યહોવાના સેવકો તરીકે આપણું જીવન
તમારું લગ્નબંધન મજબૂત કરો
ઈબ્રાહીમ અને સારાહ એકબીજાને ખૂબ પ્રેમ કરતા અને આદર આપતા. તેઓએ પતિ-પત્ની માટે સરસ દાખલો બેસાડ્યો છે. (ઉત ૧૨:૧૧-૧૩; ૧પી ૩:૬) એવું ન હતું કે તેઓના લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી ન હતી. તેઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઈબ્રાહીમ અને સારાહના દાખલાથી પતિ-પત્ની શું શીખી શકે?
એકબીજા સાથે વાત કરો. જો તમારા સાથી ચિડાઈને કે ગુસ્સામાં કંઈ બોલે તો તેમની સાથે નમ્રતાથી વર્તો. (ઉત ૧૬:૫, ૬) એકબીજા માટે સમય કાઢો. તમારાં શબ્દો અને કાર્યોથી તમારા સાથીને બતાવો કે તમે તેમને ખૂબ પ્રેમ કરો છો. સાથે મળીને પ્રાર્થના, અભ્યાસ અને ભક્તિ કરો. આમ, તમે બંને યહોવા સાથેનો સંબંધ મજબૂત કરી શકશો. (સભા ૪:૧૨) જો લગ્નબંધન મજબૂત હશે, તો લગ્નની પવિત્ર ગોઠવણ કરનાર યહોવાને મહિમા મળશે.
લગ્નબંધન કઈ રીતે મજબૂત કરી શકાય? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
વીડિયોમાં કઈ કઈ બાબતોથી જોવા મળ્યું કે શાન અને કિયારા એકબીજાથી દૂર થઈ રહ્યાં હતાં?
એકબીજા સાથે દિલ ખોલીને વાત કરવી કેમ જરૂરી છે?
ઈબ્રાહીમ અને સારાહના દાખલાથી શાન અને કિયારાને કઈ રીતે મદદ મળી?
શાન અને કિયારાએ પોતાનું લગ્નબંધન મજબૂત કરવા કેવાં પગલાં ભર્યાં?
પતિ-પત્નીએ શા માટે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે તેઓના લગ્નજીવનમાં કોઈ મુશ્કેલીઓ નહિ આવે?
તમે લગ્નજીવન મજબૂત કરી શકો છો!