વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w21 ડિસેમ્બર પાન ૧૫
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • સરખી માહિતી
  • હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ઈશ્વરનો અતૂટ પ્રેમ આપણને શેતાનનાં જૂઠાણાંથી બચાવે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • બુદ્ધિ મેળવવાની ત્રણ રીતો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
w21 ડિસેમ્બર પાન ૧૫

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

યાકૂબ ૫:૧૧માં લખ્યું છે, “યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.” એનો શું અર્થ થાય?

યહોવા દયાળુ છે, એટલે તે આપણને માફ કરે છે. યાકૂબ ૫:૧૧થી ખાતરી મળે છે કે આપણને મુશ્કેલીઓમાં જોઈને યહોવાને ખૂબ દયા આવે છે અને તે આપણી મદદ કરે છે. આપણે પણ તેમની જેમ દયાળુ બનવું જોઈએ.—w૨૧.૦૧, પાન ૨૧.

યહોવાએ કુટુંબમાં શિરની ગોઠવણ કેમ કરી છે?

કેમ કે યહોવા પોતાના કુટુંબને પ્રેમ કરે છે. તે ચાહે છે કે કુટુંબમાં શાંતિ હોય અને બધું વ્યવસ્થિત રીતે થાય. એ ગોઠવણને લીધે કુટુંબના દરેક સભ્યને ખબર હોય છે કે કોણ સંભાળ રાખશે અને કોણ નિર્ણય લેશે.—w૨૧.૦૨, પાન ૩.

ટેક્સ્ટ મૅસેજ માટેની ઍપનો કેમ સમજી-વિચારીને ઉપયોગ કરવો જોઈએ?

એવી ઍપનો ઉપયોગ કરતી વખતે આપણે સમજી-વિચારીને દોસ્તો પસંદ કરવા જોઈએ. અમુક ગ્રૂપમાં ઘણા બધા લોકો હોય ત્યારે એમ કરવું અઘરું બની જાય છે. (૧ તિમો. ૫:૧૩) બીજી અમુક બાબતોનો પણ ખતરો રહેલો છે. જેમ કે, એવી ખબરોનો ખતરો જેમાં મરચું-મીઠું ભભરાવેલું હોય અને જે સાચી છે કે નહિ એની ખાતરી પણ ન હોય. ભાઈ-બહેનો સાથે મૅસેજથી લે-વેચનો ધંધો કરનારાઓથી પણ સાવધ રહેવું જોઈએ.—w૨૧.૦૩, પાન ૩૧.

યહોવાએ ઈસુને તકલીફો સહીને મરવા દીધા એનાં અમુક કારણો કયા છે?

પહેલું કારણ, ઈસુએ યહૂદીઓને શ્રાપમાંથી છોડાવવા પોતાનું જીવન આપી દીધું. (ગલા. ૩:૧૦, ૧૩) બીજું કારણ, યહોવા ઈસુને શીખવવા માંગતા હતા, કારણ કે આગળ જતાં ઈસુ પ્રમુખ યાજક બનવાના હતા. ત્રીજું કારણ, ઈસુએ તકલીફો સહીને બતાવી આપ્યું કે માણસો આકરી કસોટીમાં પણ ઈશ્વરને વફાદાર રહી શકે. (અયૂ. ૧:૯-૧૧)—w૨૧.૦૪, પાન ૧૬-૧૭.

લોકો ઘરે ન મળે તો તેઓને સંદેશો જણાવવા આપણે શું કરવું જોઈએ?

આપણે અલગ અલગ સમયે લોકોને મળવાનો પ્રયત્ન કરી શકીએ. તેઓને સંદેશો જણાવવા આપણે અલગ અલગ જગ્યાએ જઈ શકીએ અને અલગ અલગ રીતો પણ વાપરી શકીએ. જેમ કે પત્ર લખી શકીએ.—w૨૧.૦૫, પાન ૧૫-૧૬.

પ્રેરિત પાઉલે કહ્યું: “નિયમશાસ્ત્ર માટે હું મરી ગયો,” ત્યારે તેમના કહેવાનો અર્થ શું હતો? (ગલા. ૨:૧૯)

નિયમશાસ્ત્ર ઇઝરાયેલીઓને યાદ અપાવતું કે તેઓ પાપી છે. નિયમશાસ્ત્ર તેઓને ખ્રિસ્ત તરફ દોરી ગયું. (ગલા. ૩:૧૯, ૨૪) પાઉલે પણ નિયમશાસ્ત્રને આધારે ઈસુમાં શ્રદ્ધા બતાવી. આમ કહી શકાય કે તે ‘નિયમશાસ્ત્ર માટે મરી ગયા’ અને હવે એનાથી બંધાયેલા ન હતા.—w૨૧.૦૬, પાન ૩૧.

યહોવાએ ધીરજ રાખીને સહન કરવામાં કઈ રીતે સૌથી સારો દાખલો બેસાડ્યો છે?

યહોવા ઘણું સહન કરે છે. જેમ કે, તેમના નામ પર લાગેલું કલંક, તેમના રાજનો વિરોધ, તેમના અમુક બાળકોનો બળવો, શેતાનના ખોટા આરોપો, તેમના વહાલા સેવકોની દુઃખ-તકલીફો, પોતાના મિત્રોને ગુમાવવાનું દુઃખ, તેમના ભક્તો પર દુષ્ટોનો જુલમ અને સૃષ્ટિનો નાશ.—w૨૧.૦૭, પાન ૯-૧૨.

યૂસફે કઈ રીતે ધીરજ રાખવામાં સારો દાખલો બેસાડ્યો?

યૂસફે ઘણું સહન કર્યું. તેમના ભાઈઓએ તેમની સાથે ઘણો ખરાબ વ્યવહાર કર્યો. એના લીધે તેમના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો અને તે વર્ષો સુધી ઇજિપ્તમાં કેદ રહ્યા.—w૨૧.૦૮, પાન ૧૧.

હાગ્ગાય ૨:૬-૯, ૨૦-૨૨ પ્રમાણે કઈ રીતે બધી પ્રજાઓને હલાવવામાં આવશે?

રાજ્યના સંદેશાને લીધે ઘણી પ્રજાઓ ગુસ્સામાં તપી ઊઠી છે, પણ ઘણા લોકો યહોવાની ભક્તિ કરવા લાગ્યા છે. જલદી જ પ્રજાઓને છેલ્લી વાર હલાવવામાં આવશે, એટલે કે તેઓનો હંમેશ માટે નાશ થશે.—w૨૧.૦૯, પાન ૧૫-૧૯.

પ્રચારકામ કરતી વખતે કેમ હિંમત હારવી ન જોઈએ?

યહોવા આપણી મહેનત જુએ છે અને તે ખુશ થાય છે. જો હાર નહિ માનીએ અને પ્રચારકામમાં લાગુ રહીશું તો હંમેશાંનું જીવન મળશે.—w૨૧.૧૦, પાન ૨૫-૨૬.

લેવીય અધ્યાય ૧૯ કઈ રીતે આ સલાહ લાગુ પાડવા મદદ કરે છે: “તમારાં વાણી-વર્તનમાં તમે પવિત્ર થાઓ”? (૧ પિત. ૧:૧૫)

એ કલમ કદાચ લેવીય ૧૯:૨ને ધ્યાનમાં રાખીને લખવામાં આવી હતી. ૧ પિતર ૧:૧૫ની સલાહ જીવનમાં લાગુ પાડવા લેવીય અધ્યાય ૧૯ મદદ કરે છે.—w૨૧.૧૨, પાન ૩-૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો