-
ગણના ૧૫:૨-૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ “ઇઝરાયેલીઓને કહે: ‘જે દેશ હું તમને વસવા માટે આપું છું,+ એ દેશમાં જ્યારે તમે જાઓ ૩ અને તમારાં ઘેટાં-બકરાં કે ઢોરઢાંકમાંથી કોઈ પ્રાણીને આગમાં બાળીને યહોવા માટે અર્પણ ચઢાવો, જેથી એની સુવાસથી યહોવા ખુશ* થાય,+ પછી ભલે એ અગ્નિ-અર્પણ+ કે ખાસ માનતા માટેનું અર્પણ કે સ્વેચ્છા-અર્પણ+ કે તહેવાર વખતે ચઢાવવાનું અર્પણ+ હોય, ૪ ત્યારે પ્રાણીના અર્પણ સાથે તમે યહોવાને અનાજ-અર્પણ પણ ચઢાવો. અનાજ-અર્પણ તરીકે તમે એક ઓમેર* મેંદો આપો,+ જેમાં પા હીન* તેલ મેળવેલું હોય.
-