વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જાન્યુઆરી પાન ૯
  • ઈશ્વર અને ખ્રિસ્તને લીધે ભાવિમાં સાચો છુટકારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર અને ખ્રિસ્તને લીધે ભાવિમાં સાચો છુટકારો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • કસોટીઓનો સામનો કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • કસોટીઓમાં આનંદ કઈ રીતે જાળવી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જાન્યુઆરી પાન ૯
ઈસુ સ્વર્ગમાં રાજગાદી પર બેઠા છે અને નીચે જોઈ રહ્યા છે, પાછળ યહોવાની રાજગાદીનો પ્રકાશ ઝગમગી રહ્યો છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વર અને ખ્રિસ્તને લીધે ભાવિમાં સાચો છુટકારો

શું તમારે દરરોજ મથામણ કરવી પડે છે? શું કુટુંબના શિર તરીકે તમારે માથે ઘણી જવાબદારીઓ છે? શું એકલા હાથે બાળકોનો ઉછેર કરવામાં અને ગુજરાન ચલાવવામાં તમને ઘણી તકલીફ પડે છે? શું તમને સ્કૂલમાં બીજાં બાળકો હેરાન કરે છે? શું બીમારી કે વધતી ઉંમરને લીધે તમને મુશ્કેલી પડે છે? દરેકના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી તો છે. અરે, અમુક ભાઈ-બહેનોનાં જીવન તો મુશ્કેલીઓથી ઘેરાયેલાં છે. પણ એ જાણીએ છીએ કે બહુ જલદી આપણને બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળવાનો છે.—૨કો ૪:૧૬-૧૮.

યહોવા આપણી મુશ્કેલીઓ સમજે છે એ જાણીને આપણા દિલને કેટલી ઠંડક મળે છે! આપણે વફાદાર છીએ અને ધીરજ બતાવીએ છીએ એની તે કદર કરે છે. તે ભાવિમાં આપણા માટે આશીર્વાદોની બારી ખોલી દેશે. (યર્મિ ૨૯:૧૧, ૧૨) ઈસુ પણ આપણી મુશ્કેલીઓ જાણે છે. આપણે જવાબદારીઓ નિભાવીએ ત્યારે ખાતરી રાખી શકીએ કે તે આપણને મદદ કરશે. કારણ કે તેમણે વચન આપ્યું છે, “હું હંમેશાં તમારી સાથે છું.” (માથ ૨૮:૨૦) ભાવિમાં ઈશ્વરના રાજ્યમાં મળનાર છુટકારા વિશે આપણે સમય કાઢીને વિચારવું જોઈએ. એમ કરીશું તો એ સોનેરી આશામાં આપણો ભરોસો વધે છે અને હાલની મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત મળે છે.—રોમ ૮:૧૯-૨૧.

તોફાન જેવી મુશ્કેલીઓ આવે ત્યારે, પોતાનું ધ્યાન ઈસુ પર રાખીએ!—ભવિષ્યમાં રાજ્યના આશીર્વાદો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • માણસો કઈ રીતે ઈશ્વરથી દૂર થઈ ગયા અને એનું કેવું પરિણામ આવ્યું?

  • યહોવાને વફાદાર રહેનારા લોકોને કેવું ભાવિ મળશે?

  • આપણને એવું સોનેરી ભાવિ કોના લીધે મળશે?

  • નવી દુનિયામાં તમે કયા આશીર્વાદો મેળવવાની રાહ જુઓ છો?

ચિત્રો: લોકો બાગ જેવી પૃથ્વી પર આશીર્વાદો મેળવીને ખુશ છે. ૧. એક બહેન મરણમાંથી ઉઠાડવામાં આવેલી બહેનને ભેટી રહ્યા છે. ૨. તેઓ પાસે ભરપૂર ખોરાક, સાફ-સુથરી ધરતી અને શાંતિ છે.

કલ્પના કરો કે તમે નવી દુનિયામાં છો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો