વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • ઇજિપ્તમાં ઇઝરાયેલીઓની સંખ્યા વધે છે (૧-૭)

      • રાજા ઇઝરાયેલીઓ પર જુલમ ગુજારે છે (૮-૧૪)

      • ઈશ્વરનો ડર રાખનારી દાઈઓ જીવન બચાવે છે (૧૫-૨૨)

નિર્ગમન ૧:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “મિસર.”

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૮

નિર્ગમન ૧:૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૧કા ૨:૩, ૪

નિર્ગમન ૧:૪

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૧૭

નિર્ગમન ૧:૫

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૨૬; પુન ૧૦:૨૨; પ્રેકા ૭:૧૪

નિર્ગમન ૧:૬

એને લગતી કલમો

  • +ઉત ૫૦:૨૬

નિર્ગમન ૧:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલના દીકરાઓને.”

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૩; પુન ૨૬:૫; પ્રેકા ૭:૧૭-૧૯

નિર્ગમન ૧:૯

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૨૪, ૨૫

નિર્ગમન ૧:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ફારુને.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૩; નિર્ગ ૩:૭; ગણ ૨૦:૧૫; પુન ૨૬:૬
  • +ઉત ૪૭:૧૧

નિર્ગમન ૧:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૭; ગી ૧૦૫:૨૪, ૨૫

નિર્ગમન ૧:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૨૩; પ્રેકા ૭:૬

નિર્ગમન ૧:૧૪

એને લગતી કલમો

  • +લેવી ૨૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૫

    ૬/૧૫/૨૦૦૨, પાન ૮-૯

નિર્ગમન ૧:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

નિર્ગમન ૧:૧૬

એને લગતી કલમો

  • +હઝ ૧૬:૪

નિર્ગમન ૧:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૯:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૩, પાન ૮-૯

નિર્ગમન ૧:૨૨

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૧૮, ૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૧:૧ઉત ૪૬:૮
નિર્ગ. ૧:૨૧કા ૨:૩, ૪
નિર્ગ. ૧:૪ઉત ૪૬:૧૭
નિર્ગ. ૧:૫ઉત ૪૬:૨૬; પુન ૧૦:૨૨; પ્રેકા ૭:૧૪
નિર્ગ. ૧:૬ઉત ૫૦:૨૬
નિર્ગ. ૧:૭ઉત ૪૬:૩; પુન ૨૬:૫; પ્રેકા ૭:૧૭-૧૯
નિર્ગ. ૧:૯ગી ૧૦૫:૨૪, ૨૫
નિર્ગ. ૧:૧૧ઉત ૧૫:૧૩; નિર્ગ ૩:૭; ગણ ૨૦:૧૫; પુન ૨૬:૬
નિર્ગ. ૧:૧૧ઉત ૪૭:૧૧
નિર્ગ. ૧:૧૨નિર્ગ ૧:૭; ગી ૧૦૫:૨૪, ૨૫
નિર્ગ. ૧:૧૩નિર્ગ ૨:૨૩; પ્રેકા ૭:૬
નિર્ગ. ૧:૧૪લેવી ૨૬:૧૩
નિર્ગ. ૧:૧૬હઝ ૧૬:૪
નિર્ગ. ૧:૧૭ઉત ૯:૫, ૬
નિર્ગ. ૧:૨૨પ્રેકા ૭:૧૮, ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૧:૧-૨૨

નિર્ગમન

૧ યાકૂબ,* એટલે કે ઇઝરાયેલ* પોતાના દીકરાઓ અને તેઓનાં કુટુંબો સાથે ઇજિપ્ત* આવ્યો હતો. એ દીકરાઓનાં નામ આ છે:+ ૨ રૂબેન, શિમયોન, લેવી, યહૂદા,*+ ૩ ઇસ્સાખાર, ઝબુલોન, બિન્યામીન, ૪ દાન, નફતાલી, ગાદ અને આશેર.+ ૫ યાકૂબના ૭૦ વંશજો ઇજિપ્ત આવ્યા.+ પણ યૂસફ તો પહેલેથી જ ઇજિપ્તમાં હતો. ૬ સમય જતાં, યૂસફનું મરણ થયું.+ તેના ભાઈઓ અને એ પેઢીના સર્વ લોકો પણ મરી ગયા. ૭ ઇઝરાયેલીઓને* ઘણાં બાળકો થયાં અને તેઓની સંખ્યા ખૂબ જ વધી. તેઓની આબાદી એટલી ઝડપે વધી કે આખો દેશ તેઓથી ભરાઈ ગયો. તેઓ ઘણા બળવાન થતા ગયા.+

૮ સમય જતાં, ઇજિપ્તમાં નવો રાજા ઊભો થયો. તે યૂસફને ઓળખતો ન હતો. ૯ રાજાએ પોતાના લોકોને કહ્યું: “જુઓ! ઇઝરાયેલીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. તેઓ આપણા કરતાં વધારે બળવાન થયા છે.+ ૧૦ ચાલો, તેઓ સાથે ચાલાકીથી વર્તીએ, નહિતર તેઓની સંખ્યા વધતી જશે. જો ભાવિમાં યુદ્ધ ફાટી નીકળશે, તો તેઓ આપણા દુશ્મનો સાથે હાથ મિલાવશે અને આપણી સામે લડશે અને દેશ છોડીને જતા રહેશે.”

૧૧ એટલે રાજાએ* ઇઝરાયેલીઓ પાસે કાળી મજૂરી કરાવવા+ તેઓ પર ઉપરીઓ નીમ્યા. એ ઉપરીઓએ રાજાના કોઠારો માટે ઇઝરાયેલીઓ પાસે પીથોમ અને રામસેસ શહેરો બંધાવ્યાં.+ ૧૨ તેઓ ઇઝરાયેલીઓ પર જુલમ પર જુલમ કરતા ગયા, પણ ઇઝરાયેલીઓ તો વધતા ને વધતા જ ગયા અને આખા દેશમાં ફેલાતા ગયા. ઇઝરાયેલીઓને લીધે ઇજિપ્તના લોકો પર ડર છવાઈ ગયો.+ ઇઝરાયેલીઓ તેઓને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. ૧૩ આખરે ઇજિપ્તના લોકોએ ઇઝરાયેલીઓને ગુલામ બનાવી દીધા અને તેઓ પાસે આકરી મજૂરી કરાવવા લાગ્યા.+ ૧૪ સખત મજૂરી કરાવીને તેઓએ ઇઝરાયેલીઓનું જીવન આકરું બનાવી દીધું. તેઓ ઇઝરાયેલીઓને માટીનો ગારો અને ઈંટો બનાવવાની ફરજ પાડતા. તેઓ પાસે મેદાનમાં તનતોડ મહેનત કરાવતા, દરેક પ્રકારની મજૂરી કરાવતા અને તેઓ પર જુલમ ગુજારતા.+

૧૫ અમુક સમય પછી, ઇજિપ્તના રાજાએ હિબ્રૂ* દાઈઓ શિફ્રાહ અને પૂઆહ સાથે વાત કરી. ૧૬ રાજાએ તેઓને કહ્યું: “જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા જાઓ,+ ત્યારે જો છોકરો જન્મે તો તેને મારી નાખવો, પણ છોકરી જન્મે તો તેને જીવતી રાખવી.” ૧૭ પણ દાઈઓ સાચા ઈશ્વરનો* ડર રાખીને ચાલતી હતી. એટલે તેઓએ રાજાનો હુકમ ન માન્યો અને છોકરાઓને જીવતા રાખ્યા.+ ૧૮ થોડા સમય પછી, રાજાએ દાઈઓને બોલાવીને પૂછ્યું: “તમે કેમ છોકરાઓને મારી નાખતા નથી?” ૧૯ તેઓએ કહ્યું: “હિબ્રૂ સ્ત્રીઓ ઇજિપ્તની સ્ત્રીઓ જેવી નથી. તેઓ નાજુક-નમણી નથી, પણ ખૂબ મજબૂત છે અને દાઈઓના પહોંચતા પહેલાં જ બાળકને જન્મ આપી દે છે.”

૨૦ એ દાઈઓએ જે કર્યું એના લીધે ઈશ્વરે તેઓનું ભલું કર્યું. ઇઝરાયેલીઓ પણ વધતા ગયા અને ખૂબ બળવાન થતા ગયા. ૨૧ દાઈઓ સાચા ઈશ્વરનો ડર રાખતી હોવાથી ઈશ્વરે પછી તેઓને બાળકોનું સુખ આપ્યું. ૨૨ આખરે રાજાએ પોતાના લોકોને હુકમ કર્યો: “જો હિબ્રૂઓના ઘરમાં છોકરો જન્મે, તો તમારે તેને નાઈલ નદીમાં ફેંકી દેવો, પણ છોકરી જન્મે તો તેને જીવતી રાખવી.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો