-
ગણના ૨૨:૫, ૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ બાલાકે બયોરના દીકરા બલામને બોલાવવા સંદેશવાહકો મોકલ્યા. ત્યારે બલામ પોતાના વતન પથોરમાં+ રહેતો હતો, જે નદીને* કિનારે વસેલું હતું. બાલાકે આમ કહેવડાવ્યું: “જુઓ! ઇજિપ્તથી એક પ્રજા આવી છે. એ પ્રજા આખી પૃથ્વી પર ફેલાઈ ગઈ છે+ અને હવે એણે મારી સામે પડાવ નાખ્યો છે. ૬ કૃપા કરીને અહીં આવો અને મારા માટે આ લોકોને શ્રાપ આપો,+ કેમ કે તેઓ મારા કરતાં ખૂબ શક્તિશાળી છે. પછી હું કદાચ તેઓને હરાવીને અહીંથી ભગાડી શકીશ. હું જાણું છું કે તમે જેને આશીર્વાદ આપો છો, તેના પર આશીર્વાદ આવે છે અને જેને શ્રાપ આપો છો, તેના પર શ્રાપ આવે છે.”
-
-
ગણના ૨૩:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ બાલાકે બલામને કહ્યું: “આ તેં શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શ્રાપ આપવા બોલાવ્યો હતો, પણ તેં તેઓને ફક્ત આશીર્વાદ જ આપ્યો!”+
-
-
ગણના ૨૪:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ એ સાંભળીને બલામ પર બાલાકનો ગુસ્સો સળગી ઊઠ્યો. તેણે ગુસ્સામાં પોતાના હાથ પછાડીને બલામને કહ્યું: “મારા દુશ્મનોને શ્રાપ આપવા મેં તને અહીં બોલાવ્યો હતો,+ પણ આ ત્રણ વાર તેં તેઓને આશીર્વાદ જ આપ્યો છે.
-