વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૨૩:૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તો તારી ગરદન પર છરી મૂકજે.”

નીતિવચનો ૨૩:૪

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરવાનું બંધ કર.”

એને લગતી કલમો

  • +ની ૨૮:૨૦; યોહ ૬:૨૭; ૧તિ ૬:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૨૧ પાન ૮

    સજાગ બનો!,

    ૧૦/૨૦૧૫, પાન ૪-૫

નીતિવચનો ૨૩:૫

એને લગતી કલમો

  • +૧યો ૨:૧૬, ૧૭
  • +ની ૨૭:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૩ ૨૦૨૧ પાન ૮

    ૧૦/૧/૧૯૯૦, પાન ૪

નીતિવચનો ૨૩:૬

ફૂટનોટ

  • *

    અથવા, “દુષ્ટ આંખવાળા માણસને.”

નીતિવચનો ૨૩:૯

એને લગતી કલમો

  • +ની ૯:૭; ૨૬:૪
  • +માથ ૭:૬

નીતિવચનો ૨૩:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “પિતા વગરના બાળકની.”

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૪; ની ૨૨:૨૮

નીતિવચનો ૨૩:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “છોડાવનાર.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૨:૨૨, ૨૩; ગી ૧૦:૧૪

નીતિવચનો ૨૩:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

નીતિવચનો ૨૩:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “દીકરાને; યુવાનને.”

  • *

    અથવા, “શિસ્ત.” શબ્દસૂચિમાં “શિસ્ત” જુઓ.

  • *

    અહીં “સોટી” સુધારા કે અધિકારને રજૂ કરે છે.

એને લગતી કલમો

  • +ની ૧૩:૨૪; ૧૯:૧૮; એફે ૬:૪

નીતિવચનો ૨૩:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

નીતિવચનો ૨૩:૧૫

એને લગતી કલમો

  • +ની ૨૭:૧૧; ૩યો ૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૩૨

નીતિવચનો ૨૩:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “મારાં મૂત્રપિંડો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૭, પાન ૩૨

નીતિવચનો ૨૩:૧૭

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧
  • +ગી ૧૧૧:૧૦; ૨કો ૭:૧

નીતિવચનો ૨૩:૧૮

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૭; ની ૨૪:૧૪

નીતિવચનો ૨૩:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓની સંગત કરીશ નહિ.”

એને લગતી કલમો

  • +ની ૨૦:૧; યશા ૫:૧૧; રોમ ૧૩:૧૩; ૧પિ ૪:૩
  • +ની ૨૮:૭; ૧કો ૧૦:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૩

નીતિવચનો ૨૩:૨૧

એને લગતી કલમો

  • +પુન ૨૧:૨૦, ૨૧; ની ૨૧:૧૭

નીતિવચનો ૨૩:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૨; ૨૧:૧૭; માથ ૧૫:૫, ૬; એફે ૬:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૦૪, પાન ૧૪

    ૬/૧૫/૨૦૦૦, પાન ૨૧

નીતિવચનો ૨૩:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “મેળવ.”

  • *

    અથવા, “ડહાપણ.”

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૭, ૮
  • +ની ૪:૫; ૧૬:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૨

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૮, પાન ૯

    ૧૧/૨૦૧૮, પાન ૩-૭, ૮-૧૨

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૭, પાન ૮

    ૫/૧/૧૯૮૭, પાન ૪

નીતિવચનો ૨૩:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૦

નીતિવચનો ૨૩:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૦

નીતિવચનો ૨૩:૨૬

એને લગતી કલમો

  • +ગી ૧૦૭:૪૩

નીતિવચનો ૨૩:૨૭

ફૂટનોટ

  • *

    મૂળ, “પરદેશી.” ની ૨:૧૬ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૨૨:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૨૩:૨૮

એને લગતી કલમો

  • +ની ૭:૧૦, ૧૨; સભા ૭:૨૬

નીતિવચનો ૨૩:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “ઝાંખી.”

નીતિવચનો ૨૩:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “એવો દારૂ પીવા ભેગા થાય છે.”

એને લગતી કલમો

  • +ની ૨૦:૧; એફે ૫:૧૮

નીતિવચનો ૨૩:૩૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૦, પાન ૭-૮

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૯

નીતિવચનો ૨૩:૩૩

એને લગતી કલમો

  • +હો ૪:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૯

નીતિવચનો ૨૩:૩૫

ફૂટનોટ

  • *

    અથવા, “પણ મને પીડા થઈ નહિ.”

  • *

    અથવા, “શોધી.”

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૦, પાન ૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૩:૪ની ૨૮:૨૦; યોહ ૬:૨૭; ૧તિ ૬:૯, ૧૦
નીતિ. ૨૩:૫૧યો ૨:૧૬, ૧૭
નીતિ. ૨૩:૫ની ૨૭:૨૪
નીતિ. ૨૩:૯ની ૯:૭; ૨૬:૪
નીતિ. ૨૩:૯માથ ૭:૬
નીતિ. ૨૩:૧૦પુન ૧૯:૧૪; ની ૨૨:૨૮
નીતિ. ૨૩:૧૧નિર્ગ ૨૨:૨૨, ૨૩; ગી ૧૦:૧૪
નીતિ. ૨૩:૧૩ની ૧૩:૨૪; ૧૯:૧૮; એફે ૬:૪
નીતિ. ૨૩:૧૫ની ૨૭:૧૧; ૩યો ૪
નીતિ. ૨૩:૧૭ગી ૩૭:૧
નીતિ. ૨૩:૧૭ગી ૧૧૧:૧૦; ૨કો ૭:૧
નીતિ. ૨૩:૧૮ગી ૩૭:૩૭; ની ૨૪:૧૪
નીતિ. ૨૩:૨૦ની ૨૦:૧; યશા ૫:૧૧; રોમ ૧૩:૧૩; ૧પિ ૪:૩
નીતિ. ૨૩:૨૦ની ૨૮:૭; ૧કો ૧૦:૩૧
નીતિ. ૨૩:૨૧પુન ૨૧:૨૦, ૨૧; ની ૨૧:૧૭
નીતિ. ૨૩:૨૨નિર્ગ ૨૦:૧૨; ૨૧:૧૭; માથ ૧૫:૫, ૬; એફે ૬:૧
નીતિ. ૨૩:૨૩ફિલિ ૩:૭, ૮
નીતિ. ૨૩:૨૩ની ૪:૫; ૧૬:૧૬
નીતિ. ૨૩:૨૬ગી ૧૦૭:૪૩
નીતિ. ૨૩:૨૭ની ૨૨:૧૪
નીતિ. ૨૩:૨૮ની ૭:૧૦, ૧૨; સભા ૭:૨૬
નીતિ. ૨૩:૩૦ની ૨૦:૧; એફે ૫:૧૮
નીતિ. ૨૩:૩૩હો ૪:૧૧
નીતિ. ૨૩:૩૫ઉત ૧૯:૩૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૩:૧-૩૫

નીતિવચનો

૨૩ જ્યારે તું રાજા સાથે જમવા બેસે,

ત્યારે ધ્યાન રાખજે કે તારી આગળ શું પીરસવામાં આવ્યું છે.

 ૨ જો તને ઠૂંસી ઠૂંસીને ખાવાનું મન થાય,

તો પોતાના પર કાબૂ રાખજે.*

 ૩ તેના સ્વાદિષ્ટ ભોજનની લાલસા રાખીશ નહિ,

નહિતર એ તારા માટે ફાંદો બની જશે.

 ૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+

એવું ન કર, પણ સમજણથી કામ લે.*

 ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+

પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+

 ૬ કંજૂસને* ત્યાં જમીશ નહિ,

તેના સ્વાદિષ્ટ ભોજનની લાલસા રાખીશ નહિ.

 ૭ તે કહે છે ખરો, “ખાઓ, પીઓ,” પણ તે દિલથી કહેતો નથી.

તે તો એકેએક દાણાનો હિસાબ રાખે છે.

 ૮ તેં ખાધેલો કોળિયો તારે ઓકી કાઢવો પડશે,

તેં કરેલાં વખાણ નકામાં જશે.

 ૯ મૂર્ખ સાથે વાત ન કર,+

કેમ કે તે તારી બુદ્ધિની વાતોને તુચ્છ ગણશે.+

૧૦ વર્ષો પહેલાં જે હદની નિશાની મૂકી હતી, એને તું ખસેડીશ નહિ+

અથવા કોઈ અનાથની* જમીન પચાવી પાડીશ નહિ.

૧૧ કેમ કે તેઓને બચાવનાર* શક્તિશાળી છે,

તે તારી વિરુદ્ધ તેઓનો મુકદ્દમો લડશે.+

૧૨ શિસ્ત* પર તારું દિલ લગાડ

અને જ્ઞાનની વાતોને કાન ધર.

૧૩ બાળકને* શિક્ષા* કરવાથી તારો હાથ પાછો ન રાખ.+

જો તું તેને સોટી* મારીશ, તો તે કંઈ મરી નહિ જાય.

૧૪ તું તેને સોટીથી ફટકાર,

જેથી તેને કબરમાં* જતાં બચાવી શકે.

૧૫ બેટા, જો તું બુદ્ધિમાન બનીશ,

તો મારું દિલ ખુશીથી ઝૂમી ઊઠશે.+

૧૬ તારા હોઠો સત્ય વાતો કહેશે ત્યારે,

મારું દિલ* આનંદથી ઊભરાઈ જશે.

૧૭ તારું દિલ પાપી લોકોની ઈર્ષા ન કરે,+

પણ તું આખો દિવસ યહોવાનો ડર રાખીને ચાલ.+

૧૮ એવું કરીશ તો તારું ભાવિ ઉજ્જવળ થશે+

અને તારી આશા પર પાણી ફરી વળશે નહિ.

૧૯ બેટા, મારું સાંભળ અને બુદ્ધિમાન બન.

તારા દિલને સત્યના માર્ગે દોરી જા.

૨૦ જેઓ વધારે પડતો દારૂ પીએ છે+

અને માંસના ખાઉધરા છે,+ તેઓના જેવો બનીશ નહિ.*

૨૧ કેમ કે દારૂડિયા અને ખાઉધરા કંગાળ થઈ જશે+

અને ઘેન તેઓને ચીંથરાં પહેરાવશે.

૨૨ તને જન્મ આપનાર તારા પિતાનું સાંભળ

અને તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.+

૨૩ સત્ય ખરીદ,* એને વેચી ન દે.+

બુદ્ધિ,* શિસ્ત અને સમજણ પણ ખરીદ, એને વેચી ન દે.+

૨૪ નેક દીકરાનો પિતા ચોક્કસ ખુશ થશે

અને બુદ્ધિમાન દીકરાનો પિતા હરખાઈ ઊઠશે.

૨૫ તારાં માતા-પિતા પ્રસન્‍ન થશે

અને તારી જનેતાની ખુશીનો પાર નહિ રહે.

૨૬ મારા દીકરા, તારું દિલ મને સોંપી દે

અને મારા માર્ગો પર ચાલવાનો આનંદ માણ.+

૨૭ કેમ કે વેશ્યા ઊંડી ખાઈ જેવી છે

અને વ્યભિચારી* સ્ત્રી સાંકડા કૂવા જેવી છે.+

૨૮ તે લુટારાની જેમ લાગ જોઈને બેસી રહે છે,+

તે બેવફા માણસોની સંખ્યા વધારે છે.

૨૯ કોણ અફસોસ કરે છે? કોણ ચિંતામાં છે?

કોણ ઝઘડો કરે છે? કોણ ફરિયાદ કરે છે?

કોને વિના કારણ ઘા પડ્યા છે? કોની આંખો લાલચોળ* છે?

૩૦ એવા લોકો, જેઓ કલાકો સુધી દ્રાક્ષદારૂ પીધે રાખે છે+

અને વધારે નશો ચઢે એવો દારૂ શોધે છે.*

૩૧ દ્રાક્ષદારૂના લાલ રંગ સામે જોઈશ નહિ,

એ પ્યાલામાં ચમકે છે અને સહેલાઈથી ગળે ઊતરી જાય છે.

૩૨ છેવટે તે સાપની જેમ ડંખ મારે છે

અને ઝેરી સાપની જેમ ઝેર ઓકે છે.

૩૩ તારી આંખો વિચિત્ર વસ્તુઓ જોશે

અને તારું દિલ આડી વાતો કહેશે.+

૩૪ તને લાગશે કે તું સમુદ્રની વચ્ચોવચ પડ્યો છે,

જાણે વહાણના સઢની ટોચે ઝોલાં ખાય છે.

૩૫ તું કહીશ: “તેઓએ મને ફટકાર્યો, પણ મને કંઈ થયું નહિ.*

તેઓએ મને માર માર્યો, પણ મને તો યાદ પણ નથી.

હું ક્યારે હોશમાં આવીશ,+

જેથી હજી એક પ્યાલો દારૂ પી* શકું?”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો