દેવશાહી સેવા શાળા સમીક્ષા
ડિસેમ્બર ૨૯, ૨૦૧૪થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
પુનર્નિયમ ૧૪:૧ જણાવે છે કે, ગુજરી ગયેલી વ્યક્તિનો શોક પાળવા પોતાના શરીરને ઇજા ન કરવી જોઈએ. એ વિશે આપણને કેવું લાગે છે? [નવે. ૩, w૦૪ ૯/૧૫ પાન ૨૭ ફકરો ૩]
ઈસ્રાએલના રાજાઓએ ઈશ્વરના નિયમની નકલ કરીને ‘તેઓના આયુષ્યના સર્વ દિવસો પર્યંત’ એમાંથી વાંચવાનું હતું. એમ કરવાનો હેતુ શું હતો? (પુન. ૧૭:૧૮-૨૦) [નવે. ૩, w૦૨ ૬/૧૫ પાન ૧૨ ફકરો ૪]
શા માટે એવું કહેવામાં આવ્યું કે “તું બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કર?” અને એ સિદ્ધાંત યહોવાના ભક્તોને કઈ રીતે લાગુ પડે છે? (પુન. ૨૨:૧૦) [નવે. ૧૦, w૦૩ ૧૦/૧૫ પાન ૩૨]
શા માટે ‘ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ગીરવે લેવાને ઉપજીવિકા ગીરવે લેવા’ સાથે સરખાવ્યું છે? (પુન. ૨૪:૬, સંપૂર્ણ) [નવે. ૧૭, w૦૪ ૯/૧૫ પાન ૨૬ ફકરો ૨]
ઈસ્રાએલીઓએ યહોવાની આજ્ઞાઓ પાળવા કેવું વલણ રાખવાની જરૂર હતી? આપણે કેવા વલણથી યહોવાની આજ્ઞાઓ પાળવી જોઈએ? (પુન. ૨૮:૪૭) [નવે. ૨૪, w૧૦ ૯/૧ પાન ૧૧ ફકરો ૪]
જીવન મેળવવા પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦માં કઈ ત્રણ મુખ્ય જરૂરિયાતો વિશે જણાવ્યું છે? [નવે. ૨૪, w૧૦ ૨/૧ પાન ૩૨ ફકરો ૧૭]
શું આપણે ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધીનાં વચનો ધીમે અવાજે વાંચવાં જોઈએ? સમજાવો. (યહો. ૧:૮) [ડિસે. ૮, w૧૩ ૪/૧૫ પાન ૭ ફકરો ૪]
યહોશુઆ ૫:૧૪, ૧૫માં જણાવેલ “યહોવાના સૈન્યના સરદાર” કોણ હતા? અને એમાંથી આપણને શું ઉત્તેજન મળે છે? [ડિસે. ૮, w૦૪ ૧૨/૧ પાન ૯ ફકરો ૨]
આખાન કઈ રીતે પાપમાં પડ્યા? અને તેમના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? (યહો. ૭:૨૦, ૨૧) [ડિસે. ૧૫, w૧૦ ૪/૧ પાન ૨૨ ફકરા ૨,૫]
કાલેબના ઉદાહરણથી આજે આપણને કઈ રીતે ઉત્તેજન મળે છે? (યહો. ૧૪:૧૦-૧૩) [ડિસે. ૨૯, w૦૪ ૧૨/૧ પાન ૧૨ ફકરા ૩]