૧૬
ઈશ્વરના રાજ્યમાં આશરો લો
૧. લે તું સહારો યહોવાને શરણે
ચાલ આજે તું યહોવાની સંગે
તેના બળતા મહા કોપના દિવસે
વાળ તારો વાંકો નઈ થશે
(ટેક)
છે ઈશ્વરના રાજ્યનું દ્વાર ખુલ્લું
દોડીને જા એમાં તું
મળશે આશરો એમાં ને મળશે રક્ષણ
સંતાઈ રહે એમાં તું
૨. લે તું સથવારો આજે યહોવાનો
મળે દુઃખનાં પિંજરમાંથી છૂટકો
મળશે એક સહારો આંસુ લૂછવાનો
પકડ ઈસુનો હાથ જમણો
(ટેક)
છે ઈશ્વરના રાજ્યનું દ્વાર ખુલ્લું
દોડીને જા એમાં તું
મળશે આશરો એમાં ને મળશે રક્ષણ
સંતાઈ રહે એમાં તું
૩. લે તું વિસામો છે યહોવાનું રાજ
હવે તું જરા પણ ન થા નારાજ
બનશે યહોવા એક ઢાલ તારી ફરતે
જ્યારે તું નાખે સાદ એને
(ટેક)
છે ઈશ્વરના રાજ્યનું દ્વાર ખુલ્લું
દોડીને જા એમાં તું
મળશે આશરો એમાં ને મળશે રક્ષણ
સંતાઈ રહે એમાં તું
(ગીત. ૫૯:૧૬; નીતિ. ૧૮:૧૦; ૧ કોરીં. ૧૬:૧૩ પણ જુઓ.)