-
‘હે ઈશ્વર! શા માટે?’ચોકીબુરજ—૨૦૦૩ | ઑક્ટોબર ૧
-
-
ઈશ્વરમાંથી લોકોની શ્રદ્ધા લોપ થઈ ગઈ છે
શા માટે દુનિયામાં આવી ખરાબ હાલતને જોઈને ઈશ્વર કંઈ કરતા નથી? એક કૅથલિક લેખકે કહ્યું: ‘આ પ્રશ્નોનો જવાબ ન મળે ત્યાં સુધી લોકો ઈશ્વર પર શ્રદ્ધા મૂકશે નહિ.’ પછી, તેમણે પોતે પૂછ્યું: “લાખો નિર્દોષ લોકો મરી જાય છે. અરે, અમુક દેશોમાં આખીને આખી જાતિનું નામોનિશાન કાઢી નાખવામાં આવે છે. વળી, ઈશ્વર આ બધું જોઈ રહ્યા છે, પણ કંઈ કરતા નથી. તોપછી, શા માટે આપણે ઈશ્વરમાં માનવું જોઈએ?”
એક કૅથલિક છાપાએ બતાવ્યું: ‘લાખો લોકો આફતોમાં, બોમ્બથી કે ગુનેગારોના હાથે મરી જાય છે. અરે, આપણા સગા કે મિત્રોમાંથી પણ કોઈ બીમારીના લીધે ગુજરી જાય છે. આ બધું જોઈને સર્વ લોકો આકાશ તરફ પોકારે છે: “હે ઈશ્વર! શા માટે આ થયું? જવાબ આપો! તમે કેમ શાંત રહો છો.”’
આ પ્રશ્નોના જવાબ આપતા પોપ જોન પોલ બીજાએ ૧૯૮૪માં એક પત્રમાં લખ્યું: ‘આપણે આંખ ખોલીને પૃથ્વી, અરે વિશ્વ જોઈએ ત્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વર મહાન છે! તેમના જેવું બુદ્ધિમાન કે શક્તિશાળી બીજું કોઈ નથી. પરંતુ, દરરોજના દુઃખો અને દુષ્ટતા, આંખના મોતિયા જેવી છે, જે ઈશ્વર વિષે આપણી નજર ઝાંખી બનાવી દે છે.’
બાઇબલ કહે છે કે ઈશ્વર પ્રેમના સાગર છે. તેમ જ, તે સર્વ શક્તિમાન છે. પરંતુ, જો ઈશ્વર ખરેખર એવા હોય, તો તે શા માટે આપણને દુઃખમાં જીવવા દે છે? શું તે કોઈ પણ આફતમાંથી આપણને બચાવી શકે છે? શું ઈશ્વર આપણા માટે કંઈ કરે છે? વૉલ્ટૅરની કવિતા પ્રમાણે શું તમે પણ કહો છો: ‘હે ઈશ્વર! જવાબ આપો, જવાબ આપો!’ આ પ્રશ્નોના જવાબ હવે પછીના લેખમાંથી મળશે.
-
-
શું ઈશ્વર—તેમના ભક્તોને બચાવે છે?ચોકીબુરજ—૨૦૦૩ | ઑક્ટોબર ૧
-
-
શું ઈશ્વર—તેમના ભક્તોને બચાવે છે?
લગભગ ૨,૭૦૦ વર્ષ પહેલાં રાજા હિઝકીયાહ થઈ ગયા. તે ૩૯ વર્ષના હતા ત્યારે ખૂબ બીમાર પડ્યા. થોડા સમયમાં તે અડધા થઈ ગયા. તેમણે પ્રાર્થનામાં ઈશ્વરને ખૂબ કાલાવાલા કર્યા. જવાબમાં ઈશ્વરે કહ્યું: “તારી પ્રાર્થના મેં સાંભળી છે, તારાં આંસુ મેં જોયાં છે; હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.”—યશાયાહ ૩૮:૧-૫.
શા માટે ઈશ્વરે હિઝકીયાહને આ ગંભીર બીમારીમાંથી બચાવ્યા? કેમ કે ઈશ્વરનું વચન તેમનામાં પૂરું થવાનું હતું. સદીઓ પહેલાં ઈશ્વરે હિઝકીયાહના પિતૃ, રાજા દાઊદને કહ્યું હતું: “અને તારૂં કુટુંબ તથા તારૂં રાજ્ય તારી આગળ સદા અવિચળ થશે; તારૂં રાજ્યાસન સદાને માટે કાયમ થશે.” આમ,
-