વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૬:૧૦-૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ “તારા ઈશ્વર યહોવા તને એ દેશમાં લઈ જશે, જે વિશે તેમણે તારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ત્યાં મોટાં મોટાં અને સરસ શહેરો છે, જે તેં બાંધ્યાં નથી;+ ૧૧ સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે માટે તેં મહેનત કરી નથી; ટાંકાઓ* છે, જે તેં ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનનાં ઝાડ છે, જે તેં રોપ્યાં નથી. જ્યારે તું ધરાઈને તૃપ્ત થાય,+ ૧૨ ત્યારે ધ્યાન રાખજે કે તું યહોવાને ભૂલી ન જાય.+ તે તને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે.

  • અયૂબ ૩૧:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય,

      અથવા ચોખ્ખા સોનાને કહ્યું હોય, ‘તું મને સલામત રાખે છે!’+

  • અયૂબ ૩૧:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ તો મેં સ્વર્ગના ઈશ્વરનો નકાર કર્યો હોત,

      અને એ ગુના માટે મને ન્યાયાધીશો પાસેથી સજા મળી હોત.

  • નીતિવચનો ૧૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ કોપના દિવસે માલ-મિલકત કંઈ કામ નહિ આવે,+

      પણ માણસની નેકી* તેને મોતથી બચાવશે.+

  • નીતિવચનો ૧૧:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ પોતાની ધનદોલત પર ભરોસો રાખનાર પડી જશે,+

      પણ નેક માણસ લીલાછમ ઝાડની જેમ ખીલી ઊઠશે.+

  • નીતિવચનો ૨૩:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+

      એવું ન કર, પણ સમજણથી કામ લે.*

       ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+

      પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+

  • માથ્થી ૬:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો.+ ત્યાં એને જીવડાં ખાઈ જાય છે, કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે.

  • માથ્થી ૬:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી. તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે.+ તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.+

  • માર્ક ૮:૩૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૬ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે અને પોતાનું જીવન* ગુમાવે તો એનાથી શો લાભ?+

  • લૂક ૧૨:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ તેમણે લોકોને કહ્યું: “તમારી આંખો ખુલ્લી રાખો અને દરેક પ્રકારના લોભથી* સાવધાન રહો.+ ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.”+

  • ૧ તિમોથી ૬:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ આ દુનિયાના ધનવાનોને તું હુકમ* આપજે કે તેઓ ઘમંડી ન બને. તેઓ પોતાની આશા ધનદોલત પર ન મૂકે,+ જે આજે છે અને કાલે નથી. પણ તેઓ પોતાની આશા ઈશ્વર પર મૂકે, જે આપણા આનંદ માટે બધી ચીજવસ્તુઓ ભરપૂર માત્રામાં પૂરી પાડે છે.+

  • ૧ યોહાન ૨:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ કેમ કે દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા,+ આંખોની લાલસા+ અને પોતાની વસ્તુઓનો દેખાડો,* એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો