મોંઘવારીનો સામનો કઈ રીતે કરી શકો?
સોનેરી ભાવિની આશા રાખો
શું તમે જ્યાં રહો છો ત્યાં વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, પણ પગાર એટલો ને એટલો જ છે? તમને કદાચ ચિંતા થતી હશે કે તમારું ઘર કેવી રીતે ચાલશે? તમને એ વિચારો કોરી ખાતા હશે કે આગળ જતાં શું થશે? જો એમ હોય તો હિંમત ન હારશો. આશા રાખો કે ચોક્કસ સારા દિવસો આવશે.
એ કેમ જરૂરી છે?
જે લોકો આશા રાખે છે, તેઓ બસ હાથ પર હાથ ધરીને બેસી નથી રહેતા. તેઓ પોતાના સંજોગો સુધારવા બનતું બધું કરે છે. દાખલા તરીકે, અમુક ડૉક્ટરોનું કહેવું છે કે જેઓ આશા રાખે છે . . .
તેઓ કપરા સંજોગોમાં સહેલાઈથી હિંમત નથી હારતા
તેઓ જરૂરી ફેરફાર કરી શકે છે
તેઓ એવા નિર્ણય લઈ શકે છે જેનાથી તેઓની તબિયત સારી રહે અને ખુશહાલ જીવન જીવી શકે
તમે શું કરી શકો?
પહેલું, ધ્યાન આપો કે બાઇબલમાંથી આજે તમને કઈ રીતે મદદ મળી શકે છે. વધતી જતી મોંઘવારીને લીધે કદાચ તમે પોતાને લાચાર સમજવા લાગો. પણ બાઇબલમાં અમુક વ્યવહારુ સૂચનો આપ્યાં છે. એ સૂચનો આ મોંઘવારીનો સામનો કરવા તમને મદદ કરી શકે છે. જો આગળ જતાં સંજોગો વધારે ખરાબ થાય, તો એ સૂચનો અને બીજી બાબતો તમને એનો સામનો કરવા મદદ કરશે.
બીજું, ધ્યાન આપો કે બાઇબલમાં ભાવિ વિશે શું જણાવ્યું છે. જ્યારે તમે જોશો કે બાઇબલની સલાહ પાળવાથી હમણાં ફાયદો થાય છે, ત્યારે તમને એ જાણવાનું પણ મન થશે કે બાઇબલમાં બીજું શું જણાવ્યું છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે બાઇબલમાં ઈશ્વરે સુંદર ભાવિનું વચન આપ્યું છે. તે ચાહે છે કે આપણી પાસે “ઉજ્જવળ ભાવિ” હોય. (યર્મિયા ૨૯:૧૧) તે કઈ રીતે એ વચન પૂરું કરશે? પોતાના રાજ્ય દ્વારા.
ઈશ્વરનું રાજ્ય શું છે અને એ શું કરશે?
ઈશ્વરનું રાજ્ય એક ગોઠવણ છે, જે સ્વર્ગમાંથી આખી પૃથ્વી પર રાજ કરશે. (દાનિયેલ ૨:૪૪; માથ્થી ૬:૧૦) ઈશ્વરના રાજ્યમાં કોઈએ દુઃખ-તકલીફો સહેવી નહિ પડે, કોઈ ગરીબ નહિ હોય, બધા જ શાંતિથી જીવશે અને તેઓને કશાની ખોટ પડશે નહિ. એ વિશે નીચેની કલમોમાં જણાવ્યું છે.
લાખો લોકો આ વચનો પર ભરોસો મૂકે છે, કેમ કે તેઓને પૂરી ખાતરી છે કે “ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી.” (તિતસ ૧:૨) તમે પણ બાઇબલ વાંચીને તો જુઓ, તમને સુંદર આશા મળશે. એ આશા તમને પૈસાની તંગીનો સામનો કરવા હિંમત આપશે. તેમ જ, તમને પૂરી ખાતરી મળશે કે આવનાર ભાવિ ઉજ્જવળ હશે.