સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—બાઇબલ વિદ્યાર્થીને યહોવાહની સંસ્થા તરફ દોરીએ
૧ આપણે એવું ચાહીએ છીએ કે બાઇબલ અભ્યાસ કરનારાઓ એક દિવસ યહોવાહના સાક્ષી બને. (ઝખા. ૮:૨૩) તેઓને મદદ કરવા આપણે એક બની જગતવ્યાપી દેવની ઇચ્છા પૂરી કરી રહેલા યહોવાહના સાક્ષીઓ પુસ્તિકાનો ઉપયોગ કરી શકીએ. એમ કરવાથી તેઓ યહોવાહની સંસ્થા વિષે વધારે જાણી શકશે. તેઓને આ પુસ્તિકા આપવી જોઈએ. દરેક અભ્યાસ પછી, આપણે ઉત્સાહથી તેઓ સાથે એમાંથી ચર્ચા કરવી જોઈએ. તેઓને પુસ્તિકામાંથી યહોવાહની સંસ્થા વિષે એક-એક કરીને મુદ્દાઓ સમજાવવા જોઈએ.
૨ સભાઓ: જો આપણો બાઇબલ વિદ્યાર્થી સભામાં આવે તો, યહોવાહની સંસ્થા માટે તેમનું માન ચોક્કસ વધશે. (૧ કોરીં. ૧૪:૨૪, ૨૫) તેઓને શરૂઆતથી જ સભામાં આવવાનું આમંત્રણ આપવું જોઈએ. સભામાં શું થાય છે એ તેઓને જણાવો. ગઈ સભામાં તમને કયા મુદ્દાઓ ગમ્યા એ તેઓને જણાવો. તેમ જ, સંસ્થાના પુસ્તકોમાંથી સભા વિષેના ચિત્રો બતાવો. આવતા રવિવારના પ્રવચનનો વિષય જણાવો. જે ચોકીબુરજ અભ્યાસમાં ચાલવાનું હોય એ તેઓને આપો. મંડળ પુસ્તક અભ્યાસમાં, દેવશાહી સેવા શાળામાં અને સેવા સભામાં આપણે શું કરીએ છીએ એ જણાવો. તમને શાળામાં ટૉક મળે ત્યારે તેઓ સાથે પ્રૅક્ટિસ કરી શકો.
૩ સ્મરણપ્રસંગ કે સંમેલનો, અથવા સરકીટ નિરીક્ષક આવવાના હોય તો બાઇબલ વિદ્યાર્થીને ઉત્સાહથી જણાવો. એ સમયે સભાઓમાં શાની ચર્ચા કરવામાં આવે છે એ પણ જણાવો. ધીમે ધીમે દરેક અભ્યાસ કર્યાં પછી આપણે આવા સવાલોના જવાબ આપી શકીએ: શા માટે આપણે યહોવાહના સાક્ષીઓ નામથી ઓળખાઈએ છીએ? સભા ભરવામાં આવતી જગ્યાને આપણે કેમ રાજ્ય ગૃહ કહીએ છીએ? મંડળમાં વડીલો અને સેવકાઈ ચાકરો શું સેવા આપે છે? બધે જ પ્રચાર કરવામાં આવે એ માટે શું ગોઠવણ કરવામાં આવે છે? સાહિત્ય કેવી રીતે છાપવામાં આવે છે? એ માટે પૈસા ક્યાંથી આવે છે? શાખા કચેરીમાં શું કામ કરવામાં આવે છે? નિયામક જૂથ એટલે શું? તેઓ શું કરે છે?
૪ વિડીયો બતાવો: બાઇબલ વિદ્યાર્થીને યહોવાહની સંસ્થા વિષે જણાવવાની અનેક રીતો છે. એક છે, વિડીયો. જેમ કે ટુ ધી એન્ડ્સ ઑફ ધી અર્થ, વિડીયો બતાવશે કે આખી દુનિયામાં કેવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અવર હોલ એસોસિયેશન ઑફ બ્રધર્સ વિડીયો બતાવશે કે યહોવાહના સાક્ષીઓ કઈ રીતે હળીમળીને રહે છે. યુનાઈટેડ બાય ડિવાઈન ટીચીંગ વિડીયો બતાવશે કે યહોવાહના સાક્ષીઓ એક-બે દેશમાં નહિ પણ આખી દુનિયામાં છે. તેમ જ, યહોવાહના શિક્ષણથી તેમના ભક્તોમાં સાચો સંપ રહે છે એ પણ જોવા મળશે. એક સ્ત્રી પાંચ વર્ષથી આપણું સાહિત્ય વાંચતી હતી. તેણે જેહોવાસ વીટનેસીસ—ઓર્ગેનાઈઝેશન બીહાઈન્ડ ધ નેમ વિડીયો જોઈ ત્યારે તેનું હૈયું ભરાય આવ્યું. એ પહેલાં તે સાહિત્ય લઈ આવતા સાક્ષીઓને ફક્ત સારા લોકો તરીકે જ જોતી હતી. પરંતુ, વિડીયો જોયા પછી તેને યહોવાહની સંસ્થા પર પૂરો વિશ્વાસ બેઠો. એના બીજા અઠવાડિયાથી તે સભાઓમાં આવવા લાગી.
૫ દર અઠવાડિયે અભ્યાસ પછી વ્યક્તિ સાથે થોડી વાર યહોવાહની સંસ્થા વિષે જણાવવા આપણે યોગ્ય પુસ્તકોનો ઉપયોગ કરવો જોઈએ. એવું કરવાથી તેઓ જોઈ શકશે કે યહોવાહ કઈ રીતે તેમની સંસ્થા ચલાવે છે. આમ તેઓ યહોવાહની સંસ્થા તરફ દોરાશે.
[અભ્યાસ પ્રશ્નો]
૧. શા માટે દરેક સ્ટડી પછી, આપણે વ્યક્તિને યહોવાહની સંસ્થા વિષે એક-એક કરીને મુદ્દાઓ સમજાવવા જોઈએ?
૨. આપણે કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીને સભામાં આવવાનું ઉત્તેજન આપી શકીએ?
૩. વિદ્યાર્થીને યહોવાહના મંડળ અને તેમની સંસ્થા વિષે શું જણાવવું જોઈએ?
૪, ૫. બાઇબલ વિદ્યાર્થીને આપણા વિડીયો બતાવવાથી તેઓ પર કેવી અસર થશે?