જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જૂન ૧-૭
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૪-૪૫
“યુસફે પોતાના ભાઈઓને માફ કર્યા”
(ઉત્પત્તિ ૪૪:૧, ૨) અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી, કે આ માણસોની ગૂણોમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગૂણના મુખમાં મૂક. ૨ અને મારું પ્યાલું, એટલે રૂપાનું પ્યાલું, નાનાની ગૂણના મુખમાં તેના અનાજનાં નાણાં સુદ્ધાં મૂક. અને યુસફે જેમ કહ્યું તેમ તેણે કર્યું.
‘શું હું ઈશ્વર છું?’
યુસફે પોતાની યોજના આગળ ધપાવી. યુસફના ભાઈઓનો પીછો કરવામાં આવ્યો, પકડવામાં આવ્યા અને ચાંદીનો પ્યાલો ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો. એ પ્યાલો બિન્યામીનની ગુણમાંથી મળ્યો ત્યારે, તેઓને યુસફની પાસે પાછા લાવવામાં આવ્યા. પોતાના ભાઈઓ બદલાયા છે કે નહિ એ જાણવાની હવે યુસફ પાસે તક હતી. યહુદાહે પોતાના ભાઈઓ વતી વાત કરી. તેણે દયા બતાવવા વિનંતી કરી. તેમ જ, જણાવ્યું કે તેઓ અગિયાર ભાઈઓ ઇજિપ્તમાં દાસ બનીને રહેશે. પણ, યુસફે તેઓની વાત ન માની અને જણાવ્યું કે તેઓ બધા પાછા જઈ શકે. પણ, બિન્યામીન એકલો જ ઇજિપ્તમાં દાસ બનીને રહેશે.—ઉત્પત્તિ ૪૪:૨-૧૭.
યહુદાહે પોતાની લાગણીઓ જણાવતા કહ્યું: ‘તે તેની માનો એકલો જ રહ્યો છે, ને તેના પિતાને તે વહાલો છે.’ એ શબ્દોની યુસફના દિલ પર ચોક્કસ અસર થઈ હશે. કેમ કે, પોતે યાકૂબની વહાલી પત્ની રાહેલના મોટા દીકરા હતા. અને બિન્યામીનને જન્મ આપતી વખતે રાહેલનું મોત થયું હતું. પોતાના પિતાની જેમ યુસફ પણ રાહેલને યાદ કરતા હતા. કદાચ એના લીધે યુસફને બિન્યામીન વધારે વહાલો હતો.—ઉત્પત્તિ ૩૫:૧૮-૨૦; ૪૪:૨૦.
બિન્યામીનને દાસ ન બનાવવા માટે યહુદાહે યુસફને વિનંતી કરી. તેણે એ પણ જણાવ્યું કે બિન્યામીનની જગ્યાએ પોતે દાસ બનશે. પછી, તેણે દુઃખી હૃદયે વિનંતી કરતા કહ્યું કે, ‘જો તે છોકરો મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે શી રીતે જાઉં? રખેને જે દુઃખ મારા પિતા પર આવી પડે તે મારે જોવું પડે.’ (ઉત્પત્તિ ૪૪:૧૮-૩૪) એ બતાવતું હતું કે તે બદલાઈ ગયો હતો. તેણે ફક્ત પસ્તાવો ન બતાવ્યો પણ, સહાનુભૂતિ, નિઃસ્વાર્થ અને દયા જેવા ગુણો બતાવ્યા.
યુસફ પોતાની લાગણીઓને હવે રોકી ન શક્યા. એટલે, પોતાનું દિલ હળવું કરવા તેમણે બધા ચાકરોને બહાર કાઢ્યા અને મોટેથી રડ્યા. તેમના રડવાનો અવાજ છેક ફારૂનના મહેલ સુધી સંભળાયો. છેવટે, તેમણે પોતાની ઓળખ આપતા કહ્યું: “હું યુસફ છું.” આ સાંભળીને તેમના ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા. યુસફે તેઓને પ્રેમથી ગળે લગાડ્યા અને પોતાની સાથે કરેલા વ્યવહાર બદલ તેઓને માફ કર્યા. (ઉત્પત્તિ ૪૫:૧-૧૫) આ રીતે તેમણે ઉદારતાથી માફ કરનાર યહોવા જેવો સ્વભાવ બતાવ્યો. (ગીતશાસ્ત્ર ૮૬:૫) શું આપણે એમ કરીએ છીએ?
(ઉત્પત્તિ ૪૪:૩૩, ૩૪) અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તારા દાસને મારા ધણી પાસે દાસ થઈ રહેવા દે; અને છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દે. ૩૪ કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય, તો હું મારા બાપની પાસે શી રીતે જાઉં? રખેને જે દુઃખ મારા બાપ પર આવી પડે તે મારે જોવું પડે.
(ઉત્પત્તિ ૪૫:૪, ૫) અને યુસફે તેના ભાઈઓને કહ્યું, કૃપા કરી મારી પાસે આવો; અને તેઓ પાસે આવ્યા. અને તેણે કહ્યું, હું તમારો ભાઈ યુસફ, જેને તમે મિસરમાં વેચી દીધો હતો, તે જ છું. ૫ હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ, ને તમારાં મનમાં બળાપો ન કરો; કેમ કે જાન બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૪૪:૧૩) ત્યારે તેઓએ તેમનાં વસ્ત્ર ફાડ્યાં, ને તેમનાં ગધેડાં લાદ્યાં, ને તેઓ નગરમાં પાછા આવ્યા.
it-૨-E ૮૧૩
પહેરેલાં કપડાં ફાડવા
યહુદી અને પૂર્વના લોકો દુઃખ વ્યક્ત કરવા પોતાના કપડાં ફાડતા. ખાસ કરીને, નજીકના સગા ગુજરી ગયા છે એ સંદેશો સાંભળીને. એમ કરવું તેઓ માટે સામાન્ય હતું. તેઓ કપડાંને એટલું ન ફાડતા કે પહેરી જ ન શકાય. ઘણા કિસ્સામાં તેઓ કપડાંને ફક્ત છાતી સુધી જ ફાડતા.
બાઇબલમાં પહેલી વાર કપડાં ફાડવા વિશે ક્યારે ઉલ્લેખ થયો છે? અહેવાલ જણાવે છે કે યાકૂબના સૌથી મોટા દીકરા રૂબેન પાણીના ખાડા પાસે પાછા આવ્યા ત્યારે યૂસફ તેમને મળ્યા નહિ એટલે તેમણે પોતાના કપડાં ફાડ્યા. તેમણે કહ્યું: “છોકરો તો નથી; અને હું ક્યાં જાઉં?” રૂબેન પ્રથમ જન્મેલા હતા. એટલે ખાસ કરીને તેમની જવાબદારી હતી કે તે નાના ભાઈની સંભાળ રાખે. પછી યાકૂબને પોતાના દીકરા યુસફના મોતના જૂઠા સમાચાર મળે છે. ત્યારે તેમણે પણ શોકમાં પોતાના કપડાં ફાડ્યા અને કંતાન પહેર્યું. (ઉત ૩૭:૨૯, ૩૦, ૩૪) ઇજિપ્તમાં બિન્યામીન પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો. ત્યારે પણ યૂસફના સાવકા ભાઈઓએ શોક બતાવવા કપડાં ફાડ્યાં.—ઉત ૪૪:૧૩.
(ઉત્પત્તિ ૪૫:૫-૮) હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ, ને તમારાં મનમાં બળાપો ન કરો; કેમ કે જાન બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો. ૬ કેમ કે બે વર્ષ થયાં દેશમાં દુકાળ છે; અને હજી બીજાં પાંચ વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહિ. ૭ તે માટે પૃથ્વીમાં તમારાં સંતાન રાખવાને તથા મોટા ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો. ૮ એ માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો; અને તેણે મને ફારૂનના પિતા સમાન, ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિસરનો અધિપતિ કર્યો છે.
આપણો વિરોધ કેમ થાય છે?
૧૫ આપણો તિરસ્કાર કરતા લોકોને પ્રેમ બતાવવા આપણને શું મદદ કરી શકે? આપણે ભૂલવું ન જોઈએ કે લોકો નહિ પણ શેતાન અને તેના દૂતો આપણા કટ્ટર દુશ્મન છે. (એફેસી ૬:૧૨) અમુક લોકો કદાચ જાણીજોઈને આપણા પર જુલમ અને તિરસ્કાર કરશે. મોટે ભાગે જેઓ યહોવાહના લોકોની સતાવણી કરે છે, તેઓ અજાણતા કરે છે. અથવા બીજાના કહેવાથી એમ કરતા હોય છે. (દાનીયેલ ૬:૪-૧૬; ૧ તીમોથી ૧:૧૨, ૧૩) જરા વિચારો કે પહેલાં કેટલાક લોકો યહોવાહના સાક્ષીઓનો વિરોધ કરતા હતા. તેમ છતાં સાક્ષીઓનાં સારા વર્તનથી તેઓ આજે યહોવાહની સેવા કરે છે. (૧ પીતર ૨:૧૨) આપણે જાણીએ છીએ કે યહોવાહ ચાહે છે કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:૪) આપણે યુસફ પાસેથી સારો પાઠ શીખી શકીએ. યુસફને તેના સાવકા ભાઈઓ ખૂબ જ ધિક્કારતા હતા. પણ એનાથી યુસફે તેઓ સાથે દુશ્મની રાખી ન હતી. કેમ નહિ? તે જોઈ શક્યા કે યહોવાહ પોતાની સાથે છે, તે તેમના હેતુ પ્રમાણે ગોઠવણો કરી રહ્યા છે. (ઉત્પત્તિ ૪૫:૪-૮) એ જ રીતે, આપણા પર દુઃખ આવી પડે ત્યારે નારાજ થવું ન જોઈએ. એનાથી તો યહોવાહનું નામ રોશન થાય છે!—૧ પીતર ૪:૧૬.
બાઇબલ વાંચન
જૂન ૮-૧૪
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૬-૪૭
“દુકાળમાં રાહત”
(ઉત્પત્તિ ૪૭:૧૩) અને તે આખા દેશમાં અન્ન નહોતું, કેમ કે દુકાળ બહુ ભારે હતો, ને મિસર દેશ તથા કનાન દેશ દુકાળથી હેરાન થયા.
w૮૮ ૮/૧ ૭ ¶૨
દુકાળના સમયમાં જીવન બચાવવું
૨ પુષ્કળતાના સાત વર્ષ પૂરા થયા અને યહોવાહે અગાઉથી કહ્યા મુજબ દુકાળ પડ્યો—ફક્ત મિસર પર જ નહિ પરંતુ “પૃથ્વીના સમગ્ર પૃષ્ઠ પર” દુકાળ પડ્યો. મિસરમાં ભૂખે મરતા લોકોએ રોટલી માટે ફારૂનને પોકાર કર્યો ત્યારે, ફારૂને તેઓને કહ્યું: “યુસફ પાસે જાઓ. તે તમને જે કંઈ કહે તે તમારે કરવાનું છે.” યુસફે મિસરીઓના પૈસા પૂરા થાય ત્યાં સુધી તેઓને અનાજ વેચ્યું. પછી તેણે ચૂકવણા પેટે તેમના ઢોરઢાંક સ્વીકાર્યા. છેવટે, લોકો યુસફને કહેતા આવ્યા: “રોટલી માટે અમને અને અમારી જમીન ખરીદી લે અને અમે અમારી જમીન સાથે ફારૂનના દાસો થઈશું.” તેથી યુસફે મિસરીઓની બધી જ જમીન ફારૂન માટે ખરીદી લીધી.—ઉત્પત્તિ ૪૧:૫૩-૫૭; ૪૭:૧૩-૨૦.
(ઉત્પત્તિ ૪૭:૧૬) અને યુસફે કહ્યું તમારાં ઢોર આપો; અને જો નાણું થઈ રહ્યું હોય તો તમારાં ઢોરને બદલે હું તમને અનાજ આપીશ.
(ઉત્પત્તિ ૪૭:૧૯, ૨૦) તારા દેખતાં અમે અમારાં ખેતરો સુદ્ધાં શા માટે નાશ પામીએ? રોટલીને બદલે અમને તથા અમારી ભોંયને વેચાતાં લે, ને અમે તથા અમારાં ખેતર ફારૂનના દાસ થઈશું; અને અમને બી આપ, કે અમે જીવતા રહીએ ને મરીએ નહિ, ને ભોંય પડતર રહે નહિ. ૨૦ અને યુસફે મિસરીઓની સઘળી ભોંય ફારૂનને માટે વેચાતી લીધી; કેમ કે મિસરીઓએ દરેકે પોતાની ભોંય વેચી દીધી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો; એ માટે તે દેશની ભોંય ફારૂનના હાથમાં આવી.
(ઉત્પત્તિ ૪૭:૨૩-૨૫) અને યુસફે લોકોને કહ્યું, જુઓ, મેં તમને તથા તમારી ભોંયને ફારૂનને માટે આજ વેચાતાં લીધાં છે; જુઓ, તમારે માટે આ બી રહ્યાં, તમે ભોંયમાં તે વાવો. ૨૪ અને એમ થશે કે જે ઊપજે તેમાંથી તમે પાંચમો હિસ્સો ફારૂનને આપજો, ને ચાર હિસ્સા ખેતરના બીને માટે તથા તમારે ખાવાને માટે તથા તમારાં ઘરનાંને માટે તથા તમારાં છોકરાંના અન્નને માટે તમારા થશે. ૨૫ અને તેઓએ કહ્યું, તેં અમારા જીવ બચાવ્યા છે; અમારા પર અમારા ધણીની કૃપાદષ્ટિ થાઓ, ને અમે ફારૂનના દાસ થઈશું,
kr-E ૨૩૪-૨૩૫ ¶૧૧-૧૨
પૃથ્વી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરતું તેમનું રાજ્ય
૧૧ પુષ્કળતા. આજે જોવા જઈએ તો આખી દુનિયામાં દુકાળ છે. બાઇબલમાં પહેલેથી બતાવવામાં આવ્યું હતું: “પ્રભુ યહોવા કહે છે, જુઓ, એવા દિવસો આવે છે, કે જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.” (આમો. ૮:૧૧) શું યહોવાના ભક્તો પણ તેમના વચન માટે ટળવળે છે? શું તેઓ પણ દુકાળનો ભોગ બન્યા છે? ના, યહોવાએ ભવિષ્યવાણી કરી હતી કે પોતાના ભક્તો અને દુશ્મનોની હાલતમાં ફરક હશે. તેમણે કહ્યું: “મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો.” (યશા. ૬૫:૧૩) શું તમે આ ભવિષ્યવાણી પૂરી થતા જોઈ છે?
૧૨ યહોવા સાથે ગાઢ સંબંધ બાંધી શકાય માટે તેમણે અનેક ગોઠવણો કરી છે. એમાં આનો સમાવેશ થાય છે: બાઇબલ આધારિત સાહિત્ય, ઑડિયો, વીડિયો, આપણી સભાઓ અને સંમેલનો તથા આપણી વેબસાઇટ પર મળતી માહિતી. એ જાણે એક નદી જેવી છે જે સતત ઊંડી અને પહોળી થતી જાય છે. આજે દુનિયામાં ઈશ્વરના જ્ઞાનની તંગી છે. પણ આપણી પાસે તો ઈશ્વરના જ્ઞાનનો ભંડાર છે! (હઝકિ. ૪૭:૧-૧૨; યોએ. ૩:૧૮) યહોવાનું એ વચન પૂરું થતા જોઈને શું તમને ખુશી નથી થતી? શું તમે યહોવાની મેજ પરથી નિયમિત રીતે જમો છો?
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૪૬:૪) હું તારી સાથે મિસરમાં આવીશ; અને હું નિશ્ચે તને પાછો લાવીશ; અને યુસફ તેનો હાથ તારી આંખ પર મૂકશે.
it-૧-E ૨૨૦ ¶૧
વર્તન અને હાવભાવ
ગુજરી ગયેલાની આંખ પર હાથ મૂકવો. યહોવાએ યાકૂબને કહ્યું, “યૂસફ તેનો હાથ તારી આંખ પર મૂકશે.” (ઉત ૪૬:૪) એવું તેમણે શા માટે કહ્યું હતું? એ જમાનામાં કોઈનું મરણ થાય તો તેની આંખો બંધ કરવાનો હક પ્રથમ જન્મેલા દીકરાને મળતો. લાગે છે કે યહોવા યાકૂબને એવું કહેવા ચાહતા હતા કે પ્રથમ જન્મેલાનો હક યૂસફને મળવો જોઈએ.—૧કા ૫:૨.
(ઉત્પત્તિ ૪૬:૨૬, ૨૭) યાકૂબના દીકરાઓની સ્ત્રીઓ સિવાય તેનાથી જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં; ૨૭ અને યુસફના દીકરા જે મિસર દેશમાં તેને થયા તે બે હતા; અને યાકૂબના ઘરનાં સર્વ માણસ જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
પ્રેકા ૭:૧૪ અભ્યાસ માહિતી, nwtsty
બધા મળીને ૭૫ લોકો હતા: સ્તેફને કહ્યું કે ઇજિપ્તમાં યાકૂબના કુટુંબના લોકોની સંખ્યા ૭૫ હતી. એ તેમણે કોઈ હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી જણાવી ન હતી. આ સંખ્યા મેસરાઈટ લોકોએ લખેલી હિબ્રૂ હસ્તપ્રતોમાં પણ જોવા મળતી નથી. ઉત ૪૬:૨૬ જણાવે છે: ‘યાકૂબના દીકરાઓની સ્ત્રીઓ સિવાય તેનાથી જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે ઇજિપ્તમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.’ કલમ ૨૭ આગળ કહે છે: ‘યાકૂબના ઘરના સર્વ માણસો જે ઇજિપ્તમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.’ અહીં લોકોની ગણતરી બે અલગ અલગ રીતે કરવામાં આવી છે. કલમ ૨૬માં ફક્ત યાકૂબના વંશજોની વાત કરી છે. જ્યારે કે કલમ ૨૭માં યાકૂબના ઘરના બધા જ લોકોની વાત કરવામાં આવી છે જેઓ તેમની સાથે ઇજિપ્ત આવ્યા હતા. નિર્ગ ૧:૫ અને પુન ૧૦:૨૨માં યાકૂબના વંશજોની સંખ્યા “સિત્તેર” જણાવી છે. સ્તેફને તો એક નવી સંખ્યા બતાવી હતી. એમાં કદાચ યાકૂબના ઘરના બીજા સભ્યોને પણ ગણવામાં આવ્યા હોય શકે. યૂસફના દીકરાઓ મનાશ્શા અને એફ્રાઈમ હતા. અમુકનું માનવું છે કે તેઓના દીકરાઓને અને પૌત્રોને પણ એમાં ગણવામાં આવ્યા હશે. તેઓ વિશે સેપ્ટુઆજીંટ ભાષાંતરમાં ઉત ૪૬:૨૦માં જણાવ્યું છે. બીજા અમુક લોકોનું માનવું છે કે એમાં યાકૂબના દીકરાઓની પત્નીઓને પણ ગણાવામાં આવી છે જેઓનો ઉલ્લેખ ઉત ૪૬:૨૬માં કરવામાં આવ્યો નથી. એના પરથી માની શકાય કે કુલ “પંચોતેર” લોકો ઇજિપ્ત આવ્યા હોય શકે. પહેલી સદીમાં હિબ્રૂ શાસ્ત્રની નકલોના આધારે આ ગણતરી કરવામાં આવી હોય શકે. ઘણા વર્ષોથી વિદ્વાનો માને છે કે ગ્રીક સેપ્ટુઆજીંટમાં ઉત ૪૬:૨૭ અને નિર્ગ ૧:૫માં જણાવેલી સંખ્યા “પંચોતેર” હતી. આશરે ૧૯૫૦માં મૃત સમુદ્ર પાસે બે વીંટાના ટૂકડા મળી આવ્યા હતા, જેમાં નિર્ગ ૧:૫ની કલમ જોવા મળી હતી. એમાં પણ એ સંખ્યા “૭૫” હતી. બની શકે કે સ્તેફને આ પ્રાચીન લખાણોને આધારે એ સંખ્યા “૭૫” કહી હોય શકે. એ વાત કેટલી સાચી છે એ આપણે ચોક્કસ કહી શકતા નથી. પણ એક વાત સાચી છે કે સ્તેફને અલગ રીતે ગણતરી કરી છે અને ઉત્પત્તિમાં અલગ રીતે ગણતરી કરવામાં આવી છે.
બાઇબલ વાંચન
જૂન ૧૫-૨૧
બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૮-૫૦
“મોટી ઉંમરનાં ભાઈ-બહેનો પાસેથી ઘણું શીખી શકીએ”
(ઉત્પત્તિ ૪૮:૨૧, ૨૨) અને ઈસ્રાએલે યુસફને કહ્યું, જુઓ, હું મરૂં છું; પણ ઈશ્વર તમારી સાથે રહેશે, ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે. ૨૨ અને મેં તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, જે મેં મારી તરવારથી તથા મારા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી લીધો હતો.
it-૧-E ૧૨૪૬ ¶૮
યાકૂબ
યાકૂબે પોતાના મરણના થોડા સમય પહેલા પોતાના પૌત્રો એટલે કે યૂસફના દીકરાઓને આશીર્વાદ આપ્યો. ઈશ્વરના માર્ગદર્શનથી યાકૂબે પહેલા યુસફના નાના દીકરા એફ્રાઈમને ત્યાર પછી મોટા દીકરા મનાશ્શાને આશીર્વાદ આપ્યો. યૂસફને પ્રથમ જન્મેલાના હક તરીકે વારસાનો બમણો ભાગ મળવાનો હતો. એ વિશે જણાવતા યાકૂબે કહ્યું: “મેં તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, જે મેં મારી તરવારથી તથા મારા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી લીધો હતો.” (ઉત ૪૮:૧-૨૨; ૧કા ૫:૧) યાકૂબે શખેમ નજીક જમીનનો આ ટુકડો હમોરના દીકરા પાસેથી વેચાતો લીધો હતો. (ઉત ૩૩:૧૯, ૨૦) એવું લાગે છે કે યાકૂબે યુસફને આપેલું વચન તો એક ભવિષ્યવાણી હતી. એ ભવિષ્યવાણી પ્રમાણે યાકૂબના વંશજો સમય જતાં કનાન દેશ પર જીત મેળવવાના હતા. યાકૂબ એ રીતે ભવિષ્યવાણી કરતા હતા કે જાણે તેમણે પોતે તેમની તરવાર અને ધનુષ્યથી એ જમીન જીતી હોય. યાકૂબને એ વાત પર કેટલી શ્રદ્ધા હતી! સમય જતાં, ઇઝરાયેલીઓ કનાન દેશમાં ગયા, ત્યારે એફ્રાઈમ અને મનશ્શાને જમીનના બે ભાગ મળ્યા. આ રીતે યૂસફને પોતાના હક પ્રમાણે બમણો ભાગ મળ્યો.
(ઉત્પત્તિ ૪૯:૧) અને યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, તમે એકઠા થાઓ કે છેલ્લા દિવસોમાં તમને જે વીતશે તે હું તમને જાહેર કરું.
it-૨-E ૨૦૬ ¶૧
છેલ્લા દિવસો
મરણ પથારી પર યાકૂબે કરેલી ભવિષ્યવાણી. યાકૂબે પોતાના દીકરાઓને કહ્યું: “તમે બધા એકઠા થાઓ કે છેલ્લા દિવસોમાં તમને જે વીતશે તે હું તમને જાહેર કરું.” “છેલ્લા દિવસો” શબ્દથી યાકૂબ શું કહેવા માંગતા હતા? તે ભવિષ્યની વાત કરી રહ્યા હતા જ્યારે તેમના શબ્દો પૂરા થઈ રહ્યા હશે. (ઉત ૪૯:૧) તેમણે ભવિષ્યવાણી કહી એના ૨૦૦ વર્ષ પહેલા, યહોવાએ યાકૂબના દાદા ઇબ્રાહિમને જણાવ્યું હતું કે તેમના વંશજો ૪૦૦ વર્ષ સુધી દુઃખ સહન કરશે. (ઉત ૧૫:૧૩) એ જોતાં કહી શકાય કે એ ૪૦૦ વર્ષ પૂરાં થાય પછી જ યાકૂબે કહેલા “છેલ્લા દિવસો” શરૂ થશે. કદાચ આ ભવિષ્યવાણી બીજી વાર ‘ઈશ્વરના ઇઝરાયેલ’ પર પૂરી થશે.—ગલા ૬:૧૬; રોમ ૯:૬.
(ઉત્પત્તિ ૫૦:૨૪, ૨૫) અને યુસફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું; પણ ઈશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તેણે જે દેશ સંબંધી ઈબ્રાહીમ તથા ઈસ્હાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. ૨૫ અને યુસફે ઈસ્રાએલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું, ઈશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તમે મારાં હાડકાં અહીંથી લઈ જજો.
તમે ઘડપણમાં પણ યુવાનો માટે આશીર્વાદ છો
૧૦ મોટી ઉંમરના ભાઈ-બહેનોની શ્રદ્ધાની અસર ઈશ્વરભક્તો પર પડે છે. યાકૂબના પુત્ર યુસફનો વિચાર કરીએ. યુસફ ૧૧૦ વર્ષના થયા ત્યારે, “પોતાનાં હાડકાં સંબંધી આજ્ઞા આપી.” ઈસ્રાએલીઓ ઇજિપ્ત છોડી જાય ત્યારે યુસફના હાડકાં તેઓએ સાથે લઈ જવાના હતા. (હેબ્રી ૧૧:૨૨; ઉત્પત્તિ ૫૦:૨૫) આમ જોઈએ તો એ નાની જ વાત હતી. પણ એની છાપ લાખો ઈશ્વરભક્તોનાં દિલ પર પડી. યુસફના મરણ પછી તેઓએ ઇજિપ્તની સખત ગુલામી સહેવી પડી. તોપણ યુસફે જે કહ્યું એના પરથી તેઓને પૂરી ખાતરી હતી કે આખરે ગુલામીમાંથી આઝાદી મળશે.
કીમતી રત્નો શોધીએ
(ઉત્પત્તિ ૪૯:૧૯) ગાદને એક ટુકડી દબાણ કરશે; તોપણ તે તેમની એડી દબાવશે.
ઈશ્વરનું નામ રોશન કરનારાને ધન્ય છે!
૪ ઈસ્રાએલી લોકો વચનના દેશની અંદર ગયા એ પહેલાં, ગાદ કુળના લોકોએ એક વિનંતી કરી. તેઓની વિનંતી એ હતી કે તેઓને યરદન નદીની પૂર્વે રહેવા દેવામાં આવે, જ્યાં ઢોરને માટે પુષ્કળ ઘાસચારો હતો. (ગણના ૩૨:૧-૫) જોકે ત્યાં રહેવું સહેલું ન હતું. યરદનની પશ્ચિમે રહેનારા કુળોને યરદનની ખીણનું રક્ષણ હતું, જે હુમલો કરનારા દુશ્મનો માટે નડતર હતું. (યહોશુઆ ૩:૧૩-૧૭) જ્યારે કે યરદનની પૂર્વ તરફના દેશો વિષે જ્યોર્જ આદમ સ્મીથનું પવિત્ર દેશનો ઐતિહાસિક નકશો નામનું (અંગ્રેજી) પુસ્તક કહે છે: “અરબસ્તાનના દેશની એ ધરતી બધી બાજુથી સપાટ હતી, કોઈ જ નડતર ન હતું. એટલા માટે એ કોઈ પણ લુટારાઓ માટે ખુલ્લા દરવાજા જેવી હતી. તેથી, દર વર્ષે ઘાસચારા માટે ત્યાં લૂટ થતી હતી.
૫ ગાદનું કુળ કઈ રીતે ટકી રહી શકશે? સદીઓ પહેલાં, યાકૂબે મરણ-પથારી પર કહ્યું હતું: “ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, અને તે તેમનો પીછો પકડી સામો હુમલો કરશે.” (ઉત્પત્તિ ૪૯:૧૯, સંપૂર્ણ બાઇબલ) આમ જોવા જઈએ તો, આ શબ્દો નિરાશ કરી શકે. પરંતુ, એ શબ્દો તો આજ્ઞા કરતા હતા કે ગાદના કુળે લડાઈ કરવી પડશે. સાથે સાથે યાકૂબે ખાતરી આપી કે જો તેઓ લડશે, તો દુશ્મનોની સખત હાર થશે. આમ, ગાદનું કુળ પોતાનો વિસ્તાર વધારતું જશે.
(ઉત્પત્તિ ૪૯:૨૭) બિન્યામીન ફાડી ખાનાર વરુ છે; સવારે તે શિકાર ખાશે, ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.
it-૧-E ૨૮૯ ¶૨
બિન્યામીન
યાકૂબે મરતા પહેલાં પોતાના લાડલા દીકરા બિન્યામીન વિશે કહ્યું: “બિન્યામીન ફાડી ખાનાર વરુ છે, સવારે તે શિકાર ખાશે, ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.” (ઉત ૪૯:૨૭) આમ, યાકૂબે ભવિષ્યવાણી કરી કે બિન્યામીનના વંશજો યુદ્ધ કળામાં કુશળ હશે. સાચે એવું જ હતું. એ કુળના સૈનિકો બન્ને હાથે ગોફણ ચલાવી શકતા. તેઓ અચૂક નિશાન તાકી શકતા હતા. કહેવામાં આવતું કે જો તેઓ વાળને નિશાન બનાવે તો એ નિશાન પણ ચૂકતા નહિ. (ન્યા ૨૦:૧૬; ૧કા ૧૨:૨) એ જ કુળના ડાબોડી ન્યાયાધીશ એહૂદે, જુલમી રાજા એગ્લોનને મોતને ઘાટ ઉતાર્યો હતો. (ન્યા ૩:૧૫-૨૧) નોંધ કરો કે, ઇઝરાયેલ રાષ્ટ્રની રાજ કરવાની ‘સવાર’ એટલે કે શરૂઆત થઈ ત્યારે બિન્યામીન કુળ ‘ઇઝરાયેલના કુળોમાંથી સૌથી નાનું’ હતું. તોપણ ઇઝરાયેલનો પહેલો રાજા એ જ કુળમાંથી આવ્યો હતો. તેનું નામ શાઉલ હતું જે કીશનો દીકરો હતું. તે એક બહાદુર સૈનિક હતો અને તેણે ઘણી વાર પલિસ્તીઓ પર જીત મેળવી હતી. (૧શ ૯:૧૫-૧૭, ૨૧) એ જ રીતે, ઇઝરાયેલ રાષ્ટ્રની ‘સાંજ’ થઈ ત્યારે બિન્યામીન કુળમાંથી આવેલા એસ્તેર રાણી અને મોર્દખાય જે મોટા મંત્રી હતા, તેઓએ ઇઝરાયેલીઓનો નાશ થતા બચાવ્યો. આ એ સમયની વાત છે જ્યારે ઇઝરાયેલીઓ ઇરાનની સત્તા હેઠળ હતા.—એસ્તે ૨:૫-૭.
બાઇબલ વાંચન
જૂન ૨૨-૨૮
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧-૩
“હું જે છું તે છું”
(નિર્ગમન ૩:૧૩) અને મુસાએ ઈશ્વરને કહ્યું, કે જો, હું ઈસ્રાએલ પુત્રોની પાસે જઈને તેઓને કહું, કે તમારા પિતૃઓના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે; અને તેઓ મને પૂછે, કે તેનું નામ શું છે તો તેઓને હું શું કહું?
યહોવાના નામને મહિમા આપીએ
૪ નિર્ગમન ૩:૧૦-૧૫ વાંચો. મુસા ૮૦ વર્ષનાં હતા ત્યારે, ઈશ્વરે તેમને ભારે જવાબદારી સોંપતા કહ્યું, ‘ઇજિપ્તમાંથી મારા લોક ઈસ્રાએલ પુત્રોને કાઢી લાવ.’ એની સામે, મુસાએ પ્રશ્ન પૂછ્યો જે ઘણો મહત્ત્વનો હતો. તેમણે પૂછ્યું, ‘તમારું નામ શું છે?’ ઈશ્વરનું નામ તેમના ભક્તો પહેલેથી જાણતા હતા. તો પછી, મુસાએ કેમ એ સવાલ કર્યો? તે જાણવા માંગતા હતા કે એ નામ ધરાવનાર ઈશ્વર કેવા છે. બીજા શબ્દોમાં, મુસા ઈસ્રાએલીઓને ખાતરી અપાવવા માંગતા હતા કે, ઈશ્વર તેઓને છોડાવી શકે છે. મુસાની એ ચિંતા વાજબી હતી. કેમ કે, ઈસ્રાએલીઓ વર્ષોથી ગુલામીમાં હતા. તેઓને શંકા હતી કે ઈશ્વર તેમને ગુલામીમાંથી છોડાવી શકશે કે કેમ. અરે, અમુક તો ઇજિપ્તના દેવોની ભક્તિ કરવા લાગ્યા હતા!—હઝકી. ૨૦:૭, ૮.
(નિર્ગમન ૩:૧૪) અને ઈશ્વરે મુસાને કહ્યું, કે હું જે છું તે છું; અને તેણે કહ્યું, કે તું ઈસ્રાએલ પુત્રોને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.
kr-E ૪૩, બૉક્સ
યહોવા નામનો અર્થ
હિબ્રૂ ભાષામાં, યહોવા નામ એવા ક્રિયાપદમાંથી આવે છે, જેનો અર્થ થાય “બનવું.” અમુક વિદ્વાનોનું માનવું છે કે આ કિસ્સામાં એ ક્રિયાપદનો અર્થ આવો પણ થાય: શક્ય બનાવવું. એટલે જ ઘણા માટે યહોવા નામનો આવો અર્થ થાય છે: “તે શક્ય બનાવે છે.” બધાના સર્જનહાર તરીકે એ અર્થ યહોવા માટે એકદમ બંધબેસે છે. તેમણે વિશ્વ, મનુષ્યો અને દૂતોની રચના કરી. સમયની સાથે સાથે તેમણે એ પણ શક્ય બનાવ્યું કે તેમની ઇચ્છા અને હેતુ પૂરા થાય.
તો પછી, નિર્ગમન ૩:૧૩,૧૪માં યહોવાએ જે કહ્યું એનો અર્થ શું થાય? મૂસાએ તેમને પુછયું હતું, ‘જો હું ઇઝરાયેલપુત્રોની પાસે જઈને તેઓને કહું કે તમારા પિતૃઓના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે, તેમનું નામ શું છે તો તેઓને હું શું કહું?’ યહોવાએ જવાબ આપતા કહ્યું હતું કે, ‘હું જે બનવા ચાહું છું, એ બનીશ.’ (NWT)
નોંધ કરો કે મૂસાએ યહોવાને તેમનું નામ પુછ્યું ન હતું. મૂસા અને ઇઝરાયેલના લોકો તો તેમનું નામ જાણતા હતા. મૂસા ચાહતા હતા કે યહોવા પોતાના વિશે એવી વાત જણાવે જેનાથી લોકોની શ્રદ્ધા વધે, એવી વાત જે તેમના નામના અર્થથી પણ જાહેર થાય. એટલે જવાબમાં યહોવાએ કહ્યું હતું, ‘હું જે બનવા ચાહું છું, એ બનીશ.’ યહોવા પોતાના વિશે અજોડ બાબત જણાવી રહ્યા હતા: તે પોતાનો હેતુ પૂરો કરવા જે જરૂરી છે એ બને છે. દાખલા તરીકે, મૂસા અને ઇઝરાયલીઓ માટે યહોવા એક છોડાવનાર, નિયમ આપનાર, જીવન જરૂરિયાત પૂરી કરનાર અને બીજું ઘણું બન્યા. આ રીતે પોતાના લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે યહોવા પોતે જે જરૂરી હોય એ બનવાનો નિર્ણય લે છે. ખરું કે, યહોવા નામમાં એ વિચાર આવે છે. પણ, એ વિચાર એટલા પૂરતો જ નથી કે તે પોતે ચાહે એ બને છે. તેમના નામનો અર્થ એ પણ થાય કે, તે પોતાનો હેતુ પૂરો કરવા જે કંઈ જરૂરી હોય એ પોતે રચેલી સૃષ્ટિ દ્વારા શક્ય બનાવે છે.
હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ
હિબ્રૂ ભાષામાં, યહોવા નામ એવા ક્રિયાપદમાંથી આવે છે, જેનો અર્થ “બનવું” થાય છે. ઘણા વિદ્વાનોને લાગે છે કે એ હિબ્રૂ ક્રિયાપદના કારણદર્શક રૂપને રજૂ કરે છે. એટલે, ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન કમિટીની સમજણ એવી છે કે ઈશ્વરના નામનો અર્થ થાય: “તે શક્ય બનાવે છે.” આ વિશે વિદ્વાનોના અલગ અલગ વિચારો છે. એટલે, આ જ અર્થ હોવો જોઈએ એમ આપણે કહી શકતા નથી. જોકે, બધાના સર્જનહાર તરીકે અને પોતાનો હેતુ પૂરો કરનાર તરીકે, એ અર્થ યહોવા માટે એકદમ બંધબેસે છે. તેમણે વિશ્વ, મનુષ્યો અને દૂતોની રચના કરી. ફક્ત એટલું જ નહિ, પણ જેમ બનાવો બનતા જાય છે, તેમ તે પોતાની ઇચ્છા અને હેતુ પૂરા થવાનું શક્ય બનાવે છે.
તેથી, યહોવા નામનો અર્થ ફક્ત નિર્ગમન ૩:૧૪માં આપેલા ક્રિયાપદ સુધી મર્યાદિત નથી, જે કહે છે: “હું જે છું તે છું” અથવા “હું જે હોઈશ એ હોઈશ.” (કોમન લેંગ્વેજ) ચોકસાઈપૂર્વક કહીએ તો, એ શબ્દો ઈશ્વરના નામનો પૂરેપૂરો અર્થ આપતા નથી. પરંતુ, એ શબ્દો ઈશ્વરના સ્વભાવનું એક પાસું રજૂ કરે છે. એ બતાવે છે કે દરેક સંજોગોમાં તે પોતાનો હેતુ પૂરો કરવા જે જરૂરી હોય એ બને છે. ખરું કે, યહોવા નામમાં એ વિચાર આવી શકે, પણ એ વિચાર એટલા પૂરતો જ મર્યાદિત નથી કે તે પોતે ચાહે એ બની શકે છે. તેમના નામનો અર્થ એ પણ થાય કે તે પોતાનો હેતુ પૂરો કરવા જે કંઈ જરૂરી હોય, એ પોતાના સર્જન દ્વારા શક્ય બનાવે છે.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૨:૧૦) અને તે બાળક મોટું થયું ત્યારે તેણે તેને ફારૂનની પુત્રી પાસે આણ્યું, ને તે તેનો દીકરો થઈ રહ્યો. અને મે તેને પાણીમાંથી તાણી કઢાવ્યો, એમ કહીને તેણે તેનું નામ મુસા પાડ્યું.
g૦૪-E ૪/૮ ૬ ¶૫
શું મુસા નામના કોઈ માણસ હતા?
ઇજિપ્તની એક રાજકુમારી હિબ્રૂ બાળકને દત્તક લે છે. શું એ માનવામાં આવી શકે? હા. ઇજિપ્તના લોકો માનતા કે વ્યક્તિ સારા કામ કરીને સ્વર્ગમાં જાય છે. પુરાતત્ત્વશાસ્ત્રી જૉયીસ ટિલ્ડેસ્લી દત્તક લેવા વિશે જણાવે છે: “ઇજિપ્તના પુરુષો અને સ્ત્રીઓ બંને સમાન ગણાતા. તેઓના નિયમો પ્રમાણે સ્ત્રીઓને કાયદાકીય રીતે અને આર્થીક રીતે એ બધા જ હક મળતા જે પુરુષોને મળતા. . . . સ્ત્રીઓ ચાહે તો બાળકોને દત્તક લઈ શકતી.” પ્રાચીન દસ્તાવેજમાં જણાવ્યું છે કે એક ઇજિપ્તની સ્ત્રીએ પોતાના દાસોને દત્તક લીધા હતા. ધી ઍન્કર બાઇબલ ડિક્શનરી જણાવે છે કે, મેસોપોટેમિયા કરાર મુજબ બાળકના ઉછેર માટે બીજા કોઈને રાખવામાં આવે તો એ બતાવતું કે બાળક દત્તક લેવામાં આવ્યું છે. એ જ રીતે મુસાના ઉછેર માટે તેમની અસલ માને રાખવામાં આવી હતી. એ સાબિત કરતું કે ઇજિપ્તની રાજકુમારીએ મુસાને દત્તક લીધા હતા.
(નિર્ગમન ૩:૧) હવે મુસા પોતાના સસરાનાં એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો; અને તે એ ઘેટાંને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.
નિર્ગમનના મુખ્ય વિચારો
૩:૧—યિથ્રો કેવા પ્રકારના યાજક હતા? જૂના જમાનામાં, આખા કુટુંબના સરદાર, યાજકની જવાબદારી પણ ઉપાડતા હતા. એમ લાગે છે કે યિથ્રો મિદ્યાન જાતિના શિર હતા. મિદ્યાન જાતિ, ઈબ્રાહીમના વંશ કટૂરાહથી ઊતરી આવી હતી. તેથી, તેઓ કદાચ ત્યાંથી યહોવાહની ભક્તિ કરતા શીખ્યા હશે.—ઉત્પત્તિ ૨૫:૧, ૨.
બાઇબલ વાંચન
જૂન ૨૯–જૂલાઈ ૫
બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૪-૫
“તું બોલીશ ત્યારે હું તારી સાથે હોઈશ”
(નિર્ગમન ૪:૧૦) અને મુસાએ યહોવાને કહ્યું, કે હે પ્રભુ, અત્યાર સુધી, વળી તેં તારા દાસ સાથે વાત કરી ત્યાર પછી પણ, હું તો વક્તા નથી; કેમ કે હું બોલવે ધીમો છું, ને મારી જીભ મંદ છે.
(નિર્ગમન ૪:૧૩) ત્યારે તેણે કહ્યું, કે હે પ્રભુ, કૃપા કરીને જેને તું મોકલે તેની હસ્તક કહેવડાવી મોકલજે.
w૧૦-E ૧૦/૧૫ ૧૩-૧૪
“બહાનાં કાઢવા વિશે યહોવાને કેવું લાગે છે?”
“મારી પાસે એટલી આવડત નથી.” કદાચ તમને લાગી શકે કે ખુશખબર ફેલાવવા તમે યોગ્ય નથી. બાઇબલના સમયમાં પણ અમુક વફાદાર ભક્તોને લાગતું કે યહોવાએ સોંપેલું કામ પૂરું કરવા તેઓ પાસે આવડત નથી. ચાલો મૂસાનો દાખલો લઈએ. જ્યારે યહોવાએ તેમને એક ખાસ કામ કરવાની આજ્ઞા આપી ત્યારે મૂસા બોલી ઊઠ્યા: “હે પ્રભુ, હું તો વક્તા નથી; કેમકે હું બોલવે ધીમો છું, ને મારી જીભ મંદ છે.” યહોવાએ મૂસાની હિંમત બંધાવી તેમ છતાં, મૂસાએ કહ્યું: ‘હે યહોવા, કૃપા કરીને બીજા કોઈને મોકલો, મને નહિ.’ (નિર્ગ. ૪:૧૦-૧૩, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ત્યારે યહોવાએ શું કર્યું?
(નિર્ગમન ૪:૧૧,૧૨) અને યહોવાએ તેને કહ્યું, કે માણસનું મુખ કોણે બનાવ્યું છે? અને મૂંગો કે બહેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે હું યહોવા નથી? ૧૨ તો હવે જા, ને હું તારા મુખ સાથે હોઈશ, ને તારે શું કહેવું તે હું તને શીખવીશ.
શું તમે “અદૃશ્યને” જુઓ છો?
૫ મુસાને ઇજિપ્તમાં પાછા મોકલતા પહેલાં ઈશ્વરે તેમને એક મહત્ત્વનો સિદ્ધાંત શીખવ્યો. એ સિદ્ધાંત મુસાએ પછીથી અયૂબના પુસ્તકમાં પણ નોંધ્યો હતો, જે છે: ‘ઈશ્વરનો ડર એ જ જ્ઞાન છે.’ (અયૂ. ૨૮:૨૮) એ ડર અને જ્ઞાન મુસાને મળી રહે માટે ઈશ્વરે તેમને સમજાવ્યું કે કઈ રીતે પોતે માણસો કરતાં સર્વશક્તિમાન અને મહાન છે. તેમણે કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? અને મૂંગો કે બહેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે હું યહોવા નથી?”—નિર્ગ. ૪:૧૧.
૬ એમાંથી મુસાને શું શીખવા મળ્યું? એ જ કે તેમને ડરવાની જરૂર ન હતી, કારણ કે યહોવા તેમને મોકલી રહ્યા હતા. ફારૂનને ઈશ્વરનો સંદેશો જણાવી શકે માટે તે મુસાને શક્તિ આપવાના હતા. ઉપરાંત, યહોવાની આગળ ફારૂનની કોઈ વિસાત ન હતી. ઇજિપ્તના રાજમાં ઈશ્વરભક્તો જોખમમાં આવ્યા હોય, એવું કંઈ આ પહેલી વાર બન્યું ન હતું. મુસાને કદાચ યાદ આવ્યું હશે કે, અગાઉ ઈશ્વરે કઈ રીતે ઇજિપ્તના રાજાઓથી ઈબ્રાહીમ, યુસફ અને ખુદ મુસાનું રક્ષણ કર્યું હતું. (ઉત. ૧૨:૧૭-૧૯; ૪૧:૧૪, ૩૯-૪૧; નિર્ગ. ૧:૨૨–૨:૧૦) યહોવા, જે “અદૃશ્ય” છે, તેમનામાં શ્રદ્ધા રાખીને મુસા હિંમતથી ફારૂન આગળ ઊભા રહ્યા અને યહોવાના સંદેશાનો દરેક શબ્દ ફારૂનને કહી જણાવ્યો.
(નિર્ગમન ૪:૧૪,૧૫) અને યહોવાનો ક્રોધ મુસા ઉપર સળગી ઊઠ્યો, ને તેણે કહ્યું, કે હારુન લેવી તારો ભાઈ છે કે નહિ? હું જાણું છું કે તે બોલવામાં હોશિયાર છે. અને વળી જો, તે તને મળવા સામો આવે છે; તે તને જોઈને પોતાના મનમાં હર્ષ પામશે. ૧૫ અને તું તેની સાથે બોલીને તેણે શું કહેવું તે તેને શીખવજે; અને હું તારા મુખની તથા તેના મુખની સાથે હોઈશ, ને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.
w૧૦-E ૧૦/૧૫ ૧૪
“બહાનાં કાઢવા વિશે યહોવાને કેવું લાગે છે?”
એ સોંપણી પૂરી કરવા યહોવાએ બીજા કોઈનો નહિ પણ મુસાનો જ ઉપયોગ કર્યો. પણ મદદ માટે હારુનને સાથે મોકલ્યા. (નિર્ગ. ૪:૧૪-૧૭) એટલું જ નહિ, વર્ષો સુધી યહોવા મુસાની સાથે રહ્યા. તેમણે મુસાને જે કામ સોંપ્યું હતું, એમાં જરૂરી મદદ આપતા ગયા. યહોવા આજે ખુશખબર ફેલાવવા કઈ રીતે મદદ કરે છે? તે અનુભવી ભાઈ-બહેનો ઉપયોગ કરીને મદદ કરે છે. એનાથી પણ વધારે, યહોવા પોતે વચન આપે છે કે તેમણે સોંપેલું કામ પૂરું કરવા આપણને લાયક બનાવશે.—૨ કોરીં. ૩:૫.
કીમતી રત્નો શોધીએ
(નિર્ગમન ૪:૨૪-૨૬) અને માર્ગમાં ઉતારાની જગાએ એમ બન્યું કે યહોવાએ તેને મળીને મારી નાખવાનું ધાર્યું. ૨૫ ત્યારે સિપ્પોરાહે ચકમકનો એક પથ્થર લઈને પોતાના પુત્રની સુનત કરી, ને પેલી ચામડી તેણે તેના પગ પાસે નાખીને કહ્યું, કે નિશ્ચે તું તો મારે માટે રક્તનો વર છે. ૨૬ માટે તેણે તેને છોડ્યો. ત્યારે તેણે કહ્યું, કે સુનતના કારણથી તું તો મારે માટે રક્તનો વર છે.
વાચકો તરફથી પ્રશ્નો
સિપ્પોરાહ પછી કહે છે કે “તું તો મારે સારૂ રક્તનો વર છે.” અહીંયા તે શું કહેવા માંગતી હતી? સુનતનો નિયમ પાળવાથી તે જાણે યહોવાહ સાથે એક કરારમાં આવી ગઈ હતી. વર્ષો બાદ યહોવાહે ઈસ્રાએલીઓને નિયમ કરાર આપ્યો હતો. શાસ્ત્રવચન કહે છે કે એ કરાર પ્રમાણે યહોવાહ જાણે એક પતિ છે અને ઈસ્રાએલીઓ જાણે તેમની પત્ની છે. (યિર્મેયાહ ૩૧:૩૨) તેથી, જ્યારે સિપ્પોરાહે દૂતને કહ્યું કે “તું તો મારે સારૂ રક્તનો વર છે,” તો તે ખરેખર યહોવાહને કહેતી હતી. જેમ એક પત્ની તેના પતિને આધીન રહે છે તેમ સિપ્પોરાહ બાળકની સુનત કરીને બતાવતી હતી કે તે યહોવાહ અને તેમના નિયમને આધીન હતી. આ બનાવમાંથી આપણે એક બાબત ચોક્કસ કહી શકીએ. સુનત કરવાનો યહોવાહનો નિયમ પાળીને સિપ્પોરાહે તેના બાળકનો જાન બચાવ્યો.
(નિર્ગમન ૫:૨) ત્યારે ફારૂને કહ્યું કે, યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઈસ્રાએલપુત્રોને જવા દઉં? હું યહોવાને ઓળખતો નથી, અને વળી હું ઈસ્રાએલને જવા પણ નહિ દઉં.
it-૨-E ૧૨ ¶૫
યહોવા
કોઈ વ્યક્તિને જાણવાનો અર્થ એમ નથી કે તમે તે વ્યક્તિને સારી રીતે ‘ઓળખો’ છો. મૂર્ખ નાબાલ જાણતો હતો કે દાઉદ કોણ છે. તેમ છતાં તેણે પૂછ્યું: “દાઉદ કોણ છે?” બીજા અર્થમાં તે કહેવા માંગતો હતો કે “એની વિસાત શું છે?” (૧શ ૨૫:૩-૧૧; ૨શ ૮:૧૩) ફારુને પણ મૂસાને કહ્યું હતું: ‘યહોવા કોણ છે કે, હું તેની વાણી માની ને ઇઝરાયેલ પુત્રોને જવા દઉં? હું યહોવાને ઓળખતો નથી, અને વળી હું ઇઝરાયેલને જવા પણ નહિ દઉં.’ (નિર્ગ ૫:૧, ૨) બીજા શબ્દોમાં ફારુન કહેવા માંગતો હતો કે યહોવા સાચા ઈશ્વર નથી. ઇજિપ્તના રાજા અને તેમની સત્તામાં દખલગીરી કરવાનો તેમને કોઈ હક નથી. યહોવાએ પોતાનો હેતુ મુસા અને હારુન દ્વારા લોકોને જણાવ્યો હતો. ફારુન એ માનવા પણ તૈયાર ન હતો કે એ પૂરો કરવાની તેમની પાસે તાકાત છે. પણ હવે ફારુન, ઇજિપ્તના લોકો અને ઇઝરાયેલીઓ હકીકતમાં જાણશે કે યહોવા કોણ છે. એ કઈ રીતે થવાનું હતું? યહોવાએ મુસાને જણાવ્યું કે તે ઇઝરાયેલ માટે પોતાનો હેતુ પૂરો કરશે. એટલે કે તે તેઓને ગુલામીમાંથી છોડાવશે, વચનનો દેશ આપશે, અને તેઓના બાપદાદાઓ સાથે કરેલો કરાર પૂરો કરશે. આમ ઈશ્વરે આપેલું વચન પૂરું થવાનું હતું કે ‘તમે જાણશો કે તમારો ઈશ્વર યહોવા હું છું.’—નિર્ગ ૬:૪-૮.
બાઇબલ વાંચન