વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w21 મે પાન ૩૧
  • શું તમે જાણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે જાણો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • મથાળાં
  • નેતરની હોડીઓ કઈ રીતે બનાવવામાં આવતી?
  • શા માટે લોકો નેતરમાંથી હોડી બનાવતા?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
w21 મે પાન ૩૧

શું તમે જાણો છો?

શું બાઇબલ સમયમાં હોડી બનાવવા નેતર વપરાતું હતું?

નેતરનો છોડ

ઘણા લોકો જાણે છે કે વર્ષો પહેલાં ઇજિપ્તના લોકો નેતરનાa પાનમાંથી પેપર જેવું કંઈક બનાવતા અને એનો લખવા માટે ઉપયોગ કરતા. ગ્રીસ અને રોમના લોકો પણ એવું કરતા. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે નેતરનો ઉપયોગ ફક્ત લખવા જ નહિ, હોડી બનાવવા પણ થતો હતો.

ઇજિપ્તની એક કબરમાંથી મળી આવેલા નેતરની હોડીના બે નમૂના

લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં પ્રબોધક યશાયાએ લખ્યું હતું કે ‘ઇથિયોપિયાની નદીઓ પાસે આવેલા દેશમાં રહેતા લોકો નેતરની હોડીઓમાં એલચીઓને દરિયાઈ માર્ગે મોકલે છે.’ એના થોડા સમય પછી પ્રબોધક યર્મિયાએ કહ્યું હતું કે, બાબેલોન પર માદાય અને ઈરાન હુમલો કરશે. તેઓ “નેતરની હોડીઓ” બાળી નંખાશે, જેથી બાબેલોનીઓ ભાગી ન શકે.—યશા. ૧૮:૧, ૨; યર્મિ. ૫૧:૩૨.

બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું પુસ્તક છે. બાઇબલ વિદ્યાર્થીઓ જાણતા હતા કે સંશોધન કરનારાઓને ચોક્કસ એવા પુરાવાઓ મળશે કે બાઇબલ સમયમાં હોડી બનાવવા નેતરનો ઉપયોગ થતો હતો. (૨ તિમો. ૩:૧૬) શું તેઓને કોઈ પુરાવાઓ મળ્યા? હા, તેઓને ઘણા પુરાવાઓ મળ્યા જે બતાવતા હતા કે ઇજિપ્તના લોકો હોડી બનાવવા નેતરનો ઉપયોગ કરતા હતા.

નેતરની હોડીઓ કઈ રીતે બનાવવામાં આવતી?

ઇજિપ્તની કબરોમાંથી જે ચિત્રો અને કોતરણી મળી આવ્યા, એનાથી જાણવા મળ્યું કે ઇજિપ્તના લોકો કઈ રીતે નેતરમાંથી હોડીઓ બનાવતા હતા. તેઓ નેતરની ડાળીઓને કાપીને એની નાની-નાની થપ્પીઓ બનાવતા. પછી એ થપ્પીઓને એકસાથે બાંધી દેતા. નેતરની ડાળીઓ ત્રિકોણ આકારની હોય છે. એટલે જ્યારે એ બધી થપ્પીઓને ફિટ બાંધવામાં આવતી ત્યારે એ એકદમ મજબૂત થઈ જતી. ઇજિપ્તના ઇતિહાસ વિશે એક પુસ્તક કહે છે કે, એ નેતરની હોડીઓ ૫૫ ફૂટ કરતા લાંબી હતી અને એની દરેક બાજુએ ૧૦ થી ૧૨ હલેસાં વાપરી શકાતા.

ઇજિપ્તની દીવાલની કોતરણીમાં બતાવ્યું છે કે નેતરની હોડી કઈ રીતે બનાવવામાં આવતી

શા માટે લોકો નેતરમાંથી હોડી બનાવતા?

નાઈલ નદી નજીક આવેલી ખીણોમાં નેતરના ઘણા છોડ હતા. એટલું જ નહિ નેતરમાંથી હોડી બનાવવી પણ ઘણું સહેલું હતું. પછીથી લોકો મોટા વહાણો બનાવવા લાકડાં વાપરવા લાગ્યા. તેમ છતાં એવું લાગે છે કે માછીમારો અને શિકારીઓ તરાપા અને નાનીનાની હોડીઓ બનાવવા નેતરનો ઉપયોગ કરતા હતા.

ઘણા સમય સુધી લોકો નેતરની હોડીઓ બનાવતા હતા. પ્રેરિતોના સમયના એક ગ્રીક લેખક પ્લુટોરાએ જણાવ્યું કે, તેમના સમયમાં પણ અમુક લોકો નેતરની હોડીઓ વાપરતા હતા.

a નેતરના છોડ ભેજવાળી જમીનમાં અથવા એવી નદીના કિનારે ઉગે છે જેનું વહેણ ધીમું હોય છે. એના છોડ લગભગ ૧૬ ફૂટ સુધી ઊંચા અને એની ડાળીઓ આશરે ૬ ઇંચ જેટલી જાડી થઈ શકે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો