વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ ભક્તિ કરો (૧-૧૪)

      • માંસ ખાઈ શકાય, પણ લોહી નહિ (૧૫-૨૮)

      • બીજા દેવોની જાળમાં ફસાવું નહિ (૨૯-૩૨)

પુનર્નિયમ ૧૨:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૧૩

પુનર્નિયમ ૧૨:૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૪
  • +પુન ૭:૨૫
  • +નિર્ગ ૨૩:૧૩; યહો ૨૩:૭

પુનર્નિયમ ૧૨:૪

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૩; પુન ૧૨:૩૧

પુનર્નિયમ ૧૨:૫

એને લગતી કલમો

  • +૨કા ૭:૧૨

પુનર્નિયમ ૧૨:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિમાં “માનતા-અર્પણ” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +લેવી ૧:૩
  • +પુન ૧૪:૨૨
  • +ગણ ૧૮:૧૯; પુન ૧૨:૧૧
  • +૧કા ૨૯:૯; એઝ ૨:૬૮
  • +પુન ૧૨:૧૭; ૧૫:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૨

પુનર્નિયમ ૧૨:૭

એને લગતી કલમો

  • +પુન ૧૫:૧૯, ૨૦
  • +લેવી ૨૩:૪૦; પુન ૧૨:૧૨, ૧૮; ૧૪:૨૩, ૨૬; ગી ૩૨:૧૧; ૧૦૦:૨; ફિલિ ૪:૪

પુનર્નિયમ ૧૨:૯

એને લગતી કલમો

  • +૧રા ૮:૫૬; ૧કા ૨૩:૨૫

પુનર્નિયમ ૧૨:૧૦

એને લગતી કલમો

  • +યહો ૩:૧૭
  • +પુન ૩૩:૨૮; ૧રા ૪:૨૫

પુનર્નિયમ ૧૨:૧૧

એને લગતી કલમો

  • +પુન ૧૬:૨; ૨૬:૨
  • +પુન ૧૪:૨૨, ૨૩

પુનર્નિયમ ૧૨:૧૨

એને લગતી કલમો

  • +પુન ૧૪:૨૬; ૧રા ૮:૬૬; નહે ૮:૧૦
  • +ગણ ૧૮:૨૦, ૨૪; પુન ૧૦:૯; ૧૪:૨૮, ૨૯; યહો ૧૩:૧૪

પુનર્નિયમ ૧૨:૧૩

એને લગતી કલમો

  • +લેવી ૧૭:૩, ૪; ૧રા ૧૨:૨૮

પુનર્નિયમ ૧૨:૧૪

એને લગતી કલમો

  • +૨કા ૭:૧૨

પુનર્નિયમ ૧૨:૧૫

એને લગતી કલમો

  • +પુન ૧૨:૨૧

પુનર્નિયમ ૧૨:૧૬

એને લગતી કલમો

  • +ઉત ૯:૪; લેવી ૭:૨૬; ૧૭:૧૦; પ્રેકા ૧૫:૨૦, ૨૯
  • +લેવી ૧૭:૧૩; પુન ૧૫:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૦, પાન ૩૦-૩૧

પુનર્નિયમ ૧૨:૧૭

એને લગતી કલમો

  • +પુન ૧૪:૨૨, ૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૨

પુનર્નિયમ ૧૨:૧૮

એને લગતી કલમો

  • +પુન ૧૨:૧૧; ૧૪:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૨૧, પાન ૨

પુનર્નિયમ ૧૨:૧૯

એને લગતી કલમો

  • +ગણ ૧૮:૨૧; પુન ૧૪:૨૭; ૨કા ૩૧:૪; નહે ૧૦:૩૮, ૩૯; માલ ૩:૮

પુનર્નિયમ ૧૨:૨૦

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮; નિર્ગ ૩૪:૨૪; પુન ૧૧:૨૪
  • +૧રા ૪:૨૧
  • +લેવી ૧૧:૨-૪

પુનર્નિયમ ૧૨:૨૧

એને લગતી કલમો

  • +પુન ૧૪:૨૩; ૨કા ૭:૧૨

પુનર્નિયમ ૧૨:૨૨

એને લગતી કલમો

  • +પુન ૧૪:૪, ૫

પુનર્નિયમ ૧૨:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “જીવન.”

એને લગતી કલમો

  • +લેવી ૩:૧૭; પુન ૧૨:૧૬
  • +ઉત ૯:૪; લેવી ૧૭:૧૧, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૨, પાન ૩૧

પુનર્નિયમ ૧૨:૨૪

એને લગતી કલમો

  • +લેવી ૧૭:૧૩; પુન ૧૫:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૦, પાન ૩૦-૩૧

પુનર્નિયમ ૧૨:૨૭

એને લગતી કલમો

  • +લેવી ૧૭:૧૧
  • +લેવી ૪:૨૯, ૩૦

પુનર્નિયમ ૧૨:૨૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૩; ગી ૪૪:૨; ૭૮:૫૫

પુનર્નિયમ ૧૨:૩૦

એને લગતી કલમો

  • +પુન ૭:૧૬; ગી ૧૦૬:૩૬; હઝ ૨૦:૨૮

પુનર્નિયમ ૧૨:૩૧

એને લગતી કલમો

  • +લેવી ૧૮:૩, ૨૧; ૨૦:૨; પુન ૧૮:૧૦-૧૨; યર્મિ ૩૨:૩૫

પુનર્નિયમ ૧૨:૩૨

એને લગતી કલમો

  • +યહો ૨૨:૫
  • +પુન ૪:૨; યહો ૧:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૧૨:૨નિર્ગ ૩૪:૧૩
પુન. ૧૨:૩નિર્ગ ૨૩:૨૪
પુન. ૧૨:૩પુન ૭:૨૫
પુન. ૧૨:૩નિર્ગ ૨૩:૧૩; યહો ૨૩:૭
પુન. ૧૨:૪લેવી ૧૮:૩; પુન ૧૨:૩૧
પુન. ૧૨:૫૨કા ૭:૧૨
પુન. ૧૨:૬લેવી ૧:૩
પુન. ૧૨:૬પુન ૧૪:૨૨
પુન. ૧૨:૬ગણ ૧૮:૧૯; પુન ૧૨:૧૧
પુન. ૧૨:૬૧કા ૨૯:૯; એઝ ૨:૬૮
પુન. ૧૨:૬પુન ૧૨:૧૭; ૧૫:૧૯
પુન. ૧૨:૭પુન ૧૫:૧૯, ૨૦
પુન. ૧૨:૭લેવી ૨૩:૪૦; પુન ૧૨:૧૨, ૧૮; ૧૪:૨૩, ૨૬; ગી ૩૨:૧૧; ૧૦૦:૨; ફિલિ ૪:૪
પુન. ૧૨:૯૧રા ૮:૫૬; ૧કા ૨૩:૨૫
પુન. ૧૨:૧૦યહો ૩:૧૭
પુન. ૧૨:૧૦પુન ૩૩:૨૮; ૧રા ૪:૨૫
પુન. ૧૨:૧૧પુન ૧૬:૨; ૨૬:૨
પુન. ૧૨:૧૧પુન ૧૪:૨૨, ૨૩
પુન. ૧૨:૧૨પુન ૧૪:૨૬; ૧રા ૮:૬૬; નહે ૮:૧૦
પુન. ૧૨:૧૨ગણ ૧૮:૨૦, ૨૪; પુન ૧૦:૯; ૧૪:૨૮, ૨૯; યહો ૧૩:૧૪
પુન. ૧૨:૧૩લેવી ૧૭:૩, ૪; ૧રા ૧૨:૨૮
પુન. ૧૨:૧૪૨કા ૭:૧૨
પુન. ૧૨:૧૫પુન ૧૨:૨૧
પુન. ૧૨:૧૬ઉત ૯:૪; લેવી ૭:૨૬; ૧૭:૧૦; પ્રેકા ૧૫:૨૦, ૨૯
પુન. ૧૨:૧૬લેવી ૧૭:૧૩; પુન ૧૫:૨૩
પુન. ૧૨:૧૭પુન ૧૪:૨૨, ૨૩
પુન. ૧૨:૧૮પુન ૧૨:૧૧; ૧૪:૨૬
પુન. ૧૨:૧૯ગણ ૧૮:૨૧; પુન ૧૪:૨૭; ૨કા ૩૧:૪; નહે ૧૦:૩૮, ૩૯; માલ ૩:૮
પુન. ૧૨:૨૦ઉત ૧૫:૧૮; નિર્ગ ૩૪:૨૪; પુન ૧૧:૨૪
પુન. ૧૨:૨૦૧રા ૪:૨૧
પુન. ૧૨:૨૦લેવી ૧૧:૨-૪
પુન. ૧૨:૨૧પુન ૧૪:૨૩; ૨કા ૭:૧૨
પુન. ૧૨:૨૨પુન ૧૪:૪, ૫
પુન. ૧૨:૨૩લેવી ૩:૧૭; પુન ૧૨:૧૬
પુન. ૧૨:૨૩ઉત ૯:૪; લેવી ૧૭:૧૧, ૧૪
પુન. ૧૨:૨૪લેવી ૧૭:૧૩; પુન ૧૫:૨૩
પુન. ૧૨:૨૭લેવી ૧૭:૧૧
પુન. ૧૨:૨૭લેવી ૪:૨૯, ૩૦
પુન. ૧૨:૨૯નિર્ગ ૨૩:૨૩; ગી ૪૪:૨; ૭૮:૫૫
પુન. ૧૨:૩૦પુન ૭:૧૬; ગી ૧૦૬:૩૬; હઝ ૨૦:૨૮
પુન. ૧૨:૩૧લેવી ૧૮:૩, ૨૧; ૨૦:૨; પુન ૧૮:૧૦-૧૨; યર્મિ ૩૨:૩૫
પુન. ૧૨:૩૨યહો ૨૨:૫
પુન. ૧૨:૩૨પુન ૪:૨; યહો ૧:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૧૨:૧-૩૨

પુનર્નિયમ

૧૨ “તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા જે દેશ તમારા હાથમાં સોંપશે, એમાં તમે જીવનભર આ બધા નિયમો અને કાયદા-કાનૂન ધ્યાનથી પાળો. ૨ તમે હાંકી કાઢેલી પ્રજાઓ જે જગ્યાઓએ પોતાના દેવોની પૂજા કરતી હતી, એ બધાનો પૂરેપૂરો નાશ કરો.+ ભલે એ જગ્યા ઊંચા પહાડો પર કે ટેકરીઓ પર હોય અથવા મોટાં ઝાડ નીચે હોય, એનો નાશ કરો. ૩ તમે તેઓની વેદીઓ તોડી નાખો, ભક્તિ-સ્તંભો ભાંગી નાખો,+ ભક્તિ-થાંભલાઓ અગ્‍નિમાં બાળી નાખો અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખો.+ આમ તેઓના દેવોનું નામનિશાન એ જગ્યાએથી ભૂંસી નાખો.+

૪ “તેઓ જે રીતે પોતાના દેવોને ભજે છે, એ રીતે તમે તમારા ઈશ્વર યહોવાને ભજશો નહિ.+ ૫ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા અને પોતાનું રહેઠાણ બનાવવા તમારાં બધાં કુળોના વિસ્તારમાંથી એક જગ્યા પસંદ કરશે. તમે ત્યાં જઈને તેમની ભક્તિ કરો.+ ૬ ત્યાં તમે તમારાં અગ્‍નિ-અર્પણો,*+ બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,*+ તમારાં દાનો,+ માનતા-અર્પણો,* સ્વેચ્છા-અર્પણો*+ તેમજ ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા* ચઢાવો.+ ૭ ત્યાં યહોવા તમારા ઈશ્વર આગળ તમે અને તમારું કુટુંબ એ અર્પણોમાંથી ખાઓ+ અને તમારી મહેનતના ફળનો આનંદ માણો,+ કેમ કે યહોવા તમારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે.

૮ “અહીં તમે જેવું કરો છો, એવું ત્યાં કરતા નહિ. અહીં તો દરેક જણ પોતાને જે ઠીક લાગે એ કરે છે, ૯ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને રહેવા માટે જે જગ્યા+ અને વારસો આપવાના છે, એમાં તમે હજુ પ્રવેશ્યા નથી. ૧૦ તમે જ્યારે યર્દન પાર કરીને+ એ દેશને કબજે કરો, જે યહોવા તમારા ઈશ્વર તમને આપવાના છે, ત્યારે તે તમારા બધા દુશ્મનોથી ચોક્કસ તમારું રક્ષણ કરશે. ત્યાં તમે સહીસલામત રહેશો.+ ૧૧ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં આ બધું લાવવાની હું તમને આજ્ઞા કરું છું: તમારાં અગ્‍નિ-અર્પણો, તમારાં બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,+ તમારાં દાનો અને તમારાં માનતા-અર્પણો, જે વિશે તમે યહોવા આગળ માનતા લો છો. ૧૨ યહોવા તમારા ઈશ્વર આગળ તમે તમારાં દીકરા-દીકરીઓ અને દાસ-દાસીઓ સાથે આનંદ કરો.+ તમારાં શહેરોમાં રહેતા લેવીઓ સાથે પણ આનંદ કરો, કેમ કે તેઓને તમારી વચ્ચે કોઈ હિસ્સો કે વારસો આપવામાં આવ્યો નથી.+ ૧૩ સાવધ રહેજો, તમારાં અગ્‍નિ-અર્પણો ગમે એ જગ્યાએ ચઢાવતા નહિ.+ ૧૪ તમારાં કુળોના વિસ્તારોમાં યહોવા પસંદ કરે એ જગ્યાએ જ તમે તમારાં અગ્‍નિ-અર્પણો ચઢાવો અને મારી આજ્ઞા પ્રમાણે જ બધું કરો.+

૧૫ “પણ જ્યારે તમને માંસ ખાવાનું મન થાય, ત્યારે તમારાં શહેરોમાં પ્રાણીઓ કાપીને ખાઈ શકો.+ યહોવા તમારા ઈશ્વરના આશીર્વાદથી તમારી પાસે જે પ્રાણીઓ છે, એમાંથી તમે ચાહો એટલું ખાઈ શકો. શુદ્ધ અને અશુદ્ધ માણસ એ ખાઈ શકે, જેમ સાબર કે હરણનું માંસ ખાઈ શકાય છે. ૧૬ પણ તમે લોહી ન ખાઓ,+ એને પાણીની જેમ જમીન પર રેડી દો.+ ૧૭ તમને તમારાં શહેરોમાં આ વસ્તુઓ ખાવાની છૂટ નથી: તમારા અનાજનો, નવા દ્રાક્ષદારૂનો અને તેલનો દસમો ભાગ, તમારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંકના પ્રથમ જન્મેલા,+ તમારાં માનતા-અર્પણો, સ્વેચ્છા-અર્પણો અથવા તમારાં દાનો. ૧૮ એ બધું તમે તમારા ઈશ્વર યહોવા આગળ ખાઓ. યહોવા તમારા ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ+ તમે, તમારાં દીકરા-દીકરીઓ, તમારાં દાસ-દાસીઓ અને તમારાં શહેરોમાં રહેતા લેવીઓ એ બધું ખાઓ. તમારા ઈશ્વર યહોવા આગળ તમારી મહેનતના ફળનો આનંદ માણો. ૧૯ પણ ધ્યાન રાખજો, તમે તમારા દેશમાં રહો ત્યાં સુધી લેવીઓને ભૂલતા નહિ.+

૨૦ “તમારા ઈશ્વર યહોવા તમને આપેલા વચન પ્રમાણે+ તમારી સરહદો વધારે+ અને તમને માંસ ખાવાનું મન થાય અને તમે કહો, ‘મારે માંસ ખાવું છે,’ તો તમે માંસ ખાઈ શકો છો.+ ૨૧ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ એ જગ્યા જો તમારાથી ઘણી દૂર હોય, તો મેં તમને આજ્ઞા આપી છે એ પ્રમાણે તમે ઘેટાં-બકરાં કે ઢોરઢાંકમાંથી અમુક પ્રાણીઓ કાપીને ખાઈ શકો, જે યહોવાએ તમને આપ્યાં છે. તમને જ્યારે પણ મન થાય ત્યારે તમારાં શહેરોમાં એ ખાઈ શકો. ૨૨ તમે સાબર કે હરણના માંસની જેમ એ ખાઈ શકો.+ શુદ્ધ અને અશુદ્ધ માણસ એ ખાઈ શકે. ૨૩ પણ તમે મનમાં ગાંઠ વાળજો કે તમે લોહી નહિ ખાઓ,+ કેમ કે લોહી જીવન છે.+ તમે માંસ સાથે લોહી* ન ખાઓ. ૨૪ તમે એ ન ખાઓ. તમે પાણીની જેમ એને જમીન પર રેડી દો.+ ૨૫ તમે લોહી ન ખાઓ. એમ કરવાથી તમારું અને તમારાં બાળકોનું ભલું થશે, કેમ કે તમે યહોવાની નજરમાં જે સારું છે એ કરી રહ્યા છો. ૨૬ યહોવા પસંદ કરે એ જગ્યાએ તમે જાઓ ત્યારે, ફક્ત તમારી પવિત્ર વસ્તુઓ અને તમારાં માનતા-અર્પણો લઈ જાઓ. ૨૭ ત્યાં તમે તમારા ઈશ્વર યહોવાની વેદી પર તમારાં અગ્‍નિ-અર્પણોનું માંસ અને લોહી ચઢાવો.+ તમારાં બીજાં અર્પણોનું લોહી તમારા ઈશ્વર યહોવાની વેદી પાસે રેડી દો,+ પણ એનું માંસ તમે ખાઈ શકો.

૨૮ “જે આજ્ઞાઓ હું તમને આપું છું, એ બધી તમે ધ્યાનથી પાળજો. એમ કરવાથી તમારું અને તમારા દીકરાઓનું હંમેશાં ભલું થશે, કેમ કે તમે યહોવા તમારા ઈશ્વરની નજરમાં જે સારું અને યોગ્ય છે એ કરી રહ્યા છો.

૨૯ “તમે જે પ્રજાઓને હાંકી કાઢશો, તેઓનો તમારા ઈશ્વર યહોવા નાશ કરી દેશે+ અને તમે તેઓના દેશમાં રહેશો. ૩૦ પણ એમ થાય ત્યારે ધ્યાન રાખજો, તમે એ પ્રજાઓને માર્ગે ચાલતા નહિ. તેઓના દેવો વિશે પૂછતા નહિ કે, ‘આ પ્રજાઓ કઈ રીતે પોતાના દેવોની પૂજા કરતી હતી? હું પણ એવું જ કરીશ.’+ ૩૧ તમે એ રીતે યહોવા તમારા ઈશ્વરની ભક્તિ ન કરો, કેમ કે એ પ્રજાઓ પોતાના દેવો માટે એવાં કામો કરે છે, જેને યહોવા ધિક્કારે છે. અરે, તેઓ તો પોતાનાં દીકરા-દીકરીઓને તેઓના દેવો આગળ આગમાં હોમી દે છે.+ ૩૨ હું જે બધી આજ્ઞાઓ તમને આપું છું, એ તમે કાળજી રાખીને પાળો.+ એમાં તમે કંઈ વધારો કે ઘટાડો ન કરો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો