વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નહેમ્યા મુખ્ય વિચારો

      • લોકો પોતાનાં પાપ કબૂલ કરે છે (૧-૩૮)

        • યહોવા, માફી આપનાર ઈશ્વર (૧૭)

નહેમ્યા ૯:૧

એને લગતી કલમો

  • +યહો ૭:૬; યૂના ૩:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૩/૧/૧૯૮૬, પાન ૨૮

નહેમ્યા ૯:૨

એને લગતી કલમો

  • +એઝ ૯:૧, ૨; નહે ૧૩:૩
  • +લેવી ૨૬:૪૦; એઝ ૯:૬; ગી ૧૦૬:૬; દા ૯:૮

નહેમ્યા ૯:૩

ફૂટનોટ

  • *

    અથવા, “એક પહોર.”

એને લગતી કલમો

  • +નહે ૮:૩, ૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૩, પાન ૨૨

નહેમ્યા ૯:૪

એને લગતી કલમો

  • +નહે ૮:૪
  • +નહે ૮:૭

નહેમ્યા ૯:૫

ફૂટનોટ

  • *

    અથવા, “અનાદિકાળથી અનંતકાળ સુધી.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩૩:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૩, પાન ૨૧, ૨૩

નહેમ્યા ૯:૬

એને લગતી કલમો

  • +પુન ૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૩, પાન ૨૩

નહેમ્યા ૯:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૧, ૨
  • +ઉત ૧૧:૩૧
  • +ઉત ૧૭:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૩, પાન ૨૩-૨૪

નહેમ્યા ૯:૮

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૧૦-૧૨
  • +ઉત ૧૫:૧૮

નહેમ્યા ૯:૯

ફૂટનોટ

  • *

    અથવા, “મિસરમાં.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૨૩-૨૫; ૩:૭

નહેમ્યા ૯:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “ફારુન.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૫:૨
  • +નિર્ગ ૭:૩; પુન ૬:૨૨
  • +નિર્ગ ૯:૧૬

નહેમ્યા ૯:૧૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૨૧, ૨૨
  • +નિર્ગ ૧૫:૧, ૫, ૧૦

નહેમ્યા ૯:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧; ૧૪:૧૯, ૨૦

નહેમ્યા ૯:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “ભરોસાપાત્ર નિયમો.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૧૧
  • +પુન ૪:૧૦, ૩૬
  • +પુન ૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૩, પાન ૨૪

નહેમ્યા ૯:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૨૯; ૨૦:૮-૧૧; પુન ૫:૧૨-૧૪

નહેમ્યા ૯:૧૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૪
  • +નિર્ગ ૧૭:૬

નહેમ્યા ૯:૧૬

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૪૪
  • +પુન ૯:૬

નહેમ્યા ૯:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૧, ૪૧
  • +ગણ ૧૪:૧, ૪
  • +નિર્ગ ૩૪:૬; ગણ ૧૪:૧૮
  • +પુન ૪:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    નં. ૧ ૨૦૨૧ પાન ૧૪

નહેમ્યા ૯:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “ઢાળેલું વાછરડું.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૧, ૪

નહેમ્યા ૯:૧૯

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૯, ૨૦
  • +નિર્ગ ૪૦:૩૮; ગણ ૯:૧૫

નહેમ્યા ૯:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “સારી શક્તિ.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૧૭, ૨૫
  • +નિર્ગ ૧૬:૧૪, ૧૫
  • +ગણ ૨૦:૮

નહેમ્યા ૯:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૩૫; ગણ ૧૪:૩૩; પુન ૨:૭
  • +પુન ૨૯:૫

નહેમ્યા ૯:૨૨

એને લગતી કલમો

  • +યહો ૧૧:૨૩
  • +ગણ ૨૧:૨૬
  • +ગણ ૨૧:૨૩, ૨૪; પુન ૨:૩૧
  • +ગણ ૨૧:૩૩, ૩૫

નહેમ્યા ૯:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧, ૫
  • +ઉત ૧૨:૭; ૨૬:૩

નહેમ્યા ૯:૨૪

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૯-૩૧; યહો ૨૧:૪૩
  • +યહો ૧૮:૧

નહેમ્યા ૯:૨૫

એને લગતી કલમો

  • +પુન ૩:૪, ૫
  • +પુન ૮:૭-૯
  • +યહો ૨૪:૧૩

નહેમ્યા ૯:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “પીઠ પાછળ ફેંકી દીધું.”

એને લગતી કલમો

  • +પુન ૩૧:૨૦; ૩૨:૧૫; ન્યા ૨:૧૨
  • +૨રા ૨૧:૧૧; ગી ૧૦૬:૩૮

નહેમ્યા ૯:૨૭

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૪
  • +પુન ૩૧:૧૭
  • +ન્યા ૨:૧૮; ૩:૯, ૧૫; ૧શ ૧૨:૧૧; ૨રા ૧૩:૪, ૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૮૭, પાન ૩૧

નહેમ્યા ૯:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓ પર અધિકાર ચલાવ્યો.”

એને લગતી કલમો

  • +ન્યા ૨:૧૯
  • +ન્યા ૪:૧, ૨; ૬:૧
  • +ન્યા ૬:૬
  • +ગી ૧૦૬:૪૩-૪૫

નહેમ્યા ૯:૨૯

એને લગતી કલમો

  • +૨રા ૧૭:૧૩, ૧૪; ૨કા ૨૪:૧૯
  • +લેવી ૧૮:૫

નહેમ્યા ૯:૩૦

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૨૧
  • +૨કા ૩૬:૧૫, ૧૬; યશા ૪૨:૨૪; યર્મિ ૪૦:૨, ૩

નહેમ્યા ૯:૩૧

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

એને લગતી કલમો

  • +હઝ ૧૪:૨૨
  • +નિર્ગ ૩૪:૬; પુન ૪:૩૧

નહેમ્યા ૯:૩૨

ફૂટનોટ

  • *

    અથવા, “ભય અને માન જગાડે એવા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પુન ૭:૯; દા ૯:૪
  • +૨રા ૨૪:૧૨, ૧૪
  • +યર્મિ ૩૪:૧૮-૨૦
  • +યવિ ૪:૧૩, ૧૪
  • +૨રા ૧૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૧૩, પાન ૨૩

નહેમ્યા ૯:૩૩

એને લગતી કલમો

  • +દા ૯:૫

નહેમ્યા ૯:૩૪

ફૂટનોટ

  • *

    મૂળ, “યાદ કરાવવા સૂચનો આપ્યાં.”

નહેમ્યા ૯:૩૫

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૭; ૩૨:૧૫

નહેમ્યા ૯:૩૬

એને લગતી કલમો

  • +પુન ૨૮:૪૮; એઝ ૯:૯

નહેમ્યા ૯:૩૭

ફૂટનોટ

  • *

    મૂળ, “અમારાં શરીરો પર.”

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫, ૩૩; નહે ૫:૪

નહેમ્યા ૯:૩૮

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૩:૩; ૨કા ૧૫:૧૨; એઝ ૧૦:૩
  • +નહે ૧૦:૨૮, ૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૧૯૯૮, પાન ૨૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નહે. ૯:૧યહો ૭:૬; યૂના ૩:૫, ૬
નહે. ૯:૨એઝ ૯:૧, ૨; નહે ૧૩:૩
નહે. ૯:૨લેવી ૨૬:૪૦; એઝ ૯:૬; ગી ૧૦૬:૬; દા ૯:૮
નહે. ૯:૩નહે ૮:૩, ૮
નહે. ૯:૪નહે ૮:૪
નહે. ૯:૪નહે ૮:૭
નહે. ૯:૫યર્મિ ૩૩:૧૦, ૧૧
નહે. ૯:૬પુન ૬:૪
નહે. ૯:૭ઉત ૧૨:૧, ૨
નહે. ૯:૭ઉત ૧૧:૩૧
નહે. ૯:૭ઉત ૧૭:૫
નહે. ૯:૮ઉત ૨૨:૧૦-૧૨
નહે. ૯:૮ઉત ૧૫:૧૮
નહે. ૯:૯નિર્ગ ૨:૨૩-૨૫; ૩:૭
નહે. ૯:૧૦નિર્ગ ૫:૨
નહે. ૯:૧૦નિર્ગ ૭:૩; પુન ૬:૨૨
નહે. ૯:૧૦નિર્ગ ૯:૧૬
નહે. ૯:૧૧નિર્ગ ૧૪:૨૧, ૨૨
નહે. ૯:૧૧નિર્ગ ૧૫:૧, ૫, ૧૦
નહે. ૯:૧૨નિર્ગ ૧૩:૨૧; ૧૪:૧૯, ૨૦
નહે. ૯:૧૩નિર્ગ ૧૯:૧૧
નહે. ૯:૧૩પુન ૪:૧૦, ૩૬
નહે. ૯:૧૩પુન ૪:૮
નહે. ૯:૧૪નિર્ગ ૧૬:૨૯; ૨૦:૮-૧૧; પુન ૫:૧૨-૧૪
નહે. ૯:૧૫નિર્ગ ૧૬:૪
નહે. ૯:૧૫નિર્ગ ૧૭:૬
નહે. ૯:૧૬ગણ ૧૪:૪૪
નહે. ૯:૧૬પુન ૯:૬
નહે. ૯:૧૭ગણ ૧૪:૧૧, ૪૧
નહે. ૯:૧૭ગણ ૧૪:૧, ૪
નહે. ૯:૧૭નિર્ગ ૩૪:૬; ગણ ૧૪:૧૮
નહે. ૯:૧૭પુન ૪:૩૧
નહે. ૯:૧૮નિર્ગ ૩૨:૧, ૪
નહે. ૯:૧૯ગણ ૧૪:૧૯, ૨૦
નહે. ૯:૧૯નિર્ગ ૪૦:૩૮; ગણ ૯:૧૫
નહે. ૯:૨૦ગણ ૧૧:૧૭, ૨૫
નહે. ૯:૨૦નિર્ગ ૧૬:૧૪, ૧૫
નહે. ૯:૨૦ગણ ૨૦:૮
નહે. ૯:૨૧નિર્ગ ૧૬:૩૫; ગણ ૧૪:૩૩; પુન ૨:૭
નહે. ૯:૨૧પુન ૨૯:૫
નહે. ૯:૨૨યહો ૧૧:૨૩
નહે. ૯:૨૨ગણ ૨૧:૨૬
નહે. ૯:૨૨ગણ ૨૧:૨૩, ૨૪; પુન ૨:૩૧
નહે. ૯:૨૨ગણ ૨૧:૩૩, ૩૫
નહે. ૯:૨૩ઉત ૧૫:૧, ૫
નહે. ૯:૨૩ઉત ૧૨:૭; ૨૬:૩
નહે. ૯:૨૪ગણ ૧૪:૨૯-૩૧; યહો ૨૧:૪૩
નહે. ૯:૨૪યહો ૧૮:૧
નહે. ૯:૨૫પુન ૩:૪, ૫
નહે. ૯:૨૫પુન ૮:૭-૯
નહે. ૯:૨૫યહો ૨૪:૧૩
નહે. ૯:૨૬પુન ૩૧:૨૦; ૩૨:૧૫; ન્યા ૨:૧૨
નહે. ૯:૨૬૨રા ૨૧:૧૧; ગી ૧૦૬:૩૮
નહે. ૯:૨૭ન્યા ૨:૧૪
નહે. ૯:૨૭પુન ૩૧:૧૭
નહે. ૯:૨૭ન્યા ૨:૧૮; ૩:૯, ૧૫; ૧શ ૧૨:૧૧; ૨રા ૧૩:૪, ૫
નહે. ૯:૨૮ન્યા ૨:૧૯
નહે. ૯:૨૮ન્યા ૪:૧, ૨; ૬:૧
નહે. ૯:૨૮ન્યા ૬:૬
નહે. ૯:૨૮ગી ૧૦૬:૪૩-૪૫
નહે. ૯:૨૯૨રા ૧૭:૧૩, ૧૪; ૨કા ૨૪:૧૯
નહે. ૯:૨૯લેવી ૧૮:૫
નહે. ૯:૩૦રોમ ૧૦:૨૧
નહે. ૯:૩૦૨કા ૩૬:૧૫, ૧૬; યશા ૪૨:૨૪; યર્મિ ૪૦:૨, ૩
નહે. ૯:૩૧હઝ ૧૪:૨૨
નહે. ૯:૩૧નિર્ગ ૩૪:૬; પુન ૪:૩૧
નહે. ૯:૩૨પુન ૭:૯; દા ૯:૪
નહે. ૯:૩૨૨રા ૨૪:૧૨, ૧૪
નહે. ૯:૩૨યર્મિ ૩૪:૧૮-૨૦
નહે. ૯:૩૨યવિ ૪:૧૩, ૧૪
નહે. ૯:૩૨૨રા ૧૭:૬
નહે. ૯:૩૩દા ૯:૫
નહે. ૯:૩૫પુન ૨૮:૪૭; ૩૨:૧૫
નહે. ૯:૩૬પુન ૨૮:૪૮; એઝ ૯:૯
નહે. ૯:૩૭પુન ૨૮:૧૫, ૩૩; નહે ૫:૪
નહે. ૯:૩૮૨રા ૨૩:૩; ૨કા ૧૫:૧૨; એઝ ૧૦:૩
નહે. ૯:૩૮નહે ૧૦:૨૮, ૨૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નહેમ્યા ૯:૧-૩૮

નહેમ્યા

૯ સાતમા મહિનાના ૨૪મા દિવસે બધા ઇઝરાયેલીઓ ભેગા મળ્યા. તેઓએ ઉપવાસ કર્યો, કંતાન પહેર્યું અને પોતાના પર ધૂળ નાખી.+ ૨ ઇઝરાયેલના અસલ વંશજોએ પોતાને પરદેશીઓથી અલગ કર્યા.+ તેઓએ ઊભા થઈને પોતાનાં પાપ અને બાપદાદાઓના અપરાધો કબૂલ કર્યાં.+ ૩ તેઓ પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા અને તેઓ આગળ ત્રણ કલાક* સુધી યહોવા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચવામાં આવ્યું.+ પછી ત્રણ કલાક સુધી તેઓએ પોતાનાં પાપ કબૂલ કર્યા અને પોતાના ઈશ્વર યહોવાની આગળ જમીન સુધી માથું નમાવ્યું.

૪ લેવીઓ માટે બાંધેલા મંચ+ પર યેશૂઆ, બાની, કાદમીએલ, શબાન્યા, બુન્‍ની, શેરેબ્યા,+ બાની અને કનાની ઊભા થયા. તેઓએ મોટેથી પોતાના ઈશ્વર યહોવાને પોકાર કર્યો. ૫ યેશૂઆ, કાદમીએલ, બાની, હાશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા અને પથાહ્યા લેવીઓએ કહ્યું: “ઊભા થાઓ અને તમારા ઈશ્વર યહોવાની યુગોના યુગો સુધી* સ્તુતિ કરો.+ હે ઈશ્વર, તમારા નામની જેટલી સ્તુતિ કરવામાં આવે, જેટલાં ગુણગાન ગાવામાં આવે એટલાં ઓછાં છે. તોપણ તમારા મહિમાવંત નામનો તેઓને જયજયકાર કરવા દો.

૬ “હે યહોવા, તમે જ એકમાત્ર ઈશ્વર છો.+ આકાશો, હા, આકાશોનાં આકાશો અને તેઓનું સૈન્ય, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું જ તમારા હાથની રચના છે. તમે તેઓનું જીવન ટકાવી રાખો છો. આકાશોનું સૈન્ય તમારી આગળ નમે છે. ૭ તમે જ સાચા ઈશ્વર યહોવા છો, જેમણે ઇબ્રામને પસંદ કર્યા+ અને તેમને ખાલદીઓના* ઉર શહેરમાંથી+ બહાર લઈ આવ્યા. તમે તેમને ઇબ્રાહિમ+ નામ આપ્યું. ૮ તમે જોયું કે તે પૂરા દિલથી તમને વફાદાર છે.+ એટલે તમે તેમની સાથે કરાર કર્યો. તમે તેમને અને તેમના વંશજને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, યબૂસીઓ અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું વચન આપ્યું.+ તમે તમારાં વચનો પાળ્યાં, કેમ કે તમે નેક* છો.

૯ “તમે ઇજિપ્તમાં* અમારા બાપદાદાઓનું દુઃખ જોયું.+ લાલ સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. ૧૦ તમે જોયું કે ઇજિપ્તના રાજા,* તેના સેવકો અને તેની પ્રજા ઘમંડી બનીને+ તમારા લોકો પર અત્યાચાર કરે છે. એટલે તમે તેઓ આગળ અદ્‍ભુત કામો અને ચમત્કારો કર્યાં.+ આમ તમે તમારું નામ મોટું મનાવ્યું, જે આજે પણ જગજાહેર છે.+ ૧૧ તમે તેઓ આગળ સમુદ્રના બે ભાગ કર્યા અને તેઓએ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કર્યો.+ પણ તેઓનો પીછો કરતા દુશ્મનોને તમે સમુદ્રના ઊંડાણમાં ફેંકી દીધા અને ધસમસતા પાણીમાં ફેંકેલા પથ્થરની જેમ તેઓ ડૂબી ગયા.+ ૧૨ તમે પોતાના લોકોને દિવસે વાદળના સ્તંભથી દોર્યા અને રાતે અગ્‍નિના સ્તંભથી તેઓના માર્ગમાં પ્રકાશ પાથર્યો.+ ૧૩ તમે સિનાઈ પર્વત પર ઊતર્યા+ અને સ્વર્ગમાંથી તેઓ સાથે વાત કરી.+ તમે તેઓને ખરા ન્યાયચુકાદા, સાચા નિયમો,* આજ્ઞાઓ અને ઉત્તમ કાયદા-કાનૂન આપ્યાં.+ ૧૪ તમે તેઓને તમારા પવિત્ર સાબ્બાથ*+ વિશે જણાવ્યું. તમારા સેવક મૂસા દ્વારા તમે તેઓને આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને નિયમો આપ્યાં. ૧૫ તેઓ ભૂખ્યા હતા ત્યારે તમે આકાશમાંથી ખોરાક આપ્યો.+ તેઓ તરસ્યા હતા ત્યારે તમે ખડકમાંથી પાણી કાઢ્યું.+ તમે તેઓને જે દેશ આપવાના સમ ખાધા હતા, એ દેશને કબજે કરીને એમાં વસવાની આજ્ઞા આપી.

૧૬ “પણ અમારા બાપદાદાઓ ઘમંડી+ અને હઠીલા બન્યા.+ તેઓએ તમારી આજ્ઞાઓ પર ધ્યાન આપ્યું નહિ. ૧૭ તેઓએ તમારું સાંભળ્યું નહિ.+ તેઓ માટે તમે જે અદ્‍ભુત કામો કર્યાં હતાં, એને પણ ભૂલી ગયા. તેઓ એટલા હઠીલા બની ગયા કે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવા તેઓએ એક આગેવાન નીમ્યો.+ પણ હે ઈશ્વર, તમે માફ કરવા તૈયાર છો, કરુણા* અને દયા બતાવનાર છો. તમે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર છો.+ તમે તેઓને ત્યજી દીધા નહિ.+ ૧૮ અરે, તેઓએ પોતાના માટે ધાતુનું વાછરડું* બનાવ્યું અને કહ્યું, ‘હે ઇઝરાયેલ, આ આપણો દેવ છે. તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે.’+ તેઓએ દુષ્ટ કામો કરીને તમારું અપમાન કર્યું. ૧૯ છતાં તમારી અપાર દયાને લીધે તમે તેઓને વેરાન પ્રદેશમાં છોડી દીધા નહિ.+ દિવસે વાદળના સ્તંભથી તમે તેઓને દોર્યા, જે તેઓ ઉપરથી ખસતો ન હતો. રાતે અગ્‍નિના સ્તંભથી તમે તેઓના માર્ગમાં પ્રકાશ પાથર્યો.+ ૨૦ તેઓને સમજણ આપવા તમે તમારી શક્તિ* આપી.+ તમે તેઓને માન્‍ના* આપ્યું,+ તેઓ તરસ્યા હતા ત્યારે પાણી પાયું.+ ૨૧ વેરાન પ્રદેશમાં ૪૦ વર્ષ સુધી તમે તેઓને ખોરાક પૂરો પાડ્યો.+ તેઓને કશાની ખોટ પડી નહિ. તેઓનાં કપડાં ઘસાઈને ફાટી ગયાં નહિ+ કે તેઓના પગ સૂજી ગયા નહિ.

૨૨ “તમે તેઓના હાથમાં દેશો સોંપી દીધા અને એની પ્રજાઓ આપી દીધી અને તેઓનો વિસ્તાર વહેંચી આપ્યો.+ તેઓએ હેશ્બોનના રાજા+ સીહોનનો વિસ્તાર+ અને બાશાનના રાજા ઓગનો વિસ્તાર+ કબજે કર્યો. ૨૩ તમે તેઓના દીકરાઓની સંખ્યા આકાશના તારાઓ જેટલી અગણિત કરી.+ જે દેશ કબજે કરવા તમે તેઓના બાપદાદાઓને વચન આપ્યું હતું, એમાં તેઓને દોરી લાવ્યા.+ ૨૪ તેઓએ જઈને એ દેશને કબજે કર્યો.+ તમે એ દેશમાં રહેતા કનાનીઓને તેઓના તાબે કર્યા.+ પછી એ દેશના રાજાઓને અને એની પ્રજાને તેઓના હાથમાં સોંપ્યા, જેથી તમારા લોકો તેઓ સાથે મન ફાવે એમ વર્તી શકે. ૨૫ તેઓએ કિલ્લાવાળાં શહેરો+ જીતી લીધાં અને ફળદ્રુપ જમીનો+ કબજે કરી લીધી. તેઓએ ઉત્તમ વસ્તુઓથી ભરેલાં ઘરો, ખોદેલા ટાંકાઓ, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનવાડીઓ+ અને ફળથી લચી પડેલાં સેંકડો વૃક્ષો કબજે કર્યાં. તેઓ ખાઈ-પીને ધરાયા અને તાજા-માજા થયા. તેઓ તમારી ભલાઈમાં આળોટ્યા.

૨૬ “પણ તમારું માનવાને બદલે તેઓએ તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.+ તેઓએ તમારા નિયમશાસ્ત્રથી મોં ફેરવી લીધું.* તમે પ્રબોધકો મોકલીને ચેતવણી આપી કે તેઓ તમારી પાસે પાછા ફરે, પણ તેઓએ એ પ્રબોધકોને મારી નાખ્યા. તેઓએ દુષ્ટ કામો કરીને તમારું અપમાન કર્યું.+ ૨૭ એટલે તમે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા.+ એ દુશ્મનોએ તેઓને ખૂબ સતાવ્યા.+ પણ દુઃખના સમયે જ્યારે તેઓએ પોકાર કર્યો, ત્યારે તમે સ્વર્ગમાંથી તેઓનું સાંભળ્યું. તમારી અપાર દયાને લીધે તમે એવા માણસો ઊભા કર્યા, જે તેઓને દુશ્મનોના પંજામાંથી છોડાવે.+

૨૮ “પણ દુશ્મનોથી છુટકારો મળતાં જ તેઓએ ફરીથી એ કામો કર્યાં, જે તમારી નજરમાં ખરાબ છે.+ તમે તેઓને તરછોડી દીધા અને દુશ્મનોના હવાલે કરી દીધા. દુશ્મનોએ તેઓને કચડી નાખ્યા.*+ પછી તેઓ પાછા ફર્યા અને મદદ માટે તમને પોકાર કર્યો.+ તમે સ્વર્ગમાંથી તેઓનું સાંભળ્યું. તમારી અપાર દયાને લીધે તમે વારંવાર તેઓને છોડાવ્યા.+ ૨૯ તમે અનેક વાર તેઓને સમજાવ્યું કે તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે જીવે. પણ તેઓ ઘમંડી બનીને વર્ત્યા અને તમારી આજ્ઞાઓ પાળવાની ના પાડી દીધી.+ તેઓએ એ નિયમો વિરુદ્ધ પાપ કર્યું, જેને પાળવાથી જીવન મળે છે.+ તેઓએ હઠીલા બનીને પીઠ ફેરવી દીધી, પોતાની ગરદન અક્કડ કરી અને તમારું સાંભળ્યું નહિ. ૩૦ તમે વર્ષોનાં વર્ષો ધીરજ બતાવી.+ તમે પ્રબોધકોને તમારી શક્તિથી ભરપૂર કર્યા કે તેઓ વારંવાર ચેતવણી આપે. પણ એ હઠીલા લોકોએ આંખ આડા કાન કર્યા. આખરે તમે તેઓને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા.+ ૩૧ તમારી અપાર દયાને લીધે તમે તેઓનો વિનાશ કર્યો નહિ.+ તમે તેઓને ત્યજી દીધા નહિ, કેમ કે તમે કરુણા* અને દયા બતાવનાર ઈશ્વર છો.+

૩૨ “હે અમારા પરમેશ્વર, તમે મહાન, પરાક્રમી અને અદ્‍ભુત* ઈશ્વર છો. તમે તમારો કરાર પાળો છો અને અતૂટ પ્રેમ* બતાવો છો.+ અમે, અમારા રાજાઓએ, અધિકારીઓએ,+ યાજકોએ,+ પ્રબોધકોએ,+ બાપદાદાઓએ અને તમારા બધા લોકોએ આશ્શૂરના રાજાઓના+ દિવસોથી લઈને આજ સુધી જે તકલીફો વેઠી છે એને નજરઅંદાજ ન કરો. ૩૩ અમારા પર જે કંઈ વીત્યું, અમે એને જ લાયક હતા. તમે અમારી સાથે અન્યાય કર્યો નથી. તમે તો વિશ્વાસુ છો, અમે જ દુષ્ટ રીતે વર્તીએ છીએ.+ ૩૪ અમારા રાજાઓ, અધિકારીઓ, યાજકો અને અમારા બાપદાદાઓ તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલ્યા નહિ. તેઓએ તમારી આજ્ઞાઓ પર ધ્યાન આપ્યું નહિ. તમે તેઓને વારંવાર ચેતવણી આપી,* પણ તેઓએ એને કાન ધરી નહિ. ૩૫ જ્યારે તેઓ પોતાના જ રાજ્યમાં તમારી ભલાઈનો આનંદ માણતા હતા, તમે આપેલા વિશાળ અને ફળદ્રુપ દેશમાં રહેતા હતા, ત્યારે પણ તેઓએ તમારી સેવા કરી નહિ+ અને પોતાનાં ખરાબ કામોથી પાછા ફર્યા નહિ. ૩૬ એટલે આજે અમે ગુલામ છીએ.+ હા, તમે અમારા બાપદાદાઓને જે દેશ આપ્યો હતો, એમાં અમે ગુલામ બની ગયા છીએ. તમે તો તેઓને એ દેશ એની ઊપજ અને ઉત્તમ વસ્તુઓનો આનંદ માણવા આપ્યો હતો. ૩૭ અમારાં પાપોને લીધે અમારા દેશની ભરપૂર ઊપજ હવે એ રાજાઓ ખાઈ જાય છે, જેઓને તમે અમારા પર ઠરાવ્યા છે.+ તેઓ મન ફાવે એમ અમારા પર* અને અમારાં ઢોરઢાંક પર હુકમ ચલાવે છે. અમે દુઃખના ડુંગર નીચે દબાઈ ગયા છીએ.

૩૮ “આ બધું જોતાં અમે લેખિતમાં એક કરાર કરીએ છીએ.+ અમારા અધિકારીઓ, લેવીઓ અને યાજકો એના પર મહોર* મારીને એને ટેકો આપે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો