૧૮
યહોવાનો અમૃત પ્રેમ
૧. તારો પ્રેમ અમૃત છે
મારા પર તું રેડે છે
તારા પ્રેમથી ભીંજવીને
તારો દીકરો મોકલીને
મારાં પાપને તું ધુએ
ઊન જેવા ઊજળાં કરે
(ટેક)
જે તરસે ઈશ્વર માટે, જે એનું ઝરણું શોધે
એની તરસ છીપાવે, મુખ એનું મલકાવે
૨. તારો પ્રેમ અમૃત છે
મારા પર તું રેડે છે
તારા રાજ્યની ગાદી
ઈસુને સોંપી દીધી
એમાંથી વ્હેતા રહે
આશિષ જે મને ભાવે
(ટેક)
જે તરસે ઈશ્વર માટે, જે એનું ઝરણું શોધે
એની તરસ છીપાવે, મુખ એનું મલકાવે
૩. તારો પ્રેમ અમૃત છે
મારા પર તું રેડે છે
તારા પ્રેમના ઝરામાં
જીવનજલ વ્હેશે સદા
એ ભરું સૌના દિલમાં
ઠંડક આપશે અંતરમાં
(ટેક)
જે તરસે ઈશ્વર માટે, જે એનું ઝરણું શોધે
એની તરસ છીપાવે, મુખ એનું મલકાવે
(ગીત. ૩૩:૫; ૫૭:૧૦; એફે. ૧:૭ પણ જુઓ.)