યહોવાના સેવકો તરીકે આપણું જીવન
તમે ખુશખબર ફેલાવી શકો અને શીખવી શકો!
યહોવાએ મુસાને જવાબદારી આપી ત્યારે મુસાને લાગ્યું કે પોતે એ જવાબદારી સારી રીતે પૂરી કરી શકશે નહિ. (નિર્ગ ૪:૧૦, ૧૩) શું તમને પણ ક્યારેક એવું લાગ્યું છે? શું તમે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરી રહ્યા છો? શું તમને લાગે છે કે તમે ઘરઘરનું પ્રચારકામ નહિ કરી શકો? અથવા તમે એક યુવાન છો અને તમને સ્કૂલમાં સાક્ષી આપવાનો ડર લાગતો હોય શકે? અથવા બની શકે કે તમને જાહેરમાં પ્રચાર કરવાનો અને ફોન પર સાક્ષી આપવાનો ડર લાગતો હોય? જો એમ હોય તો યહોવા પાસે પવિત્ર શક્તિ માંગો, જેથી તમને હિંમત મળે. (૧પી ૪:૧૧) ભરોસો રાખો કે યહોવા તમને જે કંઈ જવાબદારી આપશે, એને પૂરી કરવા મદદ પણ કરશે.—નિર્ગ ૪:૧૧, ૧૨.
તમે હિંમતવાન બનો . . . પ્રકાશકો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
આયોયામાબેનને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો?
તેમને ક્યાંથી હિંમત મળી?—યર્મિ ૨૦:૭-૯
યહોવાની સેવામાં વધારે કરવાથી તેમને કયો ફાયદો થયો?
પ્રચારમાં આવનાર કઈ મુશ્કેલીઓનો સામનો કરવા યહોવા તમને મદદ કરી શકે?