૩૮
તારો બોજો યહોવા પર નાખ
૧. હે યહોવા ઈશ્વર મારા
હું કરું તને દુઆ
વલોવાય છે આ મન મારું
તું છો તો પણ કેમ ડરું
(ટેક)
નાખ તું યહોવા પર બોજો
નિભાવી તને રાખશે
ન કદી ઠોકર ખાવા દે
એ તને ઝાલી રાખશે
૨. દુશ્મનો જાળ બિછાવે છે
ચાહે ફસાવવા મને
જો કબૂતરની જેમ પાંખ હોત
જોઈ ખતરો હું ઊડી જાત
(ટેક)
નાખ તું યહોવા પર બોજો
નિભાવી તને રાખશે
ન કદી ઠોકર ખાવા દે
એ તને ઝાલી રાખશે
૩. તું છો મારો મજબૂત કિલ્લો
છે તારો મને આશરો
રાંકને તું આપે તારો હાથ
તું કરે છે તેને શાંત
(ટેક)
નાખ તું યહોવા પર બોજો
નિભાવી તને રાખશે
ન કદી ઠોકર ખાવા દે
એ તને ઝાલી રાખશે
(ગીત. ૨૨:૫; ૩૧:૧-૨૪ પણ જુઓ.)