વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરનો આભાર માનો, તેમની તોલે કોઈ ન આવે

        • ઈશ્વરનાં કામો ગણ્યાં ગણાય નહિ એટલાં છે (૫)

        • ઈશ્વર બલિદાનોની ઝંખના રાખતા નથી (૬)

        • “તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી” (૮)

ગીતશાસ્ત્ર ૪૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “ધીરજ રાખીને રાહ જોઈ.”

  • *

    અથવા, “નમીને સાંભળ્યું.”

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૫

ગીતશાસ્ત્ર ૪૦:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ગર્જના કરતા.”

ગીતશાસ્ત્ર ૪૦:૩

એને લગતી કલમો

  • +ગી ૩૩:૩; ૯૮:૧

ગીતશાસ્ત્ર ૪૦:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૬, પાન ૯-૧૦

ગીતશાસ્ત્ર ૪૦:૫

એને લગતી કલમો

  • +પ્રક ૧૫:૩
  • +નિર્ગ ૧૫:૧૧
  • +ગી ૧૩૯:૧૭, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૭

ગીતશાસ્ત્ર ૪૦:૬

ફૂટનોટ

  • *

    અથવા, “રાજી થયા નહિ.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૨૨; ગી ૫૧:૧૬, ૧૭; હો ૬:૬
  • +યશા ૫૦:૫
  • +હિબ્રૂ ૧૦:૫-૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

    ૯/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૪૦:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “પુસ્તકના વીંટામાં.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લૂક ૨૪:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

ગીતશાસ્ત્ર ૪૦:૮

એને લગતી કલમો

  • +યોહ ૪:૩૪
  • +ગી ૩૭:૩૧; રોમ ૭:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૭, પાન ૧૩

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૧૨, પાન ૧૧-૧૨

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

    ૭/૧/૧૯૮૯, પાન ૧૯

ગીતશાસ્ત્ર ૪૦:૯

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨૨
  • +હિબ્રૂ ૧૩:૧૫

ગીતશાસ્ત્ર ૪૦:૧૦

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૨:૧૨

ગીતશાસ્ત્ર ૪૦:૧૧

એને લગતી કલમો

  • +ગી ૬૧:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૫, પાન ૯, ૧૧

ગીતશાસ્ત્ર ૪૦:૧૨

એને લગતી કલમો

  • +ગી ૭૧:૨૦
  • +ગી ૩૮:૪

ગીતશાસ્ત્ર ૪૦:૧૩

એને લગતી કલમો

  • +ગી ૨૫:૧૭
  • +ગી ૩૮:૨૨; ૭૦:૧-૫

ગીતશાસ્ત્ર ૪૦:૧૬

એને લગતી કલમો

  • +પુન ૪:૨૯
  • +ગી ૧૩:૫
  • +ગી ૩૫:૨૭

ગીતશાસ્ત્ર ૪૦:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૪૩:૭
  • +ગી ૫૪:૪; યશા ૫૦:૭; હિબ્રૂ ૧૩:૬

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૪૦:૧ગી ૩૪:૧૫
ગીત. ૪૦:૩ગી ૩૩:૩; ૯૮:૧
ગીત. ૪૦:૫પ્રક ૧૫:૩
ગીત. ૪૦:૫નિર્ગ ૧૫:૧૧
ગીત. ૪૦:૫ગી ૧૩૯:૧૭, ૧૮
ગીત. ૪૦:૬૧શ ૧૫:૨૨; ગી ૫૧:૧૬, ૧૭; હો ૬:૬
ગીત. ૪૦:૬યશા ૫૦:૫
ગીત. ૪૦:૬હિબ્રૂ ૧૦:૫-૯
ગીત. ૪૦:૭લૂક ૨૪:૪૪
ગીત. ૪૦:૮યોહ ૪:૩૪
ગીત. ૪૦:૮ગી ૩૭:૩૧; રોમ ૭:૨૨
ગીત. ૪૦:૯ગી ૨૨:૨૨
ગીત. ૪૦:૯હિબ્રૂ ૧૩:૧૫
ગીત. ૪૦:૧૦હિબ્રૂ ૨:૧૨
ગીત. ૪૦:૧૧ગી ૬૧:૬, ૭
ગીત. ૪૦:૧૨ગી ૭૧:૨૦
ગીત. ૪૦:૧૨ગી ૩૮:૪
ગીત. ૪૦:૧૩ગી ૨૫:૧૭
ગીત. ૪૦:૧૩ગી ૩૮:૨૨; ૭૦:૧-૫
ગીત. ૪૦:૧૬પુન ૪:૨૯
ગીત. ૪૦:૧૬ગી ૧૩:૫
ગીત. ૪૦:૧૬ગી ૩૫:૨૭
ગીત. ૪૦:૧૭ગી ૧૪૩:૭
ગીત. ૪૦:૧૭ગી ૫૪:૪; યશા ૫૦:૭; હિબ્રૂ ૧૩:૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૪૦:૧-૧૭

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૪૦ મેં યહોવા પર પૂરા દિલથી આશા રાખી,*

તેમણે પોતાનો કાન ધર્યો* અને મદદનો મારો પોકાર સાંભળ્યો.+

 ૨ તે મને વિનાશક* ખાડામાંથી,

ચીકણા કાદવમાંથી બહાર કાઢી લાવ્યા.

તે મને ખડક પર ઊંચે લઈ ગયા.

તેમણે મારાં પગલાં સ્થિર કર્યાં.

 ૩ પછી તેમણે મારા મુખ પર નવું ગીત રમતું કર્યું,+

એટલે કે આપણા ઈશ્વર માટેનું સ્તુતિગીત.

એ બધું જોઈને ઘણાને નવાઈ લાગશે

અને તેઓ યહોવા પર ભરોસો મૂકશે.

 ૪ ધન્ય છે એ માણસને, જે યહોવા પર ભરોસો રાખે છે

અને બંડખોર કે જૂઠા લોકો પર આધાર રાખતો નથી.

 ૫ હે યહોવા અમારા ભગવાન,

અમારા માટે તમે કરેલાં મહાન કામો

અને તમારા વિચારો કેટલાં બધાં છે!+

તમારી તોલે આવે એવું કોઈ નથી.+

એ બધાં જણાવવા બેસું તો

એ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!+

 ૬ તમે બલિદાન અને અર્પણની ઝંખના રાખી નહિ,*+

પણ તમે મારા કાન ઉઘાડ્યા, જેથી હું સાંભળું.+

તમે અગ્‍નિ-અર્પણો અને પાપ-અર્પણો* માંગ્યાં નહિ.+

 ૭ પછી મેં કહ્યું: “જુઓ, હું આવ્યો છું.

વીંટામાં* મારા વિશે લખવામાં આવ્યું છે.+

 ૮ હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી છે.+

તમારો નિયમ મારા દિલમાં છે.+

 ૯ હું મોટા મંડળમાં સાચા માર્ગની ખુશખબર જાહેર કરું છું.+

હે યહોવા, તમે સારી રીતે જાણો છો કે,

હું મારા હોઠ ભીડી રાખતો નથી.+

૧૦ તમારી સચ્ચાઈ હું મારા દિલમાં સંતાડી રાખતો નથી.

તમારી વફાદારી વિશે અને તમે કરેલા ઉદ્ધાર વિશે હું જાહેર કરું છું.

તમારો અતૂટ પ્રેમ અને તમારું સત્ય હું મોટા મંડળથી છુપાવતો નથી.”+

૧૧ હે યહોવા, તમારી દયા મારાથી પાછી ન રાખશો.

તમારો અતૂટ પ્રેમ અને તમારું સત્ય મારું સતત રક્ષણ કરો.+

૧૨ મને ઘેરી વળેલી તકલીફોનો કોઈ પાર નથી.+

મને અપરાધોની માયાજાળમાંથી નીકળવાનો કોઈ માર્ગ જડતો નથી.+

એ મારા માથાના વાળથી પણ અનેક ગણા વધારે છે,

હું હિંમત હારી બેઠો છું.

૧૩ હે યહોવા, કૃપા કરીને મને બચાવવા તૈયાર રહો.+

હે યહોવા, મને મદદ કરવા દોડી આવો.+

૧૪ જેઓ મારો જીવ લેવા ચાહે છે,

તેઓ બધા શરમાઓ અને લજવાઓ.

જેઓ મારી મુસીબત જોઈને ખુશ થાય છે,

તેઓ બદનામ થઈને પાછા હટો.

૧૫ જેઓ મને કહે છે કે “તે એ જ લાગનો છે!”

તેઓ પોતાનાં કરતૂતોને લીધે આઘાત પામો.

૧૬ પણ તમારું માર્ગદર્શન શોધનારાઓ+

તમારા પર ગર્વ કરો અને આનંદ મનાવો.+

ઉદ્ધારનાં તમારાં કામોને ચાહનારા હંમેશાં કહો:

“યહોવા મોટા મનાઓ.”+

૧૭ હે યહોવા, મારા પર ધ્યાન આપો.

હું તો લાચાર અને ગરીબ છું.

હે મારા ભગવાન, મોડું ન કરો.+

તમે જ મારા મદદગાર છો, મને બચાવનાર છો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો