સમજી-વિચારીને ખુશખબર જણાવીએ
૧ પ્રેરિત પાઊલે ભાર મૂક્યો કે, અલગ અલગ માન્યતા અને સમાજના લોકોના સંજોગો પારખીને તેઓને ખુશખબર જણાવવી જોઈએ. આજે અમુક લોકો પોતાને ધાર્મિક ગણે છે. જ્યારે કે બીજાઓ પોતાને ધાર્મિક ગણતા નથી અને તેઓને એમાં રસ પણ નથી. આપણે રાજ્યની ખુશખબર જણાવતા હોવાથી ‘સર્વ’ લોકોને સમજી-વિચારીને સંદેશો જણાવીએ, જેથી તેઓને એમાં રસ પડે.—૧ કોરીં. ૯:૧૯-૨૩.
૨ પ્રચારકાર્યમાં સમજી-વિચારીને વાત કરવાનો અર્થ થાય કે, ઘરમાલિકને રસ પડે એ રીતે રજૂઆતમાં જરૂરી ફેરફાર કરીએ. એમ કરવા સારી તૈયારી કરવી જરૂરી છે. આપણી સંસ્થાનાં સાહિત્યથી જાણકાર હોઈશું તો, આપણે સહેલાઈથી જુદા જુદા વિષય પર વાત કરીને ખુશખબર જણાવી શકીશું. વૃદ્ધ, યુવાન, કુટુંબના વડીલ, ગૃહિણી, નોકરી કરતી મહિલાઓ અને બીજાઓ સાથે વાત કરીએ ત્યારે, તેઓના સંજોગોને ધ્યાનમાં રાખીને સાહિત્ય આપીએ.
૩ ઘરમાલિકના ઘરની આજુબાજુ જોવા મળતી બાબતો ધ્યાનમાં લઈએ. એના પરથી કદાચ ખ્યાલ આવશે કે તેઓ માબાપ છે, કયો ધર્મ પાળે છે, ઘરની સારસંભાળ રાખવામાં રસ છે અને વગેરે. એ ધ્યાનમાં રાખીને વ્યક્તિને રસ પડે એવા વિષય પર વાત કરી શકીએ. તેમને ખોટું ન લાગે એ રીતે સમજી વિચારીને યોગ્ય સવાલો પૂછીએ અને ધ્યાનથી સાંભળીએ. એનાથી તેમની માન્યતા અને લાગણીઓ પારખી શકીશું. પછી તેમને રસ પડે એવા વિષય પર આગળ વાત કરી શકીશું.
૪ આપણે સારી તૈયારી કરીશું અને પ્રચારમાં લોકો સાથે સમજી-વિચારીને વાત કરીશું તો, પ્રેરિત પાઊલની જેમ આમ કહી શકીશું: “હરકોઈ રીતે કેટલાએકને તારવા માટે હું સર્વની સાથે સર્વના જેવો થયો.”—૧ કોરીં. ૯:૨૨; નીતિ. ૧૯:૮.