સવાલ ૬
મસીહ વિશે બાઇબલ અગાઉથી શું જણાવે છે?
ભવિષ્યવાણી
“હે બેથલેહેમ એફ્રાથાહ, . . . તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઈસ્રાએલમાં અધિકારી થવાનો છે.”
પૂરી થઈ
‘હેરોદ રાજાના સમયમાં યહુદાહના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો, ત્યારે જુઓ, માગીઓ પૂર્વથી યરુશાલેમમાં આવ્યા.’
ભવિષ્યવાણી
‘તેઓ અંદરોઅંદર મારાં લૂગડાં વહેંચી લે છે; અને મારા ઝભ્ભાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે.’
પૂરી થઈ
‘હવે સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યા પછી તેનાં લૂગડાં લઈ લીધાં અને તેનાં ચાર ભાગ પાડ્યા. હવે તે ડગલો સીવણ વગરનો, ઉપરથી આખો વણેલો હતો. એ માટે તેઓએ અંદરોઅંદર કહ્યું કે, આપણે એને ફાડવો નહિ, પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ.’
ભવિષ્યવાણી
“તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી.”
પૂરી થઈ
“જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેને મરણ પામેલો જોઈને તેના પગ ભાંગ્યા નહિ.”
ભવિષ્યવાણી
“આપણા અપરાધોને લીધે તે વીંધાયો.”
પૂરી થઈ
“એક સિપાઈએ ભાલાથી તેની કૂખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં.”
ભવિષ્યવાણી
‘તેઓએ મારા પગારના ત્રીસ રૂપિયા આપ્યા.’
પૂરી થઈ
‘ત્યારે યહુદા ઈસકારીઓત નામે તે બારમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, હું તેને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો? અને તેઓએ તેને ત્રીસ રૂપિયા આપ્યા.’