વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • પાસ્ખાની શરૂઆત (૧-૨૮)

        • ઘરના દરવાજાની બારસાખ પર લોહી છાંટવું (૭)

      • દસમી આફત: પ્રથમ જન્મેલાની કતલ (૨૯-૩૨)

      • ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળે છે (૩૩-૪૨)

        • ૪૩૦ વર્ષો પૂરાં થયાં (૪૦, ૪૧)

      • પાસ્ખા ઊજવવાનાં સૂચનો (૪૩-૫૧)

નિર્ગમન ૧૨:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૪; ૨૩:૧૫; ગણ ૨૮:૧૬; પુન ૧૬:૧

નિર્ગમન ૧૨:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પિતાના ઘર પ્રમાણે.”

એને લગતી કલમો

  • +યોહ ૧:૨૯; ૧કો ૫:૭; પ્રક ૫:૬

નિર્ગમન ૧૨:૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તે.”

નિર્ગમન ૧૨:૫

એને લગતી કલમો

  • +લેવી ૨૨:૧૮-૨૦; પુન ૧૭:૧; ૧પિ ૧:૧૯

નિર્ગમન ૧૨:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલના આખા મંડળે.” શબ્દસૂચિમાં “મંડળ” જુઓ.

  • *

    મૂળ, “બે સાંજની વચ્ચે.” દેખીતું છે, એ સૂર્ય આથમે અને અંધારું થાય એ વચ્ચેના સમયને બતાવે છે.

એને લગતી કલમો

  • +ગણ ૨૮:૧૬
  • +નિર્ગ ૧૨:૧૮; લેવી ૨૩:૫; પુન ૧૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૪, પાન ૨૨

    ૧૨/૧૫/૨૦૧૩, પાન ૧૯-૨૦

    ૨/૧/૧૯૯૧, પાન ૨૦

નિર્ગમન ૧૨:૭

એને લગતી કલમો

  • +૧કો ૫:૭; હિબ્રૂ ૧૧:૨૮

નિર્ગમન ૧૨:૮

ફૂટનોટ

  • *

    અથવા, “ખમીર વગરની.”

એને લગતી કલમો

  • +પુન ૧૬:૬, ૭
  • +નિર્ગ ૧૩:૩; ૩૪:૨૫; પુન ૧૬:૩; ૧કો ૫:૮
  • +ગણ ૯:૧૧

નિર્ગમન ૧૨:૯

ફૂટનોટ

  • *

    એ આંતરડાં, હૃદય, કલેજું, મૂત્રપિંડ અને શરીરના બીજા ભાગોને રજૂ કરી શકે.

નિર્ગમન ૧૨:૧૦

એને લગતી કલમો

  • +લેવી ૭:૧૫; ૨૨:૨૯, ૩૦; પુન ૧૬:૪

નિર્ગમન ૧૨:૧૧

ફૂટનોટ

  • *

    એટલે કે, “પસાર કરવું.” શબ્દસૂચિ જુઓ.

નિર્ગમન ૧૨:૧૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૧:૪, ૫; ૧૨:૨૯
  • +ગણ ૩૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૦, પાન ૭

નિર્ગમન ૧૨:૧૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૮:૨૨; ૯:૪, ૨૬; ૧૦:૨૩; ૧૧:૭

નિર્ગમન ૧૨:૧૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    ખમીરવાળો થોડો જૂનો લોટ. નવો લોટ ખમીરવાળો કરવા એને જૂના લોટ સાથે બાંધવામાં આવતો.

  • *

    મૂળ, “તેને લોકોમાંથી કાપી નાખવામાં આવશે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૧૫; લેવી ૨૩:૬

નિર્ગમન ૧૨:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૨૩:૮

નિર્ગમન ૧૨:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “તમારાં સૈન્યોને.”

એને લગતી કલમો

  • +લેવી ૨૩:૬; લૂક ૨૨:૧; ૧કો ૫:૮

નિર્ગમન ૧૨:૧૮

એને લગતી કલમો

  • +લેવી ૨૩:૫, ૬

નિર્ગમન ૧૨:૧૯

એને લગતી કલમો

  • +ગણ ૯:૧૪; પુન ૧૬:૩; ૧કો ૫:૭

નિર્ગમન ૧૨:૨૧

ફૂટનોટ

  • *

    એટલે કે, ઘેટાનું કે બકરીનું બચ્ચું.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૬; ગણ ૧૧:૧૬

નિર્ગમન ૧૨:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

નિર્ગમન ૧૨:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “વિનાશ.”

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૨૮

નિર્ગમન ૧૨:૨૪

એને લગતી કલમો

  • +પુન ૧૬:૩

નિર્ગમન ૧૨:૨૫

એને લગતી કલમો

  • +યહો ૫:૧૦

નિર્ગમન ૧૨:૨૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૩, ૮; પુન ૬:૬, ૭

નિર્ગમન ૧૨:૨૮

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧૧:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૫, પાન ૧૧

નિર્ગમન ૧૨:૨૯

ફૂટનોટ

  • *

    મૂળ, “ટાંકાના ઘરના.”

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૪; ગી ૭૮:૫૧; ૧૦૫:૩૬
  • +ઉત ૧૫:૧૪; નિર્ગ ૧૧:૪, ૫; ગણ ૩:૧૩; ગી ૧૩૫:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૬

નિર્ગમન ૧૨:૩૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૧:૬

નિર્ગમન ૧૨:૩૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૦:૨૮, ૨૯
  • +નિર્ગ ૩:૧૯, ૨૦; ૬:૧; ૧૦:૮-૧૧; ગી ૧૦૫:૩૮

નિર્ગમન ૧૨:૩૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૦:૨૬

નિર્ગમન ૧૨:૩૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૧૧
  • +નિર્ગ ૧૦:૭

નિર્ગમન ૧૨:૩૫

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૪; નિર્ગ ૩:૨૧; ૧૧:૨; ગી ૧૦૫:૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૯૯, પાન ૩૦

નિર્ગમન ૧૨:૩૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૬

    ૧૧/૧/૧૯૯૯, પાન ૩૦

    ૧૨/૧/૧૯૯૪, પાન ૧૩

નિર્ગમન ૧૨:૩૭

ફૂટનોટ

  • *

    અહીં “બાળકો” એ સ્ત્રીઓને પણ રજૂ કરી શકે, જેઓ બાળકોની કાળજી લેતી હતી.

એને લગતી કલમો

  • +ઉત ૪૭:૧૧; નિર્ગ ૧:૧૧
  • +ગણ ૩૩:૫
  • +ઉત ૧૨:૧, ૨; ૧૫:૧, ૫; ૪૬:૨, ૩; નિર્ગ ૧:૭; ગણ ૨:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૧૦

નિર્ગમન ૧૨:૩૮

ફૂટનોટ

  • *

    એમાં ઇજિપ્તના લોકોનો અને ઇઝરાયેલી ન હોય એવા લોકોનો સમાવેશ થાય છે.

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૪, પાન ૨૦

    ૭/૧/૧૯૯૨, પાન ૨૧

    ૫/૧/૧૯૯૦, પાન ૧૦

    ૮/૧/૧૯૮૬, પાન ૨૧

નિર્ગમન ૧૨:૩૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૨:૩૧

નિર્ગમન ૧૨:૪૦

એને લગતી કલમો

  • +ગલા ૩:૧૭
  • +ઉત ૪૬:૨, ૩; ૪૭:૨૭; પ્રેકા ૧૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૦૪, પાન ૨૬

નિર્ગમન ૧૨:૪૧

ફૂટનોટ

  • *

    મૂળ, “સૈન્યો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૬, પાન ૧૪

નિર્ગમન ૧૨:૪૨

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧

નિર્ગમન ૧૨:૪૩

એને લગતી કલમો

  • +લેવી ૨૨:૧૦

નિર્ગમન ૧૨:૪૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧૨, ૨૩

નિર્ગમન ૧૨:૪૫

ફૂટનોટ

  • *

    અથવા, “અજાણ્યા માણસે; પરદેશીએ.”

નિર્ગમન ૧૨:૪૬

એને લગતી કલમો

  • +ગણ ૯:૧૨; ગી ૩૪:૧૯, ૨૦; યોહ ૧૯:૩૩, ૩૬

નિર્ગમન ૧૨:૪૮

એને લગતી કલમો

  • +ગણ ૯:૧૪

નિર્ગમન ૧૨:૪૯

એને લગતી કલમો

  • +લેવી ૨૪:૨૨; ગણ ૧૫:૧૬

નિર્ગમન ૧૨:૫૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૫, પાન ૧૧

નિર્ગમન ૧૨:૫૧

ફૂટનોટ

  • *

    મૂળ, “ઇઝરાયેલીઓને અને તેઓનાં સૈન્યોને.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૯૦, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૧૨:૨નિર્ગ ૧૩:૪; ૨૩:૧૫; ગણ ૨૮:૧૬; પુન ૧૬:૧
નિર્ગ. ૧૨:૩યોહ ૧:૨૯; ૧કો ૫:૭; પ્રક ૫:૬
નિર્ગ. ૧૨:૫લેવી ૨૨:૧૮-૨૦; પુન ૧૭:૧; ૧પિ ૧:૧૯
નિર્ગ. ૧૨:૬ગણ ૨૮:૧૬
નિર્ગ. ૧૨:૬નિર્ગ ૧૨:૧૮; લેવી ૨૩:૫; પુન ૧૬:૬
નિર્ગ. ૧૨:૭૧કો ૫:૭; હિબ્રૂ ૧૧:૨૮
નિર્ગ. ૧૨:૮પુન ૧૬:૬, ૭
નિર્ગ. ૧૨:૮નિર્ગ ૧૩:૩; ૩૪:૨૫; પુન ૧૬:૩; ૧કો ૫:૮
નિર્ગ. ૧૨:૮ગણ ૯:૧૧
નિર્ગ. ૧૨:૧૦લેવી ૭:૧૫; ૨૨:૨૯, ૩૦; પુન ૧૬:૪
નિર્ગ. ૧૨:૧૨નિર્ગ ૧૧:૪, ૫; ૧૨:૨૯
નિર્ગ. ૧૨:૧૨ગણ ૩૩:૪
નિર્ગ. ૧૨:૧૩નિર્ગ ૮:૨૨; ૯:૪, ૨૬; ૧૦:૨૩; ૧૧:૭
નિર્ગ. ૧૨:૧૫નિર્ગ ૨૩:૧૫; લેવી ૨૩:૬
નિર્ગ. ૧૨:૧૬લેવી ૨૩:૮
નિર્ગ. ૧૨:૧૭લેવી ૨૩:૬; લૂક ૨૨:૧; ૧કો ૫:૮
નિર્ગ. ૧૨:૧૮લેવી ૨૩:૫, ૬
નિર્ગ. ૧૨:૧૯ગણ ૯:૧૪; પુન ૧૬:૩; ૧કો ૫:૭
નિર્ગ. ૧૨:૨૧નિર્ગ ૩:૧૬; ગણ ૧૧:૧૬
નિર્ગ. ૧૨:૨૩હિબ્રૂ ૧૧:૨૮
નિર્ગ. ૧૨:૨૪પુન ૧૬:૩
નિર્ગ. ૧૨:૨૫યહો ૫:૧૦
નિર્ગ. ૧૨:૨૬નિર્ગ ૧૩:૩, ૮; પુન ૬:૬, ૭
નિર્ગ. ૧૨:૨૮હિબ્રૂ ૧૧:૨૮
નિર્ગ. ૧૨:૨૯ગણ ૩૩:૪; ગી ૭૮:૫૧; ૧૦૫:૩૬
નિર્ગ. ૧૨:૨૯ઉત ૧૫:૧૪; નિર્ગ ૧૧:૪, ૫; ગણ ૩:૧૩; ગી ૧૩૫:૮
નિર્ગ. ૧૨:૩૦નિર્ગ ૧૧:૬
નિર્ગ. ૧૨:૩૧નિર્ગ ૧૦:૨૮, ૨૯
નિર્ગ. ૧૨:૩૧નિર્ગ ૩:૧૯, ૨૦; ૬:૧; ૧૦:૮-૧૧; ગી ૧૦૫:૩૮
નિર્ગ. ૧૨:૩૨નિર્ગ ૧૦:૨૬
નિર્ગ. ૧૨:૩૩નિર્ગ ૧૨:૧૧
નિર્ગ. ૧૨:૩૩નિર્ગ ૧૦:૭
નિર્ગ. ૧૨:૩૫ઉત ૧૫:૧૪; નિર્ગ ૩:૨૧; ૧૧:૨; ગી ૧૦૫:૩૭
નિર્ગ. ૧૨:૩૬નિર્ગ ૩:૨૨
નિર્ગ. ૧૨:૩૭ઉત ૪૭:૧૧; નિર્ગ ૧:૧૧
નિર્ગ. ૧૨:૩૭ગણ ૩૩:૫
નિર્ગ. ૧૨:૩૭ઉત ૧૨:૧, ૨; ૧૫:૧, ૫; ૪૬:૨, ૩; નિર્ગ ૧:૭; ગણ ૨:૩૨
નિર્ગ. ૧૨:૩૮ગણ ૧૧:૪
નિર્ગ. ૧૨:૩૯નિર્ગ ૧૨:૩૧
નિર્ગ. ૧૨:૪૦ગલા ૩:૧૭
નિર્ગ. ૧૨:૪૦ઉત ૪૬:૨, ૩; ૪૭:૨૭; પ્રેકા ૧૩:૧૭
નિર્ગ. ૧૨:૪૨પુન ૧૬:૧
નિર્ગ. ૧૨:૪૩લેવી ૨૨:૧૦
નિર્ગ. ૧૨:૪૪ઉત ૧૭:૧૨, ૨૩
નિર્ગ. ૧૨:૪૬ગણ ૯:૧૨; ગી ૩૪:૧૯, ૨૦; યોહ ૧૯:૩૩, ૩૬
નિર્ગ. ૧૨:૪૮ગણ ૯:૧૪
નિર્ગ. ૧૨:૪૯લેવી ૨૪:૨૨; ગણ ૧૫:૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૧૨:૧-૫૧

નિર્ગમન

૧૨ યહોવાએ મૂસા અને હારુનને ઇજિપ્તમાં કહ્યું: ૨ “આ મહિનાને તમારે પહેલો મહિનો ગણવો. એ તમારા માટે વર્ષનો પહેલો મહિનો થશે.+ ૩ બધા ઇઝરાયેલીઓને કહેજો: ‘આ મહિનાના દસમા દિવસે તમે કુટુંબ દીઠ* એક ઘેટું લો,+ દરેક ઘર માટે એક ઘેટું લો. ૪ પણ જો કુટુંબ એટલું નાનું હોય કે એક ઘેટું ખાઈ ન શકે, તો તેઓ* નજીકના પડોશી સાથે એ વહેંચીને પોતાના ઘરમાં ખાય. કેટલો ભાગ વહેંચવો એ નક્કી કરવા ગણતરી કરો કે ઘરમાં કેટલા લોકો છે અને તેઓ કેટલું માંસ ખાઈ શકશે. ૫ તમે ઘેટાનું કે બકરીનું બચ્ચું લઈ શકો. પણ એ ખોડખાંપણ વગરનું,+ એક વર્ષનું નર હોવું જોઈએ. ૬ આ મહિનાના ૧૪મા દિવસ સુધી તમારે એની સંભાળ રાખવી.+ પછી એ જ દિવસે ઇઝરાયેલના દરેક કુટુંબે* એને સાંજના સમયે* કાપવું.+ ૭ તેઓએ એનું થોડું લોહી લેવું. પછી જે ઘરમાં તેઓ માંસ ખાવાના હોય, એ ઘરના દરવાજાની બંને બારસાખ પર અને ઓતરંગ પર લોહી છાંટવું.+

૮ “‘એ જ રાતે તેઓએ એનું માંસ ખાવું.+ એ માંસને તેઓએ અગ્‍નિમાં શેકવું અને બેખમીર* રોટલી+ અને કડવી ભાજી સાથે ખાવું.+ ૯ એને કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પણ એને માથા, પગ અને શરીરનાં અંદરનાં અંગો* સાથે આખેઆખું શેકવું અને ખાવું. ૧૦ એમાંથી કશું પણ સવાર સુધી ન રાખવું. જો સવાર સુધી કંઈ બચે, તો એને અગ્‍નિમાં બાળી નાખવું.+ ૧૧ તમારે કમરપટ્ટો બાંધીને, ચંપલ પહેરીને, હાથમાં લાકડી લઈને ઉતાવળે ઉતાવળે એ ખાવું. એ યહોવાનું પાસ્ખા* છે. ૧૨ એ રાતે હું આખા ઇજિપ્તમાંથી પસાર થઈશ અને દેશના દરેક પ્રથમ જન્મેલાને મારી નાખીશ, પછી ભલે એ માણસ હોય કે પ્રાણી.+ હું ઇજિપ્તના દેવોને પણ સજા કરીશ.+ હું યહોવા છું. ૧૩ તમે જે ઘરમાં રહો છો એની બારસાખ પર લગાડેલું લોહી નિશાની થશે. હું એ લોહી જોઈને ત્યાંથી પસાર થઈ જઈશ અને ઇજિપ્ત પર આફત આવશે ત્યારે તમારો નાશ નહિ થાય.+

૧૪ “‘એ દિવસ તમારા માટે યાદગાર બનશે. પેઢી દર પેઢી તમારે એ દિવસે યહોવા માટે તહેવાર ઊજવવો. એ નિયમ હંમેશ માટે છે. ૧૫ સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી.+ પહેલા દિવસથી જ તમારે ઘરમાંથી ખમીરવાળો* લોટ* કાઢી નાખવો. પહેલા દિવસથી લઈને સાતમા દિવસ સુધી જો કોઈ ખમીરવાળું કંઈ પણ ખાશે, તો તે માર્યો જશે.* ૧૬ પહેલા દિવસે તમારે પવિત્ર સંમેલન રાખવું. સાતમા દિવસે પણ પવિત્ર સંમેલન* રાખવું. એ દિવસોમાં કુટુંબની જરૂરિયાત પૂરતો જ ખોરાક રાંધવો. એ સિવાય બીજું કંઈ કામ કરવું નહિ.+

૧૭ “‘તમારે બેખમીર રોટલીનો તહેવાર*+ ઊજવવો, કેમ કે એ જ દિવસે હું તમને બધાને* ઇજિપ્ત દેશમાંથી બહાર લઈ જઈશ. તમારે પેઢી દર પેઢી એ તહેવાર ઊજવવો. એ નિયમ હંમેશ માટે છે. ૧૮ પહેલા મહિનાના ૧૪મા દિવસની સાંજથી લઈને ૨૧મા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી જ ખાવી.+ ૧૯ એ સાત દિવસ દરમિયાન તમારાં ઘરોમાં ખમીરવાળો લોટ ન હોવો જોઈએ. એ સમયે જો કોઈ ખમીરવાળું કંઈ પણ ખાશે, તો તે માર્યો જશે, પછી ભલે એ ઇઝરાયેલી હોય કે પરદેશી.+ ૨૦ તમારે કંઈ પણ ખમીરવાળું ખાવું નહિ. તમારાં ઘરોમાં તમારે ફક્ત બેખમીર રોટલી ખાવી.’”

૨૧ મૂસાએ તરત જ ઇઝરાયેલના વડીલોને બોલાવીને+ કહ્યું: “જાઓ અને તમારાં કુટુંબો માટે પ્રાણી* પસંદ કરીને એને પાસ્ખાના બલિદાન તરીકે કાપો. ૨૨ એનું લોહી વાસણમાં ભરો. પછી મરવો છોડની* ડાળી લઈને એને લોહીમાં ડુબાડો અને એનાથી ઓતરંગ પર અને બંને બારસાખ પર લોહી લગાડો. સવાર સુધી કોઈએ ઘરની બહાર નીકળવું નહિ. ૨૩ પછી ઇજિપ્તવાસીઓ પર આફત લાવવા યહોવા પસાર થશે ત્યારે, યહોવા તમારાં ઘરના ઓતરંગ પર અને બંને બારસાખ પર લોહી જોઈને ત્યાંથી પસાર થઈ જશે. તે તમારાં ઘરમાં મરણની આફત* આવવા દેશે નહિ.+

૨૪ “તમારે અને તમારા દીકરાઓએ આ પ્રસંગ જરૂર ઊજવવો. એ નિયમ હંમેશ માટે છે.+ ૨૫ યહોવાએ વચન આપેલા દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે એ તહેવાર ઊજવતા રહેવું.+ ૨૬ જ્યારે તમારા દીકરાઓ તમને પૂછે કે, ‘આ તહેવાર આપણે કેમ ઊજવીએ છીએ?’+ ૨૭ ત્યારે તમારે કહેવું, ‘એ યહોવાના પાસ્ખાનું બલિદાન છે, કેમ કે તે ઇજિપ્તવાસીઓ પર આફત લાવ્યા ત્યારે, તેમણે ઇઝરાયેલીઓનાં ઘરોને છોડી દીધાં હતાં અને ત્યાંથી પસાર થઈ ગયા હતા.’”

પછી લોકોએ જમીન સુધી માથું ટેકવીને નમન કર્યું. ૨૮ યહોવાએ મૂસા અને હારુન દ્વારા જે આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું.+ તેઓએ એમ જ કર્યું.

૨૯ મધરાતે યહોવાએ ઇજિપ્તના બધા પ્રથમ જન્મેલાને મારી નાખ્યા.+ રાજગાદી પર બેસનાર રાજાના પ્રથમ જન્મેલાથી લઈને કેદખાનાના* કેદીના પ્રથમ જન્મેલાને તેમણે મારી નાખ્યા. પ્રાણીઓના પ્રથમ જન્મેલાઓને પણ મારી નાખ્યા.+ ૩૦ રાજા, તેના સેવકો અને બધા ઇજિપ્તવાસીઓ રાતે જાગી ગયા. તેઓ ભારે વિલાપ કરવા લાગ્યા, કેમ કે આખા ઇજિપ્તમાં એવું એકેય ઘર ન હતું, જ્યાં કોઈનું મરણ થયું ન હોય.+ ૩૧ એ જ રાતે, રાજાએ મૂસા અને હારુનને બોલાવીને+ કહ્યું: “જાઓ, અહીંથી નીકળી જાઓ! તમે અને બીજા ઇઝરાયેલીઓ મારા લોકો વચ્ચેથી જતા રહો. તમે કહ્યું હતું તેમ યહોવાની સેવા કરવા જાઓ.+ ૩૨ તમારી માંગણી પ્રમાણે તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંક પણ લઈ જાઓ.+ પણ મને આશીર્વાદ મળે એવી આજીજી કરવાનું ચૂકતા નહિ.”

૩૩ ઇઝરાયેલીઓને ઉતાવળે નીકળી જવા ઇજિપ્તના લોકો આગ્રહ કરવા લાગ્યા,+ કેમ કે તેઓએ કહ્યું: “જો તમે નહિ જાઓ, તો અમે બધા માર્યા જઈશું!”+ ૩૪ ઇઝરાયેલીઓએ ખમીર ઉમેર્યા વગર બાંધેલો લોટ લીધો અને એને લોટ બાંધવાના વાસણમાં મૂક્યો અને વાસણને કપડાંમાં લપેટ્યું. પછી, તેઓએ એને પોતાના ખભે લીધું. ૩૫ મૂસાએ કહ્યું હતું તેમ ઇઝરાયેલીઓએ ઇજિપ્તના લોકો પાસેથી સોના-ચાંદીની ચીજો અને કપડાં માંગી લીધાં.+ ૩૬ યહોવાએ એવું કર્યું કે ઇજિપ્તના લોકોની રહેમનજર ઇઝરાયેલીઓ પર થઈ. એટલે ઇઝરાયેલીઓએ જે કંઈ માંગ્યું, એ બધું તેઓએ આપી દીધું. આમ ઇઝરાયેલીઓએ ઇજિપ્તના લોકોને લૂંટી લીધા.+

૩૭ પછી, ઇઝરાયેલીઓ ચાલીને રામસેસથી+ સુક્કોથ જવા નીકળ્યા.+ બાળકો* સિવાય તેઓ આશરે ૬,૦૦,૦૦૦ પુરુષો હતા.+ ૩૮ તેઓ સાથે બીજા લોકોનું*+ મોટું ટોળું તેમજ પુષ્કળ ઘેટાં-બકરાં અને ઢોરઢાંક પણ હતાં. ૩૯ ઇજિપ્તથી લાવેલા લોટની તેઓએ બેખમીર રોટલીઓ બનાવી. એ લોટ ખમીરવાળો ન હતો, કેમ કે તેઓને ઇજિપ્તમાંથી એટલા જલદી કાઢી મૂકવામાં આવ્યા હતા કે, તેઓ બીજો કોઈ ખોરાક ભેગો કરીને લાવી ન શક્યા.+

૪૦ ઇઝરાયેલીઓ ૪૩૦ વર્ષ+ ઇજિપ્તમાં રહ્યા હતા.+ ૪૧ જે દિવસે ૪૩૦ વર્ષ પૂરાં થયાં, એ જ દિવસે યહોવાના લોકો* ઇજિપ્ત દેશમાંથી બહાર આવ્યા. ૪૨ યહોવા તેઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા, એટલે યહોવાના માનમાં તેઓએ એ રાત ઊજવવાની હતી. ઇઝરાયેલીઓએ પેઢી દર પેઢી એમ કરવાનું હતું.+

૪૩ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, “પાસ્ખાના તહેવારનો નિયમ આ છે: કોઈ પરદેશીએ પાસ્ખાનું ભોજન ખાવું નહિ.+ ૪૪ પણ જો કોઈ ગુલામ પૈસાથી ખરીદેલો હોય, તો તેની સુન્‍નત* કર્યા પછી+ તે એ ખાઈ શકે છે. ૪૫ પ્રવાસીએ* અને મજૂરીએ રાખેલા માણસે એમાંથી ખાવું નહિ. ૪૬ જે ઘરમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું હોય, ત્યાં જ એ ખાવું. એનું માંસ ઘરની બહાર લઈ જવું નહિ અને એનું એકેય હાડકું ભાંગવું નહિ.+ ૪૭ બધા ઇઝરાયેલીઓએ એ તહેવાર ઊજવવો. ૪૮ જો તમારી સાથે પરદેશી રહેતો હોય અને તે યહોવા માટે પાસ્ખા ઊજવવા માંગતો હોય, તો તેણે પોતાના ઘરના બધા પુરુષોની સુન્‍નત કરવી. પછી તે ઇઝરાયેલીઓ જેવો ગણાશે અને તહેવાર ઊજવી શકશે. પણ સુન્‍નત ન થઈ હોય એવા કોઈએ એમાંથી ખાવું નહિ.+ ૪૯ ઇઝરાયેલીઓ અને તમારી સાથે રહેતા પરદેશીઓ માટે એકસરખો જ નિયમ છે.”+

૫૦ યહોવાએ મૂસા અને હારુન દ્વારા જે આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું. તેઓએ એમ જ કર્યું. ૫૧ એ જ દિવસે યહોવા ઇઝરાયેલીઓને* ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો