વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr23 સપ્ટેમ્બર પાન ૧-૧૩
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૩
  • મથાળાં
  • સપ્ટેમ્બર ૪-૧૦
  • સપ્ટેમ્બર ૧૧-૧૭
  • સપ્ટેમ્બર ૧૮-૨૪
  • સપ્ટેમ્બર ૨૫–ઑક્ટોબર ૧
  • ઑક્ટોબર ૨-૮
  • ઑક્ટોબર ૯-૧૫
  • ઑક્ટોબર ૧૬-૨૨
  • ઑક્ટોબર ૨૩-૨૯
  • ઑક્ટોબર ૩૦–નવેમ્બર ૫
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૩
mwbr23 સપ્ટેમ્બર પાન ૧-૧૩

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

સપ્ટેમ્બર ૪-૧૦

બાઇબલમાં રહેલો ખજાનો | એસ્તેર ૧-૨

“એસ્તેરની જેમ મર્યાદામાં રહેવા બનતું બધું કરીએ”

w૧૭.૦૧ ૨૫ ¶૧૧

મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે

૧૧ કોઈ આપણી પ્રશંસા કે ખુશામત કરે ત્યારે, મર્યાદા જાળવવી અઘરું બની શકે. એસ્તેરની ઘણી પ્રશંસા અને વાહ-વાહ થઈ હતી. આખા ઇરાનમાં સૌથી સુંદર સ્ત્રીઓમાં તે એક હતાં. અનેક યુવાન સ્ત્રીઓની સાથે એસ્તેરને પણ સુંદરતા નિખારવા ખાસ માવજત આપવામાં આવી હતી. એ બધી સ્ત્રીઓ રાજાને પોતાની તરફ આકર્ષવા હોડમાં લાગી હતી. છેવટે, રાજાનું દિલ એસ્તેર પર આવ્યું અને તેમને રાણી બનાવ્યાં. એ માન-મોભો મેળવીને શું એસ્તેર બદલાઈ ગયાં? શું તે સ્વાર્થી બની ગયાં? ના. તેમણે પોતાની મર્યાદા જાળવી તેમજ નમ્રતા, દયા અને માન બતાવતાં રહ્યાં.—એસ્તે. ૨:૯, ૧૨, ૧૫, ૧૭.

ia ૧૩૦ ¶૧૫

તે ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી

૧૫ પછી, રાજા પાસે જવાનો એસ્તેરનો વારો આવ્યો. તેને જે ચીજવસ્તુઓની જરૂર લાગે એ પસંદ કરવાની છૂટ આપવામાં આવી, જે કદાચ તેને વધારે સુંદર બનાવવા હોય શકે. જોકે, હેગેએ તેને જે જણાવ્યું હતું, એમાં જ સંતોષ માનીને તેણે બીજું કશું જ માંગ્યું નહિ. (એસ્તે. ૨:૧૫) કદાચ તે સમજતી હતી કે ફક્ત સુંદરતાથી રાજાનું દિલ જીતી શકાશે નહિ; તેને લાગ્યું કે નમ્રતા અને સાદગી વધારે મૂલ્યવાન સાબિત થશે, જે રાજદરબારમાં ભાગ્યે જ જોવા મળતી. શું તેનું માનવું સાચું હતું?

w૧૭.૦૧ ૨૫ ¶૧૨

મુશ્કેલ સંજોગોમાં પણ મર્યાદામાં રહેવું શક્ય છે

૧૨ જો આપણે મર્યાદામાં રહીશું, તો આપણાં પહેરવેશ અને વર્તનથી બતાવી આપીશું કે આપણે બીજાઓને તેમજ પોતાને માન આપીએ છીએ. પોતાની બડાઈ હાંકવાને કે બીજાઓને પ્રભાવિત કરવાને બદલે આપણે ‘શાંત અને નમ્ર સ્વભાવના’ બનવા પ્રયત્ન કરીશું. (૧ પીતર ૩:૩, ૪ વાંચો; યિર્મેયા ૯:૨૩, ૨૪) આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ એ આપણાં વાણી-વર્તનમાં દેખાઈ આવશે. દાખલા તરીકે, આપણે બીજાઓ પર એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરીએ કે આપણે બીજાઓ કરતાં ચડિયાતા છીએ. એ માટે કદાચ પોતાનાં કાર્યો, જ્ઞાન કે ઓળખાણની મોટી મોટી વાતો કરીએ. અથવા કદાચ આપણે એવી બડાઈ હાંકીએ કે, જાત-મહેનતથી કંઈક હાંસલ કર્યું છે, જ્યારે કે એ માટે તો બીજાઓએ આપણને મદદ કરી છે. પરંતુ જરા ઈસુનો વિચાર કરો. પોતાના ડહાપણથી તે બીજાઓને પ્રભાવિત કરી શક્યા હોત. છતાં તેમણે ઘણી વાર શાસ્ત્રવચનોમાંથી શબ્દો ટાંક્યા. લોકો તેમની વાહ-વાહ કરે એવું તે ચાહતા ન હતા, પરંતુ બધો જ માન-મહિમા યહોવાને જાય એવી તેમની ઇચ્છા હતી.—યોહા. ૮:૨૮.

કીમતી રત્નો

w૨૨.૧૧ ૩૧ ¶૩-૬

શું તમે જાણો છો?

સંશોધકોને એક માટીની પાટી મળી આવી. એમાં તેઓને મર્દૂકા નામ જોવા મળ્યું (ગુજરાતીમાં મોર્દખાય). તે શુશાનમાં અધિકારી હતા, કદાચ હિસાબ-કિતાબની દેખરેખ રાખતા હતા. જે વિસ્તારમાં પાટી મળી આવી, એના ઇતિહાસના જાણકાર આર્થર ઉંગનાડ હતા. તેમણે લખ્યું કે ‘પહેલી વખત બાઇબલ સિવાય બીજા કોઈ લખાણમાં મોર્દખાયનું નામ જોવા મળ્યું.’

સમય જતાં વિદ્વાનોને બીજી હજારો પાટીઓ મળી અને એનું ભાષાંતર કરવામાં આવ્યું. એમાંની અમુક પાટીઓ પર્સેપોલિસ શહેરમાં મળી આવી. એ પાટીઓ શહેરની દીવાલની નજીક, રાજવી ભંડારના ખંડેરોમાંથી મળી આવી હતી. રાજા શાસ્તા પહેલો રાજ કરતો હતો એ સમયગાળાની આ પાટીઓ હતી. પાટીઓ પરનું લખાણ એલામીઓની ભાષામાં હતું. એમાં એસ્તેરના પુસ્તકમાં જણાવેલાં ઘણાં નામ જોવા મળ્યાં.

પર્સેપોલિસની ઘણી પાટીઓમાં મર્દૂકા નામ જોવા મળે છે. રાજા શાસ્તા પહેલાના રાજમાં એ માણસ શુશાનના મહેલમાં શાસ્ત્રી હતા. એક પાટીમાં જણાવ્યું હતું કે તે એક ભાષાંતરકાર હતા. એ માહિતી બાઇબલમાં મોર્દખાય વિશે જણાવેલી માહિતી સાથે બંધબેસે છે. મોર્દખાય અહાશ્વેરોશ રાજાના (શાસ્તા પહેલો) સેવક હતા. તે ઓછામાં ઓછી બે ભાષા બોલતા હતા. તે શુશાનના મહેલમાં રાજાના પ્રવેશદ્વાર આગળ નિયમિત બેસતા હતા. (એસ્તે. ૨:૧૯, ૨૧; ૩:૩) એ પ્રવેશદ્વાર ઘણો મોટો હતો અને ત્યાં રાજવી અધિકારીઓ કામ કરતા હતા.

પાટીઓમાં મર્દૂકા વિશે જણાવ્યું છે અને બાઇબલમાં મોર્દખાય વિશે. પણ એ બંનેમાં ઘણી સમાનતાઓ છે. તેઓ એકસરખાં સમયે અને જગ્યાએ જીવ્યા હતા. તેઓ બંને એક જ જગ્યાએ એક જેવું કામ કરતા હતા. એ હકીકતો સૂચવે છે કે મર્દૂકા નામના વ્યક્તિ એસ્તેરના પુસ્તકમાં જણાવેલા મોર્દખાય જ હોય શકે.

સપ્ટેમ્બર ૧૧-૧૭

બાઇબલમાં રહેલો ખજાનો | એસ્તેર ૩-૫

“બીજાઓને મદદ કરો, જેથી તેઓ બનતું બધું કરી શકે”

ia ૧૩૧ ¶૧૮

મોર્દખાય

૧૮ અહાશ્વેરોશના રાજદરબારમાં હામાન નામે એક માણસને ઊંચી પદવી મળી. રાજાએ હામાનને વડાપ્રધાન અને પોતાનો મુખ્ય સલાહકાર બનાવ્યો; સામ્રાજ્યમાં પોતાનાથી બીજા નંબરે બેસાડ્યો. રાજાએ એવું ફરમાન પણ બહાર પાડ્યું કે આ અધિકારીને જોઈને લોકો તેને નમન કરે. (એસ્તે. ૩:૧-૪) એ નિયમે મોર્દખાય માટે મુસીબત ઊભી કરી. તે રાજાની આજ્ઞાઓ પાળવામાં માનતા હતા, પણ ઈશ્વરનું અપમાન કરીને નહિ. હામાન અગાગી હતો. તે અમાલેકી રાજા અગાગના વંશનો હતો, જેને પ્રબોધક શમૂએલે મારી નાખ્યો હતો. (૧ શમૂ. ૧૫:૩૩) અમાલેકીઓ એટલા દુષ્ટ હતા કે તેઓ યહોવાના અને ઇઝરાયેલના દુશ્મનો બન્યા હતા. પ્રજા તરીકે અમાલેકીઓ ઈશ્વર આગળ મોતની સજાને લાયક ઠર્યા હતા. (પુન. ૨૫:૧૯) ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર યહુદી કઈ રીતે એવા અમાલેકી આગળ નમન કરી શકે? મોર્દખાય એમ કરી શકતા ન હતા. તેમણે એમ કરવાની ચોખ્ખી ના પાડી. શ્રદ્ધા રાખનારાં સ્ત્રી-પુરુષો આજે પણ જીવના જોખમે આ સિદ્ધાંત પાળે છે: “માણસોના બદલે અમે ઈશ્વરની જ આજ્ઞા માનીશું.”—પ્રે.કા. ૫:૨૯.

ia ૧૩૨-૧૩૩ ¶૨૧, ૨૩

મોર્દખાય

૨૧ મોર્દખાય જાણતા હતા કે પોતે જરૂર કંઈ કરવું પડશે. પરંતુ, તે કરે પણ શું? એસ્તેરે મોર્દખાયની હાલત વિશે સાંભળીને તેમનાં માટે કપડાં મોકલ્યાં. પણ, મોર્દખાયે કોઈ દિલાસો લેવાની ના પાડી. તે કદાચ લાંબા સમયથી એ સમજવા મથતા હતા કે ઈશ્વર યહોવાએ કેમ વહાલી એસ્તેરને પોતાનાથી દૂર થવા દીધી; તેમણે કેમ તેને બીજા દેવ-દેવીઓના ઉપાસક રાજાની રાણી બનવા દીધી. આખરે, એનું કારણ હવે સમજાઈ રહ્યું હતું. મોર્દખાયે રાણીને સંદેશો મોકલ્યો; તેમણે એસ્તેરને અરજ કરી કે તે “પોતાના લોકને માટે” રાજા પાસે જઈને વિનંતી કરે.—એસ્તે. ૪:૪-૮.

૨૩ એસ્તેરની શ્રદ્ધા મક્કમ કરવા મોર્દખાયે પૂરા ભરોસાથી જવાબ આપ્યો. તેમણે એસ્તેરને જણાવ્યું કે જો તે કોઈ પગલાં નહિ ભરે, તો યહુદીઓનો બચાવ જરૂર બીજે ક્યાંકથી થશે. પરંતુ, એક વાર સતાવણી શરૂ થયા પછી એસ્તેર પોતાને કઈ રીતે બચાવી શકશે? અહીં આપણે યહોવામાં મોર્દખાયની અડગ શ્રદ્ધા જોઈ શકીએ છીએ. યહોવા કદીયે પોતાના લોકોનો જડમૂળથી નાશ થવા નહિ દે. તે જરૂર પોતાનાં વચનો પૂરાં કરશે. (યહો. ૨૩:૧૪) પછી, મોર્દખાયે એસ્તેરને પૂછ્યું: “તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?” (એસ્તે. ૪:૧૨-૧૪) સાચે જ, આપણે મોર્દખાયને પગલે ચાલવા માંગીએ છીએ, ખરું ને! તેમણે પોતાના ઈશ્વર યહોવા પર પૂરો ભરોસો મૂક્યો. શું આપણે પણ એમ કરીએ છીએ?—નીતિ. ૩:૫, ૬.

ia ૧૩૩ ¶૨૨-૨૩

તે ઈશ્વરના લોકોને પક્ષે ઊભી રહી

૨૨ મોર્દખાયનો સંદેશો સાંભળીને એસ્તેરનું દિલ ધબકારો ચૂકી ગયું હશે. આ તેની શ્રદ્ધાની સૌથી મોટી કસોટી હતી. તેણે મોર્દખાયને મોકલેલા જવાબમાં ખુલ્લા દિલે જણાવ્યું તેમ, તે ગભરાતી હતી. તેણે મોર્દખાયને રાજાનો નિયમ યાદ કરાવ્યો. રાજાની આગળ હુકમ થયા વગર જવું, મોતના મોંમાં જવા બરાબર હતું. જો રાજા સોનાનો રાજદંડ ધરે તો જ મોતની સજાથી બચી જવાય. શું એસ્તેર પાસે એવું માનવાનું કારણ હતું કે રાજા તેને બચાવી લેશે? વાશ્તીએ રાજાની આગળ હાજર થવાનો હુકમ માન્યો નહિ, એનું પરિણામ નજર આગળ જ હતું. એસ્તેરે મોર્દખાયને એ પણ જણાવ્યું કે રાજાએ છેલ્લા ૩૦ દિવસથી તેને બોલાવી નથી! એ રાજા તો ધૂની હતો. એટલે, એસ્તેરને લાગ્યું હશે કે રાજાનું મન પોતાના પરથી ઊતરી તો નથી ગયું ને!—એસ્તે. ૪:૯-૧૧.

૨૩ એસ્તેરની શ્રદ્ધા મક્કમ કરવા મોર્દખાયે પૂરા ભરોસાથી જવાબ આપ્યો. તેમણે એસ્તેરને જણાવ્યું કે જો તે કોઈ પગલાં નહિ ભરે, તો યહુદીઓનો બચાવ જરૂર બીજે ક્યાંકથી થશે. પરંતુ, એક વાર સતાવણી શરૂ થયા પછી એસ્તેર પોતાને કઈ રીતે બચાવી શકશે? અહીં આપણે યહોવામાં મોર્દખાયની અડગ શ્રદ્ધા જોઈ શકીએ છીએ. યહોવા કદીયે પોતાના લોકોનો જડમૂળથી નાશ થવા નહિ દે. તે જરૂર પોતાનાં વચનો પૂરાં કરશે. (યહો. ૨૩:૧૪) પછી, મોર્દખાયે એસ્તેરને પૂછ્યું: “તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?” (એસ્તે. ૪:૧૨-૧૪) સાચે જ, આપણે મોર્દખાયને પગલે ચાલવા માંગીએ છીએ, ખરું ને! તેમણે પોતાના ઈશ્વર યહોવા પર પૂરો ભરોસો મૂક્યો. શું આપણે પણ એમ કરીએ છીએ?—નીતિ. ૩:૫, ૬.

કીમતી રત્નો

kr-E ૧૬૦ ¶૧૪

છૂટથી ભક્તિ કરવા કાનૂની લડાઈ

૧૪ પહેલાંના સમયના એસ્તેર અને મોર્દખાયની જેમ આજે પણ યહોવાના લોકો કાયદાકીય લડાઈ લડે છે. તેઓ એટલા માટે લડે છે, જેથી યહોવાને પસંદ છે એ રીતે તેમની ભક્તિ કરી શકે. (એસ્તે. ૪:૧૩-૧૬) તમે કઈ રીતે મદદ કરી શકો? એવાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીને, જેઓ કાયદાના લીધે અન્યાય સહન કરી રહ્યાં છે. તમારી પ્રાર્થનાઓથી એ ભાઈ-બહેનોને સતાવણીનો સામનો કરવા હિંમત મળશે. (યાકૂબ ૫:૧૬ વાંચો.) શું યહોવા એવી પ્રાર્થનાઓનો જવાબ આપે છે? હા, અદાલતમાં મળેલી જીત એ વાતની સાબિતી છે!—હિબ્રૂ. ૧૩:૧૮, ૧૯.

સપ્ટેમ્બર ૧૮-૨૪

બાઇબલમાં રહેલો ખજાનો | એસ્તેર ૬-૮

“સારી વાતચીતનો એક દાખલો”

ia ૧૪૦ ¶૧૫-૧૬

તેણે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી

૧૫ એસ્તેર ધીરજવાન હતી; એટલે, તેણે રાજાને પોતાના દિલની વાત કહેવા એક દિવસ વધારે રાહ જોઈ. એમ કરવાથી હામાનને સમય મળ્યો, જેમાં તેણે પોતાના જ પગ પર કુહાડો માર્યો. તેમ જ, રાજાની ઊંઘ ઊડી ગઈ, એની પાછળ શું યહોવાનો હાથ નહિ હોય? (નીતિ. ૨૧:૧) એટલા માટે જ, બાઇબલ આપણને રાહ જોવાનું ઉત્તેજન આપે છે. (મીખાહ ૭:૭ વાંચો.) યહોવાની રાહ જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે તકલીફોનો આપણે પોતે કોઈ ઉપાય શોધીએ, એનાથી વધારે સારો ઉપાય યહોવા બતાવે છે.

તે હિંમતથી બોલી

૧૬ હવે, રાજાની ધીરજ ખૂટી જાય, એ એસ્તેર રાણી માટે જોખમી હતું. એસ્તેરે આપેલી બીજી મિજબાનીમાં તેણે બધું જ જણાવી દેવાનું હતું. પરંતુ, કઈ રીતે? તેની વિનંતી શું છે એમ ફરીથી પૂછીને, રાજાએ પોતે એસ્તેર માટે તક ઊભી કરી આપી. (એસ્તે. ૭:૨) એસ્તેર માટે “બોલવાનો વખત” આ જ હતો.

ia ૧૪૦ ¶૧૭

તેણે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી

૧૭ આપણે કલ્પના કરી શકીએ કે એસ્તેર પોતાના ઈશ્વરને મનમાં પ્રાર્થના કરે છે. પછી, તે કહે છે: “હા રાજા, જો મારા પર આપની કૃપાદૃષ્ટિ હોય, અને જો આપની મરજી હોય, તો મને જીવત-દાન આપો, એ મારી અરજ છે; અને મારા લોક મને આપો, એ મારી વિનંતી છે.” (એસ્તે. ૭:૩) નોંધ કરો, તેણે ખાતરી આપી કે રાજાને જે ન્યાયચુકાદો યોગ્ય લાગે એને એસ્તેર માન આપશે. રાજાની અગાઉની પત્ની વાશ્તી, જેણે જાણીજોઈને પોતાના પતિનું અપમાન કર્યું હતું, એના કરતાં એસ્તેર કેટલી અલગ હતી! (એસ્તે. ૧:૧૦-૧૨) તેમ જ, રાજાએ હામાનમાં ભરોસો મૂકવાની ભૂલ કરી, એ માટે એસ્તેરે રાજાને ભલું-બૂરું ન કહ્યું. એના બદલે, એસ્તેરે રાજાને વિનંતી કરી કે તેને જોખમમાંથી બચાવી લે.

ia ૧૪૧ ¶૧૮-૧૯

તેણે સમજણ, હિંમત અને નિઃસ્વાર્થ ભાવના બતાવી

૧૮ એ વિનંતીની રાજા પર ઊંડી અસર પડી અને તેને નવાઈ લાગી. કોની હિંમત કે તેની રાણીનો જીવ લેવાનો વિચાર કરે? પછી, એસ્તેરે આગળ જણાવ્યું: “અમે, એટલે હું તથા મારા લોક, નાશ પામવા, મારી નંખાવા, તથા કતલ થઈ જવા માટે વેચાયાં છીએ. પણ જો અમે ગુલામો તથા ગુલામડીઓ થવા માટે વેચાયાં હોત તો હું મૂંગી બેસી રહેત, પણ જે નુકસાન રાજાને થાત તેને મુકાબલે અમારું દુઃખ કંઈ વિસાતમાં નથી.” (એસ્તે. ૭:૪) નોંધ કરો કે એસ્તેરે મુસીબત વિશે ખુલ્લા મને જણાવ્યું; તેણે ઉમેર્યું કે જો ફક્ત ગુલામ બનવાનું જોખમ હોત તો તે ચૂપ રહી હોત. પણ, આખી કોમની હત્યાથી રાજાને મોટું નુકસાન થવાનું જોખમ હતું, એટલે તે ચૂપ ન રહી.

૧૯ એસ્તેરનો દાખલો આપણને સમજાવવાની આવડત વિશે ઘણું શીખવી જાય છે. કોઈ સગા-વહાલાને કે અધિકારીને મોટી મુસીબત વિશે જણાવવાનું હોય ત્યારે, ધીરજ, આદર અને સચ્ચાઈ, એ ત્રણે ગુણો ઘણી મદદ કરશે.—નીતિ. ૧૬:૨૧, ૨૩.

કીમતી રત્નો

w૦૬ ૩/૧ ૬ ¶૧

એસ્તેર પુસ્તકનાં મુખ્ય વિચારો

૭:૪—જો યહૂદીઓનો પૂરેપૂરો નાશ કરવામાં આવ્યો હોત, તો રાજાને કયું “નુકસાન” થયું હોત? એસ્તેરે ઘણી ચતુરાઈથી એ શક્યતા પર રાજાનું ઘ્યાન દોર્યું કે જો યહૂદીઓને ગુલામો તરીકે વેચવામાં આવે તો વધારે ફાયદો થાત. અને આ રીતે એસ્તેરે બતાવ્યું કે એમને મારી નાખવાથી રાજાને કેટલું મોટું નુકસાન થાત. હામાને યહૂદીઓને મારી નાખવા માટે રાજાના ખજાનામાં ૧૦,૦૦૦ તાલંત રૂપું આપવાનું વચન આપ્યું હતું, પણ જો તે યહૂદીઓને ગુલામ તરીકે વેચવાની યોજના વિચારત તો રાજાના ખજાનામાં ઘણું વધારે ધન પ્રાપ્ત થાત. એના બદલે, હામાનની યોજનાને પૂરી કરવી એટલે કે રાજાએ પોતાની રાણીને પણ ગુમાવવી પડત.

સપ્ટેમ્બર ૨૫–ઑક્ટોબર ૧

બાઇબલમાં રહેલો ખજાનો | એસ્તેર ૯-૧૦

“તેમણે પોતાના અધિકારનો ઉપયોગ બીજાઓના ભલા માટે કર્યો”

it-2-E ૪૩૨ ¶૨

મોર્દખાય

મોર્દખાયને હામાનની જગ્યાએ વડાપ્રધાન બનાવવામાં આવ્યા. રાજાએ મોર્દખાયને મહોર વીંટી આપી, જેથી તે સરકારી દસ્તાવેજો પર મહોર લગાડી શકે. એ અધિકાર મળવાથી મોર્દખાયે બીજું એક ફરમાન બહાર પાડ્યું. એના લીધે યહૂદીઓને પોતાનો બચાવ કરવાનો કાનૂની હક મળ્યો. એ ફરમાન વિશે જાણીને યહૂદીઓના જીવમાં જીવ આવ્યો અને તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. અદાર મહિનાના ૧૩મા દિવસે એ બંને ફરમાન અમલમાં આવવાના હતા ત્યારે, યહૂદીઓ તૈયાર હતા. રાજાની પરવાનગીથી શુશાનમાં બીજા દિવસે પણ લડાઈ ચાલુ રહી. એનું પરિણામ એ આવ્યું કે, આખા ઈરાની સામ્રાજ્યમાં યહૂદીઓના ૭૫,૦૦૦ કરતાં વધારે દુશ્મનો માર્યા ગયા. એમાં હામાનના ૧૦ દીકરાઓ પણ માર્યા ગયા. (એસ્તે ૮:૧–૯:૧૮) પછી મોર્દખાયે બધા યદૂદીઓને કહ્યું કે હવેથી અદાર મહિનાના ૧૪મા અને ૧૫મા દિવસે તહેવાર ઊજવવામાં આવશે. એ ‘પૂરીમનો તહેવાર’ કહેવાશે. એ દિવસોમાં તેઓએ આનંદ માણવાનો હતો, મિજબાની રાખવાની હતી, એકબીજાને ભેટ-સોગાદો મોકલવાની હતી અને ગરીબોને દાન આપવાનું હતું. આખા સામ્રાજ્યમાં રાજા પછી મોર્દખાય પાસે સૌથી વધારે અધિકાર હતો. યહૂદી લોકો તેમને ખૂબ માન આપતા હતા અને તે તેઓના હિત માટે કામ કરતા રહ્યા.—એસ્તે ૯:૧૯-૨૨, ૨૭-૩૨; ૧૦:૨, ૩.

it-2-E ૭૧૬ ¶૫

પૂરીમ

પૂરીમ કેમ ઊજવતા હતા? યહોવાએ પોતાના લોકોને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા હતા. એટલે તેમનો જયજયકાર કરવા પૂરીમનો તહેવાર ઉજવાતો હતો. પણ આજે યહૂદીઓ આ તહેવાર અલગ જ રીતે ઊજવે છે.

cl-E ૧૦૧-૧૦૨ ¶૧૨-૧૩

“ઈશ્વરનું અનુકરણ” કરીને પોતાના અધિકારનો સારો ઉપયોગ કરો

૧૨ મંડળમાં આગેવાની લેવા યહોવાએ વડીલોને પસંદ કર્યા છે. (હિબ્રૂઓ ૧૩:૧૭) એ વડીલોને ઈશ્વર પાસેથી જે અધિકાર મળ્યો છે, એનો ઉપયોગ તેઓએ મંડળનાં ભાઈ-બહેનોની સંભાળ રાખવા અને તેઓને જરૂરી મદદ પૂરી પાડવા કરવો જોઈએ. શું એ અધિકારને લીધે વડીલોને ભાઈ-બહેનો પર હુકમ ચલાવવાનો હક મળી જાય છે? જરાય નહિ. વડીલો પાસે જે અધિકાર છે એ માટે તેઓએ યોગ્ય વલણ રાખવું જોઈએ અને નમ્ર રહેવું જોઈએ. (૧ પિતર ૫:૨, ૩) બાઇબલમાં વડીલોને કહ્યું છે: ‘ઈશ્વરના મંડળની સંભાળ રાખો. એ મંડળને ઈશ્વરે પોતાના દીકરાના લોહીથી ખરીદ્યું છે.’ (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮) એ કારણના લીધે વડીલોએ મંડળના દરેક સભ્ય સાથે કોમળતાથી વર્તવું જોઈએ.

૧૩ ચાલો એ સમજવા એક દાખલો લઈએ. તમારા સૌથી સારા મિત્રએ તમને પોતાની એક કીમતી વસ્તુ સાચવવા આપી છે. તમે જાણો છો કે તમારા મિત્રએ એ વસ્તુ ખરીદવા બહુ મોટી કિંમત ચૂકવી છે. તો શું તમે એ વસ્તુને પોતાના જીવથી વધારે નહિ સાચવો? એવી જ રીતે, ઈશ્વરે વડીલોને પોતાની એક કીમતી વસ્તુ સાચવવા આપી છે. એ છે મંડળ, જેના સભ્યો ઘેટાં જેવાં છે. (યોહાન ૨૧:૧૬, ૧૭) યહોવા પોતાનાં ઘેટાંને ખૂબ પ્રેમ કરે છે. એટલો બધો પ્રેમ કે પોતાના એકના એક દીકરા, ઈસુ ખ્રિસ્તના લોહીથી તેઓને ખરીદ્યા છે. ખરેખર, યહોવાએ પોતાનાં ઘેટાં માટે બહુ મોટી કિંમત ચૂકવી છે. નમ્ર વડીલો એ વાતને હંમેશાં યાદ રાખે છે અને યહોવાના ઘેટાં સાથે પ્રેમથી વર્તે છે.

કીમતી રત્નો

w૦૬ ૩/૧ ૬ ¶૪

એસ્તેર પુસ્તકનાં મુખ્ય વિચારો

૯:૧૦, ૧૫, ૧૬—બહાર પડેલા હુકમ અનુસાર યહુદી પોતાના દુશ્મનનું ધન લૂંટી શકતા હતાં. પણ તેઓએ એમ કેમ ન કર્યું? એવું કરવાથી યહુદીઓએ બતાવ્યું કે તેઓનો ઇરાદો પોતાનો જીવ બચાવાનો હતો, નહીં કે બીજાને લૂંટીને પૈસાદાર થવાનો.

ઑક્ટોબર ૨-૮

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૧-૩

“તમે યહોવાને કેટલો પ્રેમ કરો છો એ બતાવતા રહો”

w૧૮.૦૨ ૬ ¶૧૬-૧૭

નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવો અને આજ્ઞા પાળો

૧૬ અયૂબે કયા પડકારોનો સામનો કરવો પડ્યો? અયૂબે જીવનમાં મોટા-મોટા ફેરફારો જોયા હતા. કસોટી પહેલાં, અયૂબ ‘પૂર્વનાં લોકોમાં સૌથી મોટા પુરુષ’ તરીકે જાણીતા હતા. (અયૂ. ૧:૩) તે ખૂબ જ અમીર હતા. ઘણા લોકો તેમને ઓળખતા અને ઘણું માન આપતા હતા. (અયૂ. ૨૯:૭-૧૬) તેમ છતાં, અયૂબે એમ ન વિચાર્યું કે પોતે ચઢિયાતા છે અથવા તેમને ઈશ્વરની જરૂર નથી. એવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકીએ? કેમ કે યહોવાએ તેમને “મારા સેવક” કહ્યા હતા. વધુમાં, યહોવાએ કહ્યું હતું: “તેના જેવો નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વરભક્ત અને દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.”—અયૂ. ૧:૮.

૧૭ અચાનક અયૂબનું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું. તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું અને તે એટલા નિરાશ થઈ ગયા કે તે જીવન ટૂંકાવી દેવા ચાહતા હતા. આપણે જાણીએ છીએ કે એની પાછળ શેતાનનો હાથ હતો. તેણે આરોપ મૂક્યો હતો કે અયૂબ સ્વાર્થને લીધે યહોવાની ભક્તિ કરે છે. (અયૂબ ૧:૯, ૧૦ વાંચો.) યહોવાએ શેતાનના આરોપ વિશે આંખ આડા કાન કર્યા નહિ. શેતાન જૂઠો છે, એ સાબિત કરવા તેમણે શું કર્યું? તેમણે અયૂબને પોતાની વફાદારી સાબિત કરવાની તક આપી. ઉપરાંત, એ જાહેર કરવાનો મોકો આપ્યો કે, તે પ્રેમથી પ્રેરાઈને યહોવાની ભક્તિ કરે છે.

w૧૯.૦૨ ૫ ¶૧૦

ઈશ્વરને વફાદાર રહીએ!

૧૦ શેતાને અયૂબ પર આરોપ લગાવ્યો હતો. તે આપણા પર એવો જ આરોપ લગાવે છે. શેતાન કહે છે કે આપણે યહોવાને સાચો પ્રેમ કરતા નથી. આપણને પોતાનો જીવ બહુ વહાલો છે. આપણા જીવ પર જોખમ આવશે ત્યારે, યહોવાને છોડી દઈશું અને બેવફા બનીશું. (અયૂ. ૨:૪, ૫; પ્રકટી. ૧૨:૧૦) એ સાંભળીને તમને કેવું લાગશે? તમને ઘણું દુઃખ થશે, ખરું ને! હવે આનો વિચાર કરો: યહોવાએ આપણને વફાદાર રહેવાની તક આપી છે. એટલે યહોવા શેતાનને આપણી કસોટી કરવા દે છે. યહોવાને પાકી ખાતરી છે કે આપણે વફાદાર રહીને શેતાનને જૂઠો સાબિત કરી શકીશું. યહોવાએ આપણને વચન આપ્યું છે કે વફાદારી જાળવવા તે આપણને મદદ કરશે. (હિબ્રૂ. ૧૩:૬) જરા વિચારો, આખી સૃષ્ટિના માલિકને આપણા પર ભરોસો છે, એ કેટલો મોટો લહાવો કહેવાય! હવે આપણે સમજી શકીએ છીએ કે, વફાદારી શા માટે ખૂબ મહત્ત્વની છે. વફાદાર રહેવાથી આપણે શેતાનના જૂઠાણાંનો જડબાતોડ જવાબ આપી શકીએ છીએ. આપણા પિતાના નામને મોટું મનાવી શકીએ છીએ. આપણે સાબિત કરી શકીએ છીએ કે તેમની રાજ કરવાની રીત સાચી છે. વફાદારી જાળવી રાખવા આપણે શું કરવું જોઈએ?

કીમતી રત્નો

w૨૧.૦૪ ૧૧ ¶૯

ઈસુના છેલ્લા શબ્દોમાંથી શીખીએ

૯ ઈસુએ શું કહ્યું? ઈસુએ જીવનની છેલ્લી ઘડીઓમાં કહ્યું: “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?” (માથ. ૨૭:૪૬) બાઇબલ જણાવતું નથી કે ઈસુએ એ શબ્દો કેમ કહ્યા. પણ એનાથી આપણને અમુક વાતો જાણવા મળે છે. પહેલી, એ શબ્દો કહીને ઈસુ ગીતશાસ્ત્ર ૨૨:૧માં લખેલી ભવિષ્યવાણી પૂરી રહ્યા હતા. બીજી, યહોવાએ પોતાના દીકરાની “આસપાસ સુરક્ષાની વાડ બાંધી” ન હતી. (અયૂ. ૧:૧૦) ઈસુ જાણતા હતા કે યહોવાએ દુશ્મનોને ઈસુના વિશ્વાસની કસોટી કરવાની છૂટ આપી છે. જે હદે તેમની કસોટી થઈ એવી આજ સુધી કોઈ માણસની થઈ નથી. વધુમાં ઈસુના શબ્દોથી ખબર પડે છે કે તેમણે એવો કોઈ ગૂનો કર્યો ન હતો, જેના લીધે તેમને મોતની સજા મળે.

ઑક્ટોબર ૯-૧૫

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૪-૫

“ખોટી માહિતીથી સાવધ રહીએ”

mwb૧૬.૦૪ ૩, બૉક્સ

અલીફાઝ

• કદાચ તે અદોમ દેશના તેમાન વિસ્તારના રહેવાસી હતા. યિર્મેયા ૪૯:૭માં નોંધવામાં આવ્યું છે કે, તેમાન વિસ્તારમાં અદોમના સૌથી બુદ્ધિશાળી લોકો રહેતા હતા

• ‘દિલાસો આપનારાઓમાં’ અલીફાઝ કદાચ ઉંમરમાં સૌથી મોટા અને પ્રભાવશાળી વ્યક્તિ હતા. અયૂબ સાથે સૌથી પહેલા તેમણે વાત કરી. અયૂબ સાથે તેમણે ત્રણ વાર વાત કરી હતી. વાત કરવામાં તેમણે બીજા બે મિત્રો કરતાં વધારે સમય લીધો

ખોટા આરોપો:

• અયૂબની વફાદારીની મશ્કરી કરી અને દાવો કર્યો કે, ઈશ્વર પોતાના સેવકો પર ભરોસો નથી કરતા (અયૂ ૪, ૫)

• અયૂબને અભિમાની અને દુષ્ટ કહ્યા અને દાવો કર્યો કે, અયૂબને ઈશ્વરનો ડર નથી (અયૂ ૧૫)

• અયૂબને લોભી અને અન્યાયી કહ્યા અને દાવો કર્યો કે, ઈશ્વરની નજરમાં મનુષ્યો નકામા છે (અયૂ ૨૨)

w૦૫ ૯/૧૫ ૨૬ ¶૨

ખોટા વિચારોથી દૂર રહો

પોતાને થયેલા એક ખરાબ અનુભવને યાદ કરતા અલીફાઝે કહ્યું: “એક આત્મા મારા મોં આગળથી ગયો; અને મારા શરીરનાં રૂઆં ઊભાં થયાં. તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ; એક આકૃતિ મારી આંખો આગળ ઊભી હતી; શાંતિ પસરેલી હતી, અને મેં એવી વાણી સાંભળી.” (અયૂબ ૪:૧૫, ૧૬) અહીંયા અલીફાઝના વિચારોને અસર કરનાર આત્મા કોણ હતો? એ માટે અહીં જે મૂળ હેબ્રી શબ્દ વપરાયો છે એનો ખરો અર્થ, દૂત થાય છે. ત્યાર પછીની કલમોમાંથી જોવા મળે છે કે એ દૂત યહોવાહનો સ્વર્ગદૂત ન હતો. (અયૂબ ૪:૧૭, ૧૮) એ તો યહોવાહથી દૂર થઈ જનાર દુષ્ટ દૂત હતો. એટલે જ તો યહોવાહે અલીફાઝ અને તેના બંને મિત્રોને જૂઠું બોલવા બદલ ઠપકો આપ્યો. (અયૂબ ૪૨:૭) આમ, અલીફાઝ પર ખરાબ દૂતની અસર હતી. તેણે જે કહ્યું એમાં પરમેશ્વરના વિચારો હતા જ નહિ.

w૧૦-E ૨/૧૫ ૧૯ ¶૫-૬

શેતાનના જૂઠાણાનો સામનો કરો

શેતાન અલીફાઝનો ઉપયોગ કરીને એવું કહેવા માંગતો હતો કે માણસો કમજોર છે અને ઈશ્વરને વફાદાર રહી શકતા નથી. અલીફાઝ અયૂબના ત્રણ મિત્રોમાંનો એક હતો. તેણે અયૂબને માણસો વિશે કહ્યું કે તેઓ “માટીનાં ઘરોમાં રહે છે. . . . તેઓનો પાયો ધૂળમાં છે, તેઓ ફૂદાની જેમ સહેલાઈથી કચડાઈ જાય છે! તેઓ સવારમાં જીવતા હોય છે અને સાંજે તો નષ્ટ થઈ જાય છે; તેઓ હંમેશ માટે કચડાઈ જાય છે અને કોઈ એની નોંધ પણ લેતું નથી.”—અયૂબ ૪:૧૯, ૨૦.

બાઇબલની બીજી કલમોમાં આપણી સરખામણી ‘માટીનાં વાસણો’ સાથે કરી છે, જે નાજુક હોય છે. (૨ કોરીં. ૪:૭) આપણે કમજોર છીએ, કેમ કે આદમથી વારસામાં પાપ મળ્યું છે. (રોમ. ૫:૧૨) એટલે આપણે એકલા હાથે શેતાનનો સામનો કરી શકતા નથી. પણ, ખ્રિસ્તી હોવાને લીધે યહોવા આપણી સાથે છે, આપણે એકલા નથી. ભલે આપણામાં નબળાઈઓ છે તોપણ, યહોવા આપણને અનમોલ સમજે છે. (યશા. ૪૩:૪) એટલું જ નહિ, જેઓ યહોવા પાસે પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપે છે. (લૂક ૧૧:૧૩) પવિત્ર શક્તિ આપણને એવી તાકાત આપે છે, જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” (૨ કોરીં. ૪:૭) એની મદદથી આપણે એવી બધી તકલીફોનો સામનો કરી શકીએ છીએ, જે શેતાન આપણી પર લાવે છે. (ફિલિ. ૪:૧૩) જો આપણે “શ્રદ્ધામાં મક્કમ રહીને” શેતાનનો સામનો કરીશું, તો ઈશ્વર આપણને મજબૂત કરશે. (૧ પિત. ૫:૮-૧૦) એટલે આપણે શેતાનથી જરાય ડરવાની જરૂર નથી.

mrt-E ૩૨ ¶૧૩-૧૭

ખોટી માહિતીથી સાવધ રહીએ

● માહિતીમાં શું છે અને કોણે મોકલી છે એની તપાસ કરો

બાઇબલ શું કહે છે: “બધી વસ્તુઓની પરખ કરો.”—૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૧.

કોઈ પણ માહિતી પર ભરોસો કરતા પહેલાં કે બીજાઓને મોકલતા પહેલાં, ખાતરી કરો કે માહિતી સાચી છે કે નહિ. પછી ભલે એ માહિતી જાણીતી હોય કે ન્યૂઝમાં વારંવાર બતાવવામાં આવતી હોય, તોપણ એ વાતની ખાતરી કરો. તમે એમ કઈ રીતે શકો?

વિચારો કે માહિતી ક્યાંથી આવી છે અને કોણે મોકલી છે. શું તમે એના પર ભરોસો કરી શકો? અલગ અલગ મીડિયા અને બીજા સંગઠનના લોકો માહિતીને એ રીતે રજૂ કરે છે, જેનાથી તેઓને અથવા કોઈ રાજકીય પક્ષને ફાયદો થાય. એટલે, એક જ ખબર વિશે અલગ અલગ ન્યૂઝ એજન્સી શું કહે છે એની સરખામણી કરો. ઘણી વાર કદાચ તમારા દોસ્તો માહિતીને વિચાર્યા વગર બધાને ઇમેલ કરી દે અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે. એટલે જ્યાં સુધી ખાતરી ન થાય કે માહિતી ક્યાંથી આવી છે અને કોણે મોકલી છે, ત્યાં સુધી એના પર ભરોસો કરવો ન જોઈએ.

એનું પણ ધ્યાન રાખો કે માહિતીમાં શું જણાવ્યું છે. શું એ તાજેતરની અને સાચી માહિતી છે? શું એમાં કોઈ તારીખ આપી છે? માહિતી ધડ-માથા વગરની છે કે સચોટ પુરાવા આપ્યા છે? અમુક એવાં લેખ કે વીડિયો પણ હોય છે, જેમાં આપેલી માહિતી ગૂંચવણ ભરેલી હોય છે. એનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. એટલું જ નહિ, એમાં પૂરેપૂરી માહિતી પણ હોતી નથી. અમુક વાર તો માહિતીને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે લોકો ઉશ્કેરાઈ જાય અથવા લાગણીશીલ થઈને કંઈક કરી બેસે. આવી માહિતીથી આપણે વધારે સાવધાન રહેવું જોઈએ.

કીમતી રત્નો

w૦૩ ૫/૧૫ ૨૨ ¶૫-૬

દૃઢ બનો અને જીવનની દોડ જીતો

આપણે આખા વિશ્વમાં ફેલાયેલી યહોવાહની સંસ્થાનો એક ભાગ છીએ, એનાથી પણ આપણને દૃઢ રહેવા મદદ મળે છે. ખરેખર, આવા ભાઈચારાનો ભાગ બનવું એ કેટલો મોટો લહાવો છે! (૧ પીતર ૨:૧૭) વળી જો આપણે દૃઢ રહીશું તો, આપણા ભાઈબહેનો પર પણ એની અસર થશે.

અયૂબે લોકોને કેવી મદદ કરી એનો વિચાર કરો. તેમના પર જૂઠો આરોપ લગાવનાર અલીફાસે પણ કબૂલવું પડ્યું: “તારા શબ્દોએ પડતા જનને ટટાર રાખ્યો છે; અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.” (અયૂબ ૪:૪) શું આપણે બીજાઓને મદદ કરી શકીએ? આપણા ભાઈબહેનો યહોવાહની સેવા કદી પડતી ન મૂકે, તેથી તેઓને મદદ કરવાની જવાબદારી આપણા દરેકની છે. આપણે ભાઈબહેનો સાથે હોઈએ ત્યારે, બાઇબલમાં જણાવ્યા પ્રમાણે કરી શકીએ: “ઢીલા હાથોને દૃઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.” (યશાયાહ ૩૫:૩) તેથી ચાલો એક ધ્યેય રાખીએ કે, ઓછામાં ઓછા એક કે બે ભાઈબહેનને, જ્યારે પણ મળીએ ત્યારે તેઓને દૃઢ કરીએ અને ઉત્તેજન આપીએ. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) વળી, યહોવાહની સેવાને તેઓ વળગી રહ્યા, એ માટે તેઓની પૂરા દિલથી પ્રશંસા કરવાથી તેઓને દૃઢ રહેવામાં મદદ મળશે. તેમ જ, જીવનની દોડ પૂરી કરવામાં તેઓને મદદ મળશે.

ઑક્ટોબર ૧૬-૨૨

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૬-૭

“જીવન જીવવું અઘરું લાગે ત્યારે”

w૦૬ ૪/૧ ૪ ¶૧૦

અયૂબના મુખ્ય વિચારો

૭:૧; ૧૪:૧૪—‘સંકટ વેઠવાનો’ અને ‘મારા યુદ્ધના સઘળા દિવસોનો’ શું અર્થ થાય? અયૂબને સખત દુઃખ પડ્યું હોવાથી તેને લાગ્યું કે જીવન બહુ કઠણ છે. એ ફરજિયાત કાળી મજૂરી કરવા જેવું છે. (અયૂબ ૧૦:૧૭) મરણ પછી પણ અયૂબને સજીવન થવાની રાહ જોવાની હતી. એ તેમના માટે જાણે યુદ્ધમાં ફરજિયાત સેવા આપવાના સમય જેવો હતો.

w૨૦.૧૨ ૧૬ ¶૧

યહોવા નિરાશ લોકોને બચાવે છે

આ ટૂંકા જીવનમાં આપણે કેટલું દુઃખ સહેવું પડે છે. આપણું જીવન “સંકટથી ભરપૂર છે.” (અયૂ. ૧૪:૧) એટલે સમજી શકાય કે આપણે અમુક વાર નિરાશ થઈ જઈએ છીએ. બાઇબલ સમયના અમુક ઈશ્વરભક્તો ઘણા નિરાશ થઈ ગયા હતા. અરે, અમુક તો મરવા માંગતા હતા. (૧ રાજા. ૧૯:૨-૪; અયૂ. ૩:૧-૩, ૧૧; ૭:૧૫, ૧૬) પણ યહોવાએ તેઓની હિંમત બંધાવી અને તેઓના દુઃખી મનને દિલાસો આપ્યો. તેઓને ઈશ્વર પર પૂરો ભરોસો હતો અને ઈશ્વરે પણ તેઓનો સાથ છોડ્યો નહિ. ઈશ્વરે બાઇબલમાં તેઓ વિશે લખાવ્યું, જેથી આપણે તેઓના દાખલામાંથી શીખી શકીએ અને આપણને દિલાસો મળે.—રોમ. ૧૫:૪.

g ૪/૧૨ ૧૪-૧૬ ¶૧

જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવે ત્યારે . . .

ભૂલશો નહિ કે આજે દરેક વ્યક્તિ સંજોગોને લીધે કોઈને કોઈ મુશ્કેલી સહે છે. બાઇબલ કહે છે: ‘આખી સૃષ્ટિ નિસાસા નાખીને પીડાઈ રહી છે.’ (રોમનો ૮:૨૨) કદાચ તમને લાગશે કે થોડા સમયમાં મારી મુશ્કેલીઓ થાળે પડવાની નથી. ખરું કહીએ તો સમય જાય તેમ મુશ્કેલીઓ હળવી થાય છે. પણ ત્યાં સુધી શું કરવાથી મદદ મળી શકે?

સમજદાર અને ભરોસાપાત્ર મિત્ર સાથે વાત કરીએ. બાઇબલ કહે છે: ‘એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખે છે.’ (નીતિવચનો ૧૮:૨૪) ઈશ્વરભક્ત અયૂબ પર મુશ્કેલીઓ આવી પડી ત્યારે, તેમણે બીજાઓને દિલ ખોલીને પોતાની લાગણીઓ અને વિચારો જણાવ્યા. તે ‘જિંદગીથી કંટાળી ગયા’ હતા ત્યારે આમ કહ્યું: ‘હું તો છૂટે મોઢે વિલાપ કરીશ; મારા જીવની વેદનાઓ વિષે હું બોલીશ.’ (અયૂબ ૧૦:૧) બીજાની આગળ દિલ ઠાલવવાથી લાગણીઓ હળવી થશે. તમે જે મુશ્કેલી અનુભવો છો એના વિષે કદાચ અલગ રીતે વિચારવા મદદ મળશે.

ઈશ્વરની આગળ દિલ ઠાલવીએ. અમુક લોકો માને છે કે વ્યક્તિ ફક્ત મનને સારું લગાડવા પ્રાર્થના કરે છે. પરંતુ એવું નથી. બાઇબલમાં યહોવા ઈશ્વરને “પ્રાર્થનાના સાંભળનાર” કહ્યાં છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) એ પણ કહે છે: “તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) ઈશ્વરની મદદ લેવી ખૂબ જ મહત્ત્વનું છે. એમ કરવાનું બાઇબલ વારંવાર ઉત્તેજન આપે છે. ચાલો એ વિષે બાઇબલની અમુક કડીઓ જોઈએ:

‘તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં યહોવાની સલાહ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે.’—નીતિવચનો ૩:૫, ૬.

યહોવા ‘તેના ભક્તોની ઇચ્છા તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને બચાવશે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૯.

‘આપણને ખાતરી છે કે યહોવાની ઇચ્છા પ્રમાણે આપણે કાંઈ પણ માગીએ તો તે આપણું સાંભળે છે.’—૧ યોહાન ૫:૧૪, IBSI.

“યહોવા દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.”—નીતિવચનો ૧૫:૨૯.

યહોવાને પ્રાર્થનામાં તમારી મુશ્કેલીઓ જણાવશો તો, તે જરૂર તમને મદદ કરશે. એટલે જ બાઇબલ આપણને તેમનામાં ‘ભરોસો રાખવાનું અને તેમની આગળ દિલ ખોલીને’ પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપે છે.—ગીતશાસ્ત્ર ૬૨:૮.

કીમતી રત્નો

w૨૦.૦૪ ૧૬ ¶૧૦

સાંભળો, શીખો અને દયા બતાવો

૧૦ યહોવાને પગલે ચાલવા એકબીજાને સમજવાની કોશિશ કરીએ. એ માટે ભાઈ-બહેનોને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ. સભા પહેલાં અને પછી તેઓ સાથે વાત કરીએ, તેઓ સાથે પ્રચારમાં જઈએ અને શક્ય હોય તો તેઓને જમવા બોલાવીએ. એમ કરવાથી ભાઈ-બહેનો વિશે ઘણી નવી બાબતો જાણવા મળશે. દાખલા તરીકે તમને લાગે કે એક બેન મળતાવડી નથી, પણ ખરેખર તો તે શરમાળ છે. એક ભાઈ જેમના વિશે તમને લાગે કે તે ધનદોલત પાછળ દોડે છે, પણ હકીકતમાં તો તે ભાઈ-બહેનોને મહેમાનગતી બતાવે છે. એક કુટુંબ સભામાં મોડું આવે છે પણ હકીકતમાં એ કુટુંબના સભ્યો વિરોધનો સામનો કરી રહ્યાં છે. (અયૂ. ૬:૨૯) ખરું કે આપણે ‘બીજા લોકોના જીવનમાં માથું મારનારા’ બનીશું નહિ. (૧ તિમો. ૫:૧૩) ભાઈ-બહેનોના સંજોગો વિશે જાણીશું તો તેઓને સહેલાઈથી ઓળખી શકીશું.

ઑક્ટોબર ૨૩-૨૯

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૮-૧૦

“ઈશ્વરનો અતૂટ પ્રેમ આપણને શેતાનનાં જૂઠાણાંથી બચાવે છે”

w૧૫ ૧૦/૧ ૧૦ ¶૩

શું આપણે ઈશ્વરને ખુશ કરી શકીએ?

અયૂબના જીવનમાં એક પછી એક ઘણી મુશ્કેલીઓ આવી. તેમની સાથે અન્યાય થયો હોય એવું લાગી શકે. જોકે, તેમણે ખોટી રીતે વિચારી લીધું કે, ઈશ્વરને તેમની કંઈ પડી નથી. પછી, ભલે તે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે કે નહિ. (અયૂબ ૯:૨૦-૨૨) અયૂબને લાગ્યું કે પોતે ઘણા ન્યાયી છે. તેમનું વર્તન જોઈને બીજાઓને પણ લાગ્યું કે, તે ઈશ્વર કરતાં પોતાને વધારે ન્યાયી ગણે છે.—અયૂબ ૩૨:૧, ૨; ૩૫:૧, ૨.

w૨૧.૧૧ ૬ ¶૧૪

યહોવાનો અતૂટ પ્રેમ

૧૪ યહોવાનો અતૂટ પ્રેમ તેમની સાથેના આપણા સંબંધનું રક્ષણ કરે છે. દાઉદે પ્રાર્થનામાં યહોવાને કહ્યું, “તમે મારા માટે સંતાવાની જગ્યા છો. તમે મને આફતોમાંથી ઉગારી લેશો. તમે મારી આસપાસ ઉદ્ધારનાં ગીતો ગવડાવશો. . . . યહોવા પર ભરોસો રાખનાર તેમના અતૂટ પ્રેમની છાયામાં રહે છે.” (ગીત. ૩૨:૭, ૧૦) પહેલાંના સમયમાં શહેર ફરતે ઊંચી દીવાલો હતી, જેથી લોકોનું દુશ્મનોથી રક્ષણ થતું. યહોવાનો અતૂટ પ્રેમ પણ દીવાલની જેમ આપણું રક્ષણ કરે છે, જેથી યહોવા સાથેનો આપણો સંબંધ તૂટે નહિ. તે બીજી એક રીતે પણ આપણને અતૂટ પ્રેમ બતાવે છે. તે આપણને પોતાની તરફ ખેંચી લાવે છે.—યર્મિ. ૩૧:૩.

કીમતી રત્નો

w૧૦ ૧૦/૧ ૧૪-૧૫ ¶૧૯-૨૦

‘પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે?’

૧૯ ‘યહોવાહના મન’ વિષે આપણે શું શીખ્યા? આપણે યહોવાહનું મન પારખવા બાઇબલમાંથી ખરી સમજણ મેળવીએ. કદીયે આપણાં ધોરણોથી યહોવાહને બાંધી ન દઈએ અને આપણી અધૂરી સમજણથી તેમનો ન્યાય ન કરીએ. અયૂબે કહ્યું હતું કે ‘ઈશ્વર મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું, કે તેમના ન્યાયાસન આગળ વાદ-વિવાદ કરું.’ (અયૂ. ૯:૩૨) અયૂબની જેમ આપણે યહોવાહનું મન સમજવા લાગીએ ત્યારે, આમ પોકારી ઊઠીએ છીએ: ‘આ તો તેમના માર્ગોનો માત્ર ઇશારો છે; આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા, પણ તેમના પરાક્રમની ગર્જના કોણ સમજી શકે?’—અયૂ. ૨૬:૧૪.

૨૦ બાઇબલ વાંચીએ તેમ, અમુક કલમો સમજવી અઘરી લાગે તો શું કરીશું? ખાસ કરીને યહોવાહના વિચારો સમજવા અઘરા લાગે ત્યારે શું કરીશું? એ બાબતે સંશોધન કર્યા પછી પણ આપણા સવાલનો ચોખ્ખો જવાબ ન મળે તો, એમ માનવું કે એ આપણી શ્રદ્ધાની કસોટી છે. એવી કલમો આપણને યહોવાહમાં શ્રદ્ધા બતાવવાની તક આપે છે. નમ્રતાથી સ્વીકારીએ કે યહોવાહ જે કરે છે એ બધું જ આપણે સમજતા નથી. (સભા. ૧૧:૫) પછી આપણે પણ પાઊલના આ શબ્દો સાથે સહમત થઈશું, જેમણે કહ્યું કે ‘આહા! ઈશ્વરની બુદ્ધિની અને જ્ઞાનની સંપત્તિ કેવી અપાર છે! તેમના ઠરાવો ને તેમના માર્ગો કોણ સમજી શકે! કેમ કે પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો મંત્રી કોણ થયો છે? અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે? કેમ કે તેમનામાંથી, તેમના વડે અને તેમને માટે સર્વસ્વ છે. તેમને સર્વકાળ મહિમા હો. આમેન.’—રૂમી ૧૧:૩૩-૩૬.

ઑક્ટોબર ૩૦–નવેમ્બર ૫

બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૧૧-૧૨

“બુદ્ધિ મેળવવાની ત્રણ રીતો”

w૦૯ ૪/૧ ૧૪ ¶૧૭

અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું

૧૭ સતાવણીમાં પણ અયૂબની શ્રદ્ધા કેમ અડગ રહી? સતાવણી પહેલાં તેમણે યહોવાહ સાથે પાકો નાતો બાંધ્યો હતો. અયૂબને શેતાનના આરોપ વિષે કંઈ ખબર ન પણ હોય. તોયે તેમણે કહ્યું: “મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઇનકાર કરીશ નહિ.” (અયૂ. ૨૭:૫) અયૂબે કઈ રીતે યહોવાહ સાથે પાકો નાતો બાંધ્યો? તે ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબ જેવા દૂરના સગાંના અનુભવમાંથી ઘણું શીખ્યા હશે. તે સૃષ્ટિમાંથી પણ યહોવાહ વિષે ઘણું શીખ્યા હશે.—અયૂબ ૧૨:૭-૯, ૧૩, ૧૬ વાંચો.

w૨૧.૦૬ ૧૦-૧૧ ¶૧૦-૧૨

તમે એકલા નથી યહોવા તમારી સાથે છે

૧૦ શ્રદ્ધામાં મજબૂત હોય એવાં ભાઈ-બહેનોની દોસ્તી કરીએ. એવાં ભાઈ-બહેનોની દોસ્તી કરીએ જેઓ પાસેથી આપણે કંઈક શીખી શકીએ. પછી ભલે ને તેઓની ઉંમર કે તેઓનો સમાજ આપણાથી અલગ હોય. બાઇબલ કહે છે, “વૃદ્ધો પાસે બુદ્ધિ હોય છે.” (અયૂ. ૧૨:૧૨) મોટી ઉંમરના લોકો પણ વફાદાર યુવાનો પાસેથી ઘણું બધું શીખી શકે છે. દાઉદ અને યોનાથાનની ઉંમર વચ્ચે ઘણો ફરક હતો, તેમ છતાં તેઓ એકબીજાના પાકા દોસ્ત હતા. (૧ શમુ. ૧૮:૧) તેઓના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. પણ તેઓ એકબીજાની મદદથી યહોવાની સેવા કરતા રહ્યા. (૧ શમુ. ૨૩:૧૬-૧૮) ઈરીનાબહેન સત્યમાં એકલાં છે. તે કહે છે, “મંડળનાં ભાઈ-બહેનો આપણાં માટે મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનો સમાન બની શકે છે. યહોવા તેઓ દ્વારા આપણને કુટુંબની ખોટ પડવા દેતા નથી.”

૧૧ નવા દોસ્તો બનાવવા સહેલું હોતું નથી. ખાસ તો આપણો સ્વભાવ શરમાળ હોય ત્યારે એ વધારે અઘરું લાગે છે. રત્નાબહેન ઘણાં શરમાળ હતાં. તેમણે વિરોધ હોવા છતાં સત્ય સ્વીકાર્યું. તે કહે છે, “મને અહેસાસ થયો કે ભાઈ-બહેનોનાં સાથ અને મદદની મને જરૂર છે.” ખરું કે કોઈ ભાઈ કે બહેનને દિલની વાત જણાવવી સહેલું હોતું નથી. પણ આપણે જણાવીએ છીએ ત્યારે તેઓ આપણા પાકા દોસ્ત બને છે. તેઓ આપણને મદદ અને ઉત્તેજન આપવા માંગે છે. પણ જ્યાં સુધી આપણે મુશ્કેલી જણાવીશું નહિ, ત્યાં સુધી તેઓ મદદ કરી શકશે નહિ.

૧૨ સારા દોસ્તો બનાવવાની સૌથી સારી રીત છે કે ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જવું. કેરોલબહેન જેમનાં વિશે આપણે અગાઉ જોઈ ગયાં હતાં તે કહે છે, “હું અલગ અલગ બહેનો સાથે પ્રચાર કરું છું. હું યહોવાની સેવામાં બીજા ઘણાં કામ કરું છું. એનાથી મને ઘણી સારી બહેનપણીઓ મળી છે. યહોવા એ બહેનપણીઓનો ઉપયોગ કરીને મારું ધ્યાન રાખે છે.” શ્રદ્ધામાં મજબૂત હોય એવાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીએ. કારણ કે નિરાશ હોઈએ કે એકલું લાગે ત્યારે યહોવા એ દોસ્તોનો ઉપયોગ કરીને આપણને ઉત્તેજન આપે છે.—નીતિ. ૧૭:૧૭.

it-2-E ૧૧૯૦ ¶૨

બુદ્ધિ

ઈશ્વરની બુદ્ધિ. બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા જ “એકમાત્ર બુદ્ધિમાન” ઈશ્વર છે. (રોમ ૧૬:૨૭; પ્રક ૭:૧૨) એ પરથી જાણી શકાય છે કે તેમના જેવી બુદ્ધિ બીજા કોઈની પાસે નથી. જ્ઞાન હોવું એટલે કોઈ બાબત વિશે જાણકારી હોવી. યહોવા આપણા બનાવનાર છે અને તે જ “સનાતન ઈશ્વર” છે, એટલે તેમને બધી જ બાબતો વિશેનું જ્ઞાન છે. (ગી ૯૦:૧, ૨) તે આખા વિશ્વ અને એના ઇતિહાસ વિશે બધું જ જાણે છે. આજે માણસો સંશોધન કરે છે અને નવી નવી શોધખોળ કરે છે. પણ એ માટે, તેઓએ યહોવાએ બનાવેલા કુદરતના નિયમો અને ચક્રો પર આધાર રાખવો પડે છે. એટલું જ નહિ, યહોવાએ આપણને નૈતિક ધોરણો આપ્યાં છે, જે સારા નિર્ણયો લેવા અને સારું જીવન જીવવા જરૂરી છે. (પુન ૩૨:૪-૬) જેટલી સમજ યહોવા પાસે છે એટલી બીજા કોઈની પાસે નથી. (યશા ૪૦:૧૩, ૧૪) યહોવા કદાચ થોડા સમય માટે એવી બાબતો ચાલવા દે, જે તેમના નૈતિક ધોરણો પ્રમાણે ન હોય. પણ તે હંમેશાં એવું ચાલવા નહિ દે. છેવટે તેમણે શરૂઆતથી જે નક્કી કર્યું હતું એવું જ થશે. તેમનું “વચન જરૂર પૂરું થશે.”—યશા ૫૫:૮-૧૧; ૪૬:૯-૧૧.

કીમતી રત્નો

w૦૮-E ૮/૧ ૧૧ ¶૫

યુવાનો સાથે વાતચીત

▪ ‘શું હું શબ્દો પાછળનો અર્થ સમજુ છું?’ અયૂબ ૧૨:૧૧માં લખ્યું છે, “જેમ જીભ સ્વાદ પારખે છે, તેમ શું કાન શબ્દોની સચ્ચાઈ પારખતા નથી?” પહેલાં કરતાં હવે એ વધારે જરૂરી છે કે તમે તમારા દીકરા કે દીકરીની વાત ‘પારખો.’ યુવાનો મોટા ભાગે એવી રીતે વાત કરતા હોય છે, જાણે તેઓ જે કહી રહ્યા છે એ એકદમ સાચું હોય. દાખલા તરીકે, તમારો દીકરો કે દીકરી કદાચ કહે, “તમે હંમેશાં મારી સાથે એવી રીતે વાત કરો છો, જાણે હું નાનો કીકલો હોઉં.” અથવા “તમે મારી વાત ક્યારેય નથી સાંભળતા.” “હંમેશાં” અથવા “ક્યારેય નથી” જેવા શબ્દો પર ધ્યાન આપવાને બદલે, એની પાછળની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરો. દાખલા તરીકે, જ્યારે તમારું બાળક કહેતું હોય, “તમે હંમેશાં મારી સાથે એવી રીતે વાત કરો છો, જાણે હું નાનો કીકલો હોઉં,” ત્યારે કદાચ તેનો કહેવાનો મતલબ હોય કે “તમને મારા પર ભરોસો નથી.” જ્યારે તે કહેતું હોય કે “તમે મારી વાત ક્યારેય સાંભળતા જ નથી,” ત્યારે કદાચ તેનો કહેવાનો મતલબ હોય કે “હું જણાવવા માંગું છું કે મને કેવું લાગે છે.” માતા-પિતાઓ, બાળકોના શબ્દો પર નહિ પણ એની પાછળનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો