ એ સત્ય અનુભવ્યું છે અને તમારા નજીકના રાજ્ય ગૃહમાં ઉપાસનામાં તેઓની સાથે આવીને એનો અનુભવ કરવા તમને આમંત્રણ આપે છે.