-
અધિકારીઓને માન આપોચોકીબુરજ—૨૦૦૦ | જૂન ૧૫
-
-
ઊભી થઈ શકે છે. એમ પણ બની શકે કે કોઈ વડીલ એવી ભૂલ કરે જેનાથી કેટલાકને દુઃખ થાય. પરંતુ, એ સંજોગોમાં આપણે ઉતાવળા બનીએ તો કંઈ એનો ઉકેલ આવી જવાનો નથી. એનાથી બાબત વધારે બગડી શકે. પરંતુ, સમજુ લોકો બાબતો યહોવાહ પરમેશ્વર પર છોડી દેશે, કેમ કે તે પોતાના સમયે અને પોતાની રીતે સર્વ મુશ્કેલીઓનો ઉકેલ લાવશે.—૨ તીમોથી ૩:૧૬; હેબ્રી ૧૨:૭-૧૧.
૧૯ તમે કોઈક કારણે હતાશ થઈ ગયા હોવ તો શું કરશો? મંડળમાં બીજા ભાઈ-બહેનો સાથે એની ચર્ચા કરવાને બદલે, વડીલો સાથે એ વિષે શાંતિથી વાત કરો. ભૂલો શોધવાને બદલે, એ સમજાવો કે એની તમારા પર કેવી અસર થઈ છે. હંમેશા તેઓની પરિસ્થિતિ પણ સમજો. તેમને માનથી સમજાવો. (૧ પીતર ૩:૮) મહેણાં ન મારો, પણ એક ખ્રિસ્તી તરીકે તેઓના અનુભવમાં ભરોસો રાખો. તેઓ માયાળુ રીતે બાઇબલમાંથી જે ઉત્તેજન આપે, એની કદર કરો. વળી, હજુ પણ વધારે સુધારાની જરૂર લાગે તો, યહોવાહ પર ભરોસો રાખો. તે જરૂર વડીલોને સારી અને સાચી બાબતો કરવા માટે પ્રેરણા આપશે.—ગલાતી ૬:૧૦; ૨ થેસ્સાલોનીકી ૩:૧૩.
૨૦ જોકે, આ વિષયમાં એક વધુ બાબતનો પણ સમાવેશ થાય છે. જેઓને અધિકાર સોંપવામાં આવ્યો છે, તેઓએ શું બીજાઓનું માન ન રાખવું જોઈએ? ચાલો હવે પછીના લેખમાં આપણે એ વિષે શીખીએ.
તમારો જવાબ શું છે?
• શા માટે જેઓને અધિકાર છે, તેઓને આપણે માન આપવું જોઈએ?
• દેવે સોંપેલા અધિકારને માન આપતા નથી તેઓ વિષે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત કેવું અનુભવે છે?
• અધિકારીઓને માન આપતા કયાં સુંદર ઉદાહરણો આપણી પાસે છે?
• આપણા પર અધિકાર ધરાવતા હોય, તેઓ ભૂલ કરે તો આપણે શું કરવું જોઈએ?
-
-
“તમે સઘળા ભાઈઓ છો”ચોકીબુરજ—૨૦૦૦ | જૂન ૧૫
-
-
“તમે સઘળા ભાઈઓ છો”
“તમે રાબ્બી ન કહેવાઓ; કેમકે એક જ તમારો ગુરુ છે, ને તમે સઘળા ભાઈઓ છો.”—માત્થી ૨૩:૮.
“કોને વધારે માન આપવું જોઈએ, મિશનરિને કે બેથેલમાં કામ કરનારને?” આ પ્રશ્ન એશિયાની એક બહેને ઑસ્ટ્રેલિયાના મિશનરિ બહેનને ભોળપણથી પૂછ્યો. તેને જાણવું હતું કે કોને વધારે માન આપવું જોઈએ. બીજા દેશોમાંથી આવતા મિશનરિને કે પછી વૉચટાવર સોસાયટીના સ્થાનિક બેથેલમાં કામ કરનારને? એનાથી મિશનરિને ખૂબ આશ્ચર્ય થયું. કારણ કે જે સમાજમાં હોદ્દાને મહત્ત્વ અપાતું હોય, ત્યાં જ મોટા ભાગે આવો પ્રશ્ન ઊભો થાય છે. જો કે એનાથી એ પણ જાણવા મળે છે કે એ વ્યક્તિ પાસે કેટલી સત્તા છે, અને લોકો પર એનો કેટલો પ્રભાવ છે.
૨ જો કે આ કંઈ નવી બાબત નથી. અરે, ઈસુના શિષ્યો વચ્ચે પણ ગરમાગરમ દલીલો ચાલતી હતી કે તેઓમાં કોણ મોટું છે. (માત્થી ૨૦:૨૦-૨૪; માર્ક ૯:૩૩-૩૭; લુક ૨૨:૨૪-૨૭) તેઓ પ્રથમ સદીના યહુદી સમાજમાંથી આવ્યા હતા જ્યાં હોદ્દાને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું. ઈસુ ખ્રિસ્ત આ જાણતા હતા, માટે તેમણે શિષ્યોને સલાહ આપી: “તમે રાબ્બી ન કહેવાઓ; કેમકે એક જ તમારો ગુરુ છે, ને તમે સઘળા ભાઈઓ છો.” (માત્થી ૨૩:૮) એ સમાજમાં જે “શિક્ષક” હોય તેને “રાબ્બી” કહેવામાં આવતા. બાઇબલના એક પંડિત આલ્બર્ટ બાર્ન્ઝે જણાવ્યું કે, “એ પદવી ધરાવનાર પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે છે અને તેઓ અભિમાન કરવા લાગે છે; જે લોકો પાસે એ પદવી નથી, તેઓમાં અદેખાઈ અને નાનમ પેદા થાય છે; આ બધુ જ ‘ખ્રિસ્તની સાદાઈની’ વિરુદ્ધ જાય છે.” પરંતુ, ખ્રિસ્તીઓએ આમ કરવાનું ટાળવું જ જોઈએ. તેઓએ જવાબદાર ભાઈઓને ખુશામત કરવા “ફલાણા ફલાણા વડીલ” કહેવું
-