વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૮:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ મૂસાએ આખા ઇઝરાયેલમાંથી કાબેલ માણસો પસંદ કર્યા અને તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોનાં ટોળાં પર મુખીઓ તરીકે નીમ્યા.

  • ગણના ૧:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ ઇઝરાયેલીઓમાંથી એ પુરુષોને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પોતાના પિતાના કુળના મુખીઓ,+ એટલે કે ઇઝરાયેલના હજારો લોકોથી બનેલા સમૂહના વડા છે.”+

  • યહોશુઆ ૨૨:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ ગિલયાદ દેશમાં રૂબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અડધા કુળને મળવા ઇઝરાયેલીઓએ એલઆઝાર યાજકના દીકરા ફીનહાસને મોકલ્યો.+ ૧૪ તેની સાથે દસ આગેવાનો પણ ગયા, એટલે કે ઇઝરાયેલના દરેક કુળમાંથી એક આગેવાન. તેઓ બધા પોતપોતાના પિતાના કુટુંબના મુખી હતા. દરેક કુળ હજારો ઇઝરાયેલીઓનું બનેલું હતું.+

  • યહોશુઆ ૨૩:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ યહોશુઆએ બધા ઇઝરાયેલીઓ, તેઓના વડીલો, આગેવાનો, ન્યાયાધીશો અને અધિકારીઓને+ બોલાવીને+ કહ્યું: “હવે હું ઘરડો થઈ ગયો છું; મારી ઉંમર ઘણી થઈ છે.

  • ૧ કાળવૃત્તાંત ૨૭:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ ઇઝરાયેલના સમૂહોની આ ગણતરી છે, જેમાં પિતાનાં કુટુંબોના વડાઓ, હજાર હજાર અને સો સોની ટુકડીના મુખીઓ+ અને તેઓના અધિકારીઓ હતા. તેઓ સમૂહોને લગતાં બધાં જ કામ કરતા. એ સમૂહો વર્ષના દર મહિને વારાફરતી રાજાની સેવા માટે+ આવતાં-જતાં હતા. દરેક સમૂહમાં ૨૪,૦૦૦ માણસો હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો