વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ypq પ્રશ્ન ૨ પાન ૬-૮
  • દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?
  • ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • સરખી માહિતી
  • હું વજન વિષેના સતત વિચારોને કઈ રીતે કાબૂમાં રાખી શકું?
    સજાગ બનો!—૧૯૯૯
  • શા માટે હું મારા વજન વિષે સતત વિચારું છું?
    સજાગ બનો!—૧૯૯૯
  • જાડાપણું સારું નહિ હોય ત્યારે “હવે મને મારાં કપડાં આવી રહેતાં નથી,” ૩૫ વર્ષની રોઝા અફસોસ કરે છે. “હમણાં મારું વજન ૮૬ કિલોગ્રામ થઈ ગયું છે, અને મેં કદી વિચાર્યું પણ ન હતું કે હું આટલી જાડી થઈ જઈશ!”
    સજાગ બનો!—૧૯૯૭
  • દેખાવ કેટલો મહત્ત્વનો છે?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
ypq પ્રશ્ન ૨ પાન ૬-૮
એક છોકરી ફેશન મેગેઝિન જોઈ રહી છે

સવાલ ૨

દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?

એ જાણવું મહત્ત્વનું છે

અરીસામાં જે દેખાય છે એના કરતાં, અમુક બાબતો વધારે મહત્ત્વની છે.

તમે શું કરશો?

આની કલ્પના કરો: જુલિયા અરીસામાં જુએ ત્યારે, તેને એવું જ દેખાય છે કે પોતે જાડી છે. તે વિચારે છે, “મારે વજન ઉતારવાની જરૂર છે!” જ્યારે કે તેનાં મમ્મી-પપ્પા અને દોસ્તો તેને કહે છે કે તે “સોટી જેવી પાતળી” છે.

હાલમાં જ જુલિયાએ નક્કી કર્યું છે કે પોતે બેએક કિલો વજન ચોક્કસ ઉતારશે. બસ, તેણે થોડા દિવસો ભૂખ્યા રહેવાનું છે!

જો તમને જુલિયા જેવું લાગતું હોય, તો તમે શું કરશો?

થોભો અને વિચારો!

એક છોકરી અરીસામાં જોઈ રહી છે અને પોતે જાડી હોય એવું તેને દેખાય છે

અમુક પ્રકારના અરીસામાં આપણે અલગ જ દેખાઈએ છીએ. આપણા વિચારો પણ એ અરીસા જેવા હોય શકે

તમે પોતાના દેખાવ વિશે ચિંતા કરો એમાં કંઈ ખોટું નથી. અરે, પવિત્ર શાસ્ત્ર પણ ઘણાં સ્ત્રી-પુરુષોની સુંદરતાના વખાણ કરે છે. જેમ કે, સારાહ, રાહેલ, અબીગાઈલ, યુસફ અને દાઊદ. શાસ્ત્ર જણાવે છે કે, અબીશાગ નામની એક સ્ત્રી “ઘણી સુંદર હતી.”—૧ રાજાઓ ૧:૪.

જોકે, ઘણા યુવાનો પોતાના દેખાવ વિશે વધુ પડતી ચિંતા કરતા હોય છે. એના લીધે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે. આનો વિચાર કરો:

  • એક સર્વે પ્રમાણે ૫૮ ટકા છોકરીઓએ પોતાનું વજન વધારે હોવાનો દાવો કર્યો. જ્યારે કે ફક્ત ૧૭ ટકા છોકરીઓનું વજન વધારે હતું.

  • બીજા એક સર્વે પ્રમાણે ૪૫ ટકા સ્ત્રીઓને લાગ્યું કે તેઓનું વજન ઘણું વધારે છે. હકીકતમાં તો તેઓનું વજન બહુ ઓછું હતું.

  • કોઈ પણ હિસાબે વજન ઉતારવા જતાં અમુક યુવાનો ઍનરેક્સિયા નામની બીમારીનો ભોગ બન્યા છે. જીવન જોખમમાં મૂકી દેતી આ બીમારીમાં, વ્યક્તિ વજન વધી જવાના ડરથી ખાવાનું ઓછું કરી દે છે અથવા સાવ બંધ કરી દે છે.

જો તમને ઍનરેક્સિયા અથવા એના જેવી બીજી કોઈ બીમારીનાં લક્ષણો દેખાય, તો મદદ લો. માબાપ કે બીજી કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો. શાસ્ત્ર જણાવે છે, ‘મિત્ર સદા મિત્ર જ રહે છે; તે આફત સમયનો સાથી છે.’—નીતિવચનો [સુભાષિતો] ૧૭:૧૭, સંપૂર્ણ.

સૌથી વધારે સુધારો ક્યાં કરી શકો?

હકીકતમાં, વ્યક્તિનું મન કેવું છે, એના પરથી નક્કી થાય કે તે સુંદર છે કે નહિ. શાસ્ત્ર રાજા દાઊદના દીકરા આબ્શાલોમ વિશે જણાવે છે. એમાં આમ લખ્યું છે:

‘સુંદરતાની બાબતે કોઈ પણ માણસ આબ્શાલોમ જેવો દેખાવડો ન હતો; તેનામાં કંઈ પણ ખામી ન હતી.’—૨ શમૂએલ ૧૪:૨૫.

છતાં, એ યુવાન તો ઘમંડી, સત્તાનો લોભી અને બેઈમાન હતો! શાસ્ત્ર આબ્શાલોમને સારો નહિ, પણ બેશરમ, વિશ્વાસઘાતી અને નફરતના ઝેરથી ભરેલો બતાવે છે.

શાસ્ત્ર આપણા ભલા માટે આ સલાહ આપે છે:

“નવો સ્વભાવ પહેરી લો.”—કોલોસી ૩:૧૦, NW.

‘તમારો શણગાર બહારનો ન હોય, પરંતુ તમારો શણગાર અંદરનો હોય.’—૧ પીતર ૩:૩, ૪, NW.

સુંદર દેખાવાની ઇચ્છા રાખવામાં કંઈ ખોટું નથી. પણ, તમે કેવા છો, એ તમારા દેખાવ કરતાં વધારે મહત્ત્વનું છે. આખરે તો, તમારા મસલ્સ કે ફિગરને લીધે નહિ, પણ સારા ગુણોને લીધે તમે લોકોને ગમશો! ફિલીસિયા કહે છે, ‘સુંદરતાને લીધે લોકો તમને તરત જોશે. પણ, તેઓ સૌથી વધુ એ યાદ રાખશે કે તમે કેવા છો અને તમારામાં કયા સારા ગુણો છે.’

તમારા દેખાવ પર એક નજર

તમારા દેખાવથી શું તમે વારંવાર નિરાશ થાઓ છો?

દેખાવની કોઈ ખામી દૂર કરવા શું તમે ડાયટિંગ અથવા કોસ્મેટિક સર્જરી વિશે વિચાર્યું છે?

જો શક્ય હોય તો તમારા દેખાવ વિશે શું બદલવા માંગશો? (જે લાગુ પડે એ બધા પસંદ કરો.)

  • ઊંચાઈ

  • વજન

  • વાળ

  • ફિગર

  • ચહેરો

  • રંગ

જો તમારા પહેલા બે સવાલોના જવાબ હા હોય અને ત્રણ કે એનાથી વધારે પસંદગી કરી હોય, તો આ ધ્યાનમાં લો: એવી શક્યતા વધારે છે કે તમને પોતાનો દેખાવ જેટલો ખરાબ લાગે છે, એવો લોકોને લાગતો નથી. પોતાના દેખાવની વધારે પડતી ચિંતા કરવામાં તમે આસાનીથી ફસાઈ શકો છો.—૧ શમૂએલ ૧૬:૭.

મારો નિર્ણય

  • મારી તંદુરસ્તી સાચવવા હું શું કરી શકું?

  • મારા માટે જરૂરી એક્સર્સાઇઝ કઈ કહેવાય?

  • જો કોઈ ફ્રેન્ડ મને કહે કે તે વજન ઉતારવા ઘણી મહેનત કરે છે, તો હું શું કરીશ?

વધુ જાણો!

બીજા યુવાનો શું કહે છે—તમારો દેખાવ

www.pr2711.com પર આ વીડિયો જુઓ: બીજા યુવાનો શું કહે છે?—તમારો દેખાવ (BIBLE TEACHINGS > TEENAGERS વિભાગમાં આ વીડિયો માટે ગુજરાતી ભાષા પસંદ કરો)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો