વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • th પાન ૩
  • નિયામક જૂથ તરફથી પત્ર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિયામક જૂથ તરફથી પત્ર
  • વાંચવાની અને શીખવવાની કળા
  • સરખી માહિતી
  • આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું:
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • બાઇબલનો સંદેશો પુસ્તિકા આપવાની એક રીત
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા દ્વારા બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • નવું બ્રોશર કેવી રીતે આપવું જોઈએ?
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
વાંચવાની અને શીખવવાની કળા
th પાન ૩

નિયામક જૂથ તરફથી પત્ર

‘તમારે શિક્ષકો થવું જોઈએ.’ (હિબ્રૂ. ૫:૧૨) જરા વિચાર કરો! વિશ્વના માલિક અને શિક્ષક યહોવા ચાહે છે કે આપણે, હા, આપણે મામૂલી માણસો તેમના વિશે કુટુંબમાં, મંડળમાં અને પ્રચારકામમાં શીખવીએ. કેવું મોટું સન્માન! કેટલી મોટી જવાબદારી! આપણે એમાં કેવી રીતે સફળ થઈ શકીએ?

એનો જવાબ બાઇબલમાં જોવા મળે છે: ‘તું જાહેર વાંચન પર, સલાહ આપવા પર અને શીખવવા પર ધ્યાન આપતો રહેજે. કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારા સાંભળનારાને બચાવી લઈશ.’ (૧ તિમો. ૪:૧૩, ૧૬) લોકોનું જીવન બચાવતો સંદેશો તમારા હાથમાં છે. એટલે, એ ખૂબ મહત્ત્વનું છે કે તમે વાંચવાની અને શીખવવાની કળામાં સુધારો કરતા રહો. આ ચોપડી તમને મદદ કરશે. જરા એની ઝલક તો જુઓ.

જણાવેલી કલમ

દરેક પાન પર બાઇબલની કલમ છે અને એને લગતી સલાહ છે. અથવા એ સલાહ કેવી રીતે અમલમાં મૂકવી એનો દાખલો પણ છે.

ઉપયોગી સૂચન

મુખ્ય વિચારને કઈ રીતે અપનાવી શકીએ એ જણાવેલું છે.

પ્રચારમાં

આ સૂચનાઓ ખાસ કરીને પ્રચાર માટે છે. ચોપડીના બીજા મુદ્દાઓ પ્રચારમાં તો ખરા જ, સાથે સાથે મંડળમાં શીખવતી વખતે પણ વાપરી શકાય છે.

યહોવા ‘મહાન શિક્ષક’ છે. (યશા. ૩૦:૨૦) આ ચોપડી તમને સારા શિક્ષકો અને વાચકો બનવા મદદ કરશે. એક વાત ક્યારેય ભૂલશો નહિ કે આપણે યહોવાનો સંદેશો જણાવીએ છીએ અને તે પોતે લોકોને તેમની પાસે લાવે છે. (યોહા. ૬:૪૪) તેમની પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો, વારંવાર કરો. જ્યારે પણ તક મળે, બાઇબલ વાપરો. યહોવાને મહિમા આપો, નહિ કે પોતાને. જે લોકો સાંભળે છે તેઓનાં દિલમાં યહોવા માટે પ્રેમ વધે એવી કોશિશ કરો.

સૌથી મહત્ત્વનો સંદેશો બીજા લોકોને જણાવવા માટે તમને બોલાવવામાં આવ્યા છે. અમને ખાતરી છે કે તમે “ઈશ્વર તરફથી મળતી તાકાત પર આધાર” રાખશો તો જરૂર સફળ થશો.—૧ પીત. ૪:૧૧.

તમારા સાથી ભાઈઓ,

યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ

એક ભાઈ ટૉક આપે છે; બહેન પ્રચાર કરે છે; એક ભાઈ કામ પર ખુશખબર જણાવે છે; એક યુવાન બહેન તેના ક્લાસમાં પોતાની માન્યતા જણાવે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો