વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 જાન્યુઆરી પાન ૧૧
  • યહોવાની સેવા કરવાનો નિર્ણય કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાની સેવા કરવાનો નિર્ણય કરીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • બાપ્તિસ્મા—ઈશ્વરભક્તો માટે ખૂબ જરૂરી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • બાપ્તિસ્મા લેવા શું કરવું જોઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • બાપ્તિસ્મા લો, જીવનભર ઈશ્વરને માર્ગે ચાલો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 જાન્યુઆરી પાન ૧૧
વાંકોચૂકો રસ્તો યહોવાની સેવાને દર્શાવે છે. રસ્તામાં આવતી નિશાનીઓ બાઇબલ અભ્યાસ, સભામાં હાજરી, પ્રચારકામ અને બાપ્તિસ્માના પગલાઓને બતાવે છે.

બાપ્તિસ્માની સફરમાં તમે ક્યાં છો?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાની સેવા કરવાનો નિર્ણય કરીએ

શું તમે યુવાન અને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક છો? અથવા શું તમે બાઇબલનો અભ્યાસ કરી રહ્યા છો? શું તમે બાપ્તિસ્મા લેવાનું વિચાર્યું છે? સમર્પણ અને બાપ્તિસ્મા લેવાનો નિર્ણય મહત્ત્વનો છે. કારણ કે, એનાથી તમારો યહોવા સાથે એક ખાસ સંબંધ કેળવાશે. (ગી ૯૧:૧) એટલું જ નહિ તમારું જીવન પણ બચશે. (૧પી ૩:૨૧) એ પગલાં ભરવાં તમે શું કરી શકો?

પોતે ખાતરી કરો કે આજ જ સત્ય છે. તમારા મનમાં કોઈ સવાલ થાય તો સંશોધન કરો. (રોમ ૧૨:૨) તપાસ કરો કે તમારે જીવનમાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે અને પછી એ પ્રમાણે કરો. એનાથી યહોવાને ખુશી થશે. (ની ૨૭:૧૧; એફે ૪:૨૩, ૨૪) ફેરફાર કરવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. તે તમને પવિત્ર શક્તિથી મજબૂત કરશે અને તમને સાથ આપશે. (૧પી ૫:૧૦, ૧૧) યહોવાની ઇચ્છા પૂરી કરવા તમે જે કંઈ કરો છો એનાથી તમને ફાયદો થશે. યહોવાની સેવા કરવાથી જે ખુશી મળે છે એની તોલે કંઈ જ ન આવી શકે.—ગી ૧૬:૧૧.

બાપ્તિસ્મા સુધીની સફર વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • અમુકે બાપ્તિસ્મા લેવા કેવી મુશ્કેલીઓ પાર કરી?

  • યહોવાને સમર્પણ કરવા જરૂરી શ્રદ્ધા કઈ રીતે કેળવી શકો?

  • બાપ્તિસ્માનું પગલું ભરવા અમુકને ક્યાંથી ઉત્તેજન મળ્યું?

  • જેઓએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે?

  • સમર્પણ અને બાપ્તિસ્માનો શું અર્થ થાય?

બાપ્તિસ્માના પ્રવચનને અંતે વક્તા બાપ્તિસ્મા લેવાં માંગનારાં ભાઈબહેનોને ઊભા થવા કહેશે અને આ બે સવાલોના જવાબ મોટેથી આપવાનું જણાવશે:

ઈસુ ખ્રિસ્તના બલિદાનને આધારે શું તમે તમારાં પાપોનો પસ્તાવો કર્યો છે અને યહોવાની ઇચ્છા પૂરી કરવા માટે તેમને સમર્પણ કર્યું છે?

શું તમે એ સમજો છો કે સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવાથી તમે યહોવાની પવિત્ર શક્તિના માર્ગદર્શનથી ચાલતા સંગઠનનો ભાગ બનશો અને હવેથી તમે યહોવાના સાક્ષી કહેવાશો?

આ સવાલોના જવાબ “હા”માં આપીને બાપ્તિસ્મા લેવા ઇચ્છતી વ્યક્તિઓ “જાહેરમાં પ્રગટ” કરે છે કે ઈસુના બલિદાનમાં તેઓને શ્રદ્ધા છે અને યહોવાને તનમનથી પોતાનું જીવન સમર્પણ કર્યું છે.—રોમ ૧૦:૯, ૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો