૨૫ તેઓએ કિલ્લાવાળાં શહેરો+ જીતી લીધાં અને ફળદ્રુપ જમીનો+ કબજે કરી લીધી. તેઓએ ઉત્તમ વસ્તુઓથી ભરેલાં ઘરો, ખોદેલા ટાંકાઓ, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનવાડીઓ+ અને ફળથી લચી પડેલાં સેંકડો વૃક્ષો કબજે કર્યાં. તેઓ ખાઈ-પીને ધરાયા અને તાજા-માજા થયા. તેઓ તમારી ભલાઈમાં આળોટ્યા.